GUJARAT NO PRAVASA


GUJARAT TOURISM

વડોદરાનુ કાશી વિશ્વનાથ મંદિર


આ ઐતિહાસિક મંદિરની સ્થાપના લગભગ 120 વર્ષ પહેલા સયાજીરાવ ગાયકવાડ મહારાજના શાસન દરમિયાન થઈ ગયા હતા. 
કાલાંતરમાં આ મંદિરનુ સ્વામી વલ્લભ રાવજીએ મહારાજ પાસેથી દાનમાં લઈ ગયા. સ્વામી વલ્લભરાવ જી પછી સ્વામી ચિદાનંદ સરસ્વતીના મંદિરની જવાબદારી સંભાળી. સન 1948માં તેમણે મંદિરનુ પુનનિર્માણ કરાવ્યુ. ચિદાનંદજી સ્વામીના મૃત્યુ પછી મંદિર ટ્રસ્ટના હાથમાં જતુ રહ્યુ. હવે મંદિરની દેખરેખ આ જ ટ્રસ્ટ કરી રહ્યુ છે.
કાશી વિશ્વનાથ મંદિર ગાયકવાડ મહારાજના પેલેસની બરાબર સામે આવેલુ છે. મંદિરનુ પ્રવેશદ્વાર અત્યંત સુંદર અને નકશાવાળુ છે. મુખ્ય દ્વારથી પ્રવેશ કરવા પર રથનુમા છત્રીમાં કાળા પત્થરથી બનેલ નદીની સુંદર પ્રતિમા જોવા મળે છે. નંદીની સાથે સાથે સૌભાગ્યના પ્રતિક કાચબાની પ્રતિમા પણ છે. નદીની પ્રતિમાની એક બાજુ સ્વામી વલ્લભરાવ જી ની અને બીજી બાજુ સ્વામી ચિદાનંદજીની પાષાણ પ્રતિમાઓ છે. 


W.D
મુખ્ય મંદિર બે ભાગમાં વહેંચાયેલુ છે. પહેલા ભાગમાં એક વિશાળ હોલ જેમા ભક્ત સત્સંગ અને પૂજા માટે એકત્રિત થાય છે અને બીજા ભાગમાં મંદિરનુ ગર્ભગૃહ છે. સત્સંગ ભવનના સ્તંભો પર અને મંદિરની દિવાલો પર વિવિધ દેવી-દેવતાઓની સુંદર અને આકર્ષક મૂર્તિયોની નક્કાશી કરવામાં આવી છે. મંદિરની છત પર વિવિધ દેવી દેવતાઓની સુંદર અને ધ્યાનાર્ષક મૂર્તિઓ કોતરવામાં આવી છે. મંદિરની છત પર પણ સુંદર અને મનમોહક નક્કાશી કરવામાં આવી છે. 
મંદિરનુ ગર્ભગૃહ સફેદ સંગમરમરથી બનેલુ છે. ગર્ભગૃહની વચ્ચે શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. શિવલિંગના આધાર પર ચાંદીનુ પોલીશ કરવામાં આવ્યુ છે. ગર્ભગૃહમાં શ્રધ્ધાળુઓનો પ્રવેશ નિષેધ છે. શિવલિંગ પર જળ, દૂધ વગેરે ચઢાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 
મંદિર પરિસરમાં કાશીવિશ્વનાથ હનુમાન મંદિર અને સોમનાથ મહાદેવ મંદિર પણ છે. એક નાના મંદિરમાં સ્વામી ચિદાનંદ સરસ્વતી જીની ચરણ પાદુકાઓ મૂકવામાં આવી છે. શ્રાવણના પ્રત્યેક શનિવાર અને સોમવારે અહી મેળો ભરાય છે. મહાશિવરાત્રીના દિવસે પણ મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. મંદિરમાં તીર્થયાત્રીઓ અને સાધુસંતોને રહેવાની અને ભોજનની ઉત્તમ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા મફત કરવામાં આવે છે. 


W.D
કેવી રીતે પહોંચશો ? 
રોડ દ્વારા - વડોદરા ગુજરાતની રાજધાની ગાંધીનગરથી 115 અને અમદાવાદથી લગભગ 130 કિમી દૂર આવેલુ છે. 
રેલમાર્ગ - વડોદરા પશ્ચિમ રેલવેના દિલ્લી-મુંબઈ રેલખંડનુ એક મુખ્ય સ્ટેશન છે. દેશના ઘણા ક્ષેત્રોથી વડોદરાને માટે સીધી રેલસેવા છે. 
વાયુમાર્ગ - નજીકનુ હવાઈ મથક લગભગ 130 કિમી દૂર આવેલુ છે.

હોડકા ગામ


P.R

મ્હારો કચ્છડો હવે દેશ-વિદેશમાં ખ્યાતી પામી રહ્યો છે. સરકાર તરફથી કચ્છને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. રાજ્યમાં અંદાજે 31 ગામને ઈકો ટુરીઝમ માટે પસંદ કરવામાં આવ્યાં છે અને તેમાં કચ્છનું હોડાકા ગામ પણ પસંદ થયું છે. આ ગામને એક વિશિષ્ટ ગામ તરીકે જાણીતું કરવા માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે અહીંયા ત્રણ દિવસ માટે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. આમ કરવાનો હેતુએ છે કે ગુજરાતના પર્યટન સ્થળોનો વિકાસ કરી શકાય અને લોકો તે તરફ આકર્ષાય.  
બેનુમન કલાગીરી.... આ ઉત્સવ દરમિયાન ત્યાં ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. ઉપરાંત ત્યાંની સાસ્કૃતિક અને પરંપરાગત વસ્તુઓના સ્ટોલ પણ લગાવવામાં આવે છે. જેથી કરીને બહારથી આવનારા પર્યટકો તેમની સંસ્કૃતિ અને ત્યાંની પારંપરિક વસ્તુઓથી જાણીતા થાય. 

P.R

સરહદ જોવાનો અવસર... ગામડાના લોકોની સંસ્કૃતિ, તેમના રિતરિવાજ અને તેમની રહેણીકરણી વિશે જાણવું હોય એવા ઉત્સુક લોકો માટે આ ખુબ જ સુંદર લ્હાવો બની રહે છે. ઈકો ટુરીઝમ માટે હોડકા ગામની પસંદગી એટલા માટે કરાઈ છે ત્યાંની ભૌગોલીક પરિસ્થિતિ ખુબ જ સુંદર છે વળી ભારતની છેલ્લી સરહદ ઈંડિયાબ્રીજ તેની એકદમ નજીક છે અને કચ્છનો ઐતિહાસિક કાળો ડુંગર પણ તેની નજીક છે.  
વિદેશી પક્ષીઓનો નજારો.... આ ઉપરાંત ત્યાં શિયાળાની અંદર સારસ, સાઈબિરીયન ક્રેન, ફ્લેમિંગો જેવા પક્ષીઓનું આગમન પણ થાય છે. તેથી આ બધી જ વસ્તુઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ હોવાથી આ ગામની પસંદગી કરવામાં આવી છે.  
પર્યટકો માટે અનેરી વ્યવસ્થા.... કચ્છની કળા, લોકનૃત્ય, સંગીત, ભરતકામ વગેરે વસ્તુઓ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. પહેલાં પર્યટકો કચ્છમાં આવતાં તો તેમને ત્યાંના આંતરિયાળ ગામડાઓમાં ફરવામાં ઘણી મુશ્કેલી આવતી હતી પરંતુ આજે તેમના માટે ગુજરાત સરકાર તરફથી સુદંર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હોડકા ગામમાં રહેવા માટે પણ વિશેષ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. 

P.R

ગામમાં સિમેન્ટનુ મકાન નથી.... હોડકા ગામમાં સિમેન્ટનું એક પણ મકાન નથી, પ્રવાસીઓ માટે ત્યાં વિશિષ્ટ પ્રકારના 'ભુંગા'(લીંપણવાળા ઘર) બનાવવામાં આવ્યાં છે. આ ઘરને પ્રાચીન અને પરંપરાગત વસ્તુઓથી શણગારવામાં આવ્યાં છે. અહીંયા રાત્રે ટ્રેડિશનલ લોકનૃત્ય અને સંગીતનો અનોખો દરબાર જામે છે.  વિસરાઇ જતી લોકનૃત્ય કળાને જીવંત રાખવા તથા લોકો તેનાથી જાણકાર થાય એ માટે અહી લોકનૃત્ય સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમને નૃત્ય, સંગીતની સાથોસાથ ગામડાનું સાચા અર્થમાં દ્રશ્ય જોવું હોય કે તેની સંસ્કૃતિ માણવી હોય તો આવા અનોખા ગામડાઓની મુલાકાત અવશ્ય લેવી જોઇએ.... 
કેવી રીતે પહોચી શકાય? 
આ ગામ ભુજથી માત્ર 62 કિ.મી. ના અંતરે આવેલું છે. તેથી તમે ખાનગી વાહન દ્વારા જઈ શકો છો. આ ઉપરાંત અમદાવાદ રેલ્વે દેશની બધી જ મોટી રેલ્વે લાઈનો સાથે જોડાયેલી છે તેથી અમદાવાદ પહોચીને તમે સરળતાથી બસ દ્વારા ભુજ પહોચી શકો છો. ભુજથી હોડકા જવા માટે પણ વાહનની વ્યવસ્થા છે.


જૂનાગઢ દર્શન

જૂનાગઢના અન્ય જોવાલાયક સ્થળોમાં એક પ્રસિદ્ધ સ્થાન છે ‘ઉપરકોટ’નો કિલ્લો. નવાબોના સમયનો આ કિલ્લો ગિરનારથી આશરે 3-4 કિ.મી. ના અંતરે આવેલો છે. વિશાળ મોટા પ્રવેશદ્વારમાંથી પસાર થતાં ઢોળાવવાળા રસ્તે બે તોપો મૂકવામાં આવેલી છે. ત્યાંથી જૂનાગઢ શહેરનું દ્રશ્ય નયનરમ્ય દેખાય છે. આ ઉપરકોટ વિસ્તારનું સર્વપ્રથમ દર્શનીય સ્થાન છે ‘જુમા મસ્જિદ’. ભારતમાં ભાગ્યેજ જોવા મળે તેવા પ્રકારની આ મસ્જિદ 15મી સદીની છે. એનો ચોક છાપરાવાળો છે જેમાં પ્રકાશ માટે ત્રણ અષ્ટકોણીય પ્રવેશકો છે. એની ઉપર સ્તંભો ઉપર ગોઠવેલા ગુંબજો હોવાની શક્યતા છે. પૂર્વાભિમુખ મુખ્ય પ્રવેશદ્વાર નમાજખંડ કરતાં એક માળ નીચે આવેલું છે. મિહરાબ એટલે કે મક્કાની દિશા તરફનો ગોખલો, ઝરોખા અને દીવાલો પરના પટ્ટા સ્થાનિક પરંપરાગત પથ્થર કોતરણી કળાની અસર દાખવે છે. ત્યાંથી થોડે આગળ ઢાળ ઊતરીને જતા બૌદ્ધગુફાઓ આવેલી છે. એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલી આ ગુફાઓમાં ભોંયરામાં ઊતરતા હોઈ તેવો પ્રવેશદ્વાર છે. વિશાળ ખડકોને કોતરીને રસ્તા બનાવવામાં આવ્યા હોય તેવું જણાય છે. ગુફામાં કુદરતી ઠંડક પ્રસરેલી રહે છે. સૂર્યપ્રકાશ મેળવવા માટે ઉપર જાળીઓ મૂકવામાં આવી છે. 
બૌદ્ધગુફાઓથી થોડે આગળ જતાં જગપ્રસિદ્ધ ‘અડી કડી વાવ’ અને ‘નવઘણ કુવો’ આવેલાં છે. એક કહેવત અનુસાર એમ કહેવાય છે કે ‘અડી કડી વાવ અને નવઘણ કુવો, જેના જૂએ તે જીવતો મૂઓ.’ અર્થાત જેણે પોતાના જીવનમાં આ બે જગ્યાની મુલાકાત ન લીધી એનું જીવન વ્યર્થ છે ! – આવી એક રમૂજી લોકોક્તિ છે. અડી કડીની વાવનું સર્જન પથ્થરો કાપીને કરાયું છે. 162 પગથિયાવાળી આ વાવ – 81 મીટર લાંબી, 4.75 મીટર પહોળી અને 41 મીટર ઊંડી છે. સમગ્ર વાવ એક સળંગ ખડકમાંથી કાપીને બનાવેલી છે. જો કે વાવના બાંધકામની સામાન્ય બાબતો જેવી કે કૂટ, મોભ કે ગવાક્ષો એમાં નથી. જટિલ ભૂસ્તર રચનામાં બંધાયેલી આ વાવ તેના બાંધકામના સમયની પાણીના સ્ત્રોત શોધવાની કુશળતાને વ્યક્ત કરે છે. કોઈ ખાસ વિશિષ્ટ સ્થાપત્ય નહીં, ન કશી નોંધ કે ન કશું લખાણ. સમય માપન લગભગ અશક્ય, પણ એટલું ચોક્કસ કહેવાય છે કે આ સૌથી પ્રાચીન વાવમાંની એક છે ! હાલમાં વાવમાં પાણી તો છે પરંતુ તે અવાવરું અને દુર્ગંધ મારતું હોવાથી તેને કોઈ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. ઉપરકોટના બીજે છેડે આવેલો છે સુપ્રસિદ્ધ ‘નવઘણ કૂવો’. ત્યાં દર્શાવેલી માહિતી અનુસાર : ‘પછીના સમયમાં આવનારી વાવના સ્વરૂપનો અણસાર આપતા આ કૂવાનું નામ ‘રાનવઘણ’ (ઈ.સ. 1025-44) પરથી પડ્યું. જ્યાંથી કૂવામાં જઈ શકાય છે તે આગળ મોટું થાળું કદાચ રાનવઘણના રાજ્ય દરમ્યાન બંધાયું હતું. પહેલાં સીધાં અને પછી જમણી તરફ ચક્રાકારે નીચે જતાં પગથિયાં છે. પ્રકાશ માટે દિવાલમાં બાકોરાં કર્યાં છે. થાળું બંધાયું એ પહેલાના સમયનો આ કૂવો જણાય છે. આને કેટલાક અભ્યાસીઓ વાવનું જૂનામાં જૂનું ઉદાહરણ માને છે.’ ઉપરકોટના કિલ્લાની ઉપર તરફ ચઢતાં વિશાળ તોપ મૂકવામાં આવેલી છે. તોપના દરવાજાની બાજુમાં મોટા બે સુંદર સરોવર આવેલા છે. ચારેબાજુ પર્વતો અને કિલ્લાની વચ્ચે ઉંચાઈ પર આવેલા આ સરોવર ખરેખર નવાઈ પમાડે તેવા છે ! આમ, ઉપરકોટનો સમગ્ર વિસ્તાર શિલ્પ સ્થાપત્યના એક ઉત્તમ નમૂનારૂપ બની રહે છે. જેમના પદો અને પ્રભાતિયાં રોજ ઘરે ઘરે ગવાય છે અને લોક હૃદયમાં ગૂંજે છે તેવા ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતાને આ ભૂમિ પર કેમ કરીને ભૂલાય ? ‘જાગ ને જાદવા કૃષ્ણ ગોવાળિયા….’, ‘નારાયણનું નામ જ લેતાં….’, ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’, ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ….’ કેટલા મધુર અને ઉત્તમ પદોનો જન્મ આ ભૂમિ પર થયો ! જાણે ગિરનારની તળેટીમાં હજુયે એ કરતાલ વાગ્યા કરે છે. કવિવર રાજેન્દ્ર શુક્લ કહે છે ને કે :
હજો હાથ કરતાલને ચિત્ત ચાનક,
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.
 જૂનાગઢના બજારમાં નીકળીએ ત્યારે એમ લાગે કે એક હાથમાં કરતાલ અને બીજા હાથમાં તપેલી લઈને પિતાના શ્રાદ્ધ માટે ઘી લેવા નીકળેલા મહેતાજી અહીંથી પસાર થયા હશે ત્યારનું એ દ્રશ્ય કેવું અદ્દભુત હશે ! નરસિંહમહેતાના નિવાસ્થાને પહોંચીએ એટલે તેમના જીવનના ‘પિતાજીનું શ્રાદ્ધ’, ‘કુંવરબાઈનું મામેરું’, ‘શામળશાની હૂંડી’ના એ તમામ જીવનપ્રસંગો આપણી નજર સમક્ષ આવવા લાગે છે. પ્રવેશદ્વારની અંદર જમણી તરફ દામોદર ભગવાનું મુખ્ય મંદિર આવેલું છે. સામેની બાજુ શ્રી મહેતાજીના જીવનપ્રસંગોના સુંદર ચિત્રોની આર્ટ ગેલેરી છે. બાજુમાં ગોપનાથ મહાદેવનું મંદિર છે. ‘અસલ રાસ ચોરો’ છે ત્યાં પંખીઓને ચણ નાખવામાં આવે છે. ભક્તિની ભીનાશથી ભરેલું આ ખૂબ જ શાંત અને સુંદર સ્થાન છે. મહેતાજીના નિવાસસ્થાનથી એટલે કે જુનાગઢ શહેરથી ત્રણ કિલોમીટર દૂર ગિરનાર તરફ જતા મધ્યમાં પુરાણપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ ‘દામોદર કુંડ’ આવેલ છે, જેનું પૌરાણિક નામ બ્રહ્મકુંડ હતું. ત્યાં બ્રહ્માજીએ યજ્ઞ કર્યો હોવાથી આ તીર્થને પ્રાચીનકાળમાં ‘બ્રહ્મકુંડ’ તરીકે ઓળખવામાં આવતું. દામોદરકુંડની ઉત્તરમાં કુમૂદ પર્વત આવેલો છે જેનું બીજું નામ ‘અશ્વત્થામા પર્વત’ કહેવાય છે. સાત ચિરંજીવમાના એક ‘અશ્વત્થામા’ પ્રતિદિન પ્રાત:કાળે બ્રાહ્મ મુહૂર્તમાં સંધ્યાવંદન કરવા આ તીર્થમાં આવે છે તેવી મુમુક્ષુઓની અનુભૂતિ છે. આદિ ભક્ત કવિ તેમજ સંતશિરોમણી શ્રી નરસિંહ મહેતા ગામમાંથી ચાલી પ્રતિદિન પ્રાત:કાળે દામોદર તીર્થમાં બારેમાસ સ્નાન કરવા આવતા તેમજ અહીં દામોદર મંદિરમાં બેસી અખંડ ભજન અને ભક્તિ કરતા. આ દામોદર કુંડ સાથે શ્રી દામોદરરાયે નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને ભાદરવા વદ-5ને શનિવારે (શ્રાદ્ધ પક્ષ)ના દિને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ સરાવી તર્પણ કરેલું હતું. કાલયવન રાક્ષસના નાશ માટે શ્રી કૃષ્ણ રણ છોડીને ભાગ્યા એટલે રણછોડ કહેવાયા અને ત્યારબાદ તેઓ સદેહે આ પાવન તીર્થ પર પધાર્યા હતા. એક લોકવાયકા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના અસ્થીનું વિસર્જન પણ તેમનાં પૌત્ર અનિરુદ્ધજીના હસ્તે આ કુંડમાં કરવામાં આવ્યું હતું. આસપાસનો આખો પ્રદેશ ખૂબ હરિયાળો શાંત અને પવિત્ર છે. જૂનાગઢના અન્ય જોવાલાયક સ્થળોમાં ભવનાથ મંદિર, અશોક શિલાલેખ અને મ્યુઝિયમ મુખ્ય છે. પ્રવાસીઓ નજીકના તુલસીશ્યામ અને સાસણગીરના પ્રદેશોની પણ મુલાકાત લે છે.

અંબાજી

અંબાજી યાત્રા

ગુજરાતમાં આરાસુરમાં અંબાજીની માન્યતા ઘણી છે. અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટ થી નૈઋત્ય કોણમાં છે. આબુ રોડ સ્ટેશનથી લગભગ બાર ગાઉ પર આરાસુર નામનું ગામ છે.અને આ ગામમાં અંબાજીનું મંદિર છે.આરાસુર ગામમાં મુખ્ય મંદિર,એની આસપાસ,ધર્મશાળાઓ મોદીની દુકાનો અને મોટે ભાગે જંગલી પહાડી લોકો જેને ભાઉડા કહે છે.તેઓના ઝુંપડા દેખાય છે.યાત્રાળુનું કામકાજ પણ આ ભાઉડા જ કરે છે. અંબાજીના મંદિરમાં કાંઈ વિશેષતા નથી. પરંતુ તેની માન્યતા તથા શ્રદ્ધા લોકોમાં વિશેષ જોવા મળે છે. મૂળ આ મંદિર વર્ષો પહેલા બેઠા ઘાટનું નાનું હતું પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સુધારા સાથે અત્યારે આ મંદિર તેની સર્વોચ્ચ ઉંચાઈને સર કરે તેવું અને ભવ્યાતિ ભવ્ય મંદિરના ટ્સ્ટ્રીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. અત્યારે તો મંદિરની ઉપરનો કળસ સંપૂર્ણ સોનામાંથી બનાવવામાં આવ્યો છે.મંદિરની આગળ મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે.ખાસ વાત યાદ રાખવા જેવી એ છે આટલી મોટી સંખ્યામા અહી યાત્રાળુઓ આવે છે પરંતુ તેમને કદાચ એ વાતની ખબર નહી હોય કે માતાજીના અસલ સ્થાનકમાં માતાની મૂર્તિ નથી પણ ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભુષણો ગોઠવવામાં આવે છે કે જેથી કરીને દર્શન કરનારને સવાર,બપોર ને સાંજે જાણે કે વાધ ઉપર માતાજી બેઠાં હોય એવા જુદી જુદી જાતના દર્શન થાય છે. બિલકુલ તેની વર્ષોથી પાસે ધીના બે અખંડ દીવા બળે છે. માતાજીના દર્શન સવારે અંદરનું બારણુ ઉઘડતા થાય છે. બેઉં વખતે આરતી વખતે પણ દર્શન થાય છે.વર્ષો પહેલા બ્રાહ્મણો અંદર જઈને માતાજીની પુંજા કરી શકતા હતાં. અત્યારે તો છે.બાકીના વખતે મંદિરમાં અંદરના ખંડને જાળીવાળા રૂપાના પતરાં મઢેલા બારણા છે,તો પણ બહાર રહી આખો દિવસ દર્શન થઈ શકે છે. મંદિરના આગલા ભાગ ઉપર ધાબુ છે અને તેના ઉપર ત્રણ શીખર છે.
અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે. માતાજીને ચાચરના ચોક વાળી પણ કહેવામાં આવે છે.આ ચાચરના ચોકમાં હોમહવન કરવામાં આવે છે.યાત્રાળુઓ હવન વખતે પુષ્કળ ઘી હોમે છે.
અંબાજીની બે વિશેષતા ખાસ ધ્યાન ખેંચે તેવી છે. એક તો અંબાજીના કોઈ પણ કામમાં તેલ વાપરવાનો રિવાજ નથી.બાળવામાં તો ધી જ જોઈએ. તેલ ખવાય તો નહિ જ. તેમજ માથાં માયે ન નખાય.પરંતુ ઘી નાખી શકાય.બીજુ એ કે આ માતાજીના સ્થાનમાં સ્ત્રીની પવિત્રતા ખાસ જાળવવી જોઈએ.કોઈ પણ પુરૂષથી કોઈ પણ સ્ત્રીની મશ્કરી ના કરી શકાય. વ્યભિચાર તો દુર રહ્યો પરંતુ જેટલા દિવસ આ ગામની હદમાં રહો તેટલા દિવસ કોઈથી સંગ ન થાય. સ્ત્રી સંગ કરનાર ઉપર માતાજી ગુસ્સે થાય છે. અને એને મોટું નુકશાન થાય છે એવી માન્યતા પ્રચલિત છે. આ શ્રદ્ધાને પરિણામે જ યાત્રાળુઓ આ સ્થાનમાં પવિત્રતાથી રહે છે.
અંબાજીમાં વર્ષે બે થી ત્રણ મેળાઓ ભરાય છે. અને મેળા વખતે ભવાઈ ભજવવામાં આવે છે.અંબાજીની માન્યાત નાગર જેવી સંસ્કારી કોમમાં ઘણી હોવા છતાં આ ભવાઈનો રિવાજ ચાલું છે તે નવાઈ જેવું છે.
આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રીકૃષ્ણ થીયે જુના કાળનું મનાય છે. શ્રીકૃષ્ણ પોતાના બાળમોવાળા આ ઠેકાણે ઉતરાવવા આવ્યા હતા તેવું મનાય છે. અને રૂક્મણિએ આ માતાજીની પૂંજા કરી હતી તેવું મનાય છે. જો આ દંતકથાઓને છોડીને ઐતિહાસિક પુરાવાઓ તપાસીએ તો,માનસરોવરના કિનારા ઉપરના મંદિરમાં મહારાણા શ્રી માલદેવનો વિ.સ. 1415 (ઈ.સ. 1359) નો લેખ મળે છે. અંબાજીના મંદિરના અંદરના મંડપના દ્રારમાં એક સ. 1601 નો લેખ છે. તેમાં રાવ ભારમલ્લીની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાની લેખો છે, તે 16 માં શકતના છે. એક બીજા સં. 1779 ના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે. મતલબ કે. ઈ.સ. 14 માં શતકથી તો આરાસરુનાં અંબાજીની માન્યાતા સતત ચાલી આવે છે. પણ તે પહેલાના બસો-ત્રણસો વર્ષથી આ સ્થાનનો મહિમાં ચાલું હોવાનો સંભવ છે. કારણ કે અંબાજીની નજીકમાં કુંભારીઆ કરીને એક ગામ છે.આ ગામમાં વિમળ શાહના ધોળા આરસ પહાણનાં જૈન દેરાસરો છે .આ દેરાસરો વિષે એવી દંતકથાઓ છે કે અંબાજીએ આપેલા ધનથી આ જગ્યાએ વિમળ શાહે 360 દેરાસરો બંધાવ્યા,પણ માતાજીએ પૂછ્યું કે,આ દહેરા કોના પ્રતાપથી પ્રતાપી ? ત્યારે વિમળશાહે જવાબ આપ્યો કે ગુરૂના પ્રતાપથી. આ જવાબથી ગુસ્સે થઈને માતાજીએ દેરા બાળી નાંખ્યા. અને માત્ર પાંચ રહેવા દીધા.
 

wahgujarat.com_ambaji_temple
દેવી ભગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી અગ્નિદેવને પ્રસન્ન કર્યા, એમણે વરદાન આપ્યું કે નરજાતિના નામવાળા શસ્ત્રોથી તેને મારી શકાશે નહી. આ વરદાનથી તેણે દેવોને હરાવી દીધા અને ઇન્દ્રાસન જીત્યું તથા ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો. પછી વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું. આથી દેવોએ ભગવાન શિવની મદદ માંગી. ભગવાન શિવે મદદ માટે દેવી શક્તિની આરાધના કરવા દેવોને જણાવ્યું દેવોએ તેમ કરતાં આદ્યશક્તિ પ્રગટ થયા અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો. તેથી દેવી મહિષાસુર-મર્દિની તરીકે ઓળખાયા.
બીજી એક કથા મુજબ સીતાજીની શોધ કરતાં રામ અને લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શ્રૃંગી ઋષિના આશ્રમે આવ્યા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવા કહ્યું. રામ અને લક્ષ્મણે આરાધના કરી, દેવોએ પ્રસન્ન થઇ અજય નામનું એક બાણ આપ્યું જેનાથી રામે રાવણનો નાશ કર્યો.
દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધી માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યા હોવાનું અને ત્રણ દિવસ રોકાઇને ભગવાન શિવ તથા અંબાજીની પૂજા-અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન છે.

શ્રી આરાસુરી – અંબાજી માતા દેવસ્થાન :
ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. અંબાજી એ સમુદ્ર સપાટીથી ૧૫૮૦ ફીટની ઉંચાઇ ઉપર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે. અંબાજી મંદિરમાં કોઇ દેવીની મૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે જે ઉજ્જૈન, નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. આ યંત્રની દર મહિનાની આઠમે પૂજા થાય છે. આ તીર્થક્ષેત્રમાં બારે માસ યાત્રીઓ દર્શન માટે આવતાં હોય છે. દર માસની પુનમે બહુ મોટી સંખ્યામાં યાત્રિકો અહીં આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચઢાવે છે. ધાર્મિક રીતે અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ વિસ્તાર સરસ્વતી નદીનું ઉદગમસ્થાન અને આદ્યશક્તિનું પુરાણપ્રસિધ્ધ સ્થાન છે, અંબાજીથી બે કિલોમીટર દૂર ગબ્બરના પહાડ આવેલી ગુફામાં અંબામાતાનું આદિસ્થાન મનાય છે. અંબાજીમાં નવરાત્રિનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. દર ભાદરવી પુનમે અહીં મેળો ભરાય છે અને યાત્રિકો અંબાજી યાત્રાધામના દર્શને પગપાળા આવી પોતાને ધન્ય માને છે. મંદિરની નજીક આવેલ વિશાળ સ્થાપત્ય કલાનું બેનમૂન વર્ષો પુરાણું માન સરોવર આવેલું છે. જ્યાં કૃષ્ણ ભગવાનની ચૌલ ક્રિયા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. અંબાજી જવા માટે રોડ માર્ગ:
ગાંધીનગર – ૧૫૫ કિ.મી.
અમદાવાદ – ૧૭૯ કિ.મી.
સુરત – ૪૫૭ કિ.મી.
રાજકોટ – ૪૦૪ કિ.મી.
પાલનપુર – ૬૦ કિ.મી.
આબુ રોડ – ૨૩ કિ.મી..
નજીકનું રેલ્વે સ્ટેશન : આબુ રોડ (રાજસ્થાન સરહદ), પાલનપુર (ગુજરાત)
નજીકનું હવાઇ મથક : અમદાવાદ

સંપર્ક માહિતી
કલેકટરશ્રી, બનાસકાંઠા અને અધ્યક્ષશ્રી, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ,
ફોન નં. : (ઓ) +૯૧ ૨૭૪૯ ૨૫૭૧૭૧
one No.: (ફેક્સ) +૯૧ ૨૭૪૯ ૨૫૨૭૪૦
one No.: (નિ) +૯૧ ૨૭૪૯ ૨૫૭૦૦૭
one No.: (મો) +૯૧ ૯૮૨૫૦૩૦૮૦૩
વહવટદારશ્રી, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ,
ફોન નં. : (ઓ) +૯૧ ૨૭૪૯ ૨૬૨૧૩૬, ૨૬૨૬૩૬
one No.: (ફેક્સ) +૯૧ ૨૭૪૯ ૨૬૪૫૩૬
one No.: (નિ) +૯૧ ૨૭૪૯ ૨૬૨૧૫૨
one No.: (મો) +૯૧ ૯૮૨૪૪૮૪૯૧૭
ના. કા. ઇજનેર.
ફોન નં. : (ઓ) +૯૧ ૨૭૪૯ ૨૬૨૯૩૦
one No.: (મો) +૯૧ ૯૮૨૪૦૭૨૨૨૧

THURSDAY, MAY 7, 2009



હરસિદ્ધમાતા-જામનગર

હરસિદ્ધમાતા

ગિરિશિખરે વસતી માતા એટલે હરસિદ્ધ માતા. જામનગર જિલ્લાની સરહદે દરિયા કિનારે આવેલું હરસિદ્ધ માતાનું પ્રાચીન મંદિર પોરબંદરથી 22 કિ.મી. અને દ્વારકાથી લગભગ 40 કિ.મી દૂર આવેલું છે.મૂળ મંદિર તો કોયલાના ડુંગર ઉપર આવેલું છે.પરંતુ લોક વાયકા એવી છે કે મૂળ મંદિરમાં સ્થાપિત થયેલી દેવી દ્રષ્ટિ સમુદ્ર પર જ્યાં પડતી તે જગ્યાએથી પસાર થતાં જહાજો ડૂબી જતાં હતાં.આથી ગુજરાતના દાનવીર શેઠ જગડુશાએ પોતાના કુટુંબનું બલિદાન આપીને પણ માતાજીનું સ્થાન ટેકરી નીચે પ્રસ્થાપિત કર્યું. 

બીજી પણ એક લોકવાયકા એવી છે કે મહારાજા વિક્રમાદિત્યે તપશ્ચર્યા કરીને દેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજજૈન લઈ ગયાં.આમ માતાજીના વાસ દિવસ દરમ્યાન ઉજજૈનના હરસિદ્ધ મંદિરમાં અને રાત્રી દરમ્યાન જામનગર જીલ્લાના હરસિદ્ધ મંદિરમાં હોય છે. માતાજી અહી પધારે તે વખતે હિંડોળાનો અવાજ થાય ત્યાર બાદ જ આરતી કરવામાં આવે છે. અને ત્યારબાદ જ દર્શન થાય છે.
 

તો ત્રીજ એક માન્યાત એવી છે કે શ્રીકૃષ્ણના હાથે પોતાના જમાઈ કંસનો વધ થયો હોવાથી જરાસંઘ કોપાયમાન થયો હતો અને પૃથ્વીને યાદવો વિનાની કરવા માટે તે તૈયાર થયો હતો. ત્યારે યાદવોએ અસુરોના ત્રાસમાંથી બચાવવા માટે અને અસુરોનો નાશ કરવા માટે શ્રી કૃષ્ણ ભગવાને શ્રીશક્તિની સ્તુતી કરી હતી જેથી શક્તિદેવી પ્રસન્ન થયા અને અસરોનો નાશ કર્યો હતો. ત્યારબાદ કૃષ્ણ ભગવાને માતાજીની યાદ માટે કોયલા ડુંગરની ટોચે માતાજીનું ભવ્ય મંદિર બંધાવી જગદંબાની પ્રતિમાની વિધિપૂર્વકપ્રતિષ્ઠા કરી અને અસુરોના રાજા જરાસંઘનો નાશ થવાથી દરેકને હર્ષ થયો જેથી હર્ષ આપનારી દેવી તરીકે તે જગદંબાનું નામ “ શ્રી હર્ષ માતા ” રાખ્યું.
 

તો બીજી સરાડિયાના મૂંગા બ્રહ્મ ભટ્ટે પોતાની જીભ હર્ષમાને ચરણમાં ધરી હતી ને સાચા મનથી પ્રાર્થના કરી હતી તેથી માતાજીએ પ્રસન્ન થઈ તેને વાચા આપી હતી. અને સ્વયં કાવ્યો છંદ રચવાની અસીમ શક્તિ તે આપી હતી.
 

બંન્ને મંદિરોના મુખ્ય પીઠ પર સરખા મંત્ર તેમ જ પાછળથી દેવીની મૂર્તિઓ લગભગ સરખી છે.હરસિદ્ધ માતાનું મંદિર માત્ર સમચોરસ ગર્ભગૃહનું બનેલું છે.તેની દીવાલો તદ્દન સાદી છે. તેની રચનામાં ભૂમિ સમાંતર થર છે. જે ટોકે પહોંચા પહોંચતા સાંકડા બનતા જાય છે તે તેની ખાસીયત છે.મંદિરના શિખર ઉપરની અણિયારી ટોચ જો કે આજે અસ્તિત્વ ધરાવતી નથી,આ મંદિર ટેકરીની ટોચે આવેલું છે. અત્યારે જે મંદિર છે તે લગભગ બારમાં શૈકામાં બનેલું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
 

હરસિદ્ધ મંદિરની બારશાખને સુંદર અને સુશોભિત કરેલી છે.બારશાખમાં દેવદે વીઓની તકતી શિલ્પમાં ધ્યાન ખેંચે છે.દ્વારસાખ ઉંપર પણ તક્તીઓ ધ્યાન ખેંચે તેવી છે. અત્યારે દરિયાની ખારી હવાને લીધે શિલ્પનો નીચેનો કેટલોક ભાગ તૂટેલો જણાય છે મંડપમાં ચાર ખૂણામાં ચાર અને બાકીના આઠ થાંભલા ઉપર મંડપ રચાયો હોય તેવું જણાય છે.તેથી તો આ મંદિર પુરાતત્વવિદોને પણ આકર્ષિત કરે તેવું છે.
 

હરસિદ્ધ માતા ત્રિવેદી કુટુંબના કુળદેવી મનાય છે. તેમનામાં શ્રદ્ધા ધરવતા અનેક લોકો તેમની માનતા માને છે. અને બાધા ઉતરાવવા માટે આ સ્થળે આવે છે. તેથી આ મંદિરનું જેટલું ધાર્મિક મહત્વ રહેલું છે તેટલું જ તેના દરિયા કિનારાનું આકર્ષણ રહેલુ છે.અહિનો દરિયા કિનારો ખૂબ જ નયનરમ્ય છે.મંદિરની પાછળ એક કિલોમીટર દુર સુધી રેતીવાળો છીછરો દરિયા કિનારો જોવા મળે છે. આમ આ મંદિર પ્રવાસન સ્થળ તરીકે પણ જોવામાં આવે છે. મંદિર આવો ત્યારે ત્યાં રહેવા માટે ધર્મશાળાઓ અને રૂમોની સગવડ મળી રહે છે. વળી ત્યાં માતાજીના થાળમાંથી દક્ષિણા મૂક્તા તમને પ્રસાદી પણ મળી રહે છે.


વડતાલ

વડતાલ - ભગવાન શ્રી સ્વામીનારાયણનું પ્રાગટ્ય ધામ

પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણે જેને પોતાની લીલાભૂમિ અને કર્મભૂમિ બનાવીને સકળ તીર્થોમાં શિરોમણી બનાવેલું છે,એ વડતાલ ગુજરાતનું એક નાનું ગામ છે. વડતાલ જેવા તીર્થ રાજ ક્ષેત્રના મહિમાનું આલેખન કરવું એ મહાસાગરના જળનું પ્રમાણ કાઢવા જેટલું અધરૂ કાર્ય છે. બગવાન શ્રી સ્વામિનારાયણનું જ્યાં પ્રાગટ્ય થયું હતું તે વડતાલ ગામ,મહી વાત્રક અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલું ચરોતર નામના અનુપમ પ્રદેશમાં આવેલું છે. 
આણંદથી આગળ મુખ્ય રેલ્વે લાઈનમાં ચાર માઈલ ઉપર બોરિયાવીનું સ્ટેશન આવે છે. ત્યાંથી ચાર માઈલ દૂર વડતાલ નામનું ગામ આવે છે.અથવા તો અત્યારના અમદાવાદ- વડોદરા હાઈવે ઉપર આણંદ પહેલા માત્ર 10 કિલોમીટરે આ વડતાલનું મંદિર આવી જાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું આ સૌથી મોટું મંદિર માનવામાં આવે છે. આ મંદિરમાં 1842 માં સહજાનંદ સ્વામીએ પોતે લક્ષ્મીનારાયણની મૂર્તિની સ્થાપના કરી હતી.અહી લક્ષ્મીનારાણ ઉપરાંત નરનારાયણની અને ભગવાન સ્વામિનારાયણની પોતાની મૂર્તિઓ આવેલી છે. સ્વામિનારાયણના મંદિરમાં ઘણુખરૂં સ્વામિનારાયણની પોતાની મૂર્તિ જ હોય છે. તત્વજ્ઞાનની બાબતમાં સ્વામિનારાયણ સંપ્રદાયો રામાનુજનો વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત માન્ય કરે છે.સેવાનો વિવિધ પુષ્ટિમાર્ગને અનુસરતો માર્ગ સ્વીકાર્ય છે.એમ સહજાનંદ સ્વામીએ કહ્યું હતું.થતાં સ્વામિનારાયણ સંપ્રદાયના મૂર્તિઓ પ્રકારમાં દેવી મૂર્તિ સાથે સહજાનંદ સ્વામીની મૂર્તિ પૂજવાના રિવાજમાં રામાનુજ સંપ્રદાયનું અનુકરણ કરવામાં આવ્યું છે. 
વડતાલમાં મુખ્ય મંદિરની આસપાસ ત્રણ માળની મોટી હલેવી આવેલી છે. જેમાં આચાર્યો સાધુઓ અને બ્રહ્મચારીઓ રહે છે. આ ઉપરાંત વડતાલમાં પથ્થરથી બાંધવામાં આવેલું એક તળાવ છે જેને ગોમતી તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે.
 
ઈસુની 18 મી સદીના ભારતમાં જ્યારે રાજકીય ધાર્મિક તથા સામાજિક ક્ષેત્રે અરાજક્તા અવ્ય વસ્થા અને અંધેર ફેલાયેલો હતો ત્યારે ધર્મક્ષેત્ર, અધમ ક્ષેત્ર બની ગયું હતું. તે વખતે પોતાના વ્યક્તિત્વ નામ અને ચારિત્ર્યથી લોકો ઉપર પ્રભાવ પાડી શકે તેવો ભારત ભરમાં કોઈ ધર્માચાર્ય નહોતો.એ વખતે સામાન્ય જનને અજ્ઞાનમાંથી બહાર લાવવા,અંધશ્રદ્ધા દૂર કરવા,સમાજને સંગઠિત કરવા અને ઉન્નમત કરવા રામાનંદ સ્વામી ભગવાનનો ઉદયવિક્રમસંવત 1755 ના શ્રાવણ વદ આઠમના રોજ થયો હતો.રામાનંદ સ્વામીએ ધર્મદેવનો પોતાનો અધિકારી આપીને વસંત ઋતુમાં ચૈત્ર માસમાં શુકલ પક્ષ નોમના દિવસે સર્વેશ્વર પુરષોત્તમનારાયણ પુત્ર રૂપે પ્રગટ્યા. ભગવાન શ્રી સ્વામિનારાયણપોતે સમાજ સુધારણા માટે નાનપણથી કાર્યો કરવા લાગ્યા.
 
