આજનો સવાલ -01 26/8/2026

નમસ્કાર મિત્રો,
એક નવી પહેલ ની શરૂઆત કરી છે.જેમાં ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોને મુંઝવતા પ્રશ્નો અથવા તેઓની સમસ્યાનું સમાધાન આપી શકાય.જેમાં આપડે કોઈનું નામ જે ઓળખાણ જાહેર નહીં કરીએ.જેથી કોઈ પણ નિશ્ચિત થઈ પ્રશ્ન નું સમાધાન મેળવી શકે.અને એ પ્રશ્નો જાહેર મંચ પર પણ મુકીશું જેથી અન્યને પણ માર્ગદર્શન મળે.

આશા છે કે આપ સહુને આ પહેલ ગમશે.


આજ નો પ્રશ્ન

1. ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોને પેહલા 4200 ગ્રેડપે મળતો હતો.પરંતુ હવે મળતો નથી .એ ક્યારથી અને કયા આધારો ના કારણે બંધ થયો ? 

જવાબ / ઉકેલ

👉🏻 ગ્રેડ પે અંગેની ગણતરી એ 6ઠા પગાર પંચ બાદ અમલ માં આવેલ સંકલ્પના અને પગાર ગણતરી છે.પરંતુ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના શિક્ષકોને 5 માં પગાર પંચથી પગારમાં  વિસંગતતા ઉદભવેલી હતી.જે નીચે મુજબ છે.


👉🏻ગુજરાત સરકારના નાણાં વિભાગના તારીખ :- 15/07/1991 ના ઠરાવ ક્રમાંક :- એઓપી/૧૦૯૧-3-એમ ના મુદ્દા નંબર 7 અનુસાર બઢતીની તક વાળી જગ્યાને બઢતી નું ઉચ્ચતર પગાર ધોરણ મળવા પાત્ર થાય અને બઢતીની તક નો અભાવ હોય તેવા કર્મચારીઓ માટે પરિશિષ્ઠ 01 બનાવવામાં આવ્યું.



👉🏻 ગુજરાત સરકારના નાણાં વિભાગના તારીખ :- 16/8/1994 ના પત્ર ક્રમાંક :- પગર-1194-44-મ દ્વારા સુધારેલ ઉચ્ચત્તર પગાર ધોરણ અને નો વિસ્તૃત ઠરાવ બહાર પાડવામાં આવ્યો. જેના મુદ્દા નંબર 3.3 અનુસાર બઢતીની તક વાળી જગ્યાને બઢતી નું ઉચ્ચતર પગાર ધોરણ મળવા પાત્ર થાય અને બઢતીની તક નો અભાવ હોય તેવા કર્મચારીઓ માટે પરિશિષ્ઠ 01 બનાવવામાં આવ્યું.

👉🏻 જે તે સમયે જિલ્લા અને નગર શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષકોને કેળવણી નિરીક્ષક તરીકે બઢતી મળતી હતી.પરંતુ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ માટે આવી કોઈ તકના હોવાના કારણે પગાર ધોરણ માં વિસંગતતા ઉદ્દભવી.

👉🏻 જે 6ઠા પગાર પંચમાં 4200 ગ્રેડપે તરીકે આપડે ઓળખીએ છીએ..



👉🏻 આ સાથે આપેલ લિંક માં આ માટેના પરિપત્ર જોઈ શકાશે.

https://grantedprimarygujarat.blogspot.com/2026/08/1994.html

નાણાં વિભાગનો ઉચ્ચતર ની સમજૂતી આપતો 1994 નો ઠરાવ.


👉🏻 https://grantedprimarygujarat.blogspot.com/2026/08/1998.html


નાણાં વિભાગનો ઉચ્ચતર પગાર ની સમજૂતી આપતો 1998 નો ઠરાવ

Comments