ભગવાન શ્રી સ્વામિનારાયણે કહ્યા પ્રમાણે મંત્રે, તીર્થે તીર્થ, બ્રાહ્મણ, દેવ, જશી, વૈદ્ય, અને ગુરૂ સંતપુરૂષ એમનામાં માણસના જેવી ભાવના અન્યત્ર કરેલા પાપો તીર્થમાં જવાથી બળી જાય છે.પણ શ્રદ્ધા,આદર અને પરમ ભાવથી તીર્થનું વિધિવત્ સ્મરણ કરવામાં આવે તો જ એ શક્ય બને છે.
 
તીર્થ એટલે જે સ્થળે જે સ્થળે ભગવાનનો પ્રાદુર્ભાવ થયો થયો મોટા સંત પુરૂષોએ ભગવત કથા કીર્તન કર્યા હોય જનકલ્યાણની ઉચ્ચ ભાવનાથી જ્યાં કંઈ યજ્ઞાદિક કાર્ય થયું હોય,ભગવાન અને ભગવાનના અવતારી સ્વરૂપોની જ્યાં વિધિવત્ પ્રતિષ્ઠા થઈ હોય અને નદી પર્વતના એકાંત સ્થળો આ બધાં તીર્થ કહેવાય છે. માતા પિતા અને પિતામહ એ કુળતીર્થ કહેવાય છે.સત્ય ક્ષમાં,દયા અને ઋજુતા આત્મતીર્થ કહેવાય છે.દાન,સંતોષ અને પ્રિયવાદિતા એ ગુણ તીર્થ કહેવાય છે. બ્રહ્મચર્ય એ પરમતીર્થ કહેવાય છે. સત્ શાસ્ત્રો સત્યતીર્થ કહેવાય છે. માનવશરીર,કુળ અને સમાજ તેમજ દેશ એ પણ તીર્થ કહેવામાં આવે છે.માણસને જે ભવસાગર માંથી તારે એ મહાતીર્થ કહેવાય છે. આવું જ એક મહાતીર્થ એટલે વડતાલ.
 
કેટલાક લેખકોએ ભગવાન શ્રી સ્વામિનારાયણને સુધારક ઘર્મ સુધારક છેલ્લા હિન્દુ ધર્મસુધારક જ્યોતિર્ધર ભારતના મહાન જ્યોતિર્ધર વગેરે નામે ઓળખાવેલા છે.ભગવાન શ્રી સ્વામિનારાયણ સુધારક,ક્રાંતિકારી,સુધારક હતાં એ હકીકત બરાબર છે,પરંતુ તેમણે સુધારણામાં સમાજનું આધ્યાત્મિક જૂવન સુધરે તેવી દ્રષ્ટિ રાખી હતી. તેમણે કરેલા મુખ્ય સુધારાઓ હતા.
 
યાજ્ઞિક હિંસા બંધ કરવી,ભક્તિ એ જ એકમાત્ર સર્વશ્રેષ્ઠ સાધન અને કોઈની નિંદા ન કરવી. એમણે આધ્યાત્મિક જીક્ષેત્રે એકેશ્વરવાદ સ્વધર્મ સદાચાર અને સ્ત્રીપુરૂષ – સ્પર્શ વિવેકનું પાલન એ ત્રણ સુધારા કર્યા હતાં. આ સુધારાઓ સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી હતી. આ સંપ્રદાયના મુ્ખ્ય ચાર ધામમાં વડતાલને મુખ્ય ગણીને બીજા મંદિરો બાંધવાની છૂટ આપી હતી. વડતાલ એ ભગવાન શ્રી સ્વામિનારાયણની લીલાભૂમિ,કર્મભુમિ અને ઉત્સવભુમિ ગણાય છે.ભગવાન શ્રી સ્વામિનારાયણે વિક્રમસંવત 1862 માં જેમ ગઢડાના પ્રેમી ભક્તોને નિત્ય દર્શનનો લાભ મળે તે હેતુથી શ્રી રાધિકાની સાથે શ્રી વાસુદેવની મૂર્તિ દાદા ખાચરના દરબારમાં એક ઓરડામાં પધરાવી હતી. તેમ એ પથી બે વર્ષમાં વડતાલના પ્રેમી ભક્તોને લાભ મળશે એટલે વડતાલમાં પણ બદરી વૃક્ષની બાજુએ એક ઓરડીમાં શ્રી નરનારાયણની યુગલમૂર્તિ પધરાવી હતી, વડતાલ અને ગઢડાના મંદિરોનું ભગવાન સ્વામીનારાયણે જાતે પૂજન કર્યું હતું.
 
સ્વામિનારાયણ સંપ્રદાયનાં શિખર બંધ મંદિરો પૈકી વડતાલના મંદિરમાં જેવો વિશાળ કલાત્મક સભામંડપ છે. તેવો અન્યત્ર ક્યાંય બંધાયેલો નથી. મંદિર નિર્માણ માટે, સૌ પ્રથમ જમીન સંવત 1873માં ગામના ગરાસદારોએ ધર્માદામાં આપી હતી. સભામંડપ બે માળનો છે. પહેલો અને બીજો માળ સભાખંડ તરીકે ઓળખવામાં આવે છે. સભાખંડની માપણી જમીનથી પાંચ ફૂટ ઊંચી છે. બે સમાંતર ઠેકાણે મૂકેલા પાંચ પગથિયા ચઢીને તેમાં દાખલ થવાય છે. દરેક થાંભલાની ઉંચાઈ બરાબરની છે. તો વળી ગોળ થાંભલાઓ ઉપર બારીક નકશીકામ કરવામાં આવ્યું છે. સભામંડપ પૂર્વ પશ્ચિમ પહોળો અઠ્ઠાવન ફૂટ અને ઉત્તર દક્ષિણ લાંબો 143 ફુટ છે.
 
સભામંડપનો ઉત્તર છેડો હરિમંડપના મકાન સાથે લાકડાના પુલથી જોડી દેવામાં આવ્યા છે. એ તરફ આ પગથિયા મુકાવેલા છે. બંધની ઊંચાઈ, પહોળાઈ તથા લંબાઈ એ બધું સભામા હવા પ્રકાશ અને પ્રતિધ્વનિ વૈજ્ઞાનિક યોજના મુજબ થયેલું છે. એટલે સભામાં થતી કથા અને પ્રવચન સભામંડપમાં વ્યાસપીઠથી દુર બેઠેલા શ્રોતાગણ વિના પ્રયાસે સાંભળી શકે છે. મંદિર આચાર્યનું સ્થાપનાનું સમારકસ્થાન,હરિમંડપ અને જ્ઞાનકુર સભામંડપનું થયેલું આયોજન દર્શનાર્થીઓને એકબીજા સાથે સંકળાયેલા રાખવાની દ્રષ્ટિએ થયેલું જણાય છે.
 
મંદિરની ઉત્તરે આવેલું બે માળનું અક્ષરભુવન પવિત્ર સ્થાન છે. એના પહેલા અને બીજા માળે ભગવાન શ્રી સ્વામિનારાયણના ભોગમાં આવેલી વસ્તુઓ ગાદલા,રજાઈઓ, વાસણ,વસ્ત્રો અલંકારો,માળીઓ,બેરખા,કંઠીઓ,ચિત્રો,પુસ્તકો,સિક્કા,લાકડીઓ વગેરે ભારે પરિશ્રમ કરીને ભેગા કરવામાં આવેલા છે. અને સુરક્ષિત રાખવામાં આવ્યા છે.
 
અક્ષરભુવનમાં શ્રીજી મહારાજ બે બારી બારણાના હિંડોળામાં ઉગમણા ઓટે ઝુલ્યા હતાં.તે પણ વચલા બારણાઓ વિનાની હાલતમાં સચવાયેલા છે.જે આરતી વડે ભગવાન સ્વામિનારાયણે શ્રી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠા વખતે આરતી ઉતારી હતી. તે આરતી જૂની શિક્ષાપત્રી મહાભારતનું ઐતિહાસીક પુસ્તક, જુદા જુદા પ્રસંગે પહેરેલી ચાખડીઓ શ્રીજી મહારાજને શરીરે ચર્ચેલું ચંદન ઉતારીને તેનો વાળેલો ગોળો,જેનાથઈ અભિષેક કરવામાં આવ્યો હતો તે ગાગર વગેરે રાખવામાં આવ્યા છે.જે રથમાં બેસીને શ્રીજી મહારાજ બોચાસણથી વડતાલ આવ્યા હતા તે રથ પણ હાજર છે.
 
ગામની દક્ષિણે ગોમતીજી તીર્થક્ષેત્ર આવેલુ છે. આ સરોવર ત્રીવેણી સંગમ કરતા પણ વધારે પવિત્ર તીર્થ સ્વરૂપ છે.તેમાં પરમાત્માએ જાતે ચોકડીઓ ખોદેલી છે.જાતે તેની માટી ઉપાડી છે. અને ભગવાન શ્રી સ્વામિનારાયણે જાતે એ તળાવ ખોદાવીને ગોમતી નામે પ્રસિદ્ધ કર્યું છે.
 
વડતાલના સ્વામિનારાયણ મંદિરમાં પૂર્વ ઉત્તર અને દક્ષિણ દિશામાં આવેલા દરવાજાઓમાંથી મંદિરમાં દાખલ થઈને એટલે સૌથી પહેલા ધ્યાન ખેંચે છે ત્યાંના સૌથી બારીક નકશીકામ વાળા થાંભલાઓ. મંદિરમાં કુલ્લે મળીને 38 થાંભલાઓ આવેલા છે. મોટા શીખરો નીચે દેવધરો શોભે છે.દેવધરમાં સુવર્ણના સિંહાસન ઉપર શ્રી રણછોડજી શ્રી સ્વામિનારાયણ અને શ્રી લક્ષ્મીજીની પ્રાસાદિક મૂર્તિઓ છે.ઉત્તર શિખર નીચે આવેલા દેવધરમાં શ્રી વાસુદેવ શ્રી ધર્મદેવ અને શ્રી ભક્તિદેવી દર્શન આપે છે.દક્ષિણ શિખર નીચે આવેલા દેવધરમાં શ્રી હરિકૃષ્ણ મહાદેવ, શ્રી કૃષ્ણ અને શ્રી રાધિકાજી આશ્રીતોને દર્શન આપે છે. ચાર નાના નાના શિખરો નીચે આવેલા દેવધરોમાં મત્સ્ય નારાયણ કુર્મ નારાયણ નૃસિંહ નારાયણ વરાહ નારાયણ શેષ નારાયણ અને સૂર્ય નારાયણની સુંદર મૂર્તિઓ શોભે છે. ત્રણેય મોટા શિખરો નીચે આવેલા દેવ દરવાજા સુવર્ણના છે.ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ધર્મ અને ભક્તિની અવગણના કરીને એ બંન્નેને અળગા રાખીને મોક્ષ સિદ્ધ કરવાની આશા કદી ન રાખશો.આ મહાસત્ય સર્વને સમજાવવા માટે ભગવાન શ્રી સ્વામિનારાયણે સંપ્રદાયના મંદિરોમાં ધર્મભક્તિની પ્રતિષ્ઠા સૌ પ્રથમ વડતાલમાં કરેલી છે. આમ વડતાલ એ સ્વામિનારાયણ સંપ્રદાયનું મહાતીર્થ છે.


ગઢડાનું મંદિર

ભગવાન સ્વામિનારાયણના દેહ વિલયની સ્મૃતિરૂપ - ગઢડાનું મંદિર

ધર્મ એટલે કે જે ધારણ કરવાથી કોઈનું અમંગળ ન થાય. જે અણુંને ધારણા કરે છે. તે ધર્મ એટલે ગુણ,લક્ષણ કે સ્વભાવ,ધર્મ માનવીના અંતઃકરણના વિકાસનું ફળ છે. ધર્મ એટલે મનને સંપૂર્ણ વશમાં કરી,ગુલાબી માંથી મુક્ત થઈ માલિક બનવાનું સામર્થ્ય.સાચો ધર્મ હૃદયની કવિતા છે. આ કવિતાને સાક્ષાત્કાર કરતું મંદિર એટલે ગઢડાનું સ્મૃતિ મંદિર. 

ભાવનગર જિલ્લાના ગઢડા ગામે આવેલા પ્રસિદ્ધ સ્વામિનારાયણના મંદિરનો ભવ્ય મહોત્સવ ઊજવાયો હતો. આ મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયની દરેક શાખા પ્રશાખાના લાખો ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્ય સ્થાપક શ્રી સહજાનંદ સ્વામીએ સમાજના તમામ વર્ગના લોકોના આધ્યાત્મિક સામાજિક તથા નૈતિક ઉત્કર્ષના કામમાં જ સમય સમર્પિત કર્યો હતો.તેમણે આ કામને આગળ ધપાવવા ચાર કલ્યાણ કેન્દ્રો સ્થાપ્યા હતાં.
 
ભગવાન સ્વામિનારાયણનો દેહ વિલય થતાં તેમની સ્મૃતિમાં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે.શરૂમાં મંદિરમાં મૂર્તિઓ ન હતી.પરંતુ શ્રીજી મહારાજના ચિત્રની સ્થાપના થયેલી હતી.પાછળથી આચાર્યશ્રી બિહારીલાલજી મહારાજ દ્વારા સંવત 1949 માં ફાગણ વદી એકમને દિવસે શ્રી સહજાનંદ સ્વામી, શ્રી ઈચ્છારામજી મહારાજ અને શ્રી રઘુવીરજી મહારાજની મૂર્તિઓની અહીં સ્થાપના કરવામાં આવી હતી.
 
શ્રી સહજાનંદ સ્વામીએ કરેલી સમાજ સેવાને ધ્યાનમાં લઈને તેમના જીવન કાળના ચિરસ્મરણીય સ્મૃતિ સ્થાનો જેવા કે,માણસી ઘોડીનો ઓટો,મોટીબાનો ઓટો,ભગવાન સ્વામિનારાયણ જ્યાં ઝુલ્યા હતા તે આંબલી,વગેરે દર્શનીય અને શ્રદ્દેય સ્થાનોને રોશનીથી પ્રજવલ્લિત કર્યા હતાં.
 
શ્રીજી મહારાજના સમયમાં ગઢડાના જીવનમાં ઉનાળો એ બહુ મહિમાવાળી ઋતુ ગણવામાં આવતી હતી.ખાસ તો સાધક મૂળજી બ્રહ્મચારી માટે આ ઋતુ શ્રીજી મહારાજની સેવા કરવાનો લ્હાવો બની જતી.આ મૂળજી બ્રહ્મચારી ઉનાળાના બળબળતા તાપમાં માથે કેરીનો ટોપલો મૂકીને ડભાણથી ગઢડા ચાલતા જાય અને સહજાનંદ સ્વામીના દર્શન કરી ભગવાન મળ્યાનો બ્રહ્માનંદ અનુભવે.
 
સંવત 1886 જેઠ સુદ દશમ, મંગળવાર, દાદા ખાચરની અક્ષર ઓરડીમાં શ્રીજી મહારાજ સ્વધામ સિધાવી ગયાં.દાદા ખાચરથી આ વિયોગ ન ખમાયો.મૂર્છિત થઈ ગયાં. ગોપાળનંદ સ્વામીએ તેમને લક્ષ્મીવાડીની બેઠકે મોકલ્યા. દાદા ખાચર ત્યાં ગયાં. શ્રી હરિ પણ ત્યાં હાજર હતાં. તેમણે દાદા ખાચરને કહ્યું, હું તો ક્યાંય ગયો નથી. અને જવાનો પણ નથી. સત્સંગમાં અને ગોપીનાથજી દેવમાં હું અખંડ રહ્યો જ છું.મૂંઝવણ થાય ત્યારે ગોપાનાથજી મહારાજ પાસે જવું.આમ બોલીને શ્રી હરિએ દાદા ખાચરને તાજા ગુલાબનો હાર આપ્યો. ગુલાબની તાજગીએ તેમને શ્રી હરિના શરણમાં લીન કર્યા.
 
દાદા ખાચરના દરબારમાં ઢોલિયા ઉપર બેસીને સહજાનંદ સ્વામીએ ઉપદેશ કર્યો હતો તે દાદા ખાચર તથા તેમના વારસદારોએ આપેલી જમીન ઉપર ગઢડાનું મંદિર બંધાયું છે. વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ગઢડાનું મંદિર વિશાળ જગ્યા રોકે છે. મુખ્ય મંદિરની આસપાસ સાધુસંતોને રહેવા માટે તથા મંદિરની સ્મૃતિને આવશ્યક મોટા મકાનો છે.વળી સહજાનંદ સ્વામીએ જાતે વાપરેલી અનેક ચીજો પણ આ મંદિરમાં સાચવીને રાખવામાં આવેલી દેખાય છે.
 
સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રવર્તક સહજાનંદ સ્વામીએ જાતે જે જે સ્થળમાં દેવની સ્થાપના કરેલી અને જે જે સ્થળોમાં પોતે વધારે વખત રહીને ધર્મોપદેશ કરેલો તે તે સ્થળની યાત્રા કરવા તે સંપ્રદાયના અનુયાયીઓ ઈચ્છે છે. તે સ્વાભાવિક છે. આમ વડતાલ અને ગઢડાના સ્મૃતિ સ્વામિનારાયણ સંપ્રદાયના પવિત્ર ધામ ગણાય છે. અને બંન્ને સ્થળે મોટા મંદિરો છે. ગઢડામાં સ્મૃતિ મંદિરથી ત્રણેક કિલોમીટર દુર ગઢડામાં પ્રવેશવાના માર્ગે બોચાસણવાળી અક્ષર પુરષોત્તમ સંપ્રદાયત તરફથી પણ,એક આરસનું ભવ્ય મંદિર ઊંચી ટેકરી ઉપર બનાવવામાં આવ્યું છે. આ નવું મંદિર ગઢડામાં નદિના કિનારે આવેલું છે. આમ ગઢડાનું સ્વામિનારાયણ મંદિર યાત્રાધામ હોવાની સાથે સાથે પવિત્ર તિર્થસ્થાન પણ ગણવામાં આવે છે. ગઢડાના સ્મૃતિ મંદિરમાં રહેવા માટે તેમ જ નવા મંદિરમાં રહેવા માટે સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હોય છે. મંદિરની આજુબાજુ રહેવા માટેની રૂમો આપવામાં આવે છે. જે અદ્યતન સુવિધાઓથી સુસજજ અને સંપૂર્ણ હોય છે.
 
આ ઉપરાંત મંદિર તરફથી ભોજનાલય પણ ચલાવવામાં આવે છે. જેમાં દરેક યાત્રીઓએ પોતાની ઈચ્છાનુસાર જે કંઈ પણ રકમ ભેટ સ્વરૂપે મૂકીને પ્રસાદ ગ્રહણ કરવાનો હોય છે. આમ તો ગઢડા જવા માટે ભાવનગર તરફના રસ્તેથી જઈ શકાય છે. તથા ધંધુકાથી ગઢડાનો ફાંટો પડે છે ત્યાંથી પણ જઈ શકાય છે. તો અમદાવાદથી લગભગ 180 કિ.મી. જેટલા અંતરે ગઢડા આવેલું છે. ગઢડા મંદિર દ્વાર અસંખ્ય સામાજીક કાર્યો કરવામાં આવે છે. જેમ કે વનવિતરણ, સામૂહિક યજ્ઞોપવિત, વિભિન્ન રોગના નિદાન કેમ્પો, સર્વ રોગ નિદાન કેમ્પો, રક્તદાન શિબિર, અકસ્માત નિવારણ ઝુંબેશ, વ્યસનમુક્તિ ઝુંબેશ, કથા કિર્તન વૈવિધ્ય પૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ભૂલકા ઓના આનંદ પ્રમોદ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન અવાર નવાર કરવામાં આવતું હોય છે


માતાનો મઢ : મા આશાપુરા

માતાનો મઢ : મા આશાપુરા

કચ્‍છના પાટનગર, ભુજથી ઉત્તર પશ્ચિમે 80 કિ.મી. દૂર આવેલા, માતાના મઢ ખાતે આવેલું આશાપુરા માનું મંદિર, વીતેલાં 600 વર્ષમાં કચ્‍છના લોકોની આસ્‍થાનું જીવંત પ્રતીક બની ગયું છે. 

ઈસુની 14મી સદીના પ્રારંભે લાખો ફુલાણીના પિતાના રાજદરબારમાં મંત્રી તરીકે રહેલા બે કરડ વાણિયાઓ અજો અને અનાગોરે આ મંદિર બનાવ્‍યું હતું, જેને કચ્‍છમાં આવેલા 1819ના ભૂકંપમાં ભારે નુકસાન થયું હતું એ પછી પાંચ વર્ષના ગાળામાં, આ મંદિરને બ્રહ્મક્ષત્રિય સુંદરજી શિવજી અને વલ્‍લભાજીએ ફરી બંધાવ્‍યું હતું. લગભગ 58 ફૂટ લાંબા, 32 ફૂટ પહોળા અને 52 ફૂટ ઊંચા એ પ્રાચીન મંદિરને કચ્‍છમાં ઈ. સ.2001 માં આવેલા મહાવિનાશક ભૂકંપમાં પણ નુકસાન થયું હતું અને તેનો ગુંબજ તૂટી ગયો હતો, પણ જોતજોતામાં આ મંદિરને હવે ભવ્‍યતમ બનાવી દેવાયું છે. અહીં બિરાજમાન આશાપુરા માની છ ફૂટ ઊંચી અને છ ફૂટ પહોળી, રાતા રંગની મૂર્તિ સ્‍વયંભૂ છે.
 

કચ્‍છના ક્રોમવેલ ગણાતા જમાદાર ફતેહમામદે પણ આ મંદિરને 41 વાટવાળી, બે કિલો વજનની ચાંદીની ‘દીપમાળા‘ ભેટ આપી છે. મંદિરના વડાને ‘રાજાબાવા‘ કહેવાય છે અને તેમનું વર્ચસ્‍વ હજુ રાજા જેટલું જ છે. કચ્‍છના રાજા જ્યારે માતાના મઢ જાય ત્‍યારે રાજા બાવાને અવશ્‍ય પ્રણામ કરવા પડે. રાજા ઊભા હોય અને રાજાબાવા સિંહાસન પર બિરાજે. આશાપુરા મા કચ્‍છ ઉપરાંત જામનગરના જાડેજાઓની ‘કુળદેવી‘ છે. જામનગર ખાતે ‘નાની આશાપુરા‘માનું મંદિર આવેલું છે.
 

કચ્‍છ આવતા પદયાત્રીઓની આગતા-સ્‍વાગતામાં કોઈ કમી ન રહે તેવો પ્રયાસ કચ્‍છીઓ કરે છે. છેક સૂરજબારીથી માતાના મઢ સુધીના માર્ગમાં ઠેર ઠેર છાવણીઓ બંધાય છે. કેટલાંક ગામોમાં તો પદયાત્રી કેમ્‍પ માટે કાયમી બાંધકામ કરી દેવાયાં છે. ભુજ-અંજાર માર્ગ પર અને ભચાઉ-દૂધઈવાળા રસ્‍તે, ગ્રામ્‍ય લોકો ઉત્‍સાહથી ‘રાહત કેમ્‍પ‘ ઊભા કરે છે. જ્યાં ચા-પાણી, નાસ્‍તા, જમણ, ઠંડા પીણાં, દવાઓ, ફળફળાદિ તો ઠીક છે, પરંતુ તબીબ અને ફિઝયોથેરાપિસ્‍ટ સુધ્ધાંની વ્‍યવસ્‍થા કરાય છે. આ કેમ્‍પો ‘રાઉન્‍ડ ધ ક્લોક‘ ચાલતા રહે છે. ભુજમાં તાલુકા પંચાયતની સામે મોટો કેમ્‍પ હોય છે, એ પછી મીરઝાપર સુધીના ત્રણ કિ.મી.ના ગાળામાં પાંચ કેમ્‍પ ઊભા થાય છે. પદયાત્રીઓમાં તબીબો, બેંક પ્રબંધકો સહિતના શિક્ષિ‍ત લોકો પણ હોય છે. મહિલાઓ, કૉલેજકન્‍યાઓ, ખેડૂતકન્‍યાઓ, શિક્ષિ‍કાઓ કોઈ આ લહાવો ચૂકતું નથી. મુંબઈના શેઠિયાઓ, મહાજનો પણ સેવાકાર્ય માટે કચ્‍છમાં ધામા નાખે છે. ભુજમાં, આશાપુરા મંદિર પાસેના પંચહટડી ચોકમાંથી પદયાત્રીઓને વિદાય અપાય છે.
 

માતાના મઢ ખાતે લાખો શ્રદ્ધાળુઓ ઊમટે છે. ગામના વથાણમાંથી છેક માતાજીના મંદિર સુધીના રસ્‍તા પર નાળિયેરનાં છોતરાં એવાં પથરાઈ જાય છે કે જાણે નાળિયેરનાં છોતરાંની જાજમ બનાવી દેવાઈ હોય ! શ્રદ્ધાળુઓ કલાકો સુધી કતારમાં ઊભી સ્‍વયં શિસ્‍તથી ‘આશાપુરામા‘ની મૂર્તિનાં દર્શન કરી ધન્‍ય બને છે. હવનાષ્‍ટમીના દિવસે, માતાના મઢ ખાતે યોજાતા હવનમાં કચ્‍છી રાજવી? પરિવાર હાજર રહે છે. જાતર ચઢાવાય છે અને ‘પત્રી‘ પડવાનો વિધિ થાય છે. અહીં ચાચર માતાનું મંદિર, ચાચરા ફંડ અને ‘ચાચર ચોક‘ પણ આવેલા 


દામોદર કુંડ

શ્રી દામમોદરરાયજીનું મંદિર

ભક્ત નરસિંહ જયાં રોજ સ્નાન કરવા આવતા તે દામોદર કુંડ ગિરિ તળેટી ને કુંડ દામોદર,ત્યાં મહેતાજી નાહવા જાય... એવા ભજનમાં આ તીર્થભૂમિ શ્રીકૃષ્ણ અને તેમના પરમભકત નરસિંહના નામ સાથે સંકળાયેલી છે.આ દામોદર કુંડ ગિરનાર જતા રસ્તામાં આવે છે. કહેવાય છે કે ભક્ત નરસિંહ અહીં રોજ સ્નાન કરવા માગતા. અહીં પ્રાચીન દામોદરનું મંદિર પણ છે. 

જૂનાગઢ શહેરથી ગિરનાર જવાના માર્ગમાં સોનરખ નદીમાં આ પવિત્ર અને પ્રખ્યાત કુંડ છે.તેને કાંઠે દામોદરરાયજીનું સુપ્રસિદ્ધ મંદિર છે. સ્કંદ ગુપ્તના સૂબા ચક્રપાલિતે,ઈ.સ. 457-458માં ચક્રભૂત વિષ્ણુનું આ મંદિર બંધાવ્યાનો પર્વતીય શિલા લેખામાં ઉલ્લેખ છે. આમ આ મંદિર ઘણું જ પ્રાચીન છે.આ મંદિરની પૂર્વ તરફની દિવાલ તથા તેના શિખરના ભાગનો જીણોદ્ધાર થયો હોય તેવું લાગે છે.પૌરાણિક માન્યતા મુજબ આ મંદિર ભગવાન શ્રીકૃષ્ણના પૌત્ર વજ્રનાભે બંધાવ્યું હતું.
 

લોકાકિત મુજબ ભક્તકવિ નરસિંહ મહેતા અહીં દર્શને આવતા અને જૂનાગઢના માંડલિકે જયારે તેમની ભકિતની કસોટી કરવાનો પડકાર આપ્યો ત્યારે દામોદરરાયે અહીંથી જ હાર આપી હતી એમ કહેવાય છે.ગિરનાર માહાત્મ્યમાં એવી પણ વાર્તા છે કે આ કુંડમાં બ્રહ્માજીની આજ્ઞાથી ગંગાજી વહે છે. તદ્ઉપરાંત એમ કહેવાય છે કે આ કુંડના પાણીમાં હાડકાં આપમેળે ઓગળી જાય છે. તેમાં ચિતાભસ્મ નાખવામાં આવે છે છતાં તે પાણી શુદ્ધ રહે છે.
 

આ સ્થાને વિક્રમ સંવત 1473ના વર્ષનો એક શિલાલેખ પણ છે. તેમાં જણાવ્યા મુજબ દામોદર નામના કોઈ પરોપકારી સજ્જને યાત્રાળુઓ માટે બંધાવેલો મઠ છે.શ્રી મહાપ્રભુજીની બેઠક પણ અહીં છે.
 

ઈ.સ. 1826માં દીવના વ્યાપારી સંઘજીએ વાગીશ્વરી દરવાજાથી ગિરનાર સુધીનો માર્ગ બંધાવ્યો અને ઈ.સ. 1889માં દીવાન હરિદાસે દામોદરજીના મંદિરમાં જવા માટે પુલ બંધાવ્યો.
 

દામોદર કુંડની લંબાઈ 275 ફૂટ અને પહોળાઈ 50 ફૂટ છે


કાયાવરોહણ

ભગવાન લકુલીશનું કાયાવરોહણ

પુરાણ પ્રસિદ્ધ શિવના અવતાર ભગવાન લકુલીશનું આ સ્‍થાન પાશુપત સંપ્રદાયનું મુખ્‍ય મથક લકુલીશ છે. લકુલેશ એ ભગવાન શિવના અઠ્ઠાવીસમાં અવતાર ગણાય છે. આ મંદિર આમ અર્વાચીન છે. 30 લાખના ખર્ચે ચાળીશ વર્ષ પહેલાં તે બંધાયું છે. બાંધણી પ્રાચીન શૈલીની છે. 
અહીંથી નજીકમાં જવાય કાયાવરોહણ-કારવણ. નાનકડું ગામડું પણ ભવ્‍ય અર્વાચીન શિવાલય. ખાસ જોવા જેવું. મૂળ આ સ્‍થાન પુરાણપ્રસિદ્ધ શિવના અવતાર ભગવાન લકુલીશનું – પાશુપત સંપ્રદાયનું આ મુખ્‍ય મથક. આ શિવાલય સાદું નાનું જૂનું મંદિર હતું, તેમાં પુરાણું શિવલિંગ હતું. કાળે કરી નાશ પામ્યું. પણ અર્વાચીન યોગી શ્રીકૃપાલાનંદજીના પુરુષાર્થથી તેનો જીર્ણોદ્ધાર થયો – નવું ભવ્‍ય મંદિર બંધાયું. પાઠશાળા-યોગશાળા થઈ. પ્રવાસીઓની નિવાસ-વ્‍યવસ્‍થા થઈ. એ મંદિરમાં પધરાવેલ ભગવાન લકુલીશ શિવનું અત્‍યંત પ્રાચીન શિવલિંગ તથા દીવાલ પરની યોગમુદ્રાની તકતીઓ જોવા જેવાં છે.
ઇતિહાસ અને પુરાણો સાક્ષી પૂરે છે કે કાયાવરોહણ તીર્થની ગણના ભારતમાં લોકપ્રસિદ્ધ અડસઠ તીર્થોમાં કરવામાં આવી છે. કાયાવરહોણ ગુજરાત રાજ્યના વડોદરા જિલ્‍લામાં આવેલું એક અતિ પ્રાચીન મહાતીર્થ છે. ગુજરાત અને ભારતના ઇતિહાસગ્રંથોમાં તેની જ્વલંત કીર્તિનો ઉલ્‍લેખ છે. સૌરાષ્‍ટ્ર સ્થિત ભગવાન સોમનાથની અપ્રતિમ કીર્તિની યશદીપિકાઓ પણ અહીંના પશુપતાચાર્યો જ હતા. તેમણે માત્ર એક વર્ષ જ નહીં, સતત 1500 વરસ પર્યંત શિવભક્તિનો પ્રચાર કર્યો હતો. આજે ભારતભૂમિના ચારેય ખૂણામાં અગણિત શિવાલયો ઉપર જે કાષાયધ્વજ ફરફરે છે તેમાં પણ અહીંના પાશુપતાચાર્યનો નિર્મલ ભક્તિભાવ ભરેલ છે.
 

અનેક શતાબ્દીઓ પર્યંત શિવભક્તિનો પ્રચાર કેટલા પ્રબળ વેગથી ચાલ્‍ય હતો તેનું આ કાયાવરોહણથી ત્રણ માઈલ દૂર આવેલા લિંગ થલી બિંગ થલી સ્‍થળમાંથી પ્રાપ્‍ત થાય છે. અહીંના શિલ્‍પીઓ સહસ્ર્ત્રલિંગોનું નિર્માણ કરતા હતા અને પાશુપતાચાર્યો અખિલ ભારતમાં નૂતન શિવાલયોનું સર્જન કરતા હતા. પાશુપતાચાર્યોનો કાળ એટલે શિવભક્તિનો કાળ.
કાયાવરોહણ શૈવ મહાતીર્થ છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાં કાયાવરોહણનો નિર્દેશ નથી, પરંતુ એ તેરમું મહાતીર્થ જ છે, કારણ કે દ્વાદશ જ્યોતિર્લિંગોની વ્‍યવસ્‍થા અહીંના પાશુપતાચાર્યો જ કરતા હતા. કાયાવરોહણ જ્યોતિર્લિંગનું મહાકેન્‍દ્ર હતું. એ સિદ્ધપીઠ પણ મનાતું હતું. ભગવાન લકુલીશજીના કાળમાં અહીં પાશુપતાચાર્યોને યોગદીક્ષા અને યોગશિક્ષા આપવામાં આવતી હતી. તેઓ અહીં શ્રીગુરુચરણમાં અનેક વર્ષો પર્યંત શાસ્ત્રાધ્યયન અને વિવિધ યોગ-સાધનાઓ કરતા હતા અને જ્યારે સિદ્ધપદને પ્રાપ્‍ત કરતા હતા ત્‍યારે શ્રી ગુરુ તેમને વિવિધ પ્રદેશોમાં શિવભક્તિનો પ્રચાર કરવાનો આદેશ આપતા હતા. પ્રાચીનકાળમાં તે ‘લોઢી કાશી‘ અથવાદક્ષિ‍ણ કાશી‘ના નામે ઓળખાતું.
 
ભગવાન લકુલીશના ચાર તેજસ્‍વી શિષ્‍યો હતા. ભગવાન લકુલીશે બ્રહ્મેશ્વર-મંદિરના જ્યોતિર્લિંગમાં પોતાના જ મનુષ્‍યદેહનું – કાયાનું અવરોહણ કર્યું ત્‍યારથી આ સ્‍થળ કાયાવરોહણ તરીકે જાણીતું બનેલ છે. ભગવાન લકુલીશના ચાર શિષ્‍યો કૌશિક, ગાર્ગ્ય, મિત્રા અને કૌરુષ્‍ય મધ્ય ભારતમાં પ્રચારાર્થે ગયા. ત્‍યાં તેમણે શિવપંથીઓને ભેગા કરીને શિવપૂજાનું માહાત્મ્ય વધાર્યું. સાથે સાથે તેમણે પાતંજલિનાં યોગસૂત્રોનો પ્રચાર કરી યોગાસનો શિખવાડવા માંડ્યાં.
 
30 લાખના ખર્ચે બંધાયેલું ભવ્‍ય મંદિર ચારેબાજુ હરિયાળા ઉદ્યાનથી ઘેરાયેલું છે, જેમાં હજારો વર્ષ જૂનું ભવ્ય જ્યોતિર્લિંગ રખાયું છે. મંદિરના પાતાળ-લોકમાં બ્રહ્માજી, પૃથ્વીલોકમાં વિષ્‍ણુજી અને સ્‍વર્ગલોકમાં પ્રાચીન ભવ્‍ય જ્યોતિર્લિંગ બિરાજે છે. મંદિરની ચારે તરફ ઉદ્યાન, સામે જ રંગીન ફુવારા, ભવ્‍ય પ્રવેશદ્વાર, અતિતિગૃહ, સાત્વિક ભોજન અપાતું અન્નપુર્ણાગૃહ અને યાત્રીઓને ઊતરવા તથા જમવાની સુવિધા છે. મંદિરની ચારે તરફ યક્ષ -યક્ષિ‍ણી અને દેવી-દેવતાઓની મૂર્તિઓ કંડારાયેલી છે. મંદિરનું શિલ્‍પ સ્‍થાપત્ય અને મૂર્તિકળા વિદ્યાના અભ્‍યાસુ માટે મહાવિદ્યાલયની ગરજ સારે છે. ‘લકુલીશ‘ યોગ વિદ્યાલય, વારંવાર આસન પ્રાણાયમની શિબિરો યોજે છે. કાયાવરોહણ, શિવજીના અઠ્ઠાવીસમા અવતાર ભગવાન લકુલીશનું જન્‍મસ્‍થાન છે. યોગાચાર્ય સ્‍વામીશ્રી કૃપાલાનંદજીની સમાધિ વખતે આ સ્‍થળે ઇતિહાસ ખૂલ્‍યો અને તેનું મૂળ નામ સાંપડ્યું ‘કાયાવરોહણ‘. 1965માં આ મહાતીર્થના પુનુરુદ્ધાર માટે ‘શ્રી કાયાવરોહણ તીર્થ સેવા સમાજ‘ની સ્‍થાપના થઈ અને ટ્રસ્‍ટ રજિસ્‍ટર્ડ થયું.


ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા

ભારતભરમાં બ્રહ્માજીના માત્ર બે જ તીર્થસ્થાનોમાંનું એક બ્રહ્મક્ષેત્ર ખેડબ્રહ્માને પુરાણોમાં બ્રહ્મક્ષેત્ર કહેવામાં આવ્યું છે. વિષ્ણુ ભગવાન અને શિવ મહાદેવની મૂર્તિઓ તો બધે છે.પરંતુ બ્રહ્માજીની મૂર્તિ બે જ ઠેકાણે છે.એક તો પુષ્કરકરાજમાં અને બીજી ખેડબ્રહ્મામાં.ખેડબ્રહ્મા અમદાવાદથી પ્રાંતિજ લાઈન ઉપર અમદાવાદથી 64 કિલોમીટર દૂર આવેલું સ્ટેશન છે. 
પુરાણોમાં એક કથા છે. હરણાવ અને હિરણ્યાક્ષી નદીના સંગમ પર ખેડબ્રહ્મા ગામ છે અને ગામમાં બ્રહ્માજીનું મંદિર છે. મૂર્તિને ચાર મુખ છે અને તેમના વાહન હંસની મૂર્તિ પણ સભામંડપમાં છે. બાજુમાં ક્ષીરજાંબાદેવી અને ભૃગુણનાથ મહાદેવ છે. બ્રહ્માના પુત્ર ભૃગુઋષિએ બ્રહ્મા અને રુદ્રનાં અપમાન કર્યાં હતાં, તેથી તેમને શ્રાપ મળ્યો હતો, તેથી તેમણે હિરણ્યાક્ષી નદીમાં સ્નાન કરીને તપ કર્યાં હતાં, અને આથી જ આ ભૃગુક્ષેત્ર કહેવાય છે. અહીં હિરણ્યાક્ષી, કોસંબી અને ભીમાક્ષી ત્રમ નદીઓનો સંગમ થાય છે. બ્રહ્માના મંદિરથી અરધા પોણા કિલોમીટર દૂર અંબાજી માતાનું મંદિર છે. પાસે જ માનસરોવર છે. આ સ્થળ બહુ જ પ્રાચીન ગણાય છે. અહીંથી અંબાજી આરાસુરમાં ગયેલાં એવી દંતકથા છે.
નદી ઊતરીને સામે કિનારે ભૃગુ આશ્રમ છે. ત્રણેક કિલોમીટર દૂર ચામુંડા દેવીનું મંદિર છે. ત્યાંથી બે માઈલ દૂર કોટેશ્વર મહાદેવ છે.
 

બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણ હિંદુ ધર્મમાં મોટા દેવ છે. વૈદિક મંત્રોમાં અગ્નિ, ઇન્દ્ર, વરુણ, મિત્ર વગેરે દેવોનાં સ્તોત્રો છે. બ્રહ્માનું મૂળ કદાચ વિષ્ણુ અને શિવ કરતાં વધારે વૈદિક લાગે છે. બ્રહ્મ શબ્દ નપુંસકલિંગમાં મંત્રસ્તુતિ જેવા અર્થમાં ઋચાઓમાં વપરાયો છે,અને તે મંત્રોના પતિ બ્રહ્મણસ્પતિ નામના એક અગ્નિ કે સૂર્ય કરતાં વધારે અમૂર્ત દેવની કલ્પના વેદમાં મેળે છે.તેમ જ પ્રજાપતિ અને હિરણ્યગર્ભ નામના બે દેવોનાં નામ વેદના પાછલા થરમાં મળે છે. ઉપનિષદોમાં મૂળમંત્ર વાચક બ્રહ્મ શ્બદ પરમતત્ત્વ વાચક થઈ ગયો,પણ બ્રહ્મમાંથી પુલિંગ બ્રહ્મા શબ્દ થયો તે દેવવાચક તરીકે કવચિત જ વપરાયો છે. બ્રહ્માનું સ્વરૂપ ગણાવેલા બ્રહ્મણસ્પતિ, પ્રજાપતિ અને હિરણ્યગર્ભ- ત્રણેયની ભાવનાઓ એકઠી થઈને આ સ્વરૂપ બંધાયું છે અને આ ત્રણે દેવોની અંતર્ગત અમૂર્તતા બ્રહ્માને પણ વળગી રહી છે. વિષ્ણુ અને શિવ કરતાં બ્રહ્મા વધારે અમૂર્ત દેવ છે.પૌરાણિક ત્રિમૂર્તિમાં વિષ્ણુ સત્ત્વગુણયુકત અને જગતની સ્થિતિ જાળવનાર, રુદ્ર તમોગુમ- યુકત તથા જગતનો પ્રલય કરનાર અને બ્રહ્મા રજોગુણયુકત તથા જગતને ઉત્પન્ન કરનાર ગણાય છે. બ્રહ્મા ચતુર્મુખ છે. સૃષ્ટિની જેમ બ્રહ્માએ વેદો પણ ઉત્પન્ન કર્યા છે. બ્રહ્મામાંથી સૃષ્ટિનો વિસ્તાર થયો છે.
 

મહાભારત કાળમાં વિષ્ણુ અને શિવની પૂજા જોરમાં આવતી ગઈ અને બ્રહ્માની પૂજાની લોકપ્રિયતા ઘટતી ગઈ. કદાચ શકિતપૂજામાં પણ બ્રહ્માની પૂજાનો અન્તર્ભાવ થયો હોય. વિષ્ણુ, શિવ અને શકિતના મોટા માર્ગો આ દેશમાં ઘણઆ કાળથી ચાલે છે,પરંતુ બ્રહ્માનો કોઈ માર્ગ ચાલતો નથી.પણ પ્રાચીન બ્રહ્માની ભકિતના ચિહનરૂપે આ બ્રહ્માનું આખા ભારતમાં પુષ્કરજીમાં અને ખેડબ્રહ્મામાં તીર્થ રાખ્યું છે.
 

હિરણ્યાક્ષી નદીના કાંઠે આવેલા મંદિરમાં બ્રહ્માની ચતુર્મુખ મૂર્તિ છે. મંદિરની પાસે એક કુંડ છે. આ જગ્યાએ પહેલાં બ્રહ્માએ યજ્ઞ કર્યો હતો એમ કહેવાય છે.આ સ્થળ માટે જે થોડી દંતકથાઓ સ્થળ માહાત્મ્યમાં મળે છે જે જૂની નહીં હોય. દર મહાશિવરાત્રીએ પંદર દિવસ માટે અહીં મેળો ભરાય છે.


સાળંગપુર

સાળંગપુરના કષ્‍ટભંજન હનુમાનજી

સ્‍વામિનારાયણ સંપ્રદાયના સ્‍થાપક સંતશ્રી સ્‍વામી સહજાનંદ ઘણું ખરું ગઢડામાં રહેતા હતા. તેમણે સંપ્રદાયના વડા તરીકે નિયુક્ત કરેલા વડતાલના સ્‍વામી ગોપાલાનંદ વારંવાર વડતાલથી વડતાલથી ગઢડા પ્રવાસ કરતી વખતે વચ્‍ચે સાળંગપુરમાં વિશ્રામ કરતા. 
સાળંગપુરના સ્‍વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશાં સાધુઓની સેવા કરતા.� સમય જતાં જીવા ખાચર બાદ તેમના પુત્ર વાઘા ખાચરની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. પરિણામે તે સાધુઓની સેવા કરી શકતા નહીં. સ્‍વામી ગોપાલાનંદે વાઘાને સાળંગપુરથી પથ્‍થર લાવવાનું કહ્યું, તેમાં કોલસાથી હનુમાનજીની મૂર્તિ દોરી આપી. વાઘાને સ્‍વામીજીએ એક શિલ્‍પી બોલાવી હનુમાનજીની મૂર્તિ કોતરી આપવાનું કહ્યું. સામાન્‍ય કારીગર પાસે મૂર્તિ કોતરાવી. ત્‍યાર બાદ સ્‍વામીજી મૂર્તિને સાળંગપુર લઈ ગયા. 

ઈ. સ. 1850માં આ મૂર્તિની સ્‍થાપના દરબાર વાઘા ખાચરની જમીનમાં કરવામાં આવી. સ્‍વામી ગોપાલાનંદના મુખ્‍ય શિષ્‍ય શુક્રમુનિએ આરતી કરી. સ્‍વામી ગોપાલાનંદ મૂર્તિની આંખોમાં આંખો પરોવીને આરતી દરમિયાન ઊભા રહ્યા. આરતીના પાંચમા ઝોલા બાદ મૂર્તિ હલવા લાગી. લોકોને અને બધાને લાગ્‍યું કે ઈશ્વરનો આ મૂર્તિમાં વાસ થયો છે. ત્‍યાર બાદ સ્‍વામીજીએ તેજનું પ્રત્‍યાર્પણ કરવાનું બંધ કર્યું અને લોકો ભગવાન સાથે વાત કરી શકે તેવી શક્તિ પ્રદાન કરી. આમ લોકોનાં દુઃખ-દર્દો દૂર થવા લાગ્‍યાં અને સાળંગપુરના ભગવાનનું નામ કષ્‍ટભંજન પડી ગયું.
 

આ મંદિરમાં 25ફૂટ પહોળો સભામંડપ છે. જેને આરસના પથ્‍થરથી જડવામાં આવ્‍યું છે. હનુમાનજીની મૂર્તિ ત્‍યાં રૂમમાં પ્રસ્‍થાપિત કરવામાં આવી છે. આ રૂમનાં બારણાં ચાંદીનાં છે. આ મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે. સાળંગપુર હનુમાનજીના મંદિર પાસે સ્‍વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર અક્ષર પુરુષોત્તમ સેવા સંસ્‍થાનનું મંદિર છે. તેમાં સ્‍વામી સહજાનંદ, સ્‍વામી યજ્ઞપુરુષદાસજીની પ્રતિમાઓ છે. સ્‍વામી સહજાનંદ સ્‍વામીનાં પગલાં છે અને અન્‍ય મંદિર રાધાકૃષ્‍ણનું મંદિર છે. આમ, સાળંગપુર હનુમાનજીના મંદિરનું ઘણું મોટું મહત્‍વ 


કબીરવડ

કબીરવડ – શુક્લતીર્થ

ગુજરાતમાં નદી કિનારે આવેલું આ એક રમણીય સ્‍થળ છે. શુકલતીર્થ ભરૂચથી 15 કિ. મી. નર્મદાને કાંઠે આવેલું સૌંદર્ય સ્‍થળ હોવાની સાથે તે એક પવિત્રમાં પવિત્ર યાત્રાનું સ્‍થળ પણ છે.
બેટની ઉપર દુનિયાના મોટામાં મોટા વૃક્ષ તરીકે ગણાતા એક ચોરસ માઈલના વિસ્‍તારમાં ફેલાયેલો જમાનાથી ઊભેલો કબીરવડ અને આસપાસમાં આવેલાં તીર્થક્ષેત્રો આ સ્‍થળનું આકર્ષણ છે.
દંતકથા તો કહે છે કે, કબીરવડ એ વડવાઈના દાતણની ચીર નાખી ને વડ વિસ્‍તર્યો. પણ એ હકીકતનું નહીં પણ મર્મનું સત્‍ય તો પારખી શકાય છે એ વિશાળ વડના અવશેષમાં. કેવો હશે એ જ્યારે ખંડિત નહીં હોય ? પૂછો નર્મદને, ‘ભૂરો ભાસ્‍યો ઝાંખો દૂરથી ધુમસે પા‘ડ સરખો ! નદી વચ્‍ચે ઊભો નિર્ભયપણે એકસરખો !‘ એમ તો નર્મદાએ અનેક કવિઓ-સંતોને પ્રેર્યા છે. શંકરાચાર્યે અષ્‍ટક પ્રયોજ્યું ‘નમામિ દેવિ નર્મદે‘ તો ભરૂચના કવિ બ. ક. ઠાકોરે પણ ગુજરાતનું પ્રથમ સોનેટ આપ્‍યું ‘ભણકારા‘ નર્મદાની પ્રેરણાથી. શુકલતીર્થ પછી ભરૂચ. તે તો ભૃગુકચ્‍છ ! ભૃગુઓની ભૂમિ ! ભગવાન લકુલેશના કાયાવરોહણ તીર્થની નર્મદા-પોષિત પુરાણકથાની જેમ ભૃગુકચ્‍છની કથા ય આપણી સંસ્‍કૃતિનો વારસો.
શુકલતીર્થ પાસે આવેલો કબીરવડનો બેટ નદીની સપાટીથી થોડોક જ ઊંચો છે. ત્‍યાં ફરી બોટ દ્વારા જઈ શકાય છે. શુકલતીર્થની બાજુમાં થોડે છેટે 1 કાળી તીર્થ, 2 ઓંકારેશ્વરતીર્થ, 3 શુકલતીર્થ એમ ત્રણ તીર્થો આવેલાં છે. તેમાં શુકલતીર્થ પાપવિમોચન માટે પૃથ્વી પરનું પવિત્રમાં પવિત્ર સ્‍થળ મનાય છે. અણહિલવાડ પાટણના રાજા ચામુંડે તેના પુત્રમરણના આઘાતથી તેના જીવનના શેષ દિવસો અહીં પસાર કરેલા. અહીં દર વરસે કાર્તકી પૂર્ણિમાએ પાંચ દિવસ સુધી ચાલતો મેળો ભરાય છે અને તેમાં સંખ્‍યાબંધ માણસો આવતા હોય છે. આ સ્‍થળને વિહારધામ તરીકે ખિલવવામાં આવ્યું છે અને ત્‍યાં પર્યટનાર્થીઓને રહેવા માટેની સગવડ કરવામાં આવે છે.


સૂર્ય મંદિર - મોઢેરા

સૂર્ય મંદિર - મોઢેરા

સૂર્ય મંદિર આ એક એવું નામ છે કદાચ ભાગ્યેજ કોઈ તેનાથી અજાણ હશે. ગુજરાતના ઐતિહાસિક સ્થળો અને સ્થાપત્યોની વાત થતી હોય અને સુર્ય મંદિરનું નામ લેવામાં ન આવે તેવું કોઈ કાળે ના બની શકે. એમી માની લો કે સ્થાપત્યોની દ્રષ્ટિએ તેનું નામ સૌથી પહેલું લેવું પડે. કદાચ હાલની દ્રષ્ટિએ બહુ ઓછા લોકો પરિચિત હશે પરંતુ દુનિયાભરમાં તો તે ખૂબ જ પ્રચલિત છે તેના મંદિરને લીધે.સૂર્ય મંદિર ઈ.સ. 1026-27 માં પાટણના મહારાજા ભીમદેવ પહેલાના રાજ્યકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. મોઢેરાનું આ સૂર્ય મંદિર ભગવાન સૂર્યને સમર્પિત કરવામાં આવ્યું છે. મંદિરની દિવાલો અને થાંભલા પરના ચિત્રોમાં રામાયણ અને મહાભારતની ઘટના પ્રસંગોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
વર્તમાન સમયમાં આ મંદિર ખંડેર સ્થિતિમાં છે, પણ તેની ભવ્યતા જળવાઇ રહેલી છે. આ મંદિર ગુજરાતની સ્‍થાપત્ય કળાનું શ્રેષ્‍ઠ ઉદાહરણ પૂરૂં પાડે છે.આ મંદિરને મહમૂદ ગજનવીએ ખંડિત કર્યું હતુ. સુર્યમંદિરના આ ક્ષેત્રમાં સંગ્રહાલય,ઉધાન અને ગ્રંથાલય છે. સુર્યમંદિરની બાજુમાં એક વિશાલ રામકુંડ છે.
મહેસાણાથી 20 કિલોમીટર દૂર આવેલું મોઢેરાનું આ સુર્યમંદિર ભારત ભરમાં વિખ્યાત છે. આ સુર્યમંદિર કોણાર્કના સુર્યમંદિર સાથે વિશિષ્ટ સંબંધ ધરાવે છે.મંદિરમાં જવા માટે ઘણાં પગથિયાં છે. ગર્ભગૃહની અને મંદિરની ભીંતો વચ્ચે પ્રદક્ષિણા-માર્ગ છે.મંદિરની બહારની દીવાલ પર અદભુત શિલ્પકૃતિઓ કંડારાયેલી છે.
સભામંડપ મોઢેરાના મંદિરનો સૌથી સુંદર અને કલામંડિત ભાગ છે. મંદિરમાં ભગવાન સૂર્યની મૂળ પ્રતિમા નથી. પણ અન્ય જગ્યાઓ પર સુર્યની પ્રતિમાઓ કંડારાયેલી છે. સુર્યમંદિરનું બાંધકામ એવી રીતે કરવામાં આવ્યું છે કે સુર્યોદયના સમયે સુર્યનાં કિરણો સીધા ગર્ભગૃહમાં પડે છે.
સુર્યમંદિરનાં પ્રાંગણમાં પ્રતિવર્ષ ત્રણ દિવસનો નૃત્ય અને સંગીતનો મહોત્સવ યોજવામાં આવે છે. મોઢેરાના આ સૂર્યમંદિરે તેના સ્‍થાપત્‍ય દ્વારા સમગ્ર ભારતમાં ગુજરાતને ગૌરવવંતુ સ્‍થાન અપાવ્યું છે. અને ગુજરાતને ગૌરવ અપાવનારી ઐતિહાસીક વસ્તુઓમાં તે સરમોર છે. દેશ અને દુનિયાભરમાંથી વર્ષે દહાડે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુંઓ તેમજ ઐતિહાસીક સ્થાળોના શોખીનો અહી અવશ્ય આવે છે, અને તેની સ્થાપત્યકળાને જોઈને અચંબમાં પડી જાય છે.


સોમનાથ

સોમનાથ-મહાદેવ

જૂનાગઢથી સોમનાથ પાટણ રોડ રસ્‍તે ૯૮ કિલોમીટર છે. રેલ રસ્‍તે જવા
જૂનાગઢથી વેરાવળ પશ્ચિમ રેલ્‍વેનું
છેલ્‍લું સ્‍ટેશન છે. ત્‍યાંથી રોડ રસ્‍તે ૫ કિલોમીટર દુર સોમનાથ
આવેલ છે.
પશ્ચિમના સમુદ્ર તટ ઉપર જ્યાં
સરસ્‍વતી નદી સાગરમાં મળે છે ત્‍યાંથી ભાદર સુધી નદી સુધીનો પ્રદેશ, ગીરના જંગલોમાં તુલસીશ્‍યામથી માધવપુર સુધીનો
વિસ્‍તારમાં ભગવાન શંકર અતલ સુધી રહેલ હતા. અવકાશ અને પૃથ્‍વીની વચ્‍ચેના આ પ્રભામંડલમાં શિવજીની આરાધના કરવાથી પ્રભા અર્થાત તેજ-કાંતિ પ્રાપ્‍ત થાય તેવી આશા અને શ્રદ્ધાનું આ પવિત્ર સ્‍થળ તેથી ‘પ્રભાસ‘ કહેવાયું છે.
 
પુરાણકથા મુજબ એક સમયે કલાનિધાન ચંદ્ર પોતાની ચાતુરી ખોઈ બેઠો. વડીલની આજ્ઞા ન માનવાથી અને પત્‍નીઓનું અપમાન કરવાથી ચંદ્રનું પોતાનું તેજ નાશ થઈ ગયું અને પૃથ્‍વી ઉપર અમૃત વરસાવવા ચંદ્ર અશક્ત થઈ ગયો.
ચંદ્રદેવને નક્ષત્ર નામવાળી ૨૭ પત્‍નીઓ છે, તે બધી દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી. તેમાંથી રોહીણી નામવાળી પત્‍ની સાથે ચંદ્ર સદાય પ્રેમમગ્‍ન રહેતાં. બાકીની ૨૬ પત્‍નીઓ જે બધી સગી બહેનો જ હતી તે પતિ વિયોગે ઉદાસ રહેવા લાગી. એક દિ‘ પિતા દક્ષ દિકરીઓને દુ:ખી જાણી દુ:ભાયા અને જમાઈ ચંદ્રને આજ્ઞા કરી કે કૃપા કરી દરેક પત્‍નીઓ સાથે સરખો પ્રેમભાવ રાખો. પણ ચંદ્ર મહારાજે વડીલ સસરાની આજ્ઞા માની નહીઉ ૨૬ દિકરીઓને ઉદાસ રાખી અપમાનીત કરનાર ચંદ્રથી દુ:ખી પિતા દક્ષરાજે આથી ‘ચંદ્ર તારો ક્ષય થાવ‘ આવો શ્રાપ આપ્‍યો.
દિન પ્રતિદિને ચંદ્રની પ્રભા નષ્‍ટ થઈ ગઈ. ચંદ્રના તેજ વગર અન્ન ઔષધી રસ વગરના થઈ ગયા અને પ્રજા નષ્‍ટ થવા લાગી. આથી પ્રજાપિતા બ્રહ્માની સલાહથી ચંદ્રએ રોહીણી સાથે પૃથ્‍વી અને અવકાશ વચ્‍ચેના આ સ્‍થળે પ્રભાની આશા સાથે તપસ્‍યા શરૂ કરી. તપથી પ્રસન્ન થયેલ શંકરના અનુગ્રહથી ચંદ્રનો શ્રાપથી અંશત છુટકારો થયો અને પુન: પ્રભાયુક્ત થઈ ગયો અને ત્‍યારથી આ મુખ્‍ય તીર્થ પ્રભા આશ કે પ્રભાસના નામથી વિખ્‍યાત થયું છે.
ત્‍યાર પછી બ્રહ્માજીએ અર્ધચંદ્રને ધારણ કરનાર ભગવાન શિવજીનું સ્‍થાપન ચંદ્ર અને રોહીણી પાસે સુવર્ણમય મંદિરમાં કરાવ્‍યું. ત્‍યારથી અહીં સોમ-નાથ કે ચંદ્ર-પ્રભુના જ્યોતિર્લીંગ ગણાય છે.
 પ્રભાસ આ સમયકાળનું સૌથી વધારે પવિત્ર સ્‍થળ હતું પાપ નિવારણ કરવાનો આ ક્ષેત્રનો ગુણધર્મ હતો.
કૃષ્‍ણ – બલરામ અને યાદવોની આ પવિત્ર ભૂમિ ઉપર ખુબ જ પ્રિતિ હતી. ભગવાન શ્રી કૃષ્‍ણએ જીવનની અંતિમ ક્ષણો પણ આ ભૂમિ ઉપર ગાળીને દેહત્‍યાગ પણ અહીંજ કર્યો છે. દેવયોગે પ્રૌત્ર વ્રજનાભ સિવાય સમગ્ર યાદવકુળનું અહીં પતન થયું છે.
પતન સંસ્‍કૃત શબ્‍દ છે જે ઉપરથી પાટણ થયું છે.
યાદવોનાં પતન પછી ભગવાન શ્રી કૃષ્‍ણ દ્વારકા છોડીને આ સ્‍થળે વૃક્ષ નીચે, સ્થિર આસને આડો પગ રાખી બિરાજતા હતા ત્‍યારે જર નામના શિકારીનું બાણ આડા પગનાં તળીયામાં લાગ્‍યું. ભલ્‍લ કહેતા બાણથી ઘવાઈ શ્રી કૃષ્‍ણે દેહત્‍યાગ કર્યો તેથી ભાલકા તીર્થ કહેવાયું છે. અહિં ભગવાન શ્રી કૃષ્‍ણનાં આ અંતિમ સ્‍વરૂપનાં દર્શન થાય છે વેરાવળથી પાટણ જતા રસ્‍તામાં પ્રથમ ભાલકા તીર્થના દર્શન થાય છે.
 શ્રી કૃષ્‍ણના નશ્વર દેહનો અગ્નિ સંસ્‍કાર થયો તે સ્‍થળ અરબી સમુદ્રના કાંઠે ત્રિવેણી સંગમ ઉપર છે. સરસ્‍વતી, કપિલા અને હિરણ નદીના ત્રિવેણી સંગમ સ્‍થાને આવેલ આ સ્‍થળને દેહોત્‍સર્ગ ક્ષેત્ર કહેવાયું છે.
ઘાટ ઉપરનાં પીપળાનાં વૃક્ષને ભાવિકો પાણી સિંચે છે. આ સ્‍થળે શ્રી કૃષ્‍ણ ભગવાનનું સુંદર મંદિર છે. મંદિરનાં ૧૮ આરસનાં સ્‍તંભ ઉપર ગીતાનાં દરેક અધ્‍યાય કોતરેલા છે. જેથી ગીતામંદિર પણ કહેવાય છે.
શ્રી કૃષ્‍ણના મોટાભાઈ બલરામજી પણ શ્રી કૃષ્‍ણની જીવન લીલા પુરી થતા, દેહોત્‍સર્ગનું અંતિમ કાર્ય પુરૂ કરી આ સ્‍થળેથી અતલ પાતાળમાં માનવ રૂપ બદલાવી શેષનાગના સ્‍વરૂપે પ્રવેશ કરી ગયા છે. આ સ્‍થળને બલદેવજીની ગુફા કહેવાય છે. અહીં શેષનાગની સિંદુર ચડાવેલ મૂર્તિ અને ગુફા વિવર છે.અહીં બલદેવજીની મૂર્તિની પ્રતિષ્‍ઠા કરેલ છે. બાજુમાં જ લક્ષ્‍મી-વિષ્‍ણુનું સુંદર મંદિર છે. તથા અહીંયા વૈશ્નવાચાર્ય મહાપ્રભુ વલ્‍લભાચાર્યજીએ શ્રીમદ્ ભાગવત પારાયણ કરેલ છે. મહાપ્રભુની ૮૪ બેઠકમાંની એક બેઠકજી આ પાવન જગ્‍યાએ છે.
આ સિવાય રૂદ્રેશ્વર મહાદેવ, જીર્ણ સૂર્ય દેવળ, શંકરાચાર્યજીની ગાદી, વેણેશ્વર મહાદેવ, દૈત્‍યસુદન વિષ્‍ણુનું મંદિર અને ભીડીયા પાસેના સમુદ્રનાં જળમાં બાણગંગા શિવલિંગ, ભીડીયા ગણેશજી, શશિભૂષણ મહાદેવ વગેરે પ્રાચીન પાવનકારી સ્‍થળો છે.
 સોમનાથના બસ સ્‍ટેશન પાસે જ સોમનાથ મહાદેવનું પ્રાંગણ આવે છે. થોડે દુર રાણી અહલ્‍યાબાઈનું સ્‍થાપેલ સોમનાથનું જૂનું શિવ મંદિર આવેલ છે. મોગલોના પતન પછી મરાઠા સરદાર ધનાજી જાદવે સૌરાષ્‍ટ્ર સર કર્યું. ત્‍યારે ઈંદોરના હોલકર મહારાણી અહલ્‍યાબાઈએ પુરાણા ખંડિત શિવમંદિરથી થોડે દુર સોમનાથનું આ શિવમંદિર ઈ. સ. ૧૭૮૩માં બંધાવ્‍યું છે. નીચે ભૂગર્ભમાં ભવ્‍ય શિવલીંગ સહ ઉમાની કાળાપાષણની મૂર્તિના દર્શન અને પૂજન કરવાનો બેવડો લાભ યાત્રિક જાતે જ લઈ શકે છે. સોમનાથના મંદિરો હજારો વર્ષમાં વારંવાર બન્‍યા છે. રાજા રાવણે રજતનું મંદિર બનાવેલ, રાજસૂય યજ્ઞ પછી સમ્રાટ યુધિષ્ઠિરે સુગંધી ચદન કાષ્‍ટનું વિશાળ શિવમંદિર બનાવેલ.
કાળાંતરે અનેક સમ્રાટો, મહારાજ ભોજ, રાજા ભીમે, રાજા મહીપાલે શિવમંદિર બનાવેલ છે. અને ગિજનીના મહંમદે, અલાઉદ્દીન ખીલજી, મહંમદ બેગડો, મોગલશાહ ઔરંગઝેબે ધર્મની અસહીષ્‍ણુતાથી રત્‍નો અને સંપત્તિયુક્ત મંદિરો તોડીને લુંટ્યા છે. તેનો નાશ કર્યો છે.
સમયાંતરે ભારતની સંસ્‍કૃતિએ ભગવાન શંકરના આ સનાતન જ્યોતિર્લીંગની અહીં ફરી સ્‍થાપના કર્યા જ કરી છે.
 સમયના અનેક વહેણ વહી ગયા પછી દેશ આઝાદ થયો ત્‍યારે ઈ. સ. ૧૯૪૭માં ભારતના લોકપ્રિય ‘લોખંડી પુરૂષ‘ સરદાર વલ્‍લભભાઈએ સમુદ્રનું જલ હાથમાં લઈ સોમનાથના જીર્ણ – શીર્ણ પુરાણા ખંડીયેર, ભગ્ન શિવમંદિરની જગ્‍યાએ જ નવું સોમનાથનું મંદિર કરવાનું નક્કી કર્યું. શિવજીના મહામેરૂપ્રસાદ મંદિરનો અહીં શિલારોપણ ઈ. સ. ૧૯૫૦ના ૮મી મેના રોજ થયો.
ઈ. સ. ૧૯૫૧ના ૧૧મી મે, વિક્રમ સંવત ૨૦૦૭ના વૈશાખ સુદ - ૫ ના દિવસે પ્રભાતે ૯ – ૪૭ કલાકે ભારતના પ્રથમ રાષ્‍ટ્રપતિ ડો. રાજેન્‍દ્રપ્રસાદે ભગવાન સોમનાથની પ્રતિષ્‍ઠા વિધિ કરી છે.
 છેલ્‍લા હજારો વર્ષથી આ તેજ બ્રહ્મશિલા તેમની તેમજ છે, જ્યાં આજે જ્યોતિર્લીંગ સોમનાથ નવા બંધાયેલ‘મહામેરૂ પ્રસાદ‘ મંદિરમાં પ્રકાશી રહ્યું છે. સોમનાથ મંદિરની પુન:પ્રતિષ્‍ઠાને ઈ. સ. ૨૦૦૦માં ૫૦ વર્ષ પુરા થતા મંદિરનો સુવર્ણ મહોત્‍સવ થયો હતો.
સોમનાથ મહાદેવની આરતી સવારે ૭ વાગ્‍ય, બપોરે ૧૨:૦૦ વાગ્‍યે અને સાંજે સૂર્ય અસ્‍ત થવાના સમયે થાય છે. સવારના ૬ થી રાત્રીના ૯ વાગ્‍યા સુધી દર્શન થઈ શકે છે. સોમનાથ મંદિર માટે પ્રાણ આપનાર હમીરજીનો પાળીયો અને કર્પદી ગણેશ તથા હનુમાનજીના સ્‍થાનકો આ ચોગાન મધ્‍યે છે.
પ્રાચિન ગ્રંથો અને ઈતિહાસના આધારે શ્રી દિગ્‍વીજય દ્વાર નવાનગરના રાજમાતાએ તૈયાર કરાવ્‍યું છે. દ્વાર સામે જ સરદારની પ્રતિમા શોભી રહી છે. બાજુમાંજ રાજ્ય સરકારનું મ્‍યુઝીયમ છે. જેમાં પુરાણા સોમનાથ મંદિરના પથ્‍થરના શિલ્‍પો-શિલાલેખોની વિશાળ શ્રેણી પ્રદર્શિત છે.
અહીંથી થોડા અંતરે જ વૈશ્નવોનું દૈત્‍યસુદન વિષ્‍ણુનું અને જૈનોનું પવિત્ર તિર્થ ‘ગજેન્‍દ્રપૂર્ણ પ્રસાદ‘ નામનું ભવ્‍ય જૈન મંદિર આવે છે. વર્તમાન ચોવીશીના ૮માં તિર્થંકર ચન્‍દ્રપ્રભુનું મંદિરમાં દર્શન થાય છે. બાજુમાં દોકડીયા પાર્શ્વનાથ બિરાજે છે.
 ત્રણ મજલાના આ ભવ્‍ય મંદિરના ઉંચા શિખરેથી લીલા સાગરનું મનોરમ્‍ય દ્રશ્ય સદાને માટે હૈયામાં જડાઈ જાય છે. આ ભવ્‍ય જિનાલય નીચે ભૂમિમંદિર છે જે આગમ મંદિર કહેવાય છે. અહીં પવિત્ર આગમના અધ્‍યાય સુરક્ષિ‍ત કરી રાખ્‍યા છે. બીજે કયાંય ન જોયેલું આ અપૂર્વ આગમ દર્શન છે. દરેક જૈનો માટે જે ગિરનાર યાત્રાએ આવ્‍યા હોય તેઓ પ્રભાસના આ ક્ષેત્રમાં આવેલા ચંદ્રપ્રભુજી અને દોકડીયા પાર્શ્વનાથનું મંદિર, ૨૪ તિર્થંકરના ચૈત્‍ય મંદિર અને આગમમંદિર, ચકેશ્વરી માતાના પૂજન અને દર્શન તથા વિશેષમાં સોમનાથ મહાદેવના મંદિરનું દર્શન જીવનનો બેવડો લહાવો બની રહેશે એટલી સહુ ખાત્રી રાખે. અહિંથી ઘણા જૈનો ઉના પાસે અજારા પાર્શ્વનાથના તીર્થ સ્‍થળે જાય છે.
અહીં દરેક જૈનો માટે ઉતરવા, રહેવા જમવાની દરેક સગવડ છે. જૈનગ્રંથોમાં પ્રભાસ પાટણને ‘ચંદ્ર પ્રભાસ‘ નામે ઓળખાવેલ છે.


પાવાગઢ

મહાકાળીનો પાવાગઢ 
ભૌગોલિક રીતે તો પાવાગઢ પંચમહાલ જિલ્‍લામાં છે પરંતુ વડોદરાથી પાવાગઢ જવું સુગમ પડે પાવાગઢ પર્વત કાલિકામાતાની યાત્રાના સ્‍થળ તરીકે પ્રસિદ્ધ છે. વડોદરાથી માત્ર 46 કિલોમીટર દૂર પાવાગઢનો ઊંચો ડુંગર આવેલો છે. ઐતિહાસિક અને ધાર્મિક સ્‍થળ. ગુજરાતના ત્રણ મહાશક્તિ તીર્થોમાંનું એક-કાલિકાતીર્થ.
પાવાગઢ ગુજરાતનું ત્રીજું મહત્‍વનું શક્તિતીર્થ છે. જેટલું ધાર્મિક તેટલું જ ઐતિહાસિક તેમજ અર્વાચીન સમયમાં પર્યટન-સ્‍થળ પણ ખરું. પાવાગઢના મહાકાળીના માતાના ગરબા નવરાત્રિમાં ઘેર ઘેર ગવાય. ગઢની આટલી ઊંચાઈએ દુધિયું તળાવ અને માતાજીનું સ્‍થાનક નયનરમ્‍ય છે.
પાવાગઢનો ઇતિહાસ પતાઈ રાવળ સાથે સંકળાયેલો છે. પાવાગઢની તળેટીમાં ચાંપાનેર. કહેવાય છે કે, વનરાજ ચાવડાએ મહામંત્રી ચાંપાની સ્‍મૃતિરૂપે આ નગર વસાવેલું. રાવળકુળનું પતાઈ કુટુંબ ત્‍યાં રાજ કરે ને સરહદ સાચવે. લોકકથા કહે છે કે, પાવાગઢ પર જેનું થાનક છે તે મહાકાળી નારીરૂપ લઈને નવરાત્રિમાં ગરબે રમવા ઊતર્યાં. છેલ્‍લા પતાઈ જયસિંહે તેમના પર કૃર્દષ્ટિ કરી ને દેવીએ તેને શાપ દીધો. પરિણામે થોડા જ સમયમાં ગુજરાતના-અમદાવાદના બાદશાહ મહંમદ બેગડાએ પાવાગઢ પર ચઢાઈ કરીને ગઢ જીતી લીધો. પતાઈ હાર્યો-મરાયો. બેગડાએ રાજધાની અમદાવાદથી ચાંપાનેર ખસેડી.
 
મનવાંછિત ઉચ્‍ચપદની પ્રાપ્તિ માટેનું ઉત્તમ સ્‍થાન પાવાગઢ છે. મંત્ર, તંત્ર, જાપ અનુષ્‍ઠાન દ્વારા પૂર્ણ મનોકામનાની અનુભૂતિ કરનારું અનેક સંત મહંત વિવિધ ટૂંક પર, ગિરિ કંદરાઓમાં સ્‍થાન મેળવી સિદ્ધિ પ્રાપ્તિના ઉચ્ચતમ માર્ગે આગળ વધી રહ્યા છે.
 
જગત જનની મા કાલિકા ભવાનીનું આ પવિત્ર સ્‍થાન શ્રદ્ધાળું ભક્તોની મનોકામના પૂર્ણ કરવા જાણીતું છે. માનવ જીવનમાં કોઈ પણ પ્રકારની સિદ્ધિ માટે તેમજ ઝડપી સફળતા પ્રાપ્‍ત કરવા શ્રી કાલી મંત્રને શ્રેષ્‍ઠ ગણવામાં આવ્‍યો છે. દર વર્ષે લાખો યાત્રિકો આ પવિત્ર સ્‍થળની મુલાકાત લે છે.
 
શક્તિપીઠ હોવાના કારણે મંદિરમાં મુખ્‍ય સ્‍થાને ગોખ પ્રસ્‍થાપિત કરાયો છે. મૂર્તિ નહીં. અને કાલિકા યંત્રની પૂજા અર્ચના થાય છે. ગોખ મધ્‍યસ્‍‍થાને પ્રસ્‍થાપિત કરાયો છે. તેની જમણી બાજુએ શ્રી કાલીકા દેવી સ્‍વયં મૂર્તિ સ્‍વરૂપે, ડાબી બાજુએ શ્રી બહુચરાજી માતાજીની આંગી અને ડાબે મહાલક્ષ્‍મી માતાજીની મૂર્તિ છે.
 
જૈનધર્મના અનુયાયીઓ માટે પાવાગઢનો આ રમણીય, દર્શનીય પર્વત અતિ પવિત્ર તીર્થધામ એટલે કે ‘સિદ્ધક્ષેત્ર‘ તીર્થ તરીકે પૂજાય છે. જે જે પવિત્ર સ્‍થળોએ તીર્થંકર ભગવાન, મુનિ મહારાજ, મહાન આચાર્યો, ઉપાધ્‍યાયો કે ગણધર નિર્વાણ-મોક્ષનીગતિને પામ્યા તે સૌ સ્‍થળ અતિ પવિત્ર તીર્થધામ બનવા પામ્યાં છે. આ સિદ્ધક્ષેત્ર તીર્થની મહત્તા ધારણ કરીને અતિ મહત્‍વના તીર્થક્ષેત્રો તરીકે પૂજાવા લાગ્‍યા. શ્રી દિગંબર જૈન સંપ્રદાયના કુલ 9 પવિત્ર મંદિરો આ સિદ્ધક્ષેત્રમાં નિર્માણ થયેલા છે. જેમાંના સાત મંદિર પહાડની સૌથી ઊંચી મૌલિયા ટુંક દુધિયા સરોવર અને છાસિયા તળાવ તથા ટકોરખાના નગારખાનાવાળી સાંકડી મેદાની ટૂંક પર નિર્માણ પામ્યા છે. આ મંદિરોમાંથી ત્રણ મંદિર દુધિયા સરોવરના કિનારે છે. 7મા તીર્થંકર પ્રભુ 1008 શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું દિગંબર જૈન મંદિર જે પાવાગઢનું સૌથી વિશાળ અને પ્રાચીન મંદિર છે. જેમાં મૂળ નાયક તરીકે સાતમા તીર્થંકર 1008 શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની અલૌકિક પ્રતિમા પૂર્વાભિમુખ દિશામાં બિરાજમાન છે. મૂળ બાવન જિનાલયને બાંધણીનો આકાર ધરાવતું સેંકડો વર્ષ પુરાણું આ મંદિર અનેક વખત જીર્ણોદ્ધાર પામીને વર્તમાન સ્થિતિમાં દુધિયા તળાવ કિનારે ઊભું? છે.
 
લવકુશના ચરણ પાદુકાનું દિગંબર જૈન મંદિર દહેરી જે ભગવાન રામચંદ્રજીના રાજકુમારો લવ અને કુશ યાને અનંગલવણ અને મદનકુશ દીક્ષાગ્રહણ કરીને આ સ્‍થળે મોક્ષ ગતિને પામ્યા હોઈ તેમની ચરણ પાદુકાઓને આ નાનકડા મંદિર (દહેરી)માં સ્‍થાપિત કરવામાં આવી છે.
 
પ્રમુખ શક્તિપીઠ 
પ્રજાપતિ દક્ષ રાજાએ યોજેલા મહાયજ્ઞમાં બ્રહ્માંડના અનેક દેવતાઓને આમંત્રણ હતું પરંતુ પૂર્વગ્રહના કારણે પુત્રી સતિ તેમજ જમાઈ દેવાધિદેવ શિવજીને આમંત્રણ ના પાઠવતાં સતીજી કોપાયમાન થયાં. પિતૃગૃહે અનાદર થતાં સતીએ દેહ યજ્ઞવેદીમાં હોમી દીધો. ભયંકર હાહાકાર મચ્યો. કોપિત શિવજીએ સતીદેવીના નશ્વર દેહને યજ્ઞવેદીમાંથી ઉપાડી તાંડવ નૃત્ય સહારે પરિભ્રમણ આરંભ્યું. નાશ થવાના ડરે દેવતાઓ વિષ્‍ણુની પાસે ગયા. તેઓએ સુદર્શન ચક્ર વડે સતીના નશ્વર દેહને અનેક ટુકડાઓમાં વિભાજિત કરતાં પૃથ્વીના જે સ્‍થાન પર પડ્યા તે તમામ મહાન શક્તિપીઠ તરીકે ખ્‍યાતિ પામ્‍યા. ભારતની બાવન અગ્રણી શક્તિપીઠોમાં પાવાગઢ પ્રમુખ શક્તિપીઠ છે. સતીના જમણા પગની આંગળી આ પવિત્ર સ્‍થાન પર પડી હતી.
 
પાટણ અને અમદાવાદ સાથે જેને ગુજરાતની થોડો સમય પણ રાજધાની બનવાનું સદ્દભાગ્‍ય મળ્યું હતું તે ચાંપાનેર મહંમદ બેગડાના સમયની રાજધાની હતું. અહીં અનેક ઐતિહાસિક હિન્‍દુ-મુસ્લિમ સ્‍થાપત્‍યો છે. પાવાગઢ ડુંગરની તળેટી છે.


અક્ષરધામ

અક્ષરધામ 
અક્ષરધામ ગુજરાતનું સૌથી પ્રસિધ્ધ અને વિશાળ મંદિર છે. ગાંધીનગરમાં આવેલ આ મંદિરની સ્થાપના 2જી નવેમ્બર 1992ના રોજ કરવામાં આવી હતી અને આનું બાંધકામ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. ગાંધીનગરની 23 એકર જમીનમાં બંધાયેલ આ મંદિરમાં ગુલાબી પથ્થરનો ઉપયોગ થયેલ છે અને તે 108 ફુટ ઉંચુ બાંધવામાં આવેલ છે. તેનું બાંધકામ કરવા માટે 6000 ટન પથ્થરનો ઉપયોગ થયેલ છે. આ મંદિર સંપુર્ણ વાસ્તુશાસ્ત્ર મુજબ બાંધવામાં આવેલ છે અને તેની અંદર લોખંડનો ઉપયોગ ક્યાંય પણ કરવામાં આવેલ નથી. 
આનું નિર્માણ 97 શિલ્પકૃતિ થાંભલાઓ, એક જ પથ્થરમાંથી બનેલ 210 મોભ, 57 જાળીદાર બારીઓ, આઠ ઝરૂખાઓ વગેરેથી થયેલ છે. મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણની 1.2 ટનની સોનાથી મઢેલી મૂર્તિ છે. આ મૂર્તિ 7 ફૂટ ઉંચી છે. તેમની ડાબી બાજુમાં ગોપાલનંદ સ્વામી અને જમણી બાજુએ ગુણીતાનંદની પ્રતિમાઓ છે જે તેમના અનુયાયીઓ હતાં.
 

વેદો, મહાકાવ્યો અને પુરાણોની કથાઓને તેના પ્રદર્શનમાં મુકેલા છે. તેના બધા જ ચિત્રો પણ અહીં કંડારવામાં કરવામાં આવેલ છે. અત્યાર સુધી આ મંદિરની મુલાકાત લાખો શ્રધ્ધાળુઓ લઈ ચુક્યા છે. પીકનીક માટે ખુબ જ ઉત્તમ સ્થળ છે. અહીં સારૂ એવું પ્રદર્શન પણ ગોઠવવામાં આવેલ છે જેની અંદર આખો દિવસ આરામથી પસાર થઈ શકે છે. 
અહીં પહોચવા માટે સૌથી નજીકનું હવાઈમથક અમદાવાદ છે. ગાંધીનગર અને અમદાવાદથી ઘણી રેલ્વે છે તો રેલ્વે દ્વારા પણ જઈ શકાય છે. વળી અહીં જવા માટે બસની પણ સારી એવી વ્યવસ્થા છે.


શામળાજી

ગુજરાતનું પ્રાચીન યાત્રાધામ શામળાજી


P.R

ગુજરાતની અંદર સાબરકાંઠા જિલ્લાની ઈશાન દિશામાં મેશ્વો નદીના કિનારે અને ભિલોડા તાલુકાની અંદર આવેલ પવિત્ર યાત્રાધામ શામળાજી ખુબ જ સુંદર અને રમણીય સ્થળ છે. આ યાત્રાધામ ડુંગરોની વચ્ચે એટલે કે અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આવેલું છે અને તેની ચારે તરફ હરિયાળી છે. આ પવિત્ર યાત્રાધામમાં શ્રી દેવગદાધર શામળાજી ભગવાનનું ખુબ જ સુંદર અને વર્ષો જુનુ મંદિર છે. તેની સાથે સાથે અહીંયા શંકરભગવાન અને સુમંગલા દેવીના મથકો પણ છે. 
આ મંદિર કયારે અને કોણે બંધાવ્યું તેના વિશે કોઈ જ ઇતિહાસ ઉપલબ્ધ નથી. પરંતુ એવું કહેવાય છે કે આ મંદિર પંદરસો વર્ષ પહેલા જ્યારે આ નગરી અસ્તિત્વમાં આવી તે સમયે એટલે કે દસમી કે અગિયારમી સદીમાં બંધાયાનું માનવામાં આવે છે. શામળાજી ખાતે આવેલ આ રક્ષિત સ્મારકનાં અગ્રભાગે કલાકારીયુક્ત પ્રાચીન તોરણ આવેલ છે અને આ તોરણ દસમી સદીનું હોવાનું મનાય છે.  
અહીંયા મંદિરની અંદર ભગવાનની મૂર્તિ શ્યામ રંગની છે એટલે તેમને શામળીયા પણ કહેવામાં આવે છે. તેના વિશાળ પટાંગણમાં જ પ્રવેશદ્વાર પર બે ખુબ જ મોટા હાથીઓની પ્રતિમાઓ છે. મંદિરની ઇમારત પરના ભોગાસન શિલ્પો ખુબ જ સુંદર રીતે કંડારાયેલ છે. અહીંયાની નગરી ખુબ જ પ્રાચીનકાળની છે એટલે કે રાજા હરિશ્ચન્દ્રની નગરી માનવામાં આવે છે.  
અહિંયા કારતકી પૂનમના દિવસે ખુબ જ મોટો અને ભવ્ય મેળો ભરાય છે અને તેની અંદર જાતજાતના પશુઓની લે-વેચ થાય છે. દર પૂનમે હજારો યાત્રાળુઓ અહીંયા દર્શનાર્થે આવે છે. માહી પૂનમે અને શ્રાવણી પૂનમે પણ મેળો ભરાય છે.  
યાત્રાળુઓના ઉતારા માટે ધર્મશાળાની સગવડ ઉપલબ્ધ છે. હિંમતનગરથી તે નજીક છે અને અમદાવાદથી 130 કિ.મી.ના અંતરે આવેલ છે. ત્યાં જવા માટે સડક માર્ગે ગુજરાત ગર્વમેંટની બસ દ્વારા અમદાવાદ થઈ હિંમતનગર બાય પાસ થઈને જઈ શકાય છે.  
ત્યાંની નજીકનું હવાઈમથક અમદાવાદ છે.


વાંકાનેર


P.R

વાંકાનેર શબ્દ નગરના ભૌગોલીક સ્થાન પરથી આવ્યો છે. ગુજરાતીમાં વાંકાનેરનો અર્થ થાય છે વણાક અને નેર એટલે કે પાણીનો પ્રવાહ. વાંકાનેર શહેર મચ્છુ નદીને કિનારે આવેલ છે.  
ઈ.સ. 1605માં વાંકાનેરની સ્થાપના સંતાજીએ કરી હતી. અહીંયા 18 સદીમાં કિલ્લેબંધી કરવામાં આવી હતી જેથી કરીને દુશ્મનો અને લુંટારાઓ તેની પર હુમલો ન કરી શકે. વાંકાનેર પર રાજવી અમરસિંહજીએ 1947 સુધી રાજ્ય કર્યું હતું. તેમણે આ નગરને સમૃદ્ધ બનાવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે પાંચ મહેલ અને કેટલીક હવેલીઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મહેલોનું કચ્છ, જામનગર, રાજકોટ અને મયુરભંજના રાજવીઓને નામે નામકરણ કરાયું હતુ. અમરસિંહજીએ વાંકાનેર સાનિધ્યમાં રણજીતવિલાસ મહેલનું નિર્માણ કરાવ્યુ હતું અને આ મહેલની રચના તેમણે જાતે કરી. મહેલનું ઉદઘાટન તેમના પરમ મિત્ર જામનગરના રણજીતસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહેલનું મેદાન 225 એકરમાં ફેલાયેલ છે. મહેલની મધ્યમાં સાત માળના ઘડિયાળ ટાવર અને પાંચ માળના વિશાળ બરૂજો તથા અષ્ટકોણીત છત્રીઓ જોવાલાયક છે. આ મહેલની વિશેષતા એ છે કે મહેલની સ્ત્રીઓ પુરૂષોને જોઈ ન શકે તેવી ચડી-ઉતેરી શકે તેવી ડબલ સીડીઓ બનાવેલી છે.  
ગુજરાતની અંદર સૌથી છેલ્લી બંધાયેલી વાવ પણ વાંકાનેરમાં જ છે. અહીયા રોયલ ઓઆસીસ મહેલમાં ત્રણ માળની વાવ આવેલી છે. તેની અંદર આરસથી બનાવેલ ઓરડાઓ અને સુંદર શિલ્પો અને ફુવારા છે.  
અહીંયા જોવાલાયક અન્ય સ્થળોમાં મોરબીમાં ગ્રીન ચોક, દરબાર ગઢ, આર્ટ ડેકો મહેલ, વેલીંગ્ટન સેક્રેટેરિએટ, નહેરૂ ગેટ વગેરે આવેલ છે જે 27 કિ.મી. દૂર છે.  હળદવમાં એક દાંડિયા મહેલ, પાળિયા, છત્રીઓ, વાવ અને શિવમંદિર આવેલ છે. જે ત્યાંથી 75 કિ.મી. ના અંતરે છે.  
હવાઈ માર્ગે જવા માટે ત્યાંથી સૌથી નજીકનું એરપોર્ટ અમદાવાદ છે જે ત્યાંથી માત્ર 22 કિ.મી.ના અંતરે આવેલ છે.  
વાંકાનેર અમદાવાદ-રાજકોટના રેલ્વે માર્ગ પર આવેલ છે.  
રોડ મારફતે જવા માટે ત્યાં સરકારી વાહનો પણ જાય છે અને ખાનગી વાહનો દ્વારા પણ જઈ શકાય છે.


ઘંટાકર્ણવીરનું મથક : મહુડી

ઘંટાકર્ણવીરનું મથક : મહુડી

મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. આ યાત્રાધામ જૈનોના ર૪ તીર્થક્ષેત્રમાંનું એક છે અને તે પણ પોતાનું વિશેષ મહત્ત્વ ધરાવે છે. 
આ જૈન મંદિરનું સંકુલ લગભગ બે કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. અહીંયા ઘંટાકર્ણ ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે. જેની ટોચે સોનાનો કળશ છે. આ આખું મંદિર આરસપહાણથી બનેલું છે અને અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.
 
‘પ્રણ્મયશ્રી મહાવીરં, સર્વજ્ઞા દોષર્વિજતમ્
કુમતં ખંડનં કુર્વે, જૈન શાસ્ત્રવિરોધિનામં
ઘણ્ટાકર્ણમહાવીર, જૈનશાસનરક્ષકઃ
તસ્ય સહાયસિદ્ધયર્થ, વચ્મિ શાસ્ત્રાનુસારતઃ
 
ઘણ્ટાકર્ણ મહાવીર એ બાવન વીર પૈકીમાંના એક વીર છે. તે જૈન શાસક રક્ષકવીર છે. તે જૈન ધર્મમાં શ્રદ્ધા રાખતા જૈનોને સહાય કરે છે. જૈન શાસ્ત્રોમાં પરંપરાગતનું વર્ણન છે. હિન્દુ પરંપરાગતોને તેઓ સૌ માને છે. તેવી રીતે જૈનો પણ માને છે. પૂર્વાચાર્યોએ તપ આદરી મંત્રની આરાધના કરી, નવીન માણિભદ્રવીરને જૈન શાસન દેવ તરીકે સ્થાપિત કર્યા છે. પ્રભુની પ્રતિમાની નીચે દેવી હોય છે અને બહારના મંડપના ગોખલાઓમાં અનેક પ્રકારનાં શસ્ત્ર ધારણ યક્ષ- યક્ષિણીની ર્મૂિતઓ મંત્રથી પ્રતિષ્ઠિત કરેલી હોય છે. ઘણ્ટાકર્ણ વીર ચોથા ગુણસ્થાનકવાળા દેવ છે. આથી તે ગૃહસ્થ જૈન શ્રાવકના બંધુ ઠર્યા. આથી જ ગૃહસ્થ જૈનો તેમની સુખડી ખાય છે.
 
જૈન મુનિઓ, યતિઓ, શ્રી પૂજકો, શ્રાવકો, ઘણ્ટાકર્ણવીરના મંત્ર જપે છે અને તેમની આરાધના કરે છે. મહુડીમાં શ્રી પદ્મપ્રભુના અધિષ્ઠાયક તરીકે શ્રી ઘણ્ટાકર્ણ મહાવીરની સ્થાપના કરી છે. તે પ્રભુભક્તોને સહાયકારી થાય છે. તે બાબતના અનેક ચમત્કારો સંભળાય છે. ઘણ્ટાકર્ણ મહાવીર દેવ પહેલાં પૂર્વ ભવમાં એક આર્ય રાજા હતા. તે સતીઓનું, સાધુઓનું તેમ જ ધર્મી મનુષ્યોનું રક્ષણ કરવામાં જીવન ગાળતા હતા. દુષ્ટ રાક્ષસ જેવા મનુષ્યોના હુમલાઓથી ધર્મી પ્રજાનું રક્ષણ કરતા હતા. તેમને સુખડી પ્રિય હતી. તેઓ અતિથિઓની સેવાભક્તિ કરતા હતા અને ઘણા શૂરા હતા.
 
અમદાવાદથી ૮૦ કિ.મી. દૂર વિજાપુર પાસે મહુડી ગામે આવેલું આ તીર્થક્ષેત્ર ર૦૦૦ વરસ જેટલું પ્રાચીન હોવાનું ગણાય છે. હાલના દેરાસરની તથા ઘણ્ટાકર્ણ મહાવીરના સ્થાનની પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૧૯૭૪ અને વિક્રમ સંવત ૧૯૮૦માં થયેલ છે. આ તીર્થસ્થાન ચમત્કારી ગણાય છે અને ભક્તજનોની આશાઓ અહીં પૂર્ણ થાય છે. મહુડીથી ૧.પ કિ.મી. દૂર સાબરમતી નદીને કિનારે એક ટેકરી ઉપર કોટયાર્ક મંદિરની પ્રાચીન કલાપૂર્ણ પ્રતિમાઓ તથા અવશેષ દૃષ્ટિગોચર થાય છે. શ્રી શાંતિનાથ પ્રભુની પંચધાતુથી બનાવેલી જટાયુક્ત, રેડિયમ જેવાં નેત્રો વાળી સાડાચાર ફૂટ ઊંચી પ્રતિમાનાં દર્શન કરવા દુર્લભ છે. શ્રી અજિતનાથ ભગવાનની કાયોત્સર્ગ મુદ્રાની પ્રતિમા દર્શન કરવા જેવી છે. બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ અહીં ધ્યાન ધરતા હતા. 
જૈનો તીર્થયાત્રાએ જાય છે, પ્રભુની સહાયતાથી પોતાનામાં રહેલા સદ્ગુણોનો પ્રકાશ કરવા ઈચ્છે છે. મહુડીમાં આવેલ દરેક યાત્રી ઘણ્ટાકર્ણ મહાવીરની કૃપા પામે છે. મહુડીનો નિયમ છે કે, સુખડી મંદિરની બહાર લઈ જવાતી નથી. ધાર્મિક માન્યતાથી શરૃ થયેેલી આ વાત અત્યારે કદાચ સામાજિક દૃષ્ટિએ કહીએ તો એ રીતે સારી છે કે, દરેક વ્યક્તિને ત્યાં સુખડી મળી રહે.
 
મહુડી તીર્થમાં રહેવાની ઓરડીઓ મળેે છે. જમવા માટે ભોજનાલય છે અને ખૂબ જ વાજબી ભાવે ત્યાં જમવાનું મળી રહે છે. આમ મહુડી જૈનો અને જૈનેતર માટે મહત્ત્વનું યાત્રાધામ- તીર્થધામ બની ગયું છે.
 

ઘંટાકર્ણ મહાવીર એ બાવન વીર પૈકીમાંમના એક વીર છે. મહુડીમાં શ્રી પદ્મપ્રભુના અધિષ્ઠાયક તરીકે શ્રી ઘંટાકર્ણ મહાવીરની સ્થાપના કરી છે. તે પ્રભુ ભક્તોને સહાયકારી થાય છે. તે બાબતના અનેક ચમત્કારો સંભળાય છે. ઘંટાકર્ણ મહાવીર દેવ પહેલા પૂર્વ ભવમાં એક આર્ય રાજા હતા. તે સતીઓનું, સાધુઓનું તેમ જ ધર્મી મનુષ્યોદનું રક્ષણ કરવામાં જીવન ગાળતા હતા. દુષ્ટે રાક્ષસ જેવા મનુષ્યોનના હુમલાઓથી ધર્મી પ્રજાનું રક્ષણ કરતા હતા. તેમને સુખડી પ્રિય હતી. 
જૈનોનાં મંદિરમાં મૂળ નાયક તીર્થંકરના યક્ષ-યક્ષિ‍ણી વગેરેનું સ્થાપન કરેલું હોય છે. પ્રભુની પ્રતિમાની નીચે દેવી હોય છે અને બહારના મંડપના ગોખલાઓમાં અનેક પ્રકારના શસ્ત્ર-ધારક યક્ષ-યક્ષિ‍ણીની મૂર્તિઓ મંત્રથી પ્રતિષ્ઠિત કરેલી હોય છે. જૈનો માને છે કે મંત્રમાં સંમોહનની શક્તિ છે. તે મંત્રના બળે દેવો આવે છે અને સહાય કરે છે. ઘંટાકર્ણ વીર ચોથા ગુણ-સ્થાનકવાળા દેવ છે. આથી તે ગૃહસ્થ જૈન શ્રાવકના બંધુ ઠર્યા. આથી જ ગૃહસ્થ જૈનો તેમની સુખડી ખાય છે.
 
ઘંટાકર્ણજીને આ દેરાસરના પ્રાંગણમાં જ બનેલી સુખડીનો પ્રસાદ ધરાવવાની પ્રથા છે. આ સુખડી ખૂબ જ સ્વાદિષ્ટસ હોય છે, પરંતુ તે પ્રાંગણમાં જ ખાઈને અથવા ગરીબ-ગુરબાંને આપીને પૂરી કરવાની હોય છે. આ સંકુલમાંથી તે બહાર લઈ જવાનો નિષેધ છે. ક્યારેક કોઈએ તેવો પ્રયત્ન કર્યો હોય તે સફળ થઈ શક્યા નથી, તેવી લોકવાયકા છે.
 
મહુડીમાં જ જૂનું તીર્થ છે કાટ્યર્કજી. જે ખડાયતા વણિકોના કુળદેવ છે. શ્રી કોટ્યર્કજીનું જૂનું મંદિર નદીની ધાર પર હતું. જ્યાંથી દેવમૂર્તિને નવા બંધાયેલા વિશાળ મંદિરમાં ખસેડવામાં આવી છે. તે સાથે પુરાણા મંદિરના ગોખમાંની એક-બે સુંદર શિલ્પાકૃતિઓ પણ ત્યાં ખસેડાઈ તેમાં બાળકને ઊંચકીને ઊભેલી મા સાથે મસ્તી કરતા બાળકનું શિલ્પ મૂર્તિસૌંદર્યની ર્દષ્ટિએ બેનમૂન ગણાવ્યું છે.
 

ઘંટાકર્ણવીર બાવન વીરોમાં ત્રીસમાં દેવ તરીકે તેમની ગણના થઈ. પૂર્વભવમાં તેમના હાથમાં ધનુષ્ય, બાણ, ખડગ હતાં તેથી તેમની મૂર્તિના હાથમાં ધનુષ્યન, બાણ, ખડગ આપવામાં આવે છે. આ દેવ ક્ષત્રિય રાજાઓનો આત્મા હોવાથી તેમની ધનુષ્યતબાણવાળી મૂર્તિ સ્થાપિત કરી છે.
 

કોટ્યાર્ક મહુડીથી 1.5 કિ.મી. દૂર સાબરમતી નદીને કિનારે એક ટેકરી ઉપર કોટ્યાર્કના મંદિરમાં પ્રાચીન કલાપૂર્ણ પ્રતિમાઓ તથા અવશેષ ર્દષ્ટિગોચર થાય છે. શ્રી શાંતિનાથ પ્રભુની પંચધાતુથી બનાવેલી જટાયુક્ત, રેડિયમ જેવાં નેત્રોવાળી સાડાચાર ફૂટ ઊંચી પ્રતિમાનાં દર્શન કરવાં દુર્લભ છે. શ્રી અજિતનાથ ભગવાનની કાયોત્સર્ગ મુદ્રાની પ્રતિમા દર્શન કરવા જેવી છે.


વીરપુર: જલારામ બાપા

વીરપુર



P.R

ગુજરાતની અંદર આવેલ સૌરાષ્ટ્રમાં ગોંડલની પાસે વીરપુર કરીને એક પવિત્ર યાત્રાધામ આવેલુ છે જે ગુજરાતમાં ખુબ જ પ્રસિદ્ધ છે. અહીંયા જલારામ બાપાનું મંદિર આવેલ છે જેમના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે. આ યાત્રાધામ જુનાગઢથી માત્ર 50 કિ.મી.ના અંતરે આવેલ છે.  
જલારામ બાપાનો જન્મ વિક્રમ સંવંત 1856માં 4-11-1799માં સોમવારને દિવસે થયો હતો. જલારામના પિતા એક વેપારી હતાં અને જલાને પણ થોડુક જ ભણાવવા માટે એક ગામડાની સ્કુલમાં દાખલ કર્યા હતાં. પરંતુ તેમનું મન ભણવામાં જરાયે લાગતું ન હતું તેમનું ધ્યાન સાધુ સંતોમાં વધારે પરોવાયેલુ રહેતું હતું. એવું કહેવાય છે કે તેમને ત્યાં એક સમયે એક મહાન સંત આવ્યાં હતાં અને તેમણે જલાની માતાને કહ્યું કે મારે તમારા પુત્રના દર્શન કરવા છે. જલાએ ત્યાં આવીને મહારાજને પ્રણામ કર્યા અને તેમને રામનામનો એક મંત્ર આપ્યો અને પોતે ત્યાંથી વિદાય લઈ લીધી. ત્યાર બાદ જલો ચાલતાં, બેસતાં, ઉઠતાં અને ફરતાં સીતારામના નામનો જ જપ કરતો હતો.  
ત્યાર બાદ લગ્નને યોગ્ય તેમની ઉંમર થતાં આટકોટના પ્રાગજી સોમૈયાની પુત્રી વીરબાઈ સાથે તેમના લગ્ન થયાં. વીરપુરમાં તેઓ તેમની પત્ની સાથે સાધુસંતોની સેવા કરતાં અને ત્યાં થઈને નીકળતા દરેક માણસને ભોજન આપતાં. તેઓ સમાનભાવે દરેકની સેવા કરતાં તેથી લોકો તેમને જલારામ કહેવા લાગ્યા.  
ભગવાન તેમની કસોટી કરવા માટે એક વખત વૃદ્ધ સાધુનું રૂપ લઈને આવ્યાં હતાં અને તેમણે તેમની પાસે તેમની પત્ની વીરબાઈની માંગણી કરી હતી. જલારામે સાધુની સેવા કરવા માટે પ્રેમથી તેમની પત્નીને સાધુને આપી દિધી હતી. પરંતુ બાદમાં ભગવાને પ્રસન્ન થઈને વીરબાઈ પાસે પ્રસાદી રૂપે ધોકો અને જોળી મુકતાં ગયાં. આજે પણ આ ધોકો અને જોળી તે મંદિરની અંદર છે. જે લોકો આજે અહીંયા દર્શન કરવા માટે આવે છે તેઓ મંદિરની અંદર રાખેલ આ ધોકા અને જોળીના દર્શન પણ અવશ્ય કરે છે. આજે અહીંયા જે લોકો આવે છે તેઓ તેમનો પ્રસાદ લઈને જ જાય છે. એવું કહેવાય છે કે તેમને ત્યાં અનાજનો ભંડાર ક્યારેય પણ ખુટતો નથી. અને ચોવીસ કલાક સુધી રસોડુ ચાલે છે.  
વીરપુર જવા માટે અમદાવાદ તેમજ રાજકોટથી કેટલીય સરકારી બસો મળી રહે છે. તેમજ ખાનગી વાહન દ્વારા પણ જઈ શકાય છે. તે ઉપરાંત આખા ગુજરાતના કોઈ પણ સ્થળેથી સરળતાથી બસો મળી રહે છે.

સદાવ્રતના સ્વામી: જલારામ બાપા

એમ કરતાં જલારામ ચૌદ વરસનો થયો. પિતાએ એને જનોઈ દીધી અને આટલું ભણતર બસ છે કહી નિશાળમાંથી ઉઠાડી લઈ પોતાની નાનકડી હાટડીએ બેસાડી દીધો. પિતાને બીક હતી કે દીકરાનું મન સાધુ-સંતો તરફ ઢળેલું છે, તેથી એ સાધુ તો નહીં થઈ જાય ને? એટલે એને સંસારમાં બાંધવા એમણે એનું સગપણ કરી નાખ્યું. કિશોર જલારામને આ ગમ્યું નહીં. તેણે નમ્રતાથી પિતાને કહ્યું, ‘ તમે મને સંસારની ઘટમાળમાં શા સારુ જૉડો છો? મારે તો ભગવાનની ભકિત કરવી છે.’
ત્યારે પિતાએ અને કાકા વાલજીએ એને સમજાવ્યો કે ભાઈ, ગૃહસ્થાશ્રમને તું હીણો ન સમજ! ઘર બાંધીને બેઠા હોઈએ તો કો’ક દહાડો આપણે ધેર કોઈને પાણી પાઈએ, કોઈને રોટલો ખવડાવીએ, વળી ચકલાં-કબૂતરને ચણ નાખીએ. એ પુણ્ય ઓછું નથી. અરે, ઘરમાં કીડી-મકોડી કણ ખાય એનું યે પુણ્ય લાગે!’ ખવડાવવાની વાત જલારામના મનમાં વસી ગઈ. અને સોળ વરસની ઉંમરે આટકોટ ગામના પ્રાગજી ઠક્કરની દીકરી વીરબાઈ સાથે જલારામનાં લગ્ન થઈ ગયાં.
જલારામને મન સંસાર સાધુની સેવા માટે હતો. વીરપુર ગામ જૂનાગઢના માર્ગ પર હતું. તેથી અવાર-નવાર સાધુ-સંતો અહીં રોકાતા. સાધુડો જૉયો કે જલારામનું રૂંવેરૂંવું હર્ષથી નાચવા લાગતું. સાધુ-સંતોને એ ધેર જમવા તેડી લાવે કે દુકાનમાંથી એમને સીધું-પાણી આપે, વસ્તુ જૉઈએ તો વસ્તુ આપે. આથી પિતાએ તેને ઘરથી જુદો કરી નાખ્યો. હવે જલારામ કાકા વાલજીની દુકાને બેસવા લાગ્યો. એકવાર દશ-બાર સાધુઓ કાકાની દુકાને આવી ચડયા. જલારામે એમને તાકામાંથી ફાડીને દશ હાથ પાણકોરું આપ્યું, પછી દાળ-ચોખા, લોટ-ગોળનું પોટલું અને ઘીનો લોટો લઈ પોતે જ એ સાધુઓની સાથે ચાલ્યો.
હવે દુકાનમાંથી એનું ચિત્ત ઠી ગયું. એકાએક એના મનમાં જાત્રાએ જવાનો સંકલ્પ થયો. જલારામ જાત્રા પર નીકળી પડયા. તે વખતે તેમની ઉંમર માત્ર સત્તર વર્ષની હતી. સકળ તીર્થનાં દર્શન કરી દોઢ-બે વર્ષે એ ધેર પાછા આવ્યા, ત્યારે ગામે ધામધૂમથી એમનું સામૈયું કર્યું. જાત્રાએથી આવ્યા પછી જલારામ ભોજા ભગતનાં દર્શને ગયા. જુગજુગની ઓળખાણ જાગી પડી અને જલારામ ભોજા ભગતનાં પગમાં પડયા ને એમને ગુરુ તરીકે સ્વીકાર્યા. ગુરુએ કંઠી બાંધી રામમંત્ર આપ્યો. બેઉં પતિ-પત્ની રામનામ લે અને કાયાતૂટ મજૂરી કરે. સાંજે જે દાણો મળે તે માથે ચકીને ધેર લાવે. હવે ભગતે ગુરુચરણે પ્રાર્થના કરી, ‘મહારાજ, મારે સદાવ્રત બાંધવું છે, આપની આજ્ઞા માગું છું.’ ગુરુએ પ્રસન્ન થઈ ભગતના માથે હાથ મૂકી કહ્યું, ‘મન કરમ વચને કરી નિજ ધર્મ આદરી દાતાભોકતા હરિ એમ રહેવું.’ તેમણે સદાવ્રતની શરૂઆત કરી. (સં. ૧૮૭૬ મહાસુદ બીજ).
દિવસે દિવસે સંતસાધુ અને જાત્રાળુઓની સંખ્યા વધતી જતી હતી. સંઘરેલો દાણો ખલાસ થઈ ગયો હતો, અને આતિથ્યમાં તકલીફ પડતી હતી. વીરબાઈએ ભગતને બોલાવી પોતાના માવતરના ઘરની સોનાની સેર ડોકમાંથી ઉતારી તેમની સામે ધરી દીધી. ભગતે પત્નીના દાગીના વેચી સાધુઓને રોટલા ખવડાવ્યા. વીરપુરમાં હરજી નામે એક દરજી રહે. એને પેટમાં કંઈ દરદ હતું. હરજીએ કહ્યું, ‘હે જલા ભગત! મારા પેટનું દરદ મટે તો સદાવ્રતમાં પાંચ માપ દાણા દઈશ!’ બન્યું એવું કે એ જ દિવસથી હરજીનું દરદ ઓછું થતું ગયું અને આઠ દિવસમાં એ સાવ સાજૉ થઈ ગયો. પાંચ માપ દાણા ભગતના પગમાં મૂકી એ એમને પગે લાગ્યો ને બોલ્યો,‘બાપા, તમે મને સાજૉ કર્યો!’
ભગતની આ પહેલી માનતા. ત્યારથી તેઓ‘બાપા’નું બિરુદ પામ્યા. એક દિવસ બપોરે એક વૃદ્ધ સાધુ ‘નારાયણ! નારાયણ! નારાયણ!’ કરતા જગ્યામાં આવી ભા. વૃદ્ધ સાધુએ કહ્યું, ‘આ શરીર ખૂબ જીર્ણ થયું છે, કોઈ ચાકરી કરે એવું જૉઈએ છે.’ જલારામ બાપા કહે, ‘ તો હું આપની સેવા કરું!’ વૃદ્ધ સાધુએ કહ્યું, ‘હ્! તારી સ્ત્રીને મારી સેવા કાજે મારી જૉડે મોકલ! અને સાંભળ, એની રાજીખુશીથી એ આવવી જૉઈએ, દબાણથી નહીં!’ વીરબાઈએ તરત કહ્યું, ‘હું હમણાં જ તૈયાર થઈને આવું છું.’
ગામમાં ખબર ફેલાતાં આખું ગામ ભેગું થઈ ગયું. કોઈ બાપાને સમજાવવા લાગ્યું કે વહુનાં દાન ન હોય! વીરબાઈમાને વિદાય આપી બાપા મંદિરમાં જઈ ઠાકોરજીને પગે લાગ્યા. શી ખબર ઠાકોરજી સાથે એમણે શી વાત કરી! પછી બહાર આવી ઓટલા પર માળા ફેરવવા બેઠા. આ તરફ સાધુ વીરબાઈને લઈને ચાલ્યો. બે-ત્રણ માઈલ પર નદી આવી. ત્યાં સાધુ કહે ‘માઇ, મારાં આ ધોકો-ઝોળી સાચવ! હું ઝાડે ફરીને આવું છું.’ આમ કહી સાધુ ઝાડવાં પાછળ અ¼શ્ય થયો. કેટલાક ભરવાડના છોકરાઓએ આ જૉયું. દોડતા જઈ એમણે ગામમાં આ વાત કરી. હવે સૌને સમજાયું કે આ સાધુ કોઈ સાધારણ સાધુ નહીં, પણ ભગતબાપાની પરીક્ષા કરવા આવેલા પરમેશ્વર પોતે હતા! તે દિવસથી એ ઝોળી-ધોકો મંદિરમાં બિરાજે છે અને રોજ સવાર-સાંજે એનું પૂજન થાય છે.
સં.૧૯૩૫ના કારતક વદ નોમ, સોમવારે વીરબાઈમાએ દેહ ત્યાગ કર્યો’. બાપાએ સાત દિવસ સુધી જગ્યામાં અખંડ રામધૂન કરી. બાપાને પણ હવે હરસનો વ્યાધિ સતાવતો હતો. રોજ હજારો ભકતો તેમનાં દર્શન માટે આવતા. બાપાને સંતાનમાં એક દીકરી જમનાબાઈ હતી. જમનાબાઈના દીકરાના દીકરા હરિરામને બાપાએ પોતાના વારસ નીમ્યા હતા. સંવત ૧૯૩૭ મહા વદ દશમે બુધવારે (તા. ૨૩-૨-૧૮૮૧) બાપાએ ભજન કરતાં કરતાં, એકયાશીમા વર્ષે વૈકુંઠવાસ કર્યો. જલારામ બાપાની પાછળ હરિરામે મોટો મેળો કરેલો, મેળામાં એક અજાણ્યો સાધુ આવી ચડયો. બધાને નમસ્કાર કરતો કરતો એ ભંડારઘરમાં ગયો. ત્યાંથી એક લાડુ લઈ તેનો ભૂકો કરી તેણે ચારે દિશાએ વેર્યોને ‘અખૂટ! અખૂટ ભંડાર!’ બોલતો એ કયાં ચાલી ગયો તેની કોઈને ખબર પડી નહીં. આજે બાપાનો ભંડાર અખૂટ છે.
‘ભકતશ્રી જલારામ બાપા’ પુસ્તકમાંથી
 


પાલીતાણા

પાલીતાણા 
પાલીતાણા ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર શહેરની નૈઋત્યમાં ૫૦કિ.મી. દૂર આવેલું છે. જૈનોનું આ અગત્યનું તીર્થસ્થાન છે. આ એક રજવાડું હતું.
અનુક્રમ
 
શહેર 
જૈનો માટે પાલીતાણાના દેરાસરો સૌથી પવિત્ર તીર્થ મનાય છે.શત્રુંજય પર્વત ઉપર સુંદર કારીગરીતી સુશોભિત ૧૨૫૦ આરસના દેરાસરો છે. ડુંગરની ટોચ ઉપર રહેલું મુખ્ય દેરાસર પ્રથમ તીથઁકર આદિનાથ ( ઋષભદેવ)નું છે. ભગવાનને માટે જ બનવેલા આ દેરાસરસંકુલ નગરમાં જે પર્વતની ટોચ ઉપર છે તેમાં કોઇપણ વ્યક્તિએ રાત રહેવાની છુટ નથી. પૂજારી પણ નહીં. 
મોટેભાગના જૈનો જ્હારખંડ (સમેત્શિખર) ,માઉંટઆબુ, કે ગીરનાર કરતાં પણ પાલિતણાને વધુ અગત્યનું માને છે.એવી માન્યતા છે કે દરેક જૈન વ્યક્તિએ એના જીવન કાળ દરમ્યાન એકવાર તો પાલીતાણાની યાત્રા કરવી જ જોઇએ. ગોહિલ રાજ્પુતોના રજવાડાનું પાટનગર પાલીતાણા હતું. આ શહેર પરદેશીઓ માટે દેરાસર સંકુલ ના બેજોડ સ્થાપત્ય માટે આકર્ષણ જમાવે છે.પાલીતાણા શહેરમાં પણ ઘણાં દેરસરો અને હવે તો આધુનિક સુવિધાઓ વાળી ઘણી ધર્મશાળાઓ અને ભોજનશળાઓ છે. આ તીર્થસ્થળ શેત્રુંજય ડુંગર ઉપર છે.તેની બાજુમાંથી સુંદર શેત્રુંજી નદી વહે છે. આ આખો ડુંગર જ દેરાસર મનાય છે. એના ઉપર અસંખ્યાત જીવો મોક્ષ પામ્યા છે. તેની તળેટીમાં આવેલી પથ્થરશીલાની ભાવપુર્વક પૂજા થાય છે.આખા ડુંગરને દેરાસર સમજીને તેના ઉપર ચામડાની ચંપલ,બૂટ વગરે લઈ જવાની મનાઈ છે અને ખાવા-પીવાનો પણ નિષેધ છે. ઉપર જવા માટે ૩૯૫૦ પગથીયાં વાળો પગરસ્તો છે. વાહન જઈ ના શકે. અશક્ત લોકો માટે બે માણસો ઉંચકીને લઈ જાય તેવી ડોળીની સગવડ હોય છે. પાલીતાણામાં સમવસરણ મંદિર ૧૦૮ પ્રભુ પ્રતિમાઓનું સુંદર સ્થાપત્ય છે.જંબુદ્વિપ નામના સંસ્થાનમાં આજના વિજ્ઞાનનાં સિધ્ધાંતોને પડકારતી જૈન ગ્રંથોમાં લખેલી પૃથ્વીના આકાર માટેની માહિતી અપાય છે. બે સુંદર સંગૃહસ્થાનો આવેલાં છે. "શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન" અને "સ્થાપત્ય કલા ગૃહ". જેમાં વસ્ત્રચિત્રો, કાગળની પ્રતો, કેળના પાનપર લેખો, પુસ્તકો, પુસ્તક મુખપૃષ્ટો, હાથીદાંતની કોતરણીઓ, હાથીદાંત ઉપરના ચિત્રો, કાષ્ટકોતરણીઓ વગરેનો સમાવેશ થાય છે.
 
મીઠી કાઠિયાવાડી ભાષા બોલતા ત્યાંના લોકો ગુજરાતી ભાષાની વખણાયેલી ચારણ કોમની યાદ અપાવે છે. અહીં ઘણાં ચારણ વસતા હતાં. ગુલમહોર, લીમડા, ચંપાનાં વૃક્ષો તળેટીને રમણિય અને ખુશનૂમા બનાવે છે.આજુબાજુના વિસ્તારમાં ગુલાબ, મોગરા, જાસુદ, જૂઇ અને ડમરાની વાડીઓ છે. ગુલછડી પણ વપરાય છે. પાલિતાણાના પેંડા ખૂબ વખણાય છે. કાઠિયાવાડી ભરતકામની ચીજો પ્રવાસીઓ ખરીદતા હોય છે.
 
ગુલાબ અહીં બહુ ઉગતા હોવાથી અહીંનું ગુલકંદ બહુ વખણાય છે. કોમી એખલાસની સાક્ષી પૂરે તેમ ડુંગર ઉપર દેરાસરની પાસે જ મુસ્લિમના અંગાર પીર નું પવિત્ર સ્થાન છે.
 
પાલીતાણા ની યાત્રાના માધ્યમો 
એરોપ્લેન દ્વારા 
પલીતાણાથી સૌથી નજીક્નું એરપોર્ટ ૫૦ કિ.મી. દૂર આવેલું ભાવનગર છે. જે માત્ર મુંબઈથી જ જોડાયેલું છે. મુંબઈ સિવાય આવતા લોકો માટે અમદાવાદનું એરપોર્ટ જે આંતરરાષ્ટ્રિય પણ છે અને વડોદરા એરપોર્ટ છે.આ બંન્ને દેશનાં મોટાં શહેરો જેવાંકે દિલ્હી, ચેન્નઈ સાથે જોડાયેલાં છે.
 
ટ્રેઈન 
પાલીતાણામાં નાનું રેલ્વે સ્ટેશન છે જે ભવનગરથી જોડાયેલું છે અને ભાવનગર અમદાવાદથી.
 
બસ રોડ 
ભાવનગર, અમદાવાદ, તળાજા, ઉના, દીવ, મુંબઈ વગરે શહેરોથી નિયમિત બસો આવતી હોય છે. અમદાવાદ થી એસ.ટી. અને ખાનગી બસ નિયમિત આવે છે. 5 કલાક્ની મજલ છે. અમદાવાદથી ૨૧૫ કિ. મી. પાલીતાણા છે. ટેક્સી પણ મળી શકે છે.
 
ઇતિહાસ. 
ભુતપૂર્વ રજવાડું 
પાલીતાણા એક બીજા વર્ગનું રજવાડું હતું જેની સ્થાપના ઇ.સ. ૧૧૯૪માં થઈ હતી. સૌરાષ્ટ્રમાં ઘણાં નાનાં નાનાં રજવાડાં હતાં તેમાંનાં થોડા મુખ્યમાંનું પલીતણા એક હતું. એનું ક્ષેત્રફળ ૭૭૭ કિ.મી.હતું . ઇ.સ. ૧૯૨૧ માં એની વસ્તી ૫૮,૦૦૦ હતી. એમાં ૯૧ ગામ આવરી લીધાં હતાં. તેની આવક રૂ. ૭,૪૪,૪૧૬ હતી. તેના સાશક, ૯ બંદૂક્ની સલામીના અધીકારી હિંદુ ગોહિલ કુળના રાજવી હતાં જેમને ઠાકોર સાહેબનાં નામે ઓળખવામાં આવતાં હતા. ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮નાં રોજ જ્યારે પાલીતાણા રજવાડાને સ્વતંત્ર ભારતમાં વિલિન કરવામાં આવ્યું ત્યારે તે સમયનાં રાજવીને રૂ. ૧,૮૦,૦૦૦ નું સાલીયાણુ આપવામાં આવ્યું હતું


કનકાઈ-ગીર

કનકાઈ-ગીર 
શકિતપુજા ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે. શકિત એટલે બળ. સમસ્ત લોકની શ્રધ્ધાનો આધાર એક યા બીજા સ્વરૂપે રહેલી શકિત પર અવલંબિત હોય છે. ગિરમાં આવેલું આ શ્રી કનકાઈ માતાજી નુ મંદીર શકિતપુજાનું એક ભાતીગળ અને નોંધપાત્ર સ્થળ છે. જયારે શીંગવડો સેંજલ નદીઓ વહેતી હોય, ચારે બાજુના ડુંગરા લીલી હરિયાળીથી ઓપતા હોય અને મોરલા ગળાનાં કટકા કરી કરીને "મલાર" આરાધતા હોય ત્યારે વનરાજીની વચ્ચેનાં આ ધર્મસ્થાને આવેલ યાત્રાળુ ઘડીભર તો સંસારની ઉપાધિઓ જરૂર ભુલી જાય છે.
 
મા કનકાઈ અઢાર વરણ ની કુળદેવી છે જેમા ખાસ કરીને ઉનેવાળ બ્રાહ્મણ, વૈંશ સુથાર જ્ઞાતિ માં પઢીયાર તથા વાઢીયા અને હાલાઇ લૉહાણા વગેરે જ્ઞાતિઓ નો સમાવેશ થાય છે.
 
મંદીરનું સ્થળ 
શ્રી કનકાઈ માતાજીનું આ મંદીર એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં જુનાગઢ જિલ્લામાં મધ્યગિરમાં આવેલું છે. જે તુલસીશ્યામથી આશરે ૨૨ કિલોમીટર દુર જંગલ માર્ગે આવેલું છે. આ સ્થળ કુદરતી સૌદર્યથી ભરપુર છે. આમ કનકાઈથી સાસણ ૨૪, વિસાવદર ૩૨, અને અમરેલી ૭૫ કિલોમીટર દુર આવેલ છે. વરસાદની ઋતુમાં વાહનવ્યવહાર નહિવત થઇ જાય છે. તેમજ આ સ્થળે જવા માટે દિવસ દરમિયાન જવુ પડે છે કારણકે જંગલખાતાની ચેક પોસ્ટથી સાંજનાં ૭ વાગ્યા પછી અવર જવરની મનાઈ હોય છે. તેમજ સાસણગિરમાં સિંહોની વસ્તી હોવાથી જંગલમાં હિંસક પ્રાણીઓનો ભય હોવાથી સલામતી જાળવવી પડે છે.
 
ઈતિહાસ 
માં કનકાઈનો જે ઈતિહાસ લોકકંઠે ગવાય છે તે મુજબ ઈસુની આઠમી સદીમાં થયેલા વનરાજ ચાવડાનાં પરિવારમાં કનક ચાવડા નામનો એક રાજા થઇ ગયો. તેણે ક્નકાઈ (કનકાવતી) નગરીની સ્થાપના કરી હતી. માં કનકાઈને આ નગરીના અધિષ્ઠાત્રી દેવી તરીકે સ્થાપ્યા હતાં.
 
બીજી એક લોકવાયકા એવી પણ છે કે, વળાના મૈત્રક વંશનાં મુળ પુરુષ કનકસેન અયોધ્યાનાં સુર્યવંશી રાજવી હતાં. તેણે સૌરાષ્ટ્રમાં વીરનગરમાં આવીને પરમાર રાજાને હરાવ્યો હતો. અને વંશજ વિજયસેને વિજયપુર (ધોળકા) વસાવ્યું. વિજયસેનનાં વંશજ ભટ્ટાર્કે વલભીપુરની સ્થાપના કરી. અને કનકસેને મધ્યગિરમાં આવીને કનકાવતી નગરી વસાવી. આથી તેને શહેરના અધિષ્ઠાત્રી દેવી તરીકે માં કનકાઈની સ્થાપના કરી હતી.
 
જીર્ણોધારનો ઈતિહાસ 
શ્રી કનકાઈ મંદીરની જે તે સમયે સ્થાપના થયા પછી કાળબળની થપાટે જીર્ણ થયેલાં આ મંદીરને ઘણા બધા સમયના વ્હાણા વિતી ગયા. આ કનકાઈ મંદીરનો સૌપ્રથમ જીર્ણોધાર સંવત ૧૮૬૪ માં કરવામાં આવ્યો હતો. આ જીર્ણોધાર કોણે કરાવ્યો તેની ખાસ કાંઈ માહિતી નથી. ત્યાર બાદ લગભગ ૧૪૨ વર્ષ જેટલો સમય ચાલ્યો ગયો. લોકોમાં વધારે જાગૃતિ આવી અને ફરીથી આ મંદીરનો જીર્ણોધાર કરવા માટે વિક્રમ સંવત ૨૦૦૬માં એક સમિતિ ની રચના કરવામાં આવી. ત્યાર બાદ આ સમિતિએ જરૂરી ખર્ચની રકમ ભેગી કરી મંદીરનું કામ ચાલુ કર્યુ. અને સંવત ૨૦૦૮ એટલે કે તારીખ ૦૩/૦૩/૧૯૫૨ ને દિવસે ઉત્સાહભર્યા વાતાવરણમાં જે મુર્તિ જુના મંદીરમા હતી તે જ મુર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
 
દેવસ્થાનો 
શિખરબંધ મુખ્ય મંદીરમાં શ્રી કનકેશ્ર્વરી માતાજી બિરાજમાન છે. તેમજ આ સ્થાનકમાં શિવ, ગણેશ અને હનુમાનનાં મંદીરો પણ આવેલા છે. મંદીરની બરાબર નીચે શીગવડો નદી વહે છે. માતાજીના મંદીર પાછળ ભુદરજીનું મંદીર છે. તેની બાજુમાં પાંચેક પાળીયા ઉભા છે. આમ આ સ્થાનકનાં કનકેશ્વરી માતાજીને ઉનેવાળ બ્રાહ્મણ, આહિર, દરબાર અને મહારાષ્ટ્રનાં કીર્તિકર બ્રાહ્મણો કુળદેવી તરીકે પુજે છે. પ્રભાસક્ષેત્રનાં કેટલાક પુરોહિતો પણ કનકાઈ માતાજીને કુળદેવી તરીકે પુજે છે. કનકાઈ માતાજીના અન્ય મંદીરો અમરેલી જિલ્લામાં ચાવંડ, મહુવા પાસે તરેડ, સુત્રાપાડા પાસે વડોદર અને ભરૂચ પાસે શુકલતીર્થ માં આવેલા છે. આ કનકાઈ મંદીરમાં ચૈત્ર માસની નવરાત્રીનો તહેવાર ધામ ધુમથી ઉજવવામાં આવે છે. તેમજ પાંચમ થી આઠમ સુધીમાં ઘણા ભક્તો દર્શને આવે છે.
 
ધર્મશાળાઓ 
આ સ્થાનકમાં મંદીરોની ઉપરના ભાગમાં મોટું મેદાન આવેલુ છે. તેમાં બે બાજુ ફરતી ધર્મશાળાઓ બાંધવામા આવેલ છે. ઘણા સમય પહેલા આ મંદીરની જાળવણી માટે ટ્રસ્ટ્રની રચના કરવામા આવેલી છે. જેના પ્રયત્નોથી મદીરમાં રાત્રિ રોકાણ માટે રહેવાની સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ સ્થળના દર્શને આવેલ યાત્રિકોને સાંજના ૬ વાગ્યા પછી હિંસક પ્રાણીઓનાં ડરથી જગ્યામાં રોકી દેવામાં આવે છે. આમ આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપુર છે જેથી કુદરતનાં ખોળે આળોટવા એક વખત દર્શને આવવું જોઈએ.


દ્વારકા



દ્વારકા નગરી- દ્વારકા પરિચય
દ્વારકાએ ઓખા મંડળ તાલુકાનું મુખ્‍ય વડું મથક છે. સૌરાષ્‍ટ્રની પશ્ચિમે અરબ સાગરના કિનારે આવેલ દ્વારકા એક પવિત્ર યાત્રાધામ તરીકે જાણીતું છે. પુરાતન જમાનામાં આ માર્ગેથી ભારતમાં પ્રવેશ થઈ શકતો.દ્વારકા રેલ માર્ગે અમદાવાદ (૩૭૮ કિ.મી.), જામનગર (૧૩૭ કિ.મી.) અને રાજકોટ (૨૧૭ કિ.મી.) સાથે જોડાયેલ છે. રોડ માર્ગે તે જામનગર અને ઓખા સાથે જોડાયેલ છે. નજીકનું એરપોર્ટ જામનગર છે.
દ્વારકા ર૦.રર અંશ ઉત્તર અક્ષાંશ અને ૬૯.૦૫‘‘ અંશ પૂર્વ રેખાંશ પર આવેલ છે. ગોમતી નદીના જમણા કિનારે આવેલ આ એક પુરાણા બંદર તરીકે પ્રખ્‍યાત શહેર છે.
દ્વારકા શબ્‍દ ‘દ્વાર ‘ અને ‘કા‘ એમ બે શબ્‍દોના સાયુજ્યથી બનેલ છે. ‘દ્વાર‘નો અર્થ થાય છે, દરવાજો અથવા માર્ગ જ્યારે ‘કા‘નો અર્થ છે. ‘બ્રહ્મ‘, સંયુક્ત અર્થ લઈએ તો દ્વારકાનો અર્થ છે. બ્રહ્મ તરફ લઈ જતો માર્ગ. દ્વારકા દ્વારમતિ અથવા દ્વારાવતી તરીકે પણ પ્રખ્‍યાત છે. ભગવાન શ્રી કૃષ્‍ણ મથુરા છોડી સમસ્‍ત યાદવ પરિવાર સાથે અહીં આવીને વસ્‍યા ત્‍યારથી આ સ્‍થળની ગણના એક પવિત્ર ધામમાં થવા લાગી દ્વારકા હિન્‍દુ ધર્મના ચાર યાત્રાધામો પૈકીની મોક્ષપુરી તરીકે જાણીતી છે.
અયોધ્‍યા મથુરા માયા કાશી, કાંચી અવન્તિકા
પુરી દ્વારાવતી ચૈવ સપ્‍તૈતા મોક્ષદાયિકા !!
એમ કહેવાય છે કે,
સૌરાષ્‍ટ્રના પાંચરત્‍નો છે નદી, નારી, તુરંગ (ઘોડો) ચોથું શ્રી સોમનાથ ધામ અને દ્વારકાધીશના દર્શન.



દ્વારકા નગરી- સંક્ષિપ્‍ત ઈતિહાસ
હિન્‍દુ સાહિત્‍ય પ્રમાણે મગધદેશના રાજા જરાસંઘના ત્રાસથી કંટાળીને ભગવાન કૃષ્‍ણ, જેને વિષ્‍ણુના આઠમા અવતાર માનવામાં આવે છે. તેઓ દ્વારિકામાં આવીને વસ્‍યા. આ માટે તેઓએ ઓખામંડળના કાબાઓ સાથે સંઘર્ષ કરવો પડયો હતો.
શ્રી કૃષ્‍ણએ પોતાની રાજધાની ગોમતી ઘાટે ‍દ્વારકાને પોતાની રાજધાની બનાવી.
હાલનું ત્રૈલોક્યસુંદર જગદમંદિર કૃષ્‍ણના પ્રપૌત્ર વ્રજનાભે બંધાવ્‍યું હતું. જે પોતાની ધર્મપ્રિયતા માટે લોકપ્રિય હતો. હિંદુઓમાં એવી માન્‍યતા છે કે આ મંદિર રાતોરાત એટલે કે માત્ર એક જ રાતમાં કોઈ દૈવીશક્તિથી વ્રજનાભના માર્ગદર્શન હેઠળ બંધાયું છે.
શ્રી કૃષ્‍ણની આગેવાની હેઠળ યાદવોએ સૌરાષ્‍ટ્રનો પશ્ચિમ પ્રદેશ અને હવેના જુનાગઢ અને જામનગર જિલ્‍લાઓને એક કર્યા હતા. પરંતુ પોતાના આજ વૈભવને કારણે તેઓ દારુ અને જુગારની બદીને લીધે છાકટા બની અંદરોઅંદર યુદ્ધે ચડ્યા.....સમગ્ર યાદવકુળના અંત પછી ભગવાન શ્રી કૃષ્‍ણે પણ યોગ દ્વારા પ્રાણત્‍યાગ કર્યો અને દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ. દ્વારકાના મૂળ રહેવાસીઓ કાબાના નામે ઓળખાતા. આ સિવાયની અન્‍ય જાતિઓ મોડ, કાલા વગેરે હતી કાબા અને મોડા જાતિનું અસ્તિત્‍વ રહ્યું નથી, પરંતુ વાઘેર જ્ઞાતિના લોકો કાબા જાતિના વારસો મનાય છે. કાબાઓએ બીજી સદીમાં દ્વારકા પર ફરી વિજય મેળવ્‍યો, ત્‍યારબાદ સિરિયન શુકર બેલિયમે આ પ્રદેશ જીત્‍યો અને આ સમયગાળામાં દ્વારકા સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ. શુકર બેલિયમને અન્‍ય સિરિયન મહેમ ગુડુકાએ આ પ્રદેશમાંથી હાંકી કાઢ્યો એ વખતના કાબા જાતિના લોકો આજે વાઘેર તરીકે ઓળખાય છે.
૧૩મી સદીમાં રાઠોડોએ હેરુલ-ચાવડાઓ વચ્‍ચેના ઝઘડાનો લાભ લીધો બાકી બચેલા ચાવડાઓ અને હેરુલ વાઘેરોની જ્ઞાતિમાં ભળી ગયા. હવે ઓખા મંડળના સર્વસત્તાધીશ તરીકે વેરાવલજી રાઠોડ હતો. ત્‍યારબાદ ભીમજીના શાસન દરમ્‍યાન ગુજરાતના સુલતાન તરીકે જાણીતા મહંમદ બેગડાએ ઓખામંડળ પર આક્રમણ કર્યું અને મંદિરને ધ્‍વસ્‍ત કર્યું. એ પછીના થોડા સમયમાં વાઘેરોએ ફરી મુસ્લિમોને હાંકી કાઢયાં.
ત્‍યારપછીનો ૧૮૦૦ સુધીનો ઓખામંડળનો ઈતિહાસ ખાસ કશીજ નોંધનીય ઘટના વગરનો રહ્યો છે.
વર્ષ
ઘટનાઓ
ઈ.સ.૧૮૦૭
કર્નલ વોકરને ૧૧,૦૦૦ રૂ.નો વેરો વસૂલવા ઓખામંડળ તરફ પ્રસ્‍થાન કરવા આદેશ અપાયો.
ઈ.સ. ૧૮૧૬
કર્નલ ઈસ્‍ટે આ વેરો ઘટાડ્યો અને આ જિલ્‍લાને ગાયકવાડના વહીવટમાં સામેલ.
ઈ.સ. ૧૮૪૫-૪૭
ગાયકવાડની સંચાલન વ્‍યવસ્‍થા નબળી હોવાને કારણે બે વખત શાસનવ્‍યવસ્‍થા વેરવિખેર થઈ ગઈ. આ વખતે બ્રિટીશ સરકારે બધું વ્‍યવસ્થિત કરવા લેફ. બાર્ટનની નિમણુંક કરી.
ઈ.સ. ૧૮૬૮
વાઘેરો ઓખામંડળ ગાયકવાડની આગેવાની નીચેના અમરેલીના જિલ્‍લાનો ભાગ બનવા માટે સહમત થયા.
ઈ.સ. ૧૯૪૭
સ્‍વતંત્ર પ્રાપ્‍તિ પછી ઓખામંડળ બરોડા રાજ્યનો હિસ્સો બની ગયું.
ઈ.સ. ૧૯૪૯
બરોડા રાજ્ય જેનો ઓખામંડળ એક ભાગ હતો, એ બોમ્‍બે રાજ્યમાં વિલિન થઈ ગયું.
ઈ.સ. ૧૯૪૯
ત્‍યારબાદ ઓખા અમરેલી જિલ્‍લાનો એક ભાગ રહ્યું.
ઈ.સ. ૧૯૫૯
આ સમયગાળા દરમ્‍યાન ઓખામંડળનો જામનગર જિલ્‍લામાં સમાવેશ કરવામાં આવ્‍યો અને તાલુકાનો દરજ્જો આપવામાં આવ્‍યો.

દ્વારકા નગરી- ડુબી ગયેલ દ્વારકા

ગુજરાત રાજયના જામનગર જિલ્‍લામાં ૨૨.૧૫ =. અક્ષાંશથી ૬૯ પૂર્વ રેખાંશવૃતો પર આવેલું પવિત્ર યાત્રાધામ દ્વારકા દંતકથા સમાન ઈતિહાસ ધરાવે છે. કહેવાય છે કે આ દ્વારકા નગરી ભગવાન શ્રી કૃષ્‍ણએ ૩૫૦૦ થી ૪૦૦૦ વર્ષ પહેલા વસાવેલી મહાકાવ્‍ય મહાભારતમાં કરવામાં આવેલ ઉલ્‍લેખ મુજબ દ્વારકા સમુદ્રમાં ડૂબી ગયેલ હતી. હરિવંશમાં આવેલ ઉલ્‍લેખ પરથી એમ પ્રતિપાદિત થાય છે કે દ્વારકા નગરી ગોમતી નદીના કિનારે વસેલી હતી. જ્યાં સાગરનો અંતિમ કિનારો આવેલ છે. સુવર્ણનગ‍રી દ્વારકા ના ડૂબી જવા અંગે મળેલી ઐતિહાસિક બાબતો પુરાતત્વ અને દરિયાઈ સંશોધન માટે રસપ્રદ છે. કારણ કે આ અંગે કરવામાં આવેલા સંશોધનો પરથી જાણવા મળે છે કે આ દિશામાં કરવામાં આવેલ સંશોધન પરથી પ્રાપ્‍ત થતી વિગતો ભારતના ઈતિહાસની અગત્‍યતા, અંધારામાં રહેલી બાબત પર પ્રકાશ પાડી શકશે.
દ્વારકાધીશનું ૪૩ મી. ઉંચુ સાત માળનું વિશ્વપ્રસિદ્ધ જગદમંદિર ગોમતી નદી અને અરબી સમુદ્રના સંગમ સ્‍થળે આવેલું છે. મંદિરનો અંદરનો ભાગ ૧૩મી સદીનો હોય એવું દ્રષ્ટિગોચર થાય છે. જ્યારે અન્‍ય હિસ્‍સાઓ.... જેમકે મધ્‍યખંડ, જે લાડવા મંડપ તરીકે ઓળખાય છે. તે ઉપરાંત પ્રેરણારુપ શિખરો પંદરમી સદીની શિલ્‍પકલાનું પ્રમાણ છે. ગોમતી નદીના તટપર અન્‍ય અનેક પુરાતન મંદિરો પણ આવેલા છે.
દ્વારકાધીશ મંદિર સંકુલમાં પ્રદ્યુમનજી, દેવકીજી, પુરુષોત્તમજી, કુશેશ્વર મહાદેવ અને આદ્ય જગદગુરૂ શંકરાચાર્યએ નવમી સદીમાં સ્‍થાપેલ શારદાપીઠ પણ જોવા મળે છે. હજારો વર્ષ પહેલા મોટી નૌકાઓ ગોમતીઘાટ પર લાંગરવામાં આવતી. પરંતુ ૧૮૯૦માં મહારાજા ગાયકવાડે ત્‍યાં પથ્‍થરની દિવાલ બનાવી લીધી. આ દિવાલના અવરોધને કારણે ગોમતી ઘાટનું પાણી સમુદ્રમાં ઠલવાતું અટકી ગયું.
આ સ્‍થળે પશ્ચિમ દિશામાં દરિયાઈ દેવ સમુદ્રનારાયણનું મંદિર આવેલું છે. જે વરુણદેવના નામે પણ ઓળખાય છે. આ મંદિર પુરાતત્‍વની દષ્ટિએ, ઐતિહાસિક બાબતોના સંશોધનનો રસપ્રદ વિષય બની શકે એમ છે. જે પુરાણા બંદર પાસે આવેલ છે. ભૂસ્‍તરીય હિલચાલને પરિણામે જે સ્‍તરો બનેલા એના નમૂના પરથી એમની ઐતિહાસિક અને ભૂતકાળમાં બનેલી સામુહિક ઘટનાઓનો ખ્‍યાલ આવે છે. આ કથા સ્‍તર મળી આવેલા રાતા રંગના અવશેષો તેમજ ૧૦ અને ૧૦બ પર મળી આવેલા આ પદાર્થો સાબિત કરે છે કે પ્રાગૈતિહાસિક કાળમાં વહન થઈ આવેલા પદાર્થો ત્‍યાં જમા થયા હશે. નવમાં સ્‍તરમાં પીળી રેતી તથા દશમાં સ્‍તરમાં રાખોડી સ્‍લીટ મળી આવે છે. જ્યારે દશમાં સ્‍તરમાં ગુલાબી ગીમ ધરાવતી રેતી અને ૧૧માં સ્‍તરમાં કશાય વિશેષ પદાર્થો વગરનું છે.
દ્વારકા ના ખોદકામ દરમ્‍યાન મળી આવેલ પાણી ગરમ કરવાના દેગડા, અન્‍ય પ્રતિકૃતિઓ રંગપુરથી મળી આવેલ વાસણો ત્‍યાં જ છે. ૧૯૭૯ થી ૧૯૮૦ના ખોદકામે દ્વારકા ની ઈ.સ.ની પંદરમી સદીથી વિક્રમ સંવતની ૧૫મી સદીની પ્રાચીનતાને ઉજાગર કરી છે. અને ૩૫૦૦ વર્ષ પહેલાના દ્વારકાના ભૂસ્‍તરોનાં કિનારે થયેલી ભૂસ્‍તરીય હિલચાલ ઉપરાંત જે કંઈ દરિયાઈ પરિબળને કારણે ફેરફાર થયા છે. તેનો ખ્‍યાલ આવે છે. લગભગ આઠેક વખત થયેલા ફેરફારો અને તેના પુન: સ્‍થાપનને કંઈક આ રીતે વર્ણવી શકાય. (આઈ.એ.આર. ૧૯૭૯-૮૦-૨૨) પહેલી વખતના સ્‍થાપન બી.સી.ની ૧૫મી સદીમાં કરવામાં આવેલ જે ડૂબી ગયું અથવા ધોવાઈ ગયું. બીજું ૧૦મી સદીમાં કરવામાં આવેલ. ત્‍યારબાદ ઘણા લાંબા અંતરાલ પછી ત્રીજુ સ્‍થાપન કરવામાં
લાલ રેખાઓ નજરે ચડે છે. જે દર્શાવે છે કે વર્કિંગ લેવલ કરતાં ઉંચું જોઈ શકાય એ માટે પ્‍લીંન્‍થ ખુલ્‍લી રાખવામાં આવેલી.
જ્યારે દરિયાના મોજા કે તોફાનને કારણે પહેલું મંદિર નષ્‍ટ થઈ ગયું. ત્‍યારે બીજું મંદિર એ જ જગ્‍યાએ બનાવવામાં આવ્‍યું. જ્યારે બીજુ મંદિર પણ નષ્‍ટ થયું ત્‍યારે વિષ્‍ણુનું મંદિર નવમી સદીમાં જેને શક્યતઃ બારમી સદીમાં વાવાઝોડાને કારણે નુકસાન પહોંચ્‍યું, તોફાની હવાને કારણે એના છાપરા ઉડી ગયા હશે. જેથી પ્‍લીન્‍થ અને દિવાલો ખુલ્‍લા રહી ગયા હશે. મોટું મંદિર તેના તરતના જ સમયમાં બાંધવામાં આવ્‍યું.
હાલનું દ્વારકાધીશનું મંદિર આ શ્રેણીમાં પાંચમીવાર બાંધવામાં આવેલ મંદિર છે. આ ૧ થી ૫ વખત બંધાયેલ મંદિર ત્રણથી સાત સુધીના દ્વારકાના નવસર્જનના સમાંતર છે. હાલનું દ્વારકા ગામ એ દ્વારકા નું આઠમું રૂપાંતરણ છે.
ત્રીજા સંશોધન કાર્ય વખતે મધ્‍યમ કદની ટ્રાન્સિસ્‍ટ લાઈનના સ્‍ટ્રક્ચર્સ (થાપણા) મળેલ. જે ૨૦૦ થી ૫૦૦ મી. એસએન મંદિરથી દરિયાની દિશામાં દૂર હતી. વનસ્‍પતિ અને કાદવીયા સ્‍તરોને દૂર કરતાં આ બાબત ધ્‍યાનમાં આવી હતી. તેનો અભ્‍યાસ કરતી એક બાબત ખાસ ધ્‍યાનાકર્ષક બની હતી કે એકસરખા મોટા ચૂનાના પથ્‍થરના ચોસલા પ્‍લીંમ્‍પ કે (૧.૫×૧×૦.૫ અને ૧× ૦.૭૫×૦.૩ મી) જે માપણ બાંધકામમાં વાપરવામાં આવેલ હતાં.
અભ્‍યાસની અનુકૂળતા માટે આ પથ્‍થરોને ચાર વર્ગમાં વિભાજીત કરવામાં આવેલ હતા. જેને એ અને ડી વર્ગીકૃત કરવામાં આવેલ હતાં. જે મુજબ એસ.એન. થી ૧૨ – ૧૩ અંતરે આવેલ બ વિભાગમાં તેમજ ૨૬,૨૭ થી નજીક આવેલ અને એસ.એન.થી સૌથી ૧૨ મળી આવેલ નમૂનાઓનો ડી માં સમાવેશ કરવામાં આવ્‍યો હતો. એ પ્રકારના બાંધકામમાં બે બાજુઓ હતી એ કહેવું મુશ્‍કેલ હતું કે તે એક મોટી ઈમારતનો કોઈ ભાગ હોય. પરંતુ ક્રિએન્ટિક પ્‍લાન અને થોડેક નજીકથી મળી આવેલા ચંદ્ર પથ્‍થર પરથી એ માન્‍યતાને પુષ્ટિ મળે છે કે આ બાંધકામ એ જગદમંદિર નો હિસ્‍સો છે. કારણ કે મંદિરના પ્રવેશદ્વાર પાસે જ પ્રથમ સોપાન ચંદ્ર પથ્‍થર મૂકવામાં આવે છે. આ બન્‍ને પથ્‍થરોમાનાં એક પથ્‍થરમાં ફાટ જોવા મળેલ છે. જે બાજુના પથ્‍થરને જોડવા માટે બનાવવામાં આવે છે.
ઈ.સ. ૧૯૮૬માં ચોથા સંશોધન કાર્ય દરમ્‍યાન જાણવા મળ્યું કે મેશનરીની દિવાલનાં ઉપરના ભાગના પથ્‍થરોને સમુદ્રના પ્રવાહ અને ભરતીને કારણે નુકશાન પહોંચેલું હતું. હકીકતમાં આ પથ્‍થરો કાદવ અને વનસ્‍પતિના જાડા થર નીચે આવેલ હતાં. આ વધારાના ભારને હટાવીને દિવાલને બીજી બાજુથી ખુલ્‍લી કરવામાં આવી અને આજુબાજુથી ખોદકામ કરીને ઓછામાં ઓછી બે દિવાલોનો અભ્‍યાસ કરી શકાય એ રીતે ખુલ્‍લું કરવામાં આવ્‍યું.
આ ચોથું સંશોધનકાર્ય થોડા સમય માટે વિકટ બની ગયું હતું. આ વખતે એ જાણવા મળ્યું કે ત્‍યાંથી મળી આવેલા ત્રણ તરફથી જોડી શકાય, પકડ ધરાવતા પથ્‍થર મળી આવ્‍યા હતાં. જે બી. સી. ની ચૌદમી અને બારમી સદીમાં સાયપ્રસ્‍ત અને સિરિયામાં મળી આવતાં હતાં. આ પથ્‍થરોમાંથી એકને કાળજીપૂર્વક બહાર કાઢી લેવામાં આવ્‍યો. થોડું નુકશાન થયું હોવા છતાં પણ એ ઘણી જ જહેમત પછી કાઢી શકાયો.
વર્ષના જુદા જુદા સમયગાળા દરમ્‍યાન ઓકટોબરથી મે સુધી કરવામાં આવેલ ખોદકામ દરમ્‍યાન એ તારણ કાઢવામાં આવ્‍યું કે દરિયાઈ સંશોધન કાર્ય માટેની સૌથી સારી ઋતુ નવેમ્‍બરના મધ્‍યથી ફેબ્રુઆરીના મધ્‍ય સુધી અનુકૂળ રહે છે. નવેમ્‍બર અને ડિસેમ્‍બર મહિનામાં પણ કયારેક કાશ્‍મીરમાં ભારે બરફ વર્ષાના કારણે ઉદભવતા અતિશય ઠંડા પવનોને કારણે સૌરાષ્‍ટ્ર – કચ્‍છ વિસ્‍તારમાં ભારે ઠંડી પડે છે. અને દરિયો અચાનક જ તોફાની બની જતો હોય છે.
અંતે, ૧૩મી ડિસેમ્‍બર ૧૯૮૬માં દરિયો ખૂબ જ તોફાની બન્‍યો. ૫ થી ૬ મી ઉંચે સુધી ઉછળતા તોફાની મોજાઓ ૨૦૦મી. સુધીના કિનારા પર પછડાઈ રહ્યા હતાં. દરિયામાંના ત્રીજા અને ચોથા સંશોધનકાર્ય વખતે સ્‍ટ્રકચરના સ્‍થળ પર લોખંડના સળિયા નિશાની રૂપે ગોઠવવામાં આવેલ હતા. ઉપરાંત વનસ્‍પતિ અને કાદવના થરોને દૂર કરવામાં આવ્‍યા હતાં. પાંચમું મિશન અતિ સફળ રહ્યું. આ વખતે અન્‍ય ત્રણ સ્‍ટ્રકચર મળી આવ્‍યા. જેના આવરણો દૂર કરતાં સ્‍ટ્રકચરની બાજુના કિલ્‍લાની દિવાલો મળી આવેલ એસ.એન. મંદિરમાં આઠસો મી. ઊંડે દરિયામાં હજારો સ્‍થાપ્‍ત્યના સભ્‍યો પડેલા રહ્યાં છે.
રેતી અને અન્‍ય વનસ્‍પતિથી ઢંકાયેલા અન્‍ય પાંચ સ્‍ટ્રકચરને એરલિફટ, એરજેટ વડે સાફ કરવામાં આવ્‍યા. કેટલાક સ્‍થળોએ મેશનરીની દિવાલોના અભ્‍યાસ કરવા માટે સ્‍ટ્રકચરની આજુબાજુથી એરજેટ વડે ખોદી કાઢવા પડેલ. ખોદકામ વખતે કાદવ, રેતી અને અન્‍ય પદાર્થોથી સીલ થયેલા સ્‍ટ્રકચરમાંથી કે દિવાલોમાંથી પત્‍થર છુટા પડી ઈજા પહોંચાડી શકે એવી ભયજનક શક્યતા હંમેશા રહે છે. ભારે પ્રવાહ, વમળ, ભરતીથી આ બાંધકામને વધુ નુકશાન પામતા અટકાવવા માટે નાના બાંધકામોને ખોલવામાં નહોતા આવ્‍યા.
આખા સંશોધનમાં મહત્‍વની વાત એ હતી. એસએન મંદિરથી ૬૦૦ મી. દરિયાની દિશામાં મળી આવેલા પિરામીડ આકારના બ્‍લોકસમાં સમગ્ર બાંધકામનો આંશિક હિસ્‍સો દર્શાવતા હતાં. દરિયાઈ વિસ્‍તારનાં આંતરિક સ્‍તરોમાંથી મળી આવતા બાંધકામના હિસ્‍સા જેવા કે ફોર્ટની દિવાલો બિલ્ડિંગના ખૂણાઓ અને અન્‍ય અવશેષો પ્રાગૈતિહાસિક કાળના છે એ અંગેની જાણકારી પ્રાપ્‍ત થઈ શકી છે. આ બાંધકામોના પાયા સુધી પહોંચવું શકય નથી. પરંતુ અન્‍ય પરથી જોતા એ બાબત સ્‍પષ્‍ટપણે દ્રષ્ટિગોચર થાય છે કે દરિયાની સપાટી પર બોલ્‍ડરને ગોઠવીને તેના પર દિવાલો અને કોસર્ડ રબર પેશનરીનનું બાંધકામ કરવામાં આવ્‍યું છે.

દ્વારકા નગરી- પૌરાણિક માન્યતાઓ
(૧) દ્વારકામાં કૃષ્‍ણની ધર્મસભા ભરાતી. દ્વારકા કૃષ્‍ણની રાજધાની હતી, જ્યારે બેટ-દ્વારકામાં કૃષ્‍ણનો આવાસ (રહેણાંક) હતો.

(૨) દ્વારકાથી આશરે ૧૪ કિ.મિ. ગોપી તળાવ આવેલું છે. ગોપી તળાવની માટી વિશિષ્‍ટ પ્રકારની છે. તે રંગે પીળી અને સુંવાળી હોય છે. એમ કહેવાય છે કે કૃષ્‍ણએ વ્રજ છોડ્યું પછી ક્યારેય ફરીને વ્રજ ગયા ન હતા. કૃષ્‍ણના બાળપણમાં વ્રજમાં ગોપીઓએ કૃષ્‍ણ સાથે અનેક વખત રાસલીલા કરી હતી. આ ગોપીઓ કૃષ્‍ણ માટે સતત ઝુરતી હતી. ગોપીઓ કૃષ્‍ણને મળવા દ્વારકા આવી અને ગોપી ગામે જ્યાં ગોપી તળાવ છે ત્‍યાં શરદપુનમની રાતે ગોપીઓએ કૃષ્‍ણ સાથે રાસલીલા કરી અને છેવટે ત્‍યાંજ સમાઈ ગઈ. આથી ગોપી તળાવની માટી પવિત્ર છે.
(૩) દ્વારકાથી આશરે બે કિ.મિ. દૂર રુક્ષમણીજીનું મંદિર છે. દુર્વાસા ઋષિ એક વખત દ્વારકા પધારેલા ત્‍યારે દુર્વાસાજીને દ્વારકાનું દર્શન કરાવવા માટે રથમાં કૃષ્‍ણ અને રુક્ષમણીજી જોડાયાં. વચ્‍ચે રુક્ષમણીજીને તરસ લાગતાં કૃષ્‍ણએ રથ થંભાવીને પોતાના જમણા પગના અંગુઠાથી ત્‍યાં ગંગાજી પ્રગટ કર્યા, જેનું જલ રુક્ષમણીજીએ પીધું. દુર્વાસાજી ક્રોધે ભરાયા કે એને પુછયા વિના શા માટે રથ અટકાવ્‍યો આથી દુર્વાસાજીએ રુક્ષમણીને કૃષ્‍ણથી દૂર રહેવાનો શાપ આપ્‍યો.
કૃષ્‍ણ અવતાર - ‘પૂર્ણ‘ પુરુષોત્તમ
પાંચ હજાર વર્ષ પૂર્વે શ્રી કૃષ્‍ણનો જન્‍મ થયો હતો. શ્રી કૃષ્‍ણનું જીવન ઉદેશસભર હતું. તેમણે માનવ અવતાર લઈ પૃથ્‍વી પર અવતરણ કરેલું. માનવ અવતાર તરીકેનું તેમનું જીવન, સુખ દુ;ખ અને મુસીબતોમાં આપણે કઈ રીતે જીવવું તેની પ્રેરણા આપે છે. તેમના વ્‍યક્તિત્‍વ સમાન મનુષ્‍ય શોધવો શક્ય નથી. તેઓ દરેક બાબતે સંપૂર્ણ હતા, આથી જ તેમને ‘પૂર્ણ‘ પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે.
યદુકુળ ;યાદવો યદુકુળના હતા. પાણિનીની દષ્ટિએ યાદવોના બે જૂથ હતા. અંધક જૂથના યાદવો મથુરા અને આસપાસના વિસ્‍તારો પર રાજ કરતા, મહારાજા ઉગ્રસેન (શ્રી કૃષ્‍ણના દાદા) તેમના રાષ્‍ટ્રપતિ હતા, યાદવો લોકશાહી ઢબે રાજ્ય ચલાવતા. ઉગ્રસેન માટે રાજા શબ્‍દ વપરાતો પરંતુ અંધકજૂથ લોકશાહી પદ્ધતિ હેઠળ હોવાથી તેઓ રાષ્‍ટ્રપતિ તરીકે પણ ઓળખાતા. આ ઉપરાંત યાદવોનું અન્‍ય જૂથ વૃષિ‍ણી પર રાજ ચલાવતું. ત્‍યાં અક્રુરજીનું શાસન ચાલતું. વાસુદેવજી ‍ વૃષિ‍ણી જૂથના હતાં. શ્રી કૃષ્‍ણનો જન્‍મ દેવકી અને વાસુદેવને ત્‍યાં થયો હતો. આ બન્ને રાજ્યોને મગધના રાજા જરાસંઘનો ભય સતાવતો હતો. જરાસંઘની નેમ હતી કે શક્ય હોય તેટલો પ્રદેશ પોતાના વર્ચસ્‍વ હેઠળ લાવવો. જરાસંઘ લોકશાહી માટે એક ખતરો હતો. જરાસંઘને એ બાબતનો ખ્‍યાલ આવી ગયો હતો કે માત્ર યુદ્ધથી યાદવોને હરાવવા શક્ય નથી. યાદવો પોતાના લોહીના અંતિમ બુંદ સુધી લડત આપવા તૈયાર હતા, રાજ્યનો દરેક નાગરિક માતૃભૂમિ માટે લડવા તૈયાર હતો. આથી જરાસંઘે ભાગલા પાડી રાજ્ય કરવાની યોજના બનાવી.
આ યોજના હેઠળ જરાસંઘે પોતાની બન્‍ને પુત્રીઓ – અસ્તિ અને પ્રાપ્તિના લગ્‍ન રાજા ઉગ્રસેનના પુત્ર કંસ સાથે કરાવ્‍યા. કંસને પણ રાજાશાહી શાસન પ્રત્‍યે કૂણી લાગણી હતી. જરાસંઘની પુત્રીના લગ્‍ન પછી સમગ્ર મગધ રાજ્ય કંસની મદદ માટે તૈયાર હતું. લોકશાહી હેઠળ કંસને કોઈ ખાસ સવલતો મળતી નહીં. આ ઉપરાંત તેને વારસામાં શાસન પણ મળવાનું નહોતું. જરાસંઘે કંસને ઈચ્‍છુક બનાવ્‍યો. કંસ સ્‍વભાવે સત્તા ભૂખ્‍યો હોવાથી સ્‍વકેન્‍દ્રી શાસન મેળવવાની યોજના કરવા લાગ્‍યો. કંસે લોકશાહી શાસન ખતમ કરી સત્તા મેળવવાના પ્રયાસો શરુ કર્યા.
દ્વાપર યુગ (હિન્‍દું શાસ્‍ત્ર પ્રમાણે ચાર યુગમાંથી ત્રીજો યુગ)માં શાસકો અમાનવીય બની ગયા, દૈત્‍યો જેવું વર્તન કરવા લાગ્‍યા આ સમયે પૃથ્‍વીને તેમના ત્રાસથી બચાવવા શ્રી કૃષ્‍ણે પૃથ્‍વી પર અવતાર લીધો હતો. તેમનો જન્‍મ ઉત્તર ભારતમાં મથુરા ખાતે થયો હતો. શ્રી કૃષ્‍ણનું જીવનચરિત્રનું વર્ણન કરવા માટે મહાન ઋષિમુનીઓ પણ અસમર્થ રહ્યા છે. શ્રી કૃષ્‍ણનો જન્‍મ વાસુદેવને ત્‍યાં થયો હતો, પરંતુ તેમનું બાળપણ ગોકુળમાં નંદને ત્‍યાં વિત્‍યું હતું. શ્રી કૃષ્‍ણની લીલાથી ગોવાળિયાઓ ધન્‍ય થઈ ગયા હતા. બાળસ્‍વરુપ દરમિયાન જ શ્રી કૃષ્‍ણએ દૈત્‍ય – રાક્ષસોનો નાશ કરવાનું શરુ કર્યું હતું. જન્‍મના છઠ્ઠા દિવસે જ તેમણે પુતના નામની રાક્ષસીના પ્રાણ હરી લીધા હતા. શ્રી કૃષ્‍ણે આ ઉપરાંત ઋણવર્ત, કેશી, બકાસુર, ગોકુળ ખાતે લીલાની સમાપ્‍તિ બાદ શ્રી કૃષ્‍ણ મથુરા પરત ફર્યા. અહીં તેમણે પોતાના પાપી મામા કંસનો વધ કર્યો અને પોતાના માતા-પિતાને મુક્ત કર્યા હતા. તેમણે મહારાજ ઉગ્રસેનને મથુરાના રાજા તરીકે પુન;સ્‍થાપિત કર્યા ત્‍યારે સ્‍વર્ગમાંથી દેવી-દેવતાઓએ પુષ્‍પ વર્ષા કરી શ્રી કૃષ્‍ણને બિરદાવ્‍યા હતા.
મહાભારતના યુદ્ધ બાદ શ્રી કૃ્ષ્‍ણએ ઉદ્વવોને આત્‍મજ્ઞાન અંગે સમજણ આપી. અંતિમ દિવસોમાં તેમણે પાપી યાદવોના સર્વનાશ માટે યાદવાસ્‍થળી યોજી હતી. ત્‍યારબાદ આ મહાયોગીનો અવતાર પૂર્ણ થયો.

કૃષ્‍ણ અવતાર - જન્મ કુંડલી
શ્રી કૃષ્‍ણની જન્‍મકુંડલી


ભગવાન શ્રી કૃષ્‍ણની જન્‍મકુંડળી સુરદાસજી કે જેઓ પંદરમી સદીમાં કવિ થઈ ગયા તેની કવિતા ‘‘ ભક્તિ માર્ગ‘‘ ને આધારે બનાવેલ છે. ચંદ્ર, શનિ, મંગળ ઉચ્‍ચ સ્‍થાને બિરાજે છે. સૂર્ય, બુધ, ગુરુ અને શુક્ર સ્‍વગૃહી છે.
કુંડળીનું અર્થઘટન
ચંદ્ર, વૃષભના પહેલા સ્‍થાને. આ ગ્રહદશાને કારણે વ્‍યક્તિ ખૂબજ મોહક વ્‍યક્તિત્‍વ ધરાવે છે. તેમજ ધર્માધિકારી છે. ખૂબજ પ્રભાવશાળી શરીર અને સારા સ્‍વાસ્‍થ્યનો માલિક છે.
કેતુ પહેલા સ્‍થાને.
આ ગ્રહનો પ્રભાવ વ્‍યક્તિને ખૂબ જ ભૌતિક સુખોનો માલિક બનાવે, સાથે સાથે તેની આડઅસર રુપે ઘણા બધા કૌભાંડો તેમજ કાવતરાઓનો ભોગ પણ બનાવે છે.
સિંહ રાશીમાં સૂર્ય પ્રથમ સ્‍થાને.
ખુબ જ પ્રભાવશાળી કલાકાર, કલાના કદરદાન, તેમજ ખુબજ પ્રભાવશાળી અને વૈભવી વ્‍યક્તિત્‍વ ધરાવે. કુદરતી લીડર, મહત્‍વાકાંક્ષી તેમજ અદભૂત નિર્ણયશક્તિ ધરાવે. આ ઉપરાંત પ્રમાણિકતા, દયાવાન તેમજ ખુબજ ચુંબકીય વ્‍યક્તિત્‍વના સ્‍વામી બને. બાળકો, નાટકો તેમજ ઉચ્‍ચ હોદાઓ ભોગવવા ગમે.
કન્‍યા રાશિમાં બુધ પાંચમા સ્‍થાને.
ગમે તેવી વિષમ પરિસ્થિતિઓમાં ધર્મનું આચરણ કરનાર, તેમજ ખુબજ વિચક્ષણ બુદ્ધિમતાના સ્‍વામી બનાવે.
તુલા રાશિમાં શુક્ર છઠ્ઠા સ્‍થાને.
રાજા મહારાજાઓના પ્રિયપાત્ર બને. ખુબજ ઉચ્‍ચકક્ષાનો હોદો યુદ્ધોમાં ભોગવે, તેમજ તેઓનાં યોગદાન અને પ્રભાવથી માનવજીવનની ઉતકૃષ્‍ઠ સેવામાં સહભાગી બને.
તુલા રાશિમાં શનિ સાતમે સ્‍થાને.
આ ગ્રહના પ્રભાવથી વ્‍યક્તિ ખુબજ ખ્‍યાતિ, પ્રખ્‍યાતિ પામે. આ ઉપરાંત સમાજમાં અવ્‍વલ સ્થાન પ્રાપ્‍ત કરે.
રાહુ સાતમા સ્‍થાને.
આ ગ્રહનાં પ્રભાવથી વ્‍યક્તિ ખુબજ રમતિયાળ, કામણગારો તેમજ મોહક વ્‍યક્તિત્‍વનો હકદાર બને. ખાસ કરીને સ્‍ત્રીવર્ગ તરફથી લાભ અને સંતોષ પામે.
મકરમાં મંગળ નવમા સ્‍થાને.
આ ગ્રહના પ્રભાવથી વ્‍યક્તિનાં જન્‍મને કારણે, તેના માતા- પિતાએ ભોગ આપવો પડે. પરંતુ ઉમર થતા વ્‍યક્તિ રાજયોગ ધરાવતો હોય રાજા બને.
મીનમાં ગુરુ – અગિયારમાં સ્‍થાને
આ ગ્રહનાં પ્રભાવથી વ્‍યક્તિ ખુબજ પરોપકારી અને સમાજમાં કલ્‍યાણકારી બને. તેઓની માનસિક ક્ષમતાને કારણે તેઓ ખૂબ જ આત્‍મ વિશ્વાસપૂર્વક રાજ્ય કરે અને ખુબજ લાંબુ આયુષ્‍ય ભોગવે.
(From Essence of Hindu Sidereal Astrology by Mrs. Dorothy Robeftson.)

કૃષ્‍ણ અવતાર - આમ દ્વારકાધીશ કહેવાયા
શ્રી દ્વારકાધીશ બન્‍યા
શ્રી કૃષ્‍ણ દ્વારકાધીશ કઈ રીતે બન્‍યા તે હકીકત જાણવા જેવી છે. કંસના સસરા જરાસંઘે મથુરા પર ૧૭ હુમલા કર્યા. શ્રી કૃષ્‍ણની આગેવાની હેઠળ મથુરાવાસીઓએ આ દરેક આક્રમણનો અડગ રહીને સામનો કર્યો. શ્રી કૃષ્‍ણને એ વાતનો ખ્‍યાલ આવી ગયો કે હંસ અને ધિમક જરાસંઘની મુખ્‍ય તાકાત છે. પોતાની દીર્ઘદ્રષ્ટિ વાપરી શ્રી કૃષ્‍ણે આ બન્નેને મારી નખાવ્‍યા. આ બન્નેના મોતથી જરાસંઘનો આત્‍મવિશ્વાસ ડગી ગયો અને તેનું સૈન્‍ય ડઘાઈ ગયું.
પરંતુ જરાસંઘે હિંમત કરી ફરી એક વખત મથુરા પર હુમલો કર્યો. આ સમયે યાદવસભાના વિક્રાડુએ કૃષ્‍ણને કડવું સત્‍ય જણાવ્‍યું, “કૃષ્‍ણ અમને તમારા પ્રત્‍યે અનન્ય પ્રેમ છે. આપના ઋણ અમે ચૂકવી શકીએ તેમ નથી. આ આક્રમણ આપને કારણે જ થઈ રહ્યા છે. મથુરાના લોકો પરેશાન થઈ ગયા છે. અહીં લોકોનો વિકાસ રુંધાઈ રહ્યો છે. આ સમયે વધુ એક આક્રમણનો ભય લોકોને સતાવી રહ્યો છે. આ સંજોગોમાં લોકોની શાંતિ ખાતર આપ અમને છોડી જતા રહો. આપના હિતેચ્‍છુ લાગણીના આવેશમાં આપની પાછળ ઘેલા થઈ શકશે નહીં. આપના ભક્ત તરીકે હું આપને આ વિનંતી કરી રહ્યો છું.” આ શબ્‍દો સાંભળી સમગ્ર યાદવસભામાં સન્નાટો છવાઈ ગયો વિક્રાડુના આ સુચનને શ્રી કૃષ્‍ણના પિતા વાસુદેવે ટેકો આપ્‍યો. શ્રી કૃષ્‍ણને પરિસ્થિતિની ગંભીરતા સમજાતા તેમણે મથુરા છોડવાનું નક્કી કર્યું. તેમણે યાદવોને જણાવ્‍યું કે મેં તમને સંસ્‍કૃતિનું જ્ઞાન આપ્‍યું છે. એ મુજબ જીવનનું આચરણ રાખશો, હું મથુરા છોડી દ્વારકા જઈ રહ્યો છું. ત્‍યાર બાદ ગિરનાર પર્વત ઓળંગી શ્રી કૃષ્‍ણએ પ્રભાસ પાટણ (હવે, સોમનાથ)ની નજીક દ્વારકા નગરીની (સુવર્ણ નગરી દ્વારકા) સ્‍થાપના કરી. દ્વારકા આવ્‍યા પછી પણ ધર્મને પાયામાં રાખીને રાજ્ય સ્‍થાપવાનો તેમનો મુખ્‍ય ઉદેશ રહ્યો. તેમણે દ્વારકાને ધર્મને આધારિત રાજ્ય તરીકે પ્રસ્‍થાપિત કર્યું. દ્વારકાની ખ્‍યાતિ ધર્મરાજ્ય તરીકે ઠેર-ઠેર પ્રસરી અને આમ, દ્વારકાના રાજા તરીકે તેઓ ‘‘શ્રી દ્વારકધીશ‘‘ તરીકે ઓળખાયા. શ્રી કૃષ્‍ણના જીવનનું મહત્‍વ સમકાલીન નહીં પણ સર્વકાલીન રહ્યું છે. આથી જ આજે ૫૦૦૦ વર્ષ પછી માત્ર વૈષ્‍ણવો (વિષ્‍ણુ અને શ્રી કૃષ્‍ણના ભક્તો) જ નહીં પરંતુ દરેક લોકો દ્વારા કૃષ્‍ણજન્મ ઉજવવામાં આવે છે. તેમની જીવનશૈલી દરેક સમયે અડીખમ રહી શકી છે.



ત્રૈલોક્ય સુંદર જગદમંદિરનો સંક્ષિપ્‍ત ઈતિહાસ

YEAR
EVENTS
ઈ.સ. પૂર્વે ૪૦૦
વજ્રનાભે પોતાના પ્રપિતામહના સ્‍મરણમાં સમુદ્ર – મંથનમાં બચી ગયેલ હરિમંદિરની પૂર્વમાં છત્રી સ્‍થાપી. (હરિવંશ અને મંદિરના હાલના બાંધકામના અનુમાનથી)
ઈ.સ. પૂર્વે ૧૦૦
હરિમંદિર – (હાલના લાડવા મંદિરનો બે કે ત્રણ ભાગનો નાનો ભાગ)નો કદાચ આ સમયે જીર્ણોદ્ધાર થયો હોય એમ એની પશ્ચિમે પહેલે માળે બ્રાહ્મી લીપીમાં લખાયેલા લેખોના આધારે જણાય છે. 
ઈ.સ. ૨૦૦
મહાક્ષત્રપ રુદ્રદામાએ દ્વારકાના રાજા વાસુદેવ બીજાને હરાવ્‍યો, દ્વારકાના રાજાના મૃત્‍યુ પછી એની રાણી ધીરાદેવીએ પોતાના ધર્મનાભાઈ પુલુમાવીને પૈઠણથી મદદ કરવા બોલાવ્‍યો ત્‍યારે રુદ્રદામાએ તેની સાથે સંધિ કરી પોતાની પુત્રી તેને પરણાવી અને પોતે વૈષ્‍ણવધર્મ અંગીકાર કર્યો, એ ઐતિહાસિક હકીકત ઉપરથી સમજાય છે કે ત્‍યારે દ્વારકામાં શ્રીકૃષ્‍ણ પૂજા પ્રચલિત હશે અને વજ્રનામે બંધાવેલ છત્રીમાં શ્રી કૃષ્‍ણની મૂર્તિની સ્‍થાપના કરવામાં આવી હશે. (પ્રાચિન ચરિત્રકોષ)
ઈ.સ. ૮૦૦
શ્રીમદ જગદગુરુ આદ્ય શંકરાચાર્યે દ્વારકાધીશ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો, ચોથે માળે આદ્યશક્તિની સ્‍થાપના કરી.
ઈ. સ. ૮૮૫
શ્રીમદ જગદગુરુ શંકરાચાર્યના એ સમયના પીઠાધીશ શ્રીનૃસિંહાશ્રમે (પાટણમાં બૃહસ્‍પતિસૂરિ સાથે શાસ્‍ત્રાર્થ કરેલો અને જીત્‍યા હતા) મંદિરમાં સમારકામ કરાવ્‍યું (‘વિમર્શ‘ના આધારે)
ઈ.સ. ૯૦૦ થી ૯૫૦
દશમી સદીમાં ત્‍યાં શ્રીકૃષ્‍ણ મંદિર હતું (શ્રી સાંકળિયાના આધારે).
ઈ.સ. ૧૧૨૦
મીનળદેવીએ દ્વારકાની યાત્રા કરી મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્‍યો.
ઈ.સ. ૧૧૫૬
ભક્ત બોડાણો મૂર્તિ લઈ ગયો એવો કોલાહલ થતાં દ્વારકાથી સં. ૧૨૧૨માં છ પુરુષો ત્‍યાં તપાસ કરવા ગયા. તેઓમાં મીન કુટુંબના રામજીભાઈના પુત્રો ઓધવજી અને રાઘવજી ગયા હતાં. ઈ. સ. ૧૧૬૨ માં છ વર્ષ પછી ઉદેપુરના રાણા યાત્રાએ આવ્‍યા ત્‍યારે અહીં કઈ મૂર્તિ હતી ભક્ત બોડાણાની હકીકતે જૈન ધર્મના ચમત્‍કાર સામે હિંદુઓ જૈન થતાં અટકી જાય એ માટે ઊભો કરેલો એક બનાવટી ચમત્‍કાર હશે, જેથી આ ગુગળીઓ તપાસ અર્થે ત્‍યાં ગયા.
ઈ.સ. ૧૧૬૨
ઉદેપુરના રાણા ભીમસિંહજીએ કારતક વદ ૧૩ રવિવારે સં.૧૨૧૮માં ગોમતી કાંઠે ગુગળી પૂજારીઓને ૭૦૦૦ વીઘા જમીન અર્પણ કરી (બ્રાહ્મણ કુટુંબના દસ્‍તાવેજના આધારે) ત્‍યારે એણે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હશે. એમ અનુમાન થાય છે.
ઈ.સ. ૧૨૪૧
સં. ૧૨૯૭માં અમદાવાદથી મહમદશાહ દ્વારકાધીશનું મંદિર તોડી ગયો ત્‍યારે મંદિર માટે પાંચ બ્રાહ્મણોએ (ઠાકર રાણા કુટુંબ) એમની સામે લડીને જાન આપ્‍યા તેમનાં નામ હતાં, વીરજી ઠાકર, નથુ ઠાકર, કરસન ઠાકર, વાલજી ઠાકર, તથા દેવજી ઠાકર. જેમની સમાધી હાલ મંદિરથી થોડેક દૂર છે. એને પંચપીરના નામે મુસ્લિમોએ ફેરવી નાખી છે.
ઈ.સ. ૧૨૫૦
ગુર્જર કવિ સોમેશ્વરે ‘‘ ઉલ્‍લાઘરાઘવ‘‘ નામનું નાટક શ્રીદ્વારકાધીશના મંદિરમાં ભજવી દ્વારકાધીશને અર્પણ કર્યું
ઈ.સ. ૧૩૪૫
સં. ૧૪૦૧ ની સાલમાં ધ્‍વજા સંબંધી વસુદેવજીની ડેલીએ અબોટીઓ અને મીન કુટુંબ વચ્‍ચે ઝઘડો થતાં ચત્રભોજ નરભેરામ મીનનું મરણ થયું. અબોટી અને ગુગળી વચ્‍ચે મંદિરની પેદાશ વિશે વારંવાર ઝઘડા થતાં હતાં
ઈ.સ. ૧૫૦૪
સં. ૧૫૬૦માં શ્રી વલ્‍લભાચાર્યજીએ લાડવા ગામે રુકમણી માતાએ સેવેલી દ્વારકાધીશની મૂર્તિ મંદિરમાં સ્‍થાપી. મુસ્લિમ આક્રમકોથી બચવા માટે કદાચ એ સમયે મૂર્તિને સાવિત્રીવાવમાં છુપાવી રાખવામાં આવી હશે, એટલે મંદિર મૂર્તિ વિનાનું જોઈ શ્રી વલ્‍લભાચાર્યજીએ આ મૂર્તિ ત્‍યાં સ્‍થાપી. અને ઈ. સ. ૧૫૫૧ સુધી ત્‍યાં બિરાજી, દરમ્‍યાન અજીજ નામના તુર્કે દ્વારકા ઉપર હુમલો કર્યો ત્‍યારે એ મૂર્તિ બેટ લઈ જવામાં આવી ત્‍યારે સાવિત્રીવાવમાંથી મૂર્તિ કાઢીને પધરાવવામાં આવી.
ઈ.સ. ૧૫૪૦
સં. ૧૬૧૬માં શંકરાચાર્ય શ્રી અનિરુદ્ધાશ્રમે ડુંગરપરથી મૂર્તિઓ બનાવડાવી મંદિરના ‍વિસ્‍તારમાં બીજા મંદિરોમાં પધરાવી મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્‍યો. એ અરસામાં કવિ ઈસર બારોટે ‘ હરિરસ ‘ ગ્રંથ શ્રી દ્વારકાનાથ મંદિરમાં સંભળાવી શ્રી દ્વારકાનાથને અર્પણ કર્યો ( ઈ.સ. ૧૫૪૦)

ઈ.સ. ૧૫૫૭
સં.૧૬૧૩માં શ્રી વિઠ્ઠલનાથજીએ ગુગળી બ્રાહ્મણો અને અબોટી બ્રાહ્મણો વચ્‍ચેની તીર્થ પેદાશની તકરારનું સમાધાન કરી તામ્રપત્ર લખી આપ્‍યું.
ઈ.સ. ૧૭૩૦
સં.૧૭૮૬ની અક્ષયતૃતિયાને દિવસે ગુરુવારે શ્રી પ્રકાશાનંદજીએ શંકરાચાર્યે લાખા ઠાકર પાસે વિષ્‍ણુયોગ યજ્ઞ કરાવ્‍યો અને મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. વાઘેર રાજાએ બ્રાહ્મણોનો અડધો કર માફ કર્યો.
ઈ.સ. ૧૮૬૧
મહારાજા ખંડેરાવે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો, અંગ્રેજોએ વાઘેરોની લડાઈમાં તોડી પાડેલ શિખર સમુ કરાવ્‍યું.
ઈ.સ. ૧૯૦૩
મહારાજા સયાજીરાવ ગાયકવાડે દ્વારકાના જગદમંદિર ઉપર સુવર્ણ કળશ ચડાવ્‍યો, શંકરાચાર્ય શ્રીમાધવતીર્થે જીર્ણોદ્ધાર કરાવ્‍યો. (સં. ૧૯૫૮)
ઈ.સ. ૧૯૬૦
થી હાલ સુધી ભારત સરકાર મંદિરનો ધીમે ધીમે જીર્ણોદ્ધાર કરાવી રહી છે.
ઈ.સ. ૧૯૬૫
પાકિસ્‍તાને સ્‍ટીમર દ્વારા મંદિરનો નાશ કરવા પ્રયત્‍ન કર્યો અને એમાં એ નિષ્‍ફળ ગયા


જગદ મંદિર - શ્રી દ્વારકાધીશજીના દર્શન, સમય અને પૂજન પ્રણાલી
દર્શનનો સમય ; 
સવારે ૭-૦૦ વાગ્‍યાથી બપોરે ૧૨-૩૦ વાગ્‍યા સુધી અને સાંજે ૫-૦૦ વાગ્‍યા થી રાત્રે ૯-૩૦ સુધીનો છે.

સવારનો ક્રમ
સવારે ૭.૦૦ વાગે મંગલા આરતી- પ્રથમ દર્શન સવારે ૭.૧૫ માખણ મિશ્રી ભોગ
સવારે ૮ થી ૯ અભિષેક પૂજા દર્શન બંધ
સવારે ૯ થી ૯.૩૦ શ્રુંગાર દર્શન.
સવારે ૯.૩૦ થી ૯.૪૫ સ્‍નાન ભોગ.
સવારે ૯.૪૫ થી ૧૦.૧૫ શ્રુંગાર દર્શન
સવારે ૧૦.૧૫ થી ૧૦.૩૦ સુધી શ્રુંગાર ભોગ.
સવારે ૧૦.૩૦ થી ૧૦.૪૫ વાગ્યે શ્રુંગાર આરતી.
સવારે ૧૧.૦૦ થી ૧૧.૧૫ સુધી ગ્‍વાલ ભોગ.
સવારે ૧૧.૧૫ થી ૧૨.૦૦ સુધી દર્શન
સવારે ૧૨.૦૦ વાગ્યે રાજભોગ.
સવારે ૧૨.૩૦ વાગ્યે મીઠાજલ અને અનોસર દર્શન બંધ.
સાંજનોક્રમ
સાંજે ૫ વાગ્યે ઉતત્થાપન- પ્રથમ દર્શન
સાંજે ૫.૩૦ થી ૫-૪૫ સુધી ઉત્થાપન ભોગ. દર્શન બંધ
સાંજે ૫.૪૫ થી ૭.૧૫ સુધી દર્શન.
સાંજે ૭.૧૫ થી ૭.૩૦ સુધી સંધ્‍યા ભોગ. દર્શન બંધ
સાંજે ૭.૩૦ થી ૭.૪૫ સુધી સંધ્‍યા આરતી.
સાંજે ૮.૦૦ થી ૮.૧૦ સુધી શયન ભોગ. દર્શન બંધ
સાંજે ૮.૩૦ થી ૮.૩૫ સુધી શયન આરતી.
સાંજે ૯ થી ૯.૨૦ સુધી બટા ભોગ. દર્શન બંધ
સાંજે ૯.૩૦ અનોસર દર્શન બંધ.




ગુજરાતઃ ધાર્મિક સ્થળો

ગુજરાતઃ ધાર્મિક સ્થળો

ગુજરાત મંદિરો માટે ખૂજબ જાણીતું છે. ગુજારાતની પ્રજા દેવી દેવતાઓમાં ખૂબજ વિશ્વાસ ધરાવે છે. ગુજરાતમાં હજારો દેવી દેવતાઓના મંદિરો આવેલા છે. જેમાં સોમનાથ અને દ્વારકા જેવા પવિત્ર અને પ્રાચીન મંદિરોનો સમાવેશ થાય છે. બીજી તરફ ડાકોર અને અંબાજીના મંદિરો પણ એટલાજ પ્રસિદ્ધ છે.
પોરબંદર ખાતે આવેલું સોમનાથનું મંદિર ભારતમાં 12 જ્યોતિંલિંગમાનું એક છે. તો દ્વારકાનું મંદિર ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર છે.
 અક્ષરધામઃ akshardhamઅક્ષરધામ ગાંધિનગર ખાતે આવેલું ભગવાન સ્વામીનારાયણનું મંદિર છે. અક્ષરધામ મંદિર ગાંધિનગર ખાતે 23 એકર જમીનમાં બનાવવામાં આવ્યું છે. અક્ષરધામ મંદિર 108 ફૂટ ઉંચું છે. મંદિરના બાંધકામમાં 6000 ટન ગુલાબી પથ્થર વાપરવામાં આવ્યો છે. આ પથ્થર ખાસ રાજસ્થાનથી મંગાવવામાં આવ્યો હતો. હિન્દુ ધર્મના આસ્થાના પ્રતિક સમા આ મંદિરને વાસ્તુશાસ્ત્રને આઘારે બનાવવામાં આવ્યું છે. એક વાત જાણીને તમને નવાઈ લગાશે કે આ મંદિરમાં એક ટુકડો પણ લોખંડ વાપરવામાં આવ્યું નથી.
અક્ષરધામ મંદિરનું નિર્માણ અને જાળવણી બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોતમ સ્વામીનારાયણ સંસ્થા(બીએપીએસ) કરે છે. મંદિરના સભાગ્રૃહમાં ભગવાન સ્વામીનારાયણની મૂર્તિ મુકવામાં આવી છે. આ મૂર્તિ 7 ફૂટ ઉંચી તેમજ સોના દ્વારા મઢવામાં આવી છે. મુખ્ય મૂર્તિની બાજુમાં જમણી બાજુમાં ગુણાતીતાનંદ અને ડાબી બાજુએ ગોપલાનંદ સ્વામીની મૂર્તિઓ મુકવામાં આવી છે. આ બંને ભગવાન સ્વામીનારાયણના અનુયાયીઓ હતા. મંદિરમાં મુલાકાતીઓની સગવડતા માટે ખૂબ સારી એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
 અંબાજીઃ ambajiબનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજીનું મંદિર એક યાત્રાધામ છે. અંબાજી અંબે માતાનું મંદિર છે. દેશભરમાં તે અંબાજીના નામથી ખૂજબ પ્રચલિત છે. અંબાજીનું મંદિર અરવલ્લીના પર્વતમાળામાં આરાસુર ડુંગર ઉપર આવેલું છું. મંદિર વિશે એક ખાસ વાત એ છે કે આ મંદિરમાં માતા અંબેની કોઈ મૂર્તિ રાખવામાં આવી નથી. મંદિરની અંદર ગોખલામાં એક સોનાથી મઢેલી પવિત્ર શક્તિ વિસા શ્રી યંત્ર રાખવામાં આવ્યું છે.
અંબાજી ખાતે નવરાત્રીની ખૂજબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. કારતક, ચૈત્ર અને ભાદરવાની પૂર્ણિમાએ મંદિર ખાતે ભવ્યો મેળો ભરાય છે. મેળામાં હજારો યાત્રીકો ભાગ લે છે. અંબાજી ભારત ભરમાં આવેલી 51 પૌરાણીક શક્તિ પીઠોમાંની એક હોવાનું માનવામાં આવી રહ્યું છે. પૌરાણીક કથા પ્રમાણે એવું કહેવામાં આવે છે કે દેવીના શરીરના ટૂકડાઓ જે જે જગ્યાએ પડ્યા હતાં ત્યાં શક્તી પીઠોનો સ્થાપના કરવામાં આવી હતી. આ રીતે અંબાજીનું મંદિર બન્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
 ડાકોરઃdakorડાકોર ભગવાન રણછોડરાય(શ્રીકૃષ્ણ)નું મંદીર છે. એવું કહેવામાં આવે છે કે દ્વારકા અને ડાકોરમાં ભગવાનની જે મૂર્તિઓ છે તે બંને એકજ છે. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકામાંથી ડાકોર આવ્યા તેના પાછળ પણ એક દંતકથા રહેલી છે. પ્રાચીન સમયમાં ભોળાનાથ નામનો બ્રાહ્મણ ભગવાન કૃષ્ણની પૂજા કરવા માટે દર પૂનમે ચાલીને ડોકોરથી દ્વારકા આવતો હતો. કૃષ્ણએ તેની ભક્તિથી ખૂશ થઈને એક દિવસ તેને જણાવ્યું કે હવે તેણે તેના દર્શન કરવા માટે ડાકોર આવવાની જરૂરી નહી રહે. કારણ કે ભગવાન ખુદ દ્વારકા છોડીને ડાકોર રહેવા આવવાના હતા. આજે ડાકોર માત્ર એક યાત્રાધામ ન રહેતા એક વેપારક્ષેત્ર પણ બની ગયું છે. ડાકોર પૂજા તેમજ અન્ય વિધી માટેની સામગ્રી માટે પણ પ્રસિદ્ધ બન્યું છે. દ્વારકાઃ dwarkaકૃષ્ણના યુગમાં દ્રારકા કૃષ્ણ સામ્રાજ્યની રાજધાની હતી. દ્વારિકા સોનાની નગરી તરીકે ખૂજબ જાણીતી હતી. જામનગર જિલ્લામાં આવેલ દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર આવેલું છે. દર વર્ષે દેશભરમાંથી લાખો યાત્રીકો આ મંદિરની મુલાકાત લે છે. જો કે એવી માન્યતા છે કે કૃષ્ણ જેના ઉપર રાજ કરતા હતા તે મુખ્ય દ્વારિકા પાણીમાં ગરક થઈ ગઈ છે. કૃષ્ણની કર્મભૂમિ દ્વારકાથી થોડા દુરના અંતરે બેટદ્વારકા નામના સ્થળે આવેલી છે.
દ્વારકાધીશ મંદિરને જગતધીશ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. દ્વારકાનું મંદિર ગોમતી નદીના કાંઠા ઉપર આવેલું છે. મંદિરના મુખ્ય શિખરની ઉંચાઈ 170 ફુટ છે. મંદિરમાં ધજાના દાન માટે યાત્રાળુઓ વચ્ચે હરીફાઈ યોજાય છે. દિવસમાં ત્રણ વખત મંદિરની ધજા બદલાવવામાં આવે છે.
 ગિરનારઃ girnarજૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પુરા ગુજારાતનું ગૌરવ છે. તેમજ ગુજરાતમાં આવેલો સૌથી ઉંચો પર્વત પણ છે. ગિરનાર સાથે હિન્દુ અને જૈન એમ બે ધર્મના લોકોની આસ્થા જોડાયેલી છે. જૈનો તેને નોમિનાથ પર્વત તરીકે ઓળખે છે. ગુજરાતના ગૌરવ સમા આ પર્વતમાં ગુરૂ દત્તાત્રેય, ગોરખનાથ, અંબા માતા, કાલિકા, ઔગધ જેવા શિખરો આવેલા છે. ગિરનારના છેલ્લા શિખર પર આવેલા ગુરૂ દત્તાત્રેયના દર્શન કરવા માટે 10,000 જેટલા પગથીય ચઢવા પડે છે.
ગિરનાર ઉપર જુદા જુદા જૈન દેરાસરો પણ આવેલા છે. ગિરનારમાં સૌથી જાણીતું મંદિર નેમિનાથનું આવેલું છે. જેનું બાંધકામ અગીયારમાં સદીમાં કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. નેમિનાથ જૈનોના 19માં તિર્થકાર હતા.
પાલીતાણાઃ palitanaપાલીતાણા શેત્રુંજય ડુંગર ઉપર આવેલું જૈનોનું તિર્થધામ છે. શૈત્રુંજય ડુંગર ઉપર નજર કરશો તો તમને માત્ર મંદિરોજ નજરે પડશે. પાલિતાણા ભાવનગર જિલ્લામાં આવેલું છે. એક અંદાજ પ્રમાણે શેત્રુંજયના બન્ને શિખર ઉપર કુલ નાના મોટા મળીને લગભગ 900 જેટલા મંદિરો આવેલા છે. જેમાંથી મોટા ભાગના મંદિરો આરસ પથ્થરમાંથી બનાવવામાં આવ્યા છે. પાલીતાણા વિશે એવું કહેવામાં આવે છે કે અંહિયા જૈનોના નેમિનાથ સિવાય બધાજ તિર્થકારોના મંદિરો આવેલા છે.
ટોચ પર આવેલા મંદિરમાં જૈનોના પહેલા તિર્થકાર આદિનાથની મૂર્તિ આવેલી છે. એવું કહેવામાં આવે છે કે આદિનાથે શેત્રુંજય પર્વતની 93 વખત મુલાકાત લીધી હતી. ડુંગરની કુલ ઉંચાઈ આશરે 1800 ફૂંટ જેટલી છે. યાત્રીકોને સૌથી ઉંચા શિખર સુધી પહોંચતા અંદાજે અઢીથી ત્રણ કલાક જેટલો સમય લાગે છે. શેત્રુંજય પર્વતમાં સૌથી પ્રખ્યાત મંદિરો આદિનાથ, કુમાળપાળ, વિમલશાહ, સાંપ્રતિ રાજા અને ચોમુખના આવેલા છે. જે સૌથી ઉંચાઈ પર છે.
સોમનાથઃ somnathસોમેશ્વર મહાદેવનું મંદિર ભારતમાં મંદિરોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ભારતના બાર જ્યોર્તિલિંગમાં સોમનાથનું મંદિર મોખરાનું સ્થાન ધરાવે છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન ચંદ્રને તેના શ્વસુર દક્ષ પ્રજાપતિના શાપમાંથી મુક્તિ અપાવનાર ભગવાન સોમનાથ અંહિ બિરાજમાન છે. સોમનાથનું આ મંદિર પ્રાચીન કાળથી અસ્તિત્વ ધરાવે છે. તેમજ અવાર નવાર વિવિધ મુસ્લિમ રાજાઓના આક્રમણનું ભોગ બન્યું છે. દંતકથા પ્રમાણે સોમ ચંદ્ર દેવે ભગવાન શિવે તેના શ્વસુરના શાપમાંથી મુક્તિ અપાવી તે માટે આ મંદિર બંધાવ્યું હતું. સોમ તેના સસરા દક્ષ પ્રજાપતિના શાપથી બિમાર થઈ ગયો હતો. એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવનું સન્માન કરવા માટે બ્રહ્માદેવે તેને અહિંયા મંદિર બંધાવવા જણાવ્યું હતું.
આ સંપૂર્ણ મંદિરનું બાંધકામ સોલંકિ શૈલિથી કરવામાં આવ્યું છે. મંદિરમાં કળશ 155 ફૂટ ઉંચાઈએ મુકવામાં આવ્યો છે. તેમજ શિખર પરના કળશનું વજન દસ ટન છે. જૂનાગઢના પ્રભાસ પાટણ ખાતે આવેલું સોમનાથ આ મંદિરનો યાત્રાસ્થળ તરીકે ખૂજબ સારો વિકાસ થયો છે.
 મોઢેરાનું સૂર્ય મંદિરઃ modheraમોઢેરાનું સૂર્ય મંદિર ભૂતકાળના ગુજરાતના ઉત્તમ સ્થાપત્યની ઝાંખી કરાવે છે. હાલમાં તે ખંડીયેર હાલતમાં જોવા મળે છે. સૂર્ય મંદિરની રચના એવી રીતે કરવામાં આવી છે કે સૂર્ય ઉગતાની સાથે તેનું પહેલું કિરણ તેના સભાગ્રૃહમાં પડે. સૂર્ય મંદિર પાટણથી દક્ષિણ દિશામાં 30 કિલોમિટરના અંતરે મોઢેરા ગામ ખાતે આવેલું છે.
મોઢેરાનું સૂર્ય મંદિર પાટણના રાજા ભિમદેવ-1ના શાસનકાળ દરમિયાન એટલેકે ઈ.સ 1026-27ના સમયગાળામાં બાંધવામાં આવ્યું હતું. મોઢેરાનું મંદિર ભગવાન સૂર્યને અર્પણ કરવામાં આવ્યું છે. સૂર્ય મંદિરના દિવાલો અને થાંભલાઓ ઉપર રામાયણ અને મહાભારતની ઘટનાઓનું ચિત્રણ કરવામાં આવ્યું છે


ડાકોર

ડાકોર 
ગુજરાતમાં સૌને વ્હાલા કોઈ ભગવાન હોય તો એ છે તેમનો કાનુડો. આ કાનુડાનું જ એક મંદિર છે ડાકોર. આ મંદિર ગુજરાતમાં વડોદરાથી 45 કિલોમીટર દૂર આવેલું છે. આમંદિર પાછળ પણ એક વાર્તા છે. ડાકોર જે પહેલા ડંકપુરના નામે ઓળખાતું હતું, ત્યાં એક કૃષ્ણ ભક્ત બોડણો રહેતો હતો જે દર પુનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને ભગવાનના દર્શનાર્થે જતો હતો. પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ ભગવાનથી જોઈ ના ગઈ. આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ. બોડાણા બધાને વાત કરી. દ્વારકાનાં પૂજારીઓએ રાત્રે મંદિરને તાળા મારી દીધા, પરંતુ ભગવાન કોઇનાં બંધનમાં રહેતાં નથી, તેમણે આ તાળા તોડીને બોડાણાની જોડે ડાકોર જવા પ્રયાણ કર્યું.ફ્ક્ત્ એક્ રાત્ મા ભગવાન્ રાજા રણછોડરાય ડાકોરમાં આવી ગ્ યા, સ્ વાર્ મ ભગવાનને દ્વારકામાં ના જોતા પાછળ પાછળ આવી પહોંચેલા ગુગળીઓ(દ્વારકાનાં પુજારીઓ)એ એક યુક્તિ આજમાવી કે જો ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો, મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું. તેઓ જાણતાં હતાં કે બોડાણો ખૂબ ગરીબ માણસ છે, એટલે સોનું આપી નહી શકે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે.
 
બોડાણ પાસે સોનાના નામે તેની પત્નીએ પહેરેલી ફક્ત નાકની વાળી હતી. જ્યારે મૂર્તિની સામે ત્રાજવામાં તેને મુકવામાં આવી ત્યારે તેનું અને મૂર્તિનુ વજન બરાબર થયું. આવી રીતે કૃષ્ણ ભગવાનનું સ્થળાંતર દ્વારકાથી ડાકોરમા થયું આજે ડાકોરમાં તે જ અસલ મૂર્તિ છે જે પહેલા દ્વારકામાં હતી.
 
અનેક નામે ઓળખાતાં ભગવાન કૃષ્ણ, દ્વ્રારકામાં દ્વારકાધીશ અને ડાકોરમાં રણછોડરાયનાં નામે ઓળખાય છે. તેમને મળેલ નામ પાછળ પણ એક કથા છે. જરાસંધના મિત્ર કાલયવને જ્યારે કૃષ્ણ ભગવાન પર આક્રમણ કર્યુ ત્યારે તેઓ મથુરા વાસીઓનાં રક્ષણ માટે તેમને સાથે લઇને રણ છોડીને ભાગી ગયા અને નવી નગરી દ્વારકા બનાવીને ત્યાં વસ્યા આથી જ તેમને દ્વારકા અને ડાકોરમાં રણછોડરાયના નામે ઓળખવામાં આવે છે.
 
આ પ્રસિધ્ધ મંદિર ડાકોરમાં દર પુનમે મેળો ભરાય છે. ધણાં લોકો આ દિવસે આવીને શ્રધ્ધાથી ઈશ્વરની પૂજા કરે છે. કેટલાંક લોકો તો ખુશીથી અથવા તો પોતાની માનતા પૂરી કરવા પગે ચાલીને દૂર દૂરથી આવે છે, અને ઈશ્વરના દર્શન કરે છે.
 
અહીંના મંદિરમાં લોકો પ્રસાદના રુપે ભગવાનને માખણ, મિશરી, મગજ(બેસનની મીઠાઈ) ચઢાવે છે. કૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ વહાલી હતી એટલે અહીં લોકો ગાયને પણ ચારો ખવડાવી પુણ્ય કમાય છે.
 
અહીં નાસ્તામાં ડાકોરના ગોટા ખૂબ પ્રસિધ્ધ છે. અહીં આવનાર દરેક યાત્રી ડાકોરના પ્રસિધ્ધ ગોટાનો સ્વાદ જરુર માણે છે. અહીં આવેલ રણછોડરાયની ભોજનશાળામાં માત્ર પાંચ રુપિયામાં ભરપેટ ભોજન મળી જાય છે. 
હવે તો ડાકોરમાં લોકોને આકર્ષિત કરવા માટે અન્ય નાના-મોટા મંદિર પણ બનાવવામાં આવ્યાં છે. ભગવાન કૃષ્ણએ બનાવેલી સોનાની દ્રારકા નગરી તો જળમગ્ન થઇ ગઇ છે,પરંતુ આ ઘરતી પર કૃષ્ણપ્રેમ અવિરત રહ્યો છે. ગુજરાતમાં દ્રારકા અને ડાકોર ખાતે આવેલા પ્રાચિન કૃષ્ણ મંદિરો ખૂબ પ્રસિધ્ધ છે. કહેવાય છે કે કંસનાં સસરા જરાસંઘના મથુરા નગરી પર થતાં આક્રમણોથી જનતાને મુક્ત કરવા ભગવાને સૌ નગરજનો સાથે કુશસ્થળી સ્થળાંતર કર્યુ હતું.
 
દ્રારકામાં આવેલું ભગવાન સુદર્શન ધારીનું મુખ્ય મંદિર જગત મંદિર તરીકે ઓળખાય છે. વર્ષ દરમ્યાન ઘણી વખત યાત્રા સંઘો અને ભકતગણો બાવન ગજ ની ધજાઓ સાથે ડાકોર અને દ્રારકા દર્શન માટે આવે છે.
 
ડાકોર અને દ્રારકાના મંદિરો સાથે પ્રાચિનકાળનાં કૃષ્ણભક્ત બોડાણાની કથા પણ જોડાયેલી છે. બોડાણાની અવિચલ ભક્તિથી પ્રસન્ન થઇને ભગવાન કૃષ્ણ બળદગાડામાં બેસીને દ્રારકાથી ડાકોર આવ્યા હોવાની દંતકથા પ્રચલિત છે. કહેવાય છે કે હાલમાં ડાકોરમાં રહેલી રણછોડરાયની મૂર્તિ એ મૂળ દ્રારકામંદિરની છે.
 
દ્રારકાધિશનું મંદિર પાંચ માળનું અને ખૂબ સુંદર કોતરણીઓવાળુઓ છે. 60 થાંભલાઓ પર ઉભાકરાયેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્રારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્રારેથી મંદિરની બહાર નિકળે છે. દ્રારકાથી ત્રીસ કિ.મી.દુર બેટ-દ્રારકા આવેલું છે, જે વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે. દ્રારકાથી બોટમાં બેસીને જળમાર્ગે બેટ-દ્રારકા જવાય છે. અહિંયા મહાપ્રભુજીની બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો અને શંખ તળાવ આવેલા છે.
 
ડાકોરમાં ભગવાન રણછોડરાયનું મંદિર ગોમતી નદીને કિનારે આવેલું છે. આ બન્ને મંદિરોમાં સવારે મંગળાદર્શન થી લઇને રાત્રીના શયન સુઘીના વિવિઘ દર્શનનો મહિમા અનેરો છે.
 
દ્રારકા અને ડાકોરમાં જન્માષ્ટ્રમી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લાખો ભક્તો આ પ્રસંગે ભગવાનના દર્શને આવીને ધન્યતા અનુભવે છે. "હાથી ઘોડા પાલકી..જય કનૈયા લાલ કી" અને "મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે" જેવા ગગન ભેદી નારાઓથી મંદિર ગૂંજી ઉઠે છે. જાણે દરેક ભક્તના હૃદયમાં શ્રી કૃષ્ણ ભગવાનનું પુન:પ્રાગટ્ય થયું હોય તેવો માહોલ સર્જાય છે.


સાપુતારા

સાપુતારા ગિરિનગર 
ભારત દેશના ગુજરાત રાજ્યનું એકમાત્ર હવાખાવાનું સ્થળ છે.
 


સાપુતારા ડાંગ જિલ્લામાં મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર, સહ્યાદ્રિ પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે ૧૦૦૦ મિટર ઉંચાઇ પર આવેલું છે. અહીં ભરઉનાળા દરમિયાન પણ તાપમાન આશરે ૩૦ ડીગ્રીથી ઓછું રહે છે. જળાશય(નૌકાવિહાર સગવડ સાથે), સ્ટેપ ગાર્ડન, રોપ વે, સાપુતારાનો સાપ, સનસેટ પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ, નવાનગર(ડાંગી સંસ્ક્રૃતિનું દર્શન) તેમ જ ઋતુંભરા વિદ્યાલય વગેરે જોવાલાયક સ્થળોનો સમાવેશ થાય છે.
 
અહીંથી આહવા, વઘઇ, નાસિક, ચિખલી, બીલીમોરા તેમ જ સપ્તશ્રુંગી ગઢ મોટરમાર્ગે જઇ શકાય છે.
 
પ્રવાસ માટે માહિતી 
સાપુતારા અમદાવાદથી ૪૨૦ કિ.મી., ભાવનગરથી ૫૮૯ કિ.મી., રાજકોટથી ૬૦૩ કિ.મી., સુરતથી ૧૭૨ કિ.મી., વઘઇથી ૪૯ કિ.મી., બીલીમોરાથી ૧૧૦ કિ.મી., નાસિકથી ૮૦ કિ.મી., મુંબઇથી ૧૮૫ કિ.મી.ના અંતરે આવેલું છે.
 
નજીકનું વિમાનમથક: મુંબઇ નજીકનું નેરોગેજ રેલ્વેસ્ટેશન: વઘઇ નજીકનું બ્રોડગેજ રેલ્વેસ્ટેશન: નાસિક 
સાપુતારાથી આહવા, વઘઇ, બીલીમોરા, સુરત, વલસાડ, વડોદરા, પાટણ, અમદાવાદ, નાસિક, સપ્તશ્રુંગી ગઢ, કળવણ, શીરડી જવા માટે ગુજરાત તેમ જ મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની બસો પ્રાપ્ય છે.
 


More Information 

Saputara is a hill station town in Gujarat.

Saputara means the 'Adobe of Serpent', is oerched at an altitude of 1000 m, and is situated in the heart of Dangs district. Ity is located on the second highest plateau of the Sahyadari range with cool bracing climate and a scenic view of the verdant valley. Saputara has been dveloped as a planned hill resort with a;; the necessary amenities. The thick forest around Saputara is dotted with tribal villages and their unique dances are of great interest. Gujarat's picturesque hill station is perched on a plateau in the Dang forest area of the Sahyadri Range. At an altitude of about 1000 m.

It has a cool bracing climate, the highest temperature even in the summer months not exceeding 28 Degrees C. Saputara means the Adobe of Serpents and a snake image on the banks of the river Sarpagana is worshipped by the Adivasis on festivals like Holi.

Saputara has been developed as a planned hill resort with all the necessary ameneties like hotels, parks, swimming pools, boat club, theatres and a museum to ensure an enjoyable holiday in the cool of the hills. Saputara is only 164 km from Surat.

Nearest airport is Mumbai 255 km.


Nearest railway station is Waghai, on the Billimora - Waghi narrow gauge section of the Western Railway.

For those coming from Gujarat via Surat or Ahmedabad or even tom Bombay, Billimora is the most convenient rail head as direct bus service is available from there.

By Road

State transport buses end private luxury coaches connects various centres of Gujarat and Maharashtra. It is situated 409 km from Ahmedabad and 51 km from Waghai.

Places to visit 


* Mahal The Mahal region situated 60 km away from Saputara is dominated by the Purna Sanctuary. The longish drive passes through the most beautiful parts of Dangs with high wooded slopes of bamboo. 

* Vansda National Park: Originally, a private forest of maharaja of Vansada, the park now covers on area of 24 sq km. Despite its small size the park harbours tiger, leopard, pangolin, rusty-spotted cat, python, giant squirrel, fourhorned antelope etc. Prior permission from the Chief Wildlife Warden, of Gandhinagar or DFO, Ahwa is required before visiting the park. 

* Sunrise Point: It is a point which offers the best view of Saputara and adjoining Malegoan could be reached after a walk of 1.5 km in the direction of Waghai. The naming restricts the tourist traffic to this best place as tourists believe that the point should only be visited at sun rise, however, one may visit it at any time of the day to catch a panoramic view. The Tata Consultancy Services has suggested renaming this point as Valley View Point to enhance tourist traffic.
* Main Attraction Saputara Lake, Ropeway. 

* You can visit Rose Garden and a lake. You can hire local jeeps for a tour around. Also, you can take a cable car / ropeway / gondola to visit the sunset point. 

* Boating: The Saputara Lake surrounded by greenery makes it pleasurable to sail in the lake in a row or paddle boat. 


You can buy handicraft items made by the local adivasis.

You will get excellent North Indian and other foods with Gujarati touch of sweetness. Food is deleicious.

As Saputara is in the state of Gujarat where alcoholic liquors have been prohibited by the state government, you cannot get alcoholic beverages here. 


ગિરનાર

સ્થળ અને મહત્વ 
ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ ગિરનાર પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે, પણ ખરેખર કદાચ ૮,૦૦૦ પગથિયા છે. દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે જેમાં લાખો લોકો જોડાઇ છે. દર વર્ષે ગિરનાર ચડવાની હરિફાઇ પણ ગોઠવાય છે. સ્થાનિક લોકોનો દાવો છે કે અત્યાર ઓછામાં ઓછો સમય ૪૫ મિનીટ નો નોંધાયો છે. સામાન્ય માણસને ગિરનાર ચડી પાછા આવતા ૫-૮ કલાક લાગે છે. 

સોરઠ દેશ ન સંચર્યો, ન ચડયો ગઢ ગિરનાર;
ન નાહ્યો દામો-રેવતી, અફળ ગિયો અવતાર.
સોરઠ શુરો ન સરજિયો, ન ચડયો ગઢ ગિરનાર;
ન નાહ્યો ગંગા-ગોમતી, એનો એળે ગિયો અવતાર.
 
હીન્દુ ધર્મમા શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડાપગે ગિરનાર ના પગથીયા ચડવાથી સ્વર્ગની પ્રાપ્તી થાય છે. ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળો માંનો એક છે. જેનું અંતર અમદાવાદ થી ૩૨૭ કી.મી. થાય છે. પ્રાચીન અને અર્વાચીન, બન્ને રીતે આ પવિત્ર સ્થળ ગિરનાર છે. જે હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં લોકો માટે મહત્વનું યાત્રાધામ છે. અહીં ઘણાબધા મંદિરો આવેલા છે. સુંદર હરીયાળી અને ગિરિમાળાઓ સરસ મજાનું ધાર્મિક વાતાવરણ રચે છે. આ બધા સાથે અહીં આવેલ મુસ્લિમનાં ધર્મ સ્થાનકો આવેલ છે જેથી મુસલમાન યાત્રાળુઓ ને પણ અહીં આકર્ષે છે. આમ ગિરનાર ભારતની " અનેકતા મા એકતા " નુ સચોટ ઉદાહરણ પુરૂ પાડે છે.
 
ઈતિહાસ 
સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ, ગ્રીક, ક્ષત્રપ અને ગુપ્ત વંશોનો ઈતિહાસ ઉજળો છે. મગધના નંદવંશનો નાશ કરી, ગણરાજયોને ખતમ કરી, ભારતને એકચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યે ઈ.સ. પૂર્વે ૩૨૨ પછી સૌરાષ્ટ્ર જીતી લીધું. આમ તે સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર જુનાગઢ(ગિરિનગર)માં પુષ્યમિત્ર નામનો પોતાનો સુબો મુક્યો હતો. આમ આ મૌર્ય વંશના રાજાઓ એ કોતરાવેલ શિલાલેખો દ્રારા ગિરનાર પર્વતને જગતમાં પ્રસિધ્ધિ અપાવેલ છે. મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજર્જ્યત અને જુનાગઢશહેરને ગિરિનગર નાં નામથી ઓળખાતા હતાં.
 
આમ સમયનાં વહેણની સાથે જુનાગઢ ઉપર ઘણા રાજાઓએ રાજ કર્યુ. ઈ.સ.૧૧૫૨ની આસપાસ ત્યાનાં રાજા કુમારપાળે ગિરનાર ચડવા માટે વ્યવસ્થિત પગથિયા બનાવળ્યા હતાં. ત્યાર બાદ સમયનાં પરિવર્તનની સાથે અત્યારે ખુબજ સારા પગથિયાનું નિર્માણ થયેલ છે. ગિરનાર પર્વતની સામે જ દશ-અગિયારમી સદીથી અકબંધ ઉભેલો ઉપરકોટનો કિલ્લો પણ ગિરનારનું નજરાણું છે. રાજા રા'ગ્રહરિપુએ બંધાવેલા આ કિલ્લાએ સોરઠનાં સતાપલટા અને ગણા ખંડન-મંડન નિહાળ્યા છે. એક એવી કથા પણ અહીં પ્રચલિત છે કે જયારે સિદ્ધરાજ જયસિંહએ જુનાગઢ પર ચડાઇ કરી અને ત્યાંના રાજા રા'ખેંગારને મારી તેની રાણી રાણકદેવીને લઇ જતો હતો, ત્યારે સતી રાણકદેવીએ ગિરનારને કહ્યુ કે,
 

ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો ?
મરતા રા'ખેંગાર, ખડેડી ખાંગો ન થિયો ?
 
જેમકે તારો રાજા હણાયો છતા તુ હજી ઉભો છે ? આ વખતે ગિરનાર પડવા માંડ્યો અને રાણકદેવીએ તેને પડતો રોકવા કહ્યુ કે 'પડમા પડમા મારા આધાર'. ગિરનાર ત્યારે સ્થિર થઇ ગયો અને તેની ઘણી શિલાઓ પડતા પડતા રોકાઇ ગઇ હોય તેવી દેખાય છે. ઉપરકોટ અને નીચલો કોટ આ શીલાઓ જોવા માટેના સ્થળ છે.
 


પુરાણોમાં ઈતિહાસ 
પુરાણકારોએ, લેખકોએ અને કવિઓએ પોતાની કલમ દ્રારા ગિરનારને બિરદાવ્યો છે અને ઉપસાવ્યો છે. ગિરનારનું પરમ સૌંદર્ય વિશિષ્ટ અને વૈવિધ્યસભર વનસ્પતિઓને આભારી છે. યોગીઓ, સંતો, સિધ્ધો અને સાધુઓનું ગિરનાર નિવાસસ્થાન છે. તેની ગેબી ગુફાઓ અને કોતરોમાં અઘોરીઓ વસે છે. ગિરનારને ઈતિહાસ-[[પુરાણ]માં રૈવત, રેવંત, રૈવતક, કુમુદ, રૈવતાચળ અને ઉજજ્યંત પર્વત તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે.
 
ગિરનારને વસ્ત્રાપથ ક્ષેત્ર પણ કહે છે. કારણકે વસ્ત્રોનો ત્યાગ કરી જયાં સિધ્ધોએ તપ કર્યુ તેથી આ ક્ષેત્રને વસ્ત્રાપથ કહે છે. ગિરનાર ક્ષેત્રની સિમાઓ ઉતરે ભાદર, દક્ષિણે બીલખા, પૂર્વમાં પરબધામ-તા.ભેસાણ અને પશ્ચિમે વંથલી સુધીની ગણાય છે. એક વાર્તા મુજબ પહેલા પર્વતોને પાંખો હતી અને તેઓ ઉડતા હતા. ઇન્દ્રએ બધા પર્વતોની પાંખો વજ્રથી કાપવા માંડી ત્યારે રૈવતક પર્વત છુપાઇ ગયેલો. દ્વારિકામાં જ્યારે કૃષ્ણ રાજ્ય કરતા હતા, અને અર્જુન જ્યારે વનવાસ દરમિયાન તેમને મળવા આવ્યો ત્યારે, આ પર્વત પાસે જ કૃષ્ણએ તેને સુભદ્રા બતાવી હતી. અને અહીંથી જ સુભદ્રાનું અપહરણ કરી અર્જુન લઇ ગયો હતો.
 
ઈસુની સાતમી સદીમાં રચાયેલા સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં ગિરનારનું મહાત્મ્ય આપેલું છે, તે મુજબ ગિરનારનું ક્ષેત્ર દશ-દશ ગાઉના પરિઘમાં ફેલાયેલું હતું. ગિરનારમાં આનંદ, કાલરોધ, સનક, વ્રૂષ, નીલ, ક્રૂષ્ણ અને રૂદ્ર જેવા અનેક પુણ્યસ્થળો અને વિવરો છે. પ્રભાસખંડ ગિરનારનું વર્ણન આપતા વિશેષ કહે છે કે, ગિરનાર શિવલિંગાકાર છે. તેના ભૈરવ, ગજપદ, રામાનંદ, મહાશૂંગ, અંબિકા અને શ્રીચક્ર વગેરે શિખરો તથા સિંહ, વિજય, કમલ, ત્રિલોચન, કુબેર અને અશ્વત્થામા વગેરે શૂંગો છે. આ શિખરો અને શૂંગો આજે પણ છે. પરંતુ સમય જતાં તેનાં નામોનું પરિવર્તન થઈ ગયું છે.
 


ગિરનારની પરિક્રમા 
પરિક્રમાનું મહત્વ 
ગિરનારએ અગ્નિક્રૂત પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજની જગપ્રસિધ્ધીની મહેક પ્રસરી રહી છે આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દરવર્ષે યોજાય છે. જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે. ગરવા ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે. આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પુનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી. ત્યાર બાદ સમય બદલાતા, આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા સ્વયંભુ છે.
 
આ પરિક્રમાનું મહત્વ ખાસતો એટલા માટે વધી જાય છે, કારણકે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરીવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્ક્રુતિને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી દુર પ્રક્રુતિનાં ખોળે અને જંગલના ઘટાટોપ વનરાઈની વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે સુમધુર કરતા પક્ષીઓનાં કલરવ સાથે પ્રક્રુતિની ગોદમાં જીવનનાં ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુ:ખ ભુલીને આવનાર સમયમાં બને તેટલું યથા શક્તિ પુણ્યનું ભાથુ બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે. તે દરમિયાન કેડીઓ, ધુળીયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, સોળેકળાએ ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે. જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે ૩૬ કી.મી.નો પગપાળા રસ્તો કયારે પુર્ણ થઈ જાય છે અને થાક પણ કયાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી.
 
પરિક્રમાનાં સ્થળ 
જુનાગઢ શહેરથી ૫ કી.મી. દુર ગરવા ગિરનારની ગોદમાં કારતક સુદ અગીયારસે સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તેજ દિવસે મધરાતે રૂપાયત, શ્રી દુધેશ્ર્વર મહાદેવ મંદીરેથી સંતો-મહંતો, જીલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દિપ પ્રગટાવીને બંધુકનાં ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે.
 
બીજા દિવસે આ કામણગારી ધરાને ખુંદતા પ્રક્રુતિને નિહાળતા અને આનંદ પ્રમોદ કરતા પગપાળા પંથ કાપતા જાય છે. દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે છે. અને બપોરનાં ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનુ બનાવીને તૂપ્ત થાય છે. આમ બીજા દિવસે રાત્રિ રોકાણ જીણાબાવાની મઢીએ થાય છે. યાત્રિકો માટે આ પ્રથમ વિસામો છે. અહીં શરૂઆતમાં વડલીવાલા માતાજીની જગ્યા આવેલી છે. તે પછી જીણાબાવાની મઢી આવે છે. અહીં નવાબી કાળમાં જીણાબાવા નામનાં સંત ધુણી ધખાવીને રહેતા હતાં. જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડયુ છે. પહેલા તો અહીં એક ઝુંપડી જ હતી. આજે તો અહીં ભગવાન શિવનું મંદીર અને જીણાબાવાનો ધુણો પણ આવેલો છે. આડે દિવસે કોઈ પણ માણસ જોવા ન મળે ત્યાં લાખો માણસો સાથે રાત્રિ રોકાણ કરે છે. આ દરમિયાન ઘણીબધી સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે. આમ તેરસનાં દિવસે ભગવાન સુર્યનારાયણનાં પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે જ બધા ચાલવાનું શરૂ કરે છે.
 
ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરૂદત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે. બપોરનો સમય થતા યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો રસોઈ બનાવે છે. અને સાંજ પડતા જ જંગલનાં ગીચ ઝાડી હોવા છતાં ગમે ત્યાં જગ્યા મેળવીને પડાવ નાખે છે. આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલા થાય છે. આ સ્થળ ગિરનારનાં જંગલનાં મધ્યમાં આવેલુ અતિ રમણીય છે. અહીં ખુબજ ઉચી વેલો થાય છે. જયાં દિવસનાં સુર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તેથીજ તેનુ નામ માળવેલા પડયું છે. જયાં પણ રાત્રે ભજનીકો દ્વારા ભજન અને રાસમંડળીની જમાવટ થાય છે. આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપુર જગ્યાએ ઉતારે છે. આમ ચૌદશની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે.
 
ચોથા દિવસે સવારે યાત્રિકોની વણજાર માળવેલાથી નીકળીને ગિરનારની પુર્વમાં થઈને દક્ષિણ તરફ વળે છે. અને ધીરે ધીરે ચાલતા વિસામો લેતા આગળ વધે છે. આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારિરીક રીતે અશક્ત વૂધ્ધ યાત્રિકો વિસામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે. અને સાંજનાં સમયે આવે છે બોરદેવી. આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ આવે છે. રળીયામણા અને મનોહર એવા આ બોરદેવી માતાજીની જગ્યામાં જયાં ગાઢ જંગલ છે ત્યાં બોરદેવી માતાજીનું શિખરબંધ મંદીર આવેલુ છે. આ મંદીરના મહંત શ્રી રામનારાયણદાસ ગુરૂ શ્રી જનાર્દનદાસજીનાં જણાવ્યા મુજબ સ્કંદપુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. તે મુજબ શ્રી ક્રુષ્ણનાં બહેન સુભદ્રાના અને અર્જુનના લગ્ન અહીં થયેલ છે. જગદંબા માં અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયેલ છે તેથી આ સ્થળનું નામ બોરદેવી પડેલ છે તેવી લોકવાયકા છે. જેની એક તરફ પાણી અને બીજી તરફ ગઢ ગિરનારની લીલી વનરાઈઓ જીવનનો તમામ થાક ઉતારી નાખે છે. આમ બોરદેવ માતાજીનાં દર્શન કરીને રાત્રિની મીઠી નિંદર માણી બધા સવારનાં યાત્રાનો પંથ આગળ કાપવાનો ચાલુ કરે છે.
 
યાત્રાનાં છેલ્લા અને પાંચમા દિવસે એટલેકે કારતક સુદ પુનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આમ આ યાત્રાનાં ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચડે છે. અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોનાં દર્શન કરે છે. તે સિવાયનાં યાત્રિકો ભવનાથ મહાદેવનાં દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પુર્ણ કરે છે. આમ આ કારતક સુદ અગીયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારિરીક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા પુરી થાય છે.
 
પરિક્રમામાં સેવાકીય પ્રવ્રૂતિ 
ગિરનાર ફરતે દરવર્ષે યોજાતી આ પાવનકારી પરિક્રમામાં લાખો લોકો આવતા હોવાથી તેમની વ્યવસ્થા જાળવવા માટે જુનાગઢનાં પોલીસ સ્ટાફ તરફથી સારી વ્યવસ્થા ગોઠવાય છે. પરંતુ આ ઉપરાંત મહત્વની બાબત એવી છેકે પરિક્રમામાં આવનાર યાત્રિકોને જમવાની તથા આરામ માટે સગવળતા મળે, તો આ કામ ઘણા વર્ષોથી સામાજીક સંસ્થાઓ કરી રહી છે. આમ પણ સૌરાષ્ટ્રની પ્રજા ભોજન કરાવવામાં અને ભજન કરવામાં આગળ છે. જેનાં દાખલા ગણ્યા ગણાય તેમ નથી.
 
(૧) શ્રી ખોડીયાર રાસ મંડળ-રાજકોટ:- આમ સમગ્ર પરિક્રમામાં સેવા અને અન્નક્ષેત્ર ચલાવવામાં મોખરાનું સ્થાન ધરાવતું રાજકોટ શહેરનું શ્રી ખોડીયાર રાસ મંડળ. આ સંસ્થા ઈ.સ.૧૯૬૧ થી સતત દર વર્ષે ગિરનારની પરિક્રમામાં આવતા યાત્રિકોને બન્ને ટાઈમ ભોજન અને ભજન પીરસીને તૂપ્ત કરી રહી છે. રાજકોટનાં ગ્રીન મરચન્ટ વેપારી મિત્રો દ્વારા સ્વ. લાભુભાઈ પટેલ દ્વારા શરૂ કરાયેલ આ અન્નક્ષેત્રને આગળ ચલાવવામાં આવે છે. અને અત્યારે તો એક વટવ્રૂક્ષ બની ગયેલ છે. આ સેવા અત્યારે જીણાબાવાની મઢીએ પુરી પાડવામાં આવે છે.
 
આમ શ્રી ખોડીયાર રાસ મંડળ તરફથી રોજ યાત્રિકોને ચોખ્ખા ઘીની ગુંદી, ગાંઠીયા, લીલા શાકભાજી તથા કઠોળનું શાક, સંભારો, ખીચડી અને કઢી વગેરે પીરસવામાં આવે છે. આ ઉપરાંત ચા,દુધ અને પાણીની પ્રસાદી અવિરત ચાલુ હોય છે. તેમજ રાત્રે નાંમાંકીત કલાકારો દ્વારા ભજન અને ભવાઈ અને નાટકમંડળી દ્વારા લોકોનો થાક ઉતારવામાં આવે છે. આ ઉપરાંત કોઇ અકસ્માત સર્જાય તો પ્રાથમિક સારવાર મળી રહે તે હેતુથી એમ્બ્યુલન્સ તથા દવાઓ રાખવામાં આવે છે. આમ માનવતાનાં પ્રવાહને જીવંત રાખવા માટે તેઓ એક ભગીરથ કાર્ય કરી રહ્યા છે.
 
(૨) વડાલ અન્નક્ષેત્ર:- ઈ.સ.૧૯૫૯ થી ગિરનારની પરિક્રમામાં આવતા યાત્રિકોને સગવળતા મળી રહે તે હેતુથી વડાલ ગ્રામજનો દ્વારા આ અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવેલ હતું જે આજે પણ સતત ચાલુ જ છે. ભુખ્યાને અન્ન, તરસ્યાને જળ અને જયાં ટુકડો ત્યાં હરિ ઢુકડો એ વાતને સાર્થક કરતા વડાલ ગ્રામજનો આ અન્નક્ષેત્ર સુરજકુંડથી માળવેલાની વચ્ચે શુકનાળા પાસે ચલાવવામાં આવે છે. જયાં યાત્રિકોને આરામ માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ ચા-પાણીની પ્રસાદી આપવામાં આવે છે.
 
(૩) મીરા દાતાર અન્નક્ષેત્ર:- આમ તો મીરા દાતારની જગ્યા એ અત્યારનાં સમયમાં કોમી એકતાનું ઉતમ ઉદાહરણ છે. કારણકે આ જગ્યામાં જમિયલશા પીરની દરગાહ આવેલી છે. જેનાં બ્રહ્મલીન મહંત શ્રી પટેલબાપુ દ્વારા આશરે ઈ.સ.૧૯૫૨ની સાલથી શરૂ કરવામાં આવેલા આ અન્નક્ષેત્રને હાલ તેમના શિષ્ય અને હાલનાં મહંત ચલાવે છે. જે સુરજકુંડની જગ્યાએ ચાલે છે. આ જગ્યાએ જમવાની તથા ચા-પાણીની સારી વ્યવસ્થા કરવામાં આવે છે. આમ ગિરનારની પરિક્રમાએ આવતા દરેક ધર્મનાં યાત્રિકો તેનો લાભ લે છે. અને ભાઈચારાની ભાવના કેળવે છે.
 
આ ઉપરાંત અન્ય ઘણીબધી સંસ્થાઓ દ્વારા આ ધાર્મિક કાર્યમાં પોતાનાથી થઈ શકે તેવુ યથાશક્તિ કાર્ય કરે છે. તેમજ બીજી ઘણી પ્રવૂતિ જુનાગઢ નગરપાલીકા દ્વારા સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. જેવીકે અશકત વૂધ્ધ યાત્રિકોને ટેકા માટે લાકડીનુ વિતરણ કરવું, અલગ અલગ જગ્યાએ પાણીનાં ટેન્કર ગોઠવવા તથા આગ ઓલાવવાનાં સ્ત્રોત, એમ્બ્યલન્સ તથા દવાખાનાને લગતી સુવિધાઓ પુરી પાડે છે.
 
પરિક્રમામાં યાત્રિકોએ ધ્યાનમાં રાખવા જેવી બાબત 
* યાત્રિકો જરૂર પુરતો સામાન સાથે રાખે તથા જરૂર મુજબ સુકો નાસ્તો, વોટરબેગ, નાનુ ચપ્પુ, પેપર, સાલ, સાબુ, ટુથબ્રશ, હાથપગ મોજા અને હાથબતી જેવી ચીજવસ્તુ સાથે રાખવી.
* યાત્રા દરમિયાન પ્રાથમિક સારવાર માટે દવા તથા ગ્લુકોઝના પાઉચ સાથે રાખવા.
* ૩૬ કી.મી.ની આ યાત્રા પગપાળા હોવાથી પરસેવો, ડંખ કે ફોડલા પડે છે. તે માટે મોજાઓ વારંવાર બદલવા અને કેનવાસનાં બુટ પહેરવા વધુ હિતાવહ છે.
* સામાન માટે કાપડનો થેલો રાખવો તેમજ સુતરાઉ કપડા પહેરવા અને યાત્રિક દીઠ ૫ કિલો વજન સાથે રાખવો જેથી વધુ થાક ન લાગે.
* યાત્રા સ્થળે સામાજીક સંસ્થા દ્વારા શુધ્ધ અને આરોગ્યવર્ધક ભોજન અપાતુ હોવાથી બહારનો વાસી નાસ્તો ન ખાવો જેથી તબિયત ન બગડે આમ છતા જો તબિયત બગડે તો તરતજ ડોકટરી સેવા આપતી સંસ્થાનો સંપર્ક કરી તપાસ કરાવવી.
* ચારે તરફ જંગલ હોવાથી રસોઈ બનાવતી વખતે આગ ન લાગે તેની કાળજી રાખવી. તેમજ પર્યાવરણની જાળવણી માટે વ્રુક્ષોને નુકશાન ન કરવું અને વન્ય પ્રાણીઓને છંછેડવા નહી.
* યાત્રા દરમિયાન કિંમતી સામાન સાથે રાખવો નહી, લાખોની સંખ્યામાં યાત્રિકો આવતા હોવાથી ગીરદી થતી હોવાથી ખિસ્સાકાતરૂથી સાવધાન રહેવું. કોઇ આકસ્મિક ઘટના બને તો નજીકનાં અધિકારીને જાણ કરવી. વગેરે...
 


ભવનાથનો મેળો 
મનુષ્યનું જીવન વેદના અને સંવેદનાની ખીણમાંથી પસાર થાય છે. એણે જે કંઈ સહન કર્યુ, જીરવ્યું, જોયું એની વેદના અથવા આનંદ વ્યકત કરતો રહે છે. વ્યકત કરવા માટેનું માધ્યમ કાવ્ય કે લેખ બને છે અને અનુભવવા માટે અલગ અલગ જગ્યાએ યોજાતા મેળાઓમાં જાય છે. આમ સૌરાષ્ટ્રમાં મુખ્ય જેવાકે રામનવમીના દિવસે ભરાતો માધવપુરનો મેળો ભકિત-કીર્તનનો મેળો ભરાય છે, ઋષિપંચમીના દિવસે તરણેતરનો મેળો યૌવન,રંગ,રૂપ,મસ્તી,લોકગીત,દુહા અને લોકન્રૂત્યનો મેળો ભરાય છે. જયારે ગરવા ગિરનારની ગોદમાં શિવરાત્રિ નાં દિવસે ભરાતો ભવનાથનો મેળો અલખના આરાધકોનુ મિલન સ્થળ છે જયાં ભારત ભરનાં સાધુ સંતો ભેગા થાય છે. જે ભારતમાં કુંભના મેળા પછી બીજા સ્થાને આવે છે. 

પુરાણો ઈતિહાસ
 
ગિરનાર ચોર્યાશી સિધ્ધોનું નિવાસ સ્થાન છે. યોગીઓની તપોભૂમિ છે. સાધુ-સંતો માટે માનો ખોળો ગણાય છે. સંસારના તાપથી દાઝેલાઓ માટે પરમ શાતા આપતું સ્થાન છે. ભવનાથનો સેંકડો વર્ષોથી સાધુ-સંતોનો મેળો ભરાય છે. દેશ વિદેશથી સાધુ-સંતોની વચ્ચે સંત સમાગમ તથા સત્સંગ કરવા ગિરનારની ગોદમાં આ ભવનાથનાં મેળે આવે છે. અમરાત્મા અશ્વત્થામા અને પાંચ પાંડવો આ ભવનાથનાં મેળામાં શિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સ્નાન કરી અને ભવનાથ મહાદેવનાં દર્શન કરવા આવે છે તેવી પણ એક લોકવાયકા છે.આમ પણ આ મેળાની સાથે જોડાયેલ મહત્વની બે જગ્યાનો પુરાણો ઈતિહાસ છે.
 
(૧) ભવનાથ મહાદેવ :- આપણા શાસ્ત્રોમાં કોઈપણ મંદીરનાં પ્રાગટય વિષેની જે વાતો જોવા મળે છે તે મુજબ ભવનાથ મહાદેવની કથા પ્રચલિત છે તે પ્રમાણે જયારે પ્રલય થયો અને બ્રહ્માનાં દિવસનો અંત આવ્યો, ત્યારે સૃષ્ટિ રૂદ્રમાં લય પામી. પ્રભાત થયું ત્યારે બ્રહ્મા, વિષ્ણુ તથા રૂદ્ર સત્વ, રજસ અને તમસ રૂપે પ્રગટ થયા. પ્રલય વખતે શિવ જળમાં સમાધિસ્થ હતા. બ્રહ્મા, વિષ્ણુ અને રૂદ્ર વચ્ચે કોણ મોટું એ અંગે વિવાદ જાગ્યો. તે સમયે શિવ વચ્ચે પડયા અને બ્રહ્માને ઉત્પતિ, વિષ્ણુને પાલન પોષણ અને રૂદ્રને સંહારનું કામ સોંપી તકરારનો અંત આણ્યો. 
જેથી જગતપિતા બ્રહ્માએ શિવજીને સંસારમાં રહીને સંસારીઓના સુખદુ:ખનું સમાપન કરવા વિનંતી કરી. આથી ભગવાન શિવએ પૃથ્વી પર નજર દોડાવી. વનરાજીથી આભુષિત એવા ઉજર્યત પર્વત (ગિરનાર) તેમની નજરે ચડયો. જેથી ગિરનારનાં ખોળે ભગવાન શિવએ આસન જમાવ્યું. બીજી તરફ કૈલાશમાં મહાદેવને ન જોતા પર્વતીએ શોધખોળ આરંભી. શિવને દેવોએ સૃષ્ટિ પર મોકલ્યા છે તે જાણીને પાર્વતી ક્રોધે ભરાયા. પતિની શોધ કરતા કરતા પાર્વતી મહાદેવે જયાં આસન જમાવેલું ત્યાં આવ્યાં. જેની સાથે બીજા દેવતાઓ પણ હતાં. તે દિવસે ભગવાન શિવ ભવનાથરૂપે પ્રગટ થયા તે દિવસ વૈશાખ સુદ પુનમનો હતો. પાર્વતીએ અંબિકારૂપે ગિરનાર ઉપર તથા વિષ્ણુએ દામોદર તરીકે દામોદર કુંડમાં વાસ કર્યો. અન્ય દેવતાઓ, યક્ષો, ગાંધર્વોએ ગિરનારનાં અલગ અલગ સ્થાનોને પોતાના નિવાસ બનાવ્યા હતા તેમ લોકવાયકા છે.
 
(૨) મૃગીકુંડ :- ભવનાથ મહાદેવની બાજુમાં આવેલા આ મૃગીકુંડની પણ આવીજ વિસ્મયભરી કથા છે. કાન્યકુબ્જનાં રાજાભોજને તેના અનુચરે એક દિવસ કહ્યુ કે રેવતાચળનાં જંગલમાં હરણનાં ટોળામાં માનવ શરીરધારી કોઈ સ્ત્રી ફરે છે. હરણની જેમ તે કુદે છે જેનું મોઢું હરણનું છે જયારે તેનું શરીર સ્ત્રીનું છે. જેથી રાજા દિવસોની મહેનત બાદ આ નવતર પ્રાણીને પોતાના મહેલમાં લઈ આવ્યા. ત્યારબાદ પંડીતોને આ ભેદ ઉકેલવા વિનંતી કરી. વિદ્વાનો કોઈ માર્ગ ન શોધી શકતા રાજા ભોજ કુરૂક્ષેત્રમા તપ કરી રહેલ ઉર્ધ્વરેતા નામના ઋષિ પાસે જાય છે. 
ઉર્ધ્વરેતા ઋષિએ મૃગીમુખીને માનવીની વાચા આપી જેથી તેણે પોતાના ગત જન્મની વાત કરી કે, આગલા ભવમાં રાજા ભોજ સિંહ હતો અને મૃગમુખી મૃગલી હતી. સિંહે મૃગલીનો શિકાર કર્યો ત્યારે ભાગવા જતા વાંસની ઝાડીમાં તેનું મસ્તક અટવાઈ ગયું અને બાકીનું શરીર સુવર્ણરેખા નદીના પાણીમાં પડ્યું. નદીના પવિત્ર પાણીમાં શરીર પડવાથી તે માનવજન્મ પામી. પરંતુ મોઢું ઝાડીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું. જેથી ઉર્ધ્વરેતા ઋષિનાં આદેશ પ્રમાણે રાજા ભોજે તપાસ કરાવી તો ઝાડીમાંથી હરણીની ખોપરી મળી આવી. તે સુવર્ણરેખાનાં જળમાં પધરાવવામાં આવી. તેથી મૃગમુખીનું સમગ્ર શરીર માનવીનું બન્યું. અને રાજા ભોજે વિદ્વાનોનાં આશીર્વાદ લઈને તેની સાથે લગ્ન કર્યા. ત્યાર બાદ પત્નીનું સુચન માનીને રાજાએ રેવતાચળ (ગિરનાર)ની તળેટીમાં એક કુંડ બનાવડાવ્યો. તે કુંડ એટલે આ મૃગીકુંડ. આ કથા લોકાધારિત છે. અને આજ કુંડમાં શિવરાત્રિએ સાધુઓ નાહવા પડે છે.
 
મહત્વ અને વર્ણન 
ભવનાથનો મેળો ગિરનારનાં પ્રથમ પગથિયાની આસપાસ આવેલી ભવનાથ તળેટીમાં દરવર્ષે વૈશાખ સુદ નોમ થી પુનમ એટલેકે શિવરાત્રિ સુધી ભરાય છે. આ મેળો સ્વંયમભુ છે તેમજ આ મેળાના કેન્દ્રસ્થાને સંસારીઓ નહીં પરંતુ સાધુઓ છે. આ મેળાનો પ્રારંભ નોમને દિવસે ભવનાથ મહાદેવનાં મંદીરે ધજા ચડાવીને કરવામાં આવે છે. તે સમયે દેશ-વિદેશમાંથી વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતો-મહંતો એકઠા થાય છે. આ મેળામાં સાધુઓને રહેવા માટેના અખાડાની વ્યવસ્થા જુનાગઢનાં અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. એક બાજુએ સાધુ-સંતોના ઉતારા તો બીજી બાજુએ આ મેળામાં સેવાકીય પ્રવ્રૂતિ કરતી સામાજીક સંસ્થાઓ, ધાર્મિક જગ્યાઓની રાવટીઓ ગોઠવવામાં આવે છે.
 
આ મેળામાં અત્યારે તો સમયનાં પરિવર્તનની સાથે ઘણોબધો ફેરફાર થઈ ગયો છે. જેમ કુંભનો મેળો યોજાય ત્યારે તેમાં સાધુ-સંતોને રહેવા માટેની સારી એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, કારણકે એક સાથે વધુ સંખ્યામાં સાધુ તથા સંસારીઓ ગંગા નદીમાં શાહી સ્નાન કરવા માટે એકત્રિત થતા હોય છે. આમ અહીં ગરવા ગિરનારની ગોદમાં શિવરાત્રિએ યોજતા ભવનાથનાં મેળામાં પણ સાધુ-સંતોને રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે, કારણકે અહીં ઘણા બધા સાધુ-સંતો મૃગીકુંડમાં સ્નાન કરે છે. આ મેળામાં ભારતભરમાંથી દશમનાં દિવસથી જ સાધુ-સંતો તથા સંસારી લોકો આવવા લાગે છે.
 
ગિરનારની ભવનાથ તળેટીમાં ભવનાથ મંદીરની જમણી બાજુએ ફકત સાધુઓને રહેવા માટે, તેમના ધુણા માટે અલગ અલગ સાઈઝની રાવટી બનાવવામાં આવે છે. જે સામે સામે બે લાઈનમાં ગોઠવવામાં આવે છે, કારણકે જાહેર જનતાને આ સાધુ મહાત્માઓના દર્શનનો લાભ મળી શકે છે. જયારે આ સાધુઓ આવે છે ત્યારે પોતપોતાના સેવકોને પણ સાથે લાવે છે. જેથી મેળામા રોકાણ દરમિયાન જે તે સાધુને જોઈતી તમામ વસ્તુઓ તેના સેવકો જ પુરી પાડે છે. જેવીકે ચા-પાણી, દુધ, ધુણા માટેનાં લાકડા વગેરે... જયારે નોમને દિવસે સવારે ભવનાથ મહાદેવનાં મંદિરે ધજા ચડે ત્યારે બધા સાધુ ત્યાં એકઠા થાય છે. ત્યાર બાદ તેને ફાળવવામાં આવેલ જગ્યાએ પોતાના ધુણા ધખાવે છે.
 
નાગાબાવાનું સરધસ 
ભારત વર્ષનાં ઈતિહાસમાં રથયાત્રા, શોભાયાત્રા, ઝુલુસ, સરઘસ જેવા અનેક જગ્યાએ ધાર્મિક તેમજ સામાજીક કાર્યક્રમો યોજાતા હોય છે. જેવી રીતે અષાઢ સુદ બીજને દિવસે એટલેકે અષાઢી બીજને દિવસે ઓરિસ્સાનાં પુરી, ગુજરાતનાં અમદાવાદ અને ભાવનગર જેવા શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે, તેમજ ભાદરવા સુદ ચોથના દીવસે એટલેકે ગણેશ ચતુર્થી નાં દિવસે મહારાષ્ટ્રનાં મુંબઈશહેરમાં તેમજ દેશનાં અન્ય શહેરોમાં પણ ભગવાન ગણેશની રથયાત્રાનીકળે છે. મહોરમ માસમાં તાજીયાનું ઝુલુસ નીકળે છે. આવીજ રીતે ભવનાથનાં મેળાનું મુખ્ય આકર્ષણ શિવરાત્રિનાં રોજ રાત્રે ૯ વાગ્યેથી નાગાબાવાઓનું સરઘસ છે.
 
આ સરઘસ શિવરાત્રીની રાત્રે ૯ વાગ્યાનાં અરસામાં ભવનાથ મંદીરની પાછળ આવેલા જુના દશનામી પંથ-અખાડા ખાતેથી સાધુઓનું સરઘસ નીકળે છે. નાગાબાવાઓનું આ સરઘસ છ દિવસનાં ભવનાથનાં મેળાની ચરમસીમા છે. સરઘસમાં પ્રથમ પંચદશનામી અખાડાની પાલખી ભગવાન દત્તાત્રેયની હોય છે. તે ઉપરાંત અભાવ અખાડાના ગાદીપતિની પાલખી અને અગ્નિ અખાડાના ગાયત્રીજીની પાલખી સાથે આખા વિસ્તારમાં ફરે છે. આ સરઘસમાં અલગ અલગ જગ્યાએથી આવેલા સાધુ-સંતો પોતપોતાના રસાલા, ધર્મધજા અને ધર્મદંડ સાથે પોતાના શિષ્યો સાથે નીકળે છે. જેમાં નાગાબાવાઓના ભાલા, તલવાર તથા પટાબાજીનાં ખેલ અને લાઠી(લાકડી)નાં હેરતભર્યા પ્રયોગો જોવા લોકો ઉમટી પડે છે. 
આ સરઘસ જે જે જગ્યાએથી નીકળવાનું હોય છે તે સ્થળે લોકો શિવરાત્રિની સવારથી તડકો, ગરમીની પરવા કર્યા વિના ભુખ્યા તરસ્યા બેસી રહે છે. આજુબાજુમાં આવેલા ધર્મશાળાની દિવાલો ઉપર ચડીને તથા જયાં જગ્યા મળે ત્યાં લોકો બેસી જાય છે. આ દિવસે સવારથીજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાય જાય છે. આ સરઘસમાં કેટલાક નાગાબાવાઓ પોતાની ઈન્દ્રીય વડે વાહનોને ખેંચીને લોકોને મંત્રમુગ્ધ કરી મુકે છે. લોકમાન્યતા મુજબ અમરાત્મા અશ્વત્થામા, પાંચ પાંડવો, રાજા ગોપીચંદ અને ભરથરી પણ સાધુવેશે આ સરઘસમાં હોય છે. આમ આ સરઘસ ફરતુ ફરતુ છેલ્લે ભવનાથ મંદીરનાં બીજે દરવાજેથી બાજુમાં આવેલ મૃગીકુંડ પાસે આવે છે. ત્યાર બાદ નાગાબાવાઓ અન્ય સાધુ-સંતો અને મહંતો વારા ફરતી આ મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે. જેમ કુંભના મેળામાં શાહી સ્નાનનું મહત્વ છે તેમ આ ભવનાથનાં મેળામાં મૃગીકુંડમાં સ્નાનનું મહત્વ ખુબજ છે. કહેવાય છેકે આ કુંડમાં નહાવા પડેલ અમુક સાધુઓ બહાર આવતા નથી અને ત્યાથી જ અદ્રશ્ય થઈ જાય છે. અહીથી સ્નાન કર્યાબાદ ભવનાથ મહાદેવની આરતી તથા મહાપુજા કરે છે.
 
શિવરાત્રિનાં સવાર સુધીમાં આ મેળો પુરો થઈ જાય છે. બીજે દિવસે સવારે નાગાબાવાઓ, સાધુ-સંતો અને અલગ અલગ જગ્યાએથી પધારેલા મહંતો પોત પોતાના સ્થાનોએ જવા રવાના થઈ જાય છે. આમ જુનાગઢ શહેરમાં આવેલ ગરવા ગિરનારમાં યોજાતા ભવનાથનાં આ ભાતિગળ અને ભક્તિના પ્રતિક સમા મેળામાં સૌલોકો છ દિવસનાં અંતે પુણ્યનું ભાથુ બાંધીને પોતપોતાના કામમાં લાગી જાય છે. તેમજ સાધુ-સંતો અને મહંતો પણ ભગવાનનાં ધ્યાનમાં લીન થાય છે.
 
રાવટી અને ઉતારા 
જેમ સૌરાષ્ટ્રનાં સાધુ-સંતોની આગવી છાપ રહી છે કે જયાં ટુકડો ત્યાં હરિ ઢુકડો, સંત કબિર કહે કમાલકુ દો બાતે સીખલે, કર સાહેબકી બંદગી ઔર ભુખે કો અન્ન દે. તેને સાર્થક કરતી સૌરાષ્ટ્રની ધાર્મિક જગ્યાઓ, સામાજીક સંસ્થાઓ અને તેને સહકાર આપતા દાતાશ્રીઓ પોતાનો કાફલો લઈને ભવનાથનાં શિવરાત્રિના આ મેળામાં લગભગ પાંચમથી જ આવી જાય છે. જે સંસ્થાઓ આ મેળામાં સેવા કરવા આવે છે તેની પહેલેથી કોઈ ચોકકસ જગ્યા નક્કી હોય છે તે લોકો દર વર્ષે ત્યાંજ પોતાનો મુકામ રાખે છે જેને બધા રાવટી અથવા ઉતારો બોલે છે. આ ઉપરાંત અલગ અલગ જ્ઞાતિ તથા ગામની જગ્યા તથા ઉતારા આવેલા હોય છે. આમ આ રાવટી તથા ઉતારા દ્વારા લોકોને જમવાનુ તથા રહેવાની સગવળ કરવામાં આવે છે.
 
ઘણાં વર્ષોથી યોજાતો શિવરાત્રિનો ભવનાથનો મેળો દેશ વિદેશમાં પણ ખ્યાતિ મેળવે છે. આ મેળામાં જેરામબાપાનો ગિરનારી ઉતારો, તોરણીયાનો ઉતારો, પરબનો ઉતારો, ભુરાભગતની રાવટી, લક્ષ્મણ બારોટનો ઉતારો, ખોડીયાર રાસ મંડળની રાવટી, માખાવડનો ચીનુબાપુનો ઉતારો, તેમજ અલગ અલગ જ્ઞાતિની જગ્યાઓ દ્વારા સવાર, બપોર અને સાંજે નાં ત્રણેય ટાઈમનાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ રાત્રે સુવામાટેની વ્યવસ્થા કરવામા આવે છે. આ ઉપરાંત જયાં ભોજન હોય ત્યાં ભજન કેમ ભુલાય. જેમાં ગિરનારી ઉતારો, તોરણીયાનો ઉતારો, લક્ષ્મણ બારોટનો ઉતારો, પરબનો ઉતારો, ભારતી આશ્રમ જેવા સ્થળોએ ભોજનની સાથે રાત્રે ભજન એટલેકે સૌરાષ્ટ્રનાં નામાંકિત કલાકારો દ્વારા સંતવાણી રાખવામાં આવે છે. જે જે રાવટી તથા ઉતારાનાં પડાવ હોય છે તેને જરૂરી તમામ વસ્તુઓ પોતાની રીતે સાથે લાવે છે. તેમજ જે જગ્યાઓ તે વાપરતા હોઈએ તેનુ ભાડુ પણ તેજ ચુકવે છે. આમ ભવનાથનાં આ મેળામાં આવતા તમામ સાધુ-સંતો અને લોકેને ભોજન અને અલખને આરાધવા માટેનું જે માધ્યમ ભજન છે તેની વ્યવસ્થા આ સંસ્થાઓ જ કરે છે.
 
આ સિવાય આ મેળામાં ખાવા-પીવાનાં સ્ટોલ તેમજ ભક્તિની સાથે મનોરંજન મળે તે હેતુથી થોડા સમયથી અલગ અલગ જારનાં ફજર, ચકરડીઓ તેમજ રોશની ગોઠવવામાં આવે છે. આ આયોજન જુનાગઢ શહેરની નગરપાલિકા તરફથી તથા પોલીસ ડિવીઝન દ્વારા ગોઠવાય છે. આમ તો જ્યારે મેળો ચાલુ થાય ત્યારથી જ બહારથી પધારેલા સાધુ-સંતો અને મહંતોને પાસ ફાળવવામાં આવે છે જેથી તેની ગાડીઓ રોકવામાં આવતી નથી બાકીનાં તમામ વાહનોને અમુક હદ સુધી જ જવા દેવાય છે. જેથી વધારે ગિરદી ન થાય અને વ્યવસ્થા જળવાય રહે. આ ઉપરાંત જુદા જુદા ક્ષેત્રોમાંથી આવતા લોકોને આવવા તથા જવા માટે વધારાની ટ્રેન અને બસની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવે છે. આમ આ મેળાનો લાભ લેવો તે જીદંગીનો એક લાહવો ગણાય છે. અને સામુહિક સાધુ-સંતોના દર્શનનો લાભ પણ મળે છે.
 


મંદિરો
 
નેમીનાથજીનાં દેરાસર
નેમીનાથજી ભગવાન - ગિરનાર (જુનાગઢ)
 
ગિરનારની મહતા ધાર્મિક દ્રષ્ટિએ પણ ઘણી મોટી આંકવામાં આવી છે. જૈન ધર્મના જે પાંચ યાત્રાધામ આવેલા છે તેમાનું એક યાત્રાધામ એટલે ગિરનારન્પર્વત પરનાં નેમીનાથજીનાં દેરાસર. ગિરનાર સાથે નેમીનાથજી અને રાજમતીનું નામ જોડાઈ ગયુ છે. પોતાના લગ્ન સમારંભ વખતે વધ કરવામાં આવનારા પશુઓનાં ભાંભરડા સાંભળીને રાજકુમાર નેમીનાથનું હદય હચમચી ઊઠયું. જેથી રાજપુત કુંવરે ત્યાગની દિશા લીધી, રાજમતીએ પણ સ્વેચ્છાએ ત્યાગની વાટ પકડી. ગિરનાર એમની તપસ્યા ભુમિ બન્યો. નેમીનાથજી અને રાજમતીની અપૂર્વ ત્યાગભાવનાથી ગિરનાર જૈનોનું તીર્થધામ બન્યો છે. આ જૈન દેરાસરનું જમીનથી લગભગ શિખર ૩૩૦૦ ફુટ ઉંચે છે. 
ગિરનાર ઉપર દેવકોટ દરવાજામાંથી અંદર જતા જૈન દેરાસરો દ્રષ્ટિગોચર થાય છે. ગિરનારનાં તિર્થનાયક નેમીનાથજી છે. એટલે વિશાળ મુખ્ય દહેંરૂ તેમનું છે. મંદીર ફરતો બહારનો રંગ મંડપ, ચોક અને નિજમંદીર કલાના મનોહરી નમુના છે. તેમાં નેમીનાથજીની શ્યામ મુર્તિ બિરાજમાન છે. આ દેરાસર વિક્રમ સંવત ૬૦૯ માં કાશ્મિરવાસી રતનશા નામના શ્રાવકે બંધાવ્યું હોવાનું કહેવાય છે. ત્યાર બાદ સમય જતાં દેરાસરનો જીર્ણોધાર વિક્રમ સંવત ૧૨૮૫ માં થયેલ છે. નેમીનાથજીના દેરાસર પાસે ઋષભદેવની આસનસ્થ વિશાળ પ્રતિમા છે. જૈનો તેને અદબદજી દાદા તરીકે ઓળખે છે. નેમીનાથજીના આ દેરાસરમાં ચાર શિલાલેખો છે. તેમાં રા'માંડલિકએ આ દેરાસરને સોનાનાં પતરાથી મઢાવ્યું હતું અને મેવાડા જ્ઞાતિના સૂત્રધાર ગાંગના પુત્ર હરિપાલને મંદીરોના લેખો કોતરવાનો હક વંશપરંપરાએ આપ્યાનો ઉલ્લેખ છે. નેમીનાથજીના મંદીરની પાછળ જગમાલ ગોરધનનું દહેરૂં છે. જગમાલ જૈન મંદીરોના મુનીમ હતાં. તેમના નામ ઉપરથી જુનાગઢ શહેરમાં જગમાલ ચોક પણ છે.
 
આ સિવાય સગરામ સોની અને માનસંગ ભોજરાજે બંધાવેલા દેરાસરો, સુર્યકુંડ, રા'ના સમયના અવશેષો, કુમારપાળે બંધાવેલું દેરાસર, સંપ્રતિ રાજાનું મંદીર, હાથીકુંડ, રાજુલની ગુફા વગેરે યાત્રિકો પ્રવાસીઓને આકર્ષે છે. ગિરનાર પર સૌથી કલાત્મક અને શ્રેષ્ઠ કારીગરીવાળા દેરાસરો તો વસ્તુપાલ અને તેજપાલે બંધાવ્યા છે. ઈ.સ.૧૨૩૨ થી ૧૨૪૨ વચ્ચે બંધાયેલા પાર્શ્ર્વનાથજીના આ દેરાસરો સ્થાપત્યકલાના ઉતમ નમુના છે. મંદીરમાં સાતેક અભિલેખો છે. જૈન શ્ર્વેતાંબર મુર્તિપુજક સંધના વહીવટ નીચે ગિરનારના દેરાસરો આવે છે. દિગંબરી સંધના પણ કેટલાક દેરાસરો છે. આમ શ્રી નેમીનાથજીના દેરાસરો ગિરનાર પર્વત પર ખુબજ જુનાં વખતથી આવેલા છે.
 
અંબાજીનું મંદિર 
ગિરનારનાં દર્શને આવનાર દરેક યાત્રાળુઓ ઘણી વખત બધાજ શિખરો ઉપર ચડી શકતા નથી પરંતુ જમીનથી લગભગ ૩૩૦૦ ફુટની ઉંચાઈએ આવેલ શ્રી અંબાજી મંદીરે પહોંચીને ધન્યતા અનુભવે છે. ગિરનાર ચડતી વખતે પ્રથમ પગથિયાની આસપાસનાં સ્થળને ભવનાથ તળેટી કહે છે. ત્યાંથી ચડવાની શરૂઆત કરીએ એટલે પાંડવ ડેરી, હનુમાન વાલુની આંબલી, ધોળી ડેરી, કાળી ડેરી અને ભરથરીની ગુફા જેવાં સ્થાનો આવે છે. આ ભરથરીની ગુફા પાસે ગિરનારમાં બરોબર અર્ધચઢાણે માળી પરબની જગ્યા આવે છે. અહીં ૧૩મી સદીમાં બંધાયેલ કુંડ છે. તેની પાસે ખાંગો પાણો છે. ત્યાંથી ઉપરકોટ ટુક થઈને નેમીનાથજીનાં દેરાસર આવે છે. દેરાસર પછી હિંદુઓનાં દેવસ્થાનો શરૂ થાય છે, જેમાં પ્રથમ ભીમકુંડ આવે છે ત્યાંથી અંબાજી મંદીરે જતા એક રસ્તો સાતપુડાની ગુફાઓ તરફ જાય છે. જ્યાં જટાશંકરી ધર્મશાળા, નિર્મળ જળનો કુંડ, ગૌમુખી ગંગા આવે છે. ત્યાંથી થોડે દુર રામાનુજ સંપ્રદાયની પથ્થરચટ્ટી નામની જગ્યા આવે છે, બરોબર તેની સામે જ ભૈરવજપનો પથ્થર આવેલો છે ત્યાંની એક પ્રચલિત માન્યતા છેકે આ પથ્થર પરથી પડતુ મુકીને આપઘાત કરવાથી રાજપદ મળે છે. પણ અત્યારનાં સમયમાં આવુ બનતુ નથી. ભૈરવજપ પાસે ઈ.સ.૧૮૨૪ માં ગિરનારમાં આવીને વસેલા યોગી સેવાદાસજીની જગ્યા છે. અહીંથી નીચે ઉતરતા શેષાવન, ભરતવન, હનુમાન ધારાના સ્થાનકો આવે છે. ગિરનાર ઉપર ચડવાનો આ જુનો મારગ છે.
 
આમ ભીમકુંડથી અંબાજી મંદીરે જતા રસ્તામાં આવતા અન્ય સ્થળોએ દર્શન કરીને ફરીથી યાત્રાળુઓ મુળ રસ્તે આવીને અંબાજી મંદીરે પહોંચે છે. આમ 'જય ગિરનારી' નાં નામનો નાદ જેના નામે ગાજે છે તે અંબાજીનું ભવ્ય મંદીર પશ્ચિમાભિમુખ આવેલું છે, જે ગુર્જર ઢબનું છે. ભગવાન શિવ ભવનાથ રૂપે અને પાર્વતી અંબાભવાની રૂપે પવિત્ર ગિરનારમાં વસે છે તેવી લોકોમાં એક પ્રકારની શ્રધ્ધા છે. જેમ ભારતમાં અન્ય જગ્યાએ ડુંગર ઉપર અંબાજી માતાજીનાં બેસણા છે તેમ ગિરનાર જેવા પવિત્ર ડુંગર ઉપર પણ છે.
 
ગોરખનાથનો ધુણો
ગોરખનાથની ટુક
 
આમ અંબાજીમાતાજીનાં દર્શન કર્યા બાદ ગુજરાત રાજયનાં સૌથી ઉંચા સ્થળમાં જેમની ગણના થાય છે. તે ગિરનાર પર્વતની સૌથી ઉંચી ટુંક એટલે કે ગોરખટુંક. જે ૩૬૦૦ ફુટની ઉંચાઈ વાળુ ગોરખ શિખર આવે છે. અહીં નાથ સંપ્રદાયનાં નવનાથ માનાં ગોરખનાથજીનો ધુણો અને તેમની ચરણ પાદુકા આવેલી છે. આ જગ્યાએ પહોચતાની સાથે જ કોઈ પણ માણસનાં ઉરમાં આનંદ ઉભરાવા માંડે છે. અહીંથી પુર્વબાજુ ઓઘડનાથની ટુંક આવેલી છે.
 
અહીંથી પગથિયાં નીચે ઊતરીને કમંડળ કુંડ તરફ જવાય છે. કુંડ પાસે ગુફા, દત્તાત્રેય ભગવાનનું સુંદર મંદીર આવેલુ છે જેમા દત્તાત્રેયનો ધુણો છે. અહીં સાધુઓનું અન્નક્ષેત્ર નિયમિત ચાલે છે. આવનાર તમામ યાત્રિકોને પ્રેમથી દાળ, ભાત, શાક અને રોટલીનો પ્રસાદ જમાડે છે. બાજુમાંજ નંદીશ્ર્વર મહાદેવનુ મંદીર આવેલુ છે. થોડે દુર અનસુયાની ટુંક આવેલી છે. આમ આગળ જતા રસ્તો ખુબજ થકાવનારો હોય છે. તેમજ અહીનું દ્રશ્ય ખુબજ સુંદર દેખાય છે કારણકે વાતાવરણમાં ઘુમ્મ્સનું પ્રમાણ જોવા મળે છે. અને એવુ લાગે છેકે આપણે વાદળની વચ્ચે જ ઉભા હોય. આમ ગિરનારની ઉંચામાં ઉંચી ટુંક ગોરખનાથ ટુંકથી આગળ વધાય છે.
 




દતાત્રેયનો ધુણો
 
ગોરખનાથ ટુંકથી દત્તાત્રેય ટુંક સુધી પહોંચવા માટેનો રસ્તો ખુબજ કઠીન ગણાય છે. અહીં ચડવા માટે પગથિયા તો છે, પરંતુ સમગ્ર આરોહણનો થાક ભેગો થાય છે. આમ ધીરે ધીરે થાક ખાતા યાત્રિકો પહોચી શકે તેવી આખરી દત્તાત્રેયટુંક આવે છે. અહીં ભગવાન દત્તાત્રેય નું મંદિર ત્રેતાયુગના સમયનું એટલે કે ભગવાન રામના જન્મ પહેલાનું છે. કહેવાય છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવના સ્વરૂપે અનસૂયાની કોખે પ્રગટેલા દત્તાત્રય ભગવાને અહીં ૧૨૦૦૦ વર્ષ તપ કર્યું હતું. તેમનાં પગલાં અહીં સ્વયંભૂ પ્રગટ્યા છે. અનેક સિદ્ધ લોકો અને દિવ્ય ચેતનાઓ આ સ્થળની મુલાકાત લે છે. ષટકોણ આકાર મંદિરમાં ભગવાન દત્તનાં પગલાં બિરાજે છે. તેમનું સુંદર સ્વરૂપ અને પાદુકાઓ રાખવામાં આવેલી છે. આ સ્થળે એક ઘંટ પણ આવેલ છે. જે ત્રણ વખત વગાડવાની માન્યતા છે.
 
આ શિખરથી આગળ 'કાલકા ટુંક' આવેલી છે. ત્યાં જવા માટે પગથિયાં નથી, પુર્વ બાજુની આ ટુંક ઉપર કાલિકામાતાનાં બેસણા છે. જેના દર્શન અહીંથી કરવા પડે છે. આ દત્તાત્રેય ટુંકથી સંપુર્ણ વિહંગ દ્રશ્ય થાય છે. દુર તળેટી માળવેલો, બોરદેવી, ગબ્બરનો ડુંગર જોઈ શકાય છે. આમ ગિરનારનાં એક છેડે ગુરૂદત્તનાં બેસણા છે, તો નૈઋત્યમાં જમિયલશા દાતારનું આસન છે. અહીંથી ઉતરવા માટે પરત ફરવાનું હોય છે. ઉતરતી વખતે લગભગ બપોર પછીનો સમય થઈ ગયો હોય છે જેથી તડકાનો તાપ પણ વધારે લાગે છે. જેથી થાક ખાતા ખાતા નીચે ઉતરાણ થાય છે. જે દરમિયાન ઘણા સ્થળો જોવાના બાકી રહી ગયા હોય તો જોતા જવાય છે.
 
મીરા દાતાર 
ગિરનારનાં એક છેડે ગુરૂદતના બેસણાં છે, તો નૈઋત્યમાં પ્રુથ્વીની સપાટીએથી ૨૭૫૦ ફુટની ઉંચાઈએ મીરા દાતારની જગ્યા આવેલી છે. ત્યાં જમિયલશા દાતારનું આશન છે. કહેવાય છે કે જમિયલશા ઈરાનથી સિંધ થઈને ઈ.સ.૧૪૭૦ માં અહીં આવીને વસ્યા હતા. આ દાતારની જગ્યાની પાછળ ભવનાથનો ધુણો આવેલો છે. મીરા દાતારની જગ્યાએ હિંદુ, મુસલમાન અને દરેક કોમનાં માણસો દર્શનાર્થે આવે છે. જેથી કોમી એકતાનું પ્રતિક સમુ આ સ્થળ આવેલું છે. જયાં આજથી ૫૦ વર્ષ પહેલા ત્યાંના મહંત પટેલ બાપુએ શરૂ કરેલ અન્નક્ષેત્ર હજુ પણ ચાલુ છે. જયાં કોઈ પણ જાતનાં ભેદભાવ વગર પ્રસાદ આપવામાં આવે છે. તેમજ આ જગ્યા તરફથી ગિરનારમાં દર વર્ષે યોજાતી પરિક્રમામાં ભક્તોને જમવાની વિનામુલ્યે વ્યવસ્થા કરવામાં આવે છે. આ તમામ વ્યવસ્થા હાલનાં મહંત શ્રી તરફથી કરવામાં આવે છે. એક ભજનમાં પણ દાતારનો મહીમા ગાવામાં આવ્યો છે કે ઉંચો છે ગરવો દાતાર, નીચે છે જમિયલશા દાતાર.
 


અન્ય સ્થળો
 
અશોકનો શિલાલેખ 
અશોકનો શિલાલેખ જુનાગઢથી ગિરનારનાં દર્શને જતા રસ્તામાં જમણી બાજુએ એકાદ કિલોમીટરે આવતુ પ્રથમ ઐતિહાસીક સ્થળ છે. આ શિલાલેખ મૌર્ય વંશમાં થયેલ અશોકના નામથી પ્રચલિત છે. આ ૭૫ ફુટનાં ઘેરાવામાં આશરે ૨૨૦૦ વર્ષથી પડેલા ઈતિહાસના અમુલ્ય વારસા સમા અશોકનાં શિલાલેખમાં ૧૪ આજ્ઞાઓ કોતરેલી છે. તેમાં યજ્ઞ કે શિકાર માટે પશુવધ ન કરવાનો, માણસો અને જનાવરો માટે ઔષધિઓનું વાવેતર કરવાનો, લોકોને ધર્મ બરાબર પાળવાનો, મિત્રો, બ્રાહ્મણો અને શ્રમણોનો સત્કાર કરવાનો, દરેક ધર્મ અને સંપ્રદાય પ્રત્યે સહિષ્ણુતા કેળવવાનો એમ વિવિધ ઉપદેશ અપાયા છે. ૨૨૦૦ વર્ષથી સચવાયેલ આ શિલાલેખને અત્યારે ભારત સરકારનાં પુરાતન વિભાગ દ્વારા સાચવવામાં આવ્યો છે. અને તેની દેખરેખ નીચે છે. ગિરનારની યાત્રાએ જતા યાત્રિકોએ આ સ્થળની મુલાકાત લેવી જોઈએ.
 
દામોદર કુંડ 
જુનાગઢ શહેરથી ત્રણેક કિલોમીટર ગિરનાર તરફ જતા માર્ગે પુરાણપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ દામોદર કુંડ આવેલ છે, જેનું પૌરાણિક નામ બ્રહ્મકુંડ હતું. ત્યાં બ્રહ્માએ યજ્ઞ કર્યો હોવાથી આ તીર્થને પ્રાચીનકાળમાં બ્રહ્મકુંડ તરીકે ઓળખવામાં આવતું. દામોદરકુંડની ઉત્તરમાં કુમૂદ પર્વત આવેલો છે જેનું બીજું નામ ‘અશ્વત્થામા પર્વત’ કહેવાય છે. સાત ચિરંજીવમાનાં એક અશ્વત્થામા પ્રતિદિન પ્રાત:કાળે બ્રહ્મમુહૂર્તમાં સંધ્યાવંદન કરવા આ તીર્થમાં આવે છે તેવી મુમુક્ષુઓની અનુભૂતિ છે. આદિ ભક્ત કવિ તેમજ સંતશિરોમણી શ્રી નરસિંહ મહેતા ગામમાંથી ચાલી પ્રતિદિન પ્રાત:કાળે દામોદર તીર્થમાં બારેમાસ સ્નાન કરવા આવતા તેમજ અહીં દામોદર મંદિરમાં બેસી અખંડ ભજન અને ભક્તિ કરતા. તેમજ આ કુંડની બરોબર સામે જ શ્રી રાધા દામોદરજીનું ખુબજ પૌરાણિક અને જુના સમયનું ઐતિહાસીક મંદીર આવેલું છે.
 
આ દામોદર કુંડ સાથે શ્રી દામોદરરાયે નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને ભાદરવા વદ-૫ ને શનિવારે (શ્રાદ્ધ પક્ષ)ના દિને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ સરાવી તર્પણ કરેલું હતું. કાલયવન રાક્ષસના નાશ માટે શ્રી કૃષ્ણ રણ છોડીને ભાગ્યા એટલે રણછોડ કહેવાયા અને ત્યારબાદ તેઓ સદેહે આ પાવન તીર્થ પર પધાર્યા હતા. એક લોકવાયકા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનાં અસ્થીનું વિસર્જન પણ તેમનાં પૌત્ર અનિરુદ્ધજીના હસ્તે આ કુંડમાં કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતનાં ઘણાખરા પ્રદેશમાંથી લોકો પોતાના સ્વજનનાં અસ્થી પધરાવવા હરદ્વારમાં ગંગાનદીમાં પધરાવવા ન જઈ શકે તે લોકો દામોદર કુંડમાં અસ્થી પધરાવે છે. આસપાસનો આખો પ્રદેશ ખૂબ હરિયાળો શાંત અને પવિત્ર છે. જુદા જુદા ધર્મનાં સંતોએ પણ આ દામોદર કુંડમાં સ્નાન કરીને ધન્યતા અનુભવેલ છે. જેમાં કવિશ્રી નરસિંહ મહેતા, સ્વામિનારાયણ સંપ્રદાય નાં આદ્ય સ્થાપક શ્રી સ્વામિનારાયણ ભગવાન(સહજાનંદ સ્વામી/શ્રીજી મહારાજ) કે જેઓએ પોતાના સ્વમુખેથી ભગવાન શ્રી દામોદરજીને શ્રીમદ્ ભાગવત સપ્તાહ સંભળાવેલ હતી., વીરપુરનાં સંતશ્રી જલારામ બાપા, સતાધારનાં સંતશ્રી આપાગીગા તેમજ શ્રી વેલનાથજી વગેરે સંતોએ આ કુંડમાં સ્નાન કરેલ છે. એટલેકે આ તીર્થમાં ૯ નાથ, ૮૪ સિધ્ધ, ૬૪ જોગણી, ૫૨ વીર અને ૬૮ તીરથ નો વાસ રહેલો છે. જેથી અહીં સ્નાન કરીને બધા પવિત્રતા અનુભવે છે.
 

શિવરાત્રિનો મેળો : જાણવા જેવો, માણવા જેવો girnar sadhuગિરનાર અદભુત છે. એને હિમાલયનો પણ પ્રપિતામહ ગણવામાં આવે છે. આભને આંબતા એના ઊતંગ શિખરો પર સદીઓ-યુગોથી ધર્મની ઘ્વજા ફરકતી રહે છે. ગિરનાર એ માત્ર કાળમિંઢ પથ્થરોનો સીધો સાદો પર્વત નથી. એના કણકણમાં ચેતના છે. સાધકો, મુનિઓ, તપસ્વીઓ અને અલખના આરાધકો માટે એ પ્રચંડ-અખૂટ આઘ્યાત્મિક શકિતઓનો સ્ત્રોત છે. હજારો-લાખો વર્ષોથી સઘ્ધિ સાધુ, સંતો, સાધકોની આ તપશ્ચર્યા ભૂમિ છે.
હા ! આ આખો પર્વત, એનો તસુ એ તસુ ભાગ એક પવિત્ર તિર્થધામ છે. અને એટલે જ આ પર્વત ઉપર દત-દાતારના બેસણા છે. જગતજનની મા અંબા આ પર્વતના ઉચેરા શિખર ઉપર બેસીને આ સૃષ્ટિની રક્ષા કરે છે. મહાકાલેશ્વર પ્રભુનું આ પર્વતની ગુફામાં બેસણું છે. ૩૩ કરોડ દેવતાઓ, ચોંસઠ જોગણીઓ અને બાવન વિરો અહીં બિરાજમાન છે. ગિરનાર તો ગિરનાર છે. એ ભવ્ય છે, એ દિવ્ય છે અને એ ગેબી છે.
ગિરનારના અનેક રૂપ છે. એના વિશાળકાય ખડકો ઉપરની લીલીછમ વનરાઈઓ એને અદભુત સૌંદર્ય બક્ષે છે. જાણે કે કદી પૂરી જ ન થવાની હોય એવી એની ગિરિમાળાઓ બેમિસાલ સુંદરતા, એની અણસ્પર્શી તાજગી અને કદી કલ્પના પણ ન કરી હોય એવી નિરવ શાંતિથી છલકાય છે. પુનમની રાત્રે ગિરનારની ટોચ ઉપરથી નજરે પડતું એની માઈલો સુધી પથરાયેલી કંદરાઓનું અવર્ણનીય સૌંદર્ય ઇશ્વરની અલૌકીક સર્જનાત્મકતાની ઝલક આપે છે.
તો અમાસની કાજલધેરી અંધારી રાત્રે પર્વત પર વ્યાપેલા સન્નાટામાં જાતને ડુબાડીને અબજો તારલિયાઓથી ચમકતા અસીમ આકાશનું દર્શન માનવીને બ્રહ્માંડની ભવ્યતાનું ભાન કરાવે છે. ગિરનાર તો ગિરનાર છે અને આ ગિરનારનું સૌથી રહસ્યમય પાસુ હોય તો એ એનું ગેબીતત્ત્વ છે.
ગિરનારને કોઈ પૂરેપૂરું પીછાણી શકયું નથી. આ ભૂમિ, આ પર્વતના આધિપતિ દેવાધિદેવ મહાદેવ શંકર ભગવાન છે. કૈલાસની જેમ જ ગિરનાર ઉપર પણ શિવજીનું નિવાસસ્થાન છે. ભોળિયો નાથ અહીં સાક્ષાત ડમરું વગાડે છે અને એ અલગારી ભોળિયા ભગવાનને રિઝવવા સાધુઓ, નાગાબાવાઓ જિંદગી આખી અલખના ધૂણા ધખાવીને બમ બમ ભોલેના નાદ લગાવ્યે રાખે છે. શરીરે ભસ્મો લગાવી, દિશાઓને જ વસ્ત્રો બનાવીને દિગંબર અવસ્થામાં શિવજીની ભકિતમાં મસ્ત રહેતા આ નિર્લેપ-અલગારી સાધુઓના દર્શન કરવાની તક જૂનાગઢના ભગનાથ તળેટીમાં મહાશિવરાત્રિના મેળામાં પ્રાપ્ત થાય છે.
સંસારનો મોહ ત્યજીને પોતાને શિવમય બનાવી દેનારાઓ સાધુઓ કોણ છે ? એમની સાધના કઈ હોય છે ? એમની દિનચર્યા શું છે ? એમની સિઘ્ધિઓ કેવી હોય છે ? એ કયાંથી આવે છે ? કયાં જાય છે ? કયાં રહે છે ? વગેરે વગેરે પ્રશ્નો સદીઓથી ઉત્સુકતા જગાવતા રહ્યા છે.સાધુ જીવનનો એક વણલખ્યો નિયમ છે. સાધુનું કૂળ અને એનું મૂળ કદી પૂછવામાં નથી આવતા. ભગવા ધારણ કર્યા પછી સાધુ એનો ભૂતકાળ સદા માટે દફનાવી દે છે. સંસારી લોકોનું સાધુઓ અંગેનું જ્ઞાન ખૂબ અલ્પ અને ઉપરછલ્લું હોય છે.
શિવરાત્રિના મેળાનું મુખ્ય આકર્ષણ પણ નાગાસાધુઓ હોય છે. આ સાધુઓના દર્શન કરવા માટે સૌરાષ્ટ્રના આઠથી દસ લાખ લોકો દર વર્ષે આ મેળામાં ઊમટી પડે છે. સાધુઓ પણ આ ચાર દિવસ દરમિયાન લોકોને ખુશીખુશીથી દર્શન અને આશીર્વાદ આપે છે.
જાણકારોના કહેવા પ્રમાણે ગીર તળેટીમાં વિવિધ પંથના સાધુઓના છ અખાડા છે. અખાડા એટલે કે જે તે પંથના સાધુઓની જગ્યા. ભવનાથ તળેટીમાં શિવ શંભુ પંથ દશનામ અખાડા, શિવ શંભુ પંથ અગિ# અખાડા, શિવ શંભુ પંથ દશનામ આહ્વાન અખાડા, નિરંજન અખાડા, અટલ અખાડા અને ઉદાસી અખાડા અસ્તિત્વ ધરાવે છે. એ પૈકીના ઉદાસી અખાડાને બાદ કરતા બાકીના તમામ પંથ શૈવપંથી છે અને બધા દિગંબર પંથી સાધુઓ છે.
આ તમામ અખાડાઓમાં જે તે પંથના કેટલાક સાધુઓ કાયમી નિવાસ કરી, પંથે નિર્માણ કરેલ વિધિ વિધાન મુજબ એ અખાડાઓનું જતન કરે છે. શિવપંથમાં અખંડ ધૂણાનું ગેબી મહત્ત્વ છે. ધૂણામાંથી દિન-રાત પવિત્ર અવિરત ધુમ્રસેરો ઊઠતી રહે છે. અને ધૂણે બેસી, શરીરો પર ભસ્મો લગાવી અલગારી સાધુઓ શિવોહમ શિવોહમના નાદ લગાવ્યે રાખે છે.
મહાશિવરાત્રિના મેળા દરમિયાન આ પંથોના અન્ય સ્થળે વસતા નાગાબાવાઓનું જૂનાગઢમાં પોતપોતાના અખાડાઓમાં આગમન થાય છે. જાણકારસૂત્રોના જણાવ્યા મુજબ કદી જાહેરમાં ન આવતા આ નાગાસાધુઓ શિવરાત્રિ ઉપર અચુક જૂનાગઢ આવે છે. આ ક્ષેત્રમાં ગળાડૂબ બનેલા જાણકારોની મત મુજબ શિવરાત્રિ ઉપર કાશી, હરિદ્વાર, નાસકિ, ત્રયંબક અને નેપાળ જેવા સ્થળઓએ આખું વર્ષ આકરી તપશ્ચર્યા કર્યા બાદ એ પાવનકારી તિર્થધામોમાંથી નાગાબાવાઓ ગિર તળેટીમાં આવી જાય છે. અને પોતપોતાના અખાડાઓમાં બિરાજમાન થઈ ભાવિકોને દર્શન આપે છે. મહાશિવરાત્રિની મધરાત્રે સરઘસ પૂરું થયા બાદ મૃગીકુંડમાં સ્નાન કરીને પછી આ બાવાઓ ચૂપચાપ પોતાના મૂળસ્થાને સિધાવી જાય છે.
મહાશિવરાત્રિની રાત્રે નીકળતું નાગાબાવાઓનું આ સરઘસ અનેક વિશિષ્ટતાઓ ધરાવે છે. સાધુઓ પોતપોતાના શસ્ત્રો, ચિહ્નો વગેરે સાથે દિગંબર અવસ્થામાં ભવનાથ મંદિર ભણી કૂચ કરી જાય છે. એ સમયે એવું લાગે છે કે, આ પૃથ્વી ઉપર જો કોઈ સાચા શહેનશાહ હોય તો એ આ બાવાઓ જ છે. નાગાસાધુઓ સરઘસ દરમિયાન હઠયોગ થકી પ્રાપ્ત થયેલી પ્રચંડ શકિતઓનું પ્રદર્શન કરે છે.
તળેટીના ઢાળવાળા રસ્તાઓ ઉપર ઈન્દ્રિય સાથે દોરડું બાંધીને ભારેખમ વાહનો ખેંચતા સાધુઓ, કે લિંગમાંથી આરપાર પસાર કરેલા લોખંડના સળિયાઓની બન્નો બાજુ ઉપર એક એક માણસને ઊભા રાખવાનું કૌવત દેખાડી શકતા આ સાધુઓ કઈ હદની શારીરિક, માનસકિ અને આઘ્યાત્મિક સિઘ્ધિઓ ધરાવતા હશે એના અચંબિત કરી દેતો પરિચય આપે છે.
પણ વાત માત્ર આ શકિતઓ કે સિઘ્ધિની નથી. એવું માનવામાં આવે છે કે, આ સરઘસની આગેવાની નાગાસાધુ સ્વરૂપે ખૂદ દેવાધિદેવ શંકર ભગવાન લે છે. ગિરનારના ટોચના શિખર પરથી નીચે ઊતરીને દત ભગવાન પણ એ સરઘસમાં જોડાય છે અને શિવજી અને દત ભગવાનની આગેવાની હેઠળ સનાત ધર્મના, અલખના ભોળેનાથના આરાધક એવા નાગાબાવાઓ જયારે મૃગીકુંડમાં ધૂબાકા મારે છે ત્યારે એ ક્ષણની સાક્ષી થવા ૩૩ કરોડ દેવતાઓ ગિર તળેટીના આકાશમાં ઊમટી પડે છે. દર વર્ષે લાખો લોકો આ દિવ્ય ક્ષણની દિવ્ય અનુભૂતિ પામવા ઊમટી પ઼ડે છે.
મહાશિવરાત્રિનો મેળો શહેરોના સુંવાળા લોકો માટે નથી. આ મેળો છે સૌરાષ્ટ્રની ખડતલ ગામઠી પ્રજાનો. માથે ભાતાના ડબ્બા અને કાંખમાં છોકરું રાખીને કલાકો સુધી એક સ્થળે ઊભા રહીને શિવસ્વરૂપી નાગાબાવાઓના દર્શન કરવાની અખૂટ ભકિત અને શ્રઘ્ધા ધરાવતી સોરઠની, કાડિયાવાડની, હાલારની અને ઝાલાવાડ કે ગોહિલવાડની અસલ સૌરાષ્ટ્રીયન સંસ્કતિ ધરાવતી તાકાતવાળી મહિલાઓનો આ મેળો છે. ઈશ્વરમાં અતૂટ શ્રઘ્ધા ધરાવતા, સીધા સાદા ભોળ્યા ભાવિકોનો આ મેળો છે. અને કદાચ ! આવા ભોળ્યાઓને જ ભોળેનાથ મળે છે.
જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થઈ ગયો છે. એકા’દ દિવસ, બાકીનું બધું વિસારીને, મોહ, માયા, સ્વાર્થ, વેપાર, ધંધા, નોકરી, પ્રપંચ અને બુઘ્ધિ-તર્કનું પડીકું વાળીને અલખના સાચા આરાધકો વચ્ચે પહોંચી, સાચા દિલથી હર હર મહાદેવના નારા લગાવવાની આ તક ઝડપી લેવા જેવી છે. ભોળ્યો નાથ રિઝી જાય તો બેડો પાર થઈ જાય.
 અનુભૂતિ, કિવંદતીઓ અને ચમત્કારો
શિવરાત્રિના મેળા દરમિયાન અનેક લોકોને અનેક પ્રકારની અનુભૂતિઓ થાય છે. ઘણા લોકોને નાગાસાધુઓ તરફથી આશીર્વાદની સાથે અલભ્ય અને અમુલ્ય ગણાય એવી વસ્તુઓ પણ પ્રસાદરૂપે મળે છે. એકને એક સાધુ એક જ સમયે બે અલગ અલગ સ્થળે દેખાયા હોય એવી કિવંદતીઓ પણ મેળા દરમિયાન સાંભળવા મળે છે.
ચમત્કારો થાય છે કે, નહીં એ હંમેશા વિવાદનો વિષય રહ્યો છે. આ બધા વચ્ચે એક ખૂબ જાણીતી ઘટના હરહંમેશ ગવાતી રહે છે. શિવરાત્રિના મેળામાં આવતા મોટાભાગના લોકો દાતારના દર્શને પણ જાય છે. પણ, જયારે સરઘસ નીકળવાનું હોય ત્યારે દાતાર ઉપર એ રાત્રે એકપણ યાત્રાળુ નથી હોતા.
બધા ગિર તળેટીમાં હોય છે. ચમત્કારની જે ઘટના ભાવિકો યાદ કરે છે એ વાત ૧૯૮૬ની મહાશિવરાત્રિએ બની હતી. દાતાર ઉપર ત્યાંના મહંત અને સઘ્ધિપુરુષ પટેલબાપુ, કેટલાક સેવકો અને માત્ર એક યાત્રાળુ હતા. એ યાત્રાળુએ પટેલબાપુ પાસે ‘શિવજીની પ્રસાદી’ માંગી.
પટેલબાપુ હળવું હસ્યા અને પછી રાબેતા મુજબ જગ્યામાં આવેલા કોઠાર રૂમમાં રાત્રે સાધના માટે ચાલ્યા ગયા. સવારે ચાર વાગ્યે બહાર આવ્યા ત્યારે એ યાત્રાળુને એમણે કહ્યું. ‘‘જાવ પ્રસાદી લઈ લ્યો...’’ અતિ રોમાંચિત થયેલા એ યાત્રાળુ કોઠાર રૂમમાં ગયા ત્યારે ત્યાં ફર્શ ઉપર ગુલાબની પાંદડીઓનો થર હતો.
બીજા દિવસે આવેલા તમામ યાત્રાળુઓને બાદમાં એ પ્રસાદીરૂપે આપવામાં આવી હતી. વાત સાચી માનવી કે ખોટી એ દરેકની વ્યકિતગત શ્રઘ્ધા, સમજણની વાત છે. પણ, એ વાત ખરી કે શિવજીને યાદ કરનારને ભૌતિક સ્વરૂપે નહીં તો અનુભૂતિના રૂપે, દિવ્ય પ્રસાદી અચૂક મળે છે.
ગુફાઓમાંથી આવે છે સિઘ્ધો
શિવરાત્રિના મેળા સાથે અનેક રહસ્યો ગુંથાયેલા છે. આઘ્યાત્મિક ક્ષેત્રે સાચું જ્ઞાન પ્રાપ્તિ કરનારાઓનો એક મત એવો છે કે, પૃથ્વી ઉપર દૈવી અને આસૂરી તત્ત્વોની સમતુલા જાળવવા માટે દરેક સમયે પાંચસો જેટલા આત્મસાક્ષાત્કારી સાધકોની ઉપસ્થિતિ મોજુદ હોય છે. આ એક કુદરતી વ્યવસ્થા છે. સર્વ શકિતમાન તત્ત્વએ કરેલી એ ગોઠવણ છે.
એ પૈકી વીસથી પચ્ચીસ સાધકોના ગિરનારમાં બેસણા છે.શ્રઘ્ધાળુઓ અને જાણકારોના મતે આ સાધકો ગિરનારની ગેબી ગુફાઓમાં આખું વર્ષ અજ્ઞાતવાસમાં સાધના કરે છે. લોકો સાથે એમનો સંપર્ક નથી હોતો. આ સિઘ્ધો માત્ર એક જ વખત મહાશિવરાત્રિના મેળામાં જાહેરમાં આવે છે અને પછી પરત ચાલ્યા જાય છે.
આ થિયરી સદીઓથી કણોપકર્ણોઊતરી આવી છે. એની સાબિતી કે પૂરાવા નથી હોતા. પણ, ગિરનારમાં ગેબી ગુફાઓના અસ્તિત્ત્વ વિશે કોઈશંકા કરી શકે તેમ નથી. આનું એક જવલંત ઉદાહરણ દાતારની ગુફા છે. ગિરનાર પર્વત ઉપરની આ કદાચ સૌથી વધારે રહસ્યમય જગ્યા છે. હજારો લોકો ત્યાં દર્શને જાય છે.
આ ગુફાના પ્રવેશસ્થાન ઉપર લાકડાનો દરવાજો છે જે પ્રાકતિક નથી, માણસોએ બનાવેલો છે. હવે બે ઘડી વિચારો કે એ દરવાજાની જગ્યાએ એક મોટો પથ્થર હોય તો કોઈને ખ્યાલ પણ ન આવે કે એની પાછળ એક ગુફા છે.
ગિરનારને પીછાણતા લોકો કહે છે કે, આવી તો અનેક ગુફાઓ મોજુદ છે અને કદાચ એ ગુફાઓમાં જ આ સઘ્ધિસાધુઓ તપશ્ચર્યા કરતા હશે. ગિરનાર બહારથી દેખાય છે એવો નથી. આ નરસૈયાની ભૂમિ છે. શ્રાપિત અમરત્વ પામેલો અશ્વસ્તથામા એની ગીરીકંદરાઓમાં ઘૂમે છે. ગિરનારમાં ચમત્કારો થતાં જ રહે છે.

No comments: