“પપ્પા આજે ઓફીસ થી વહેલા આવી જજો ને..!!”, એક ઓગણીસ વર્ષ ની સમજદાર છોકરી કહે છે જેની આંખો જોઇને કોઇ પણ બાપ ના પાડી ના શકે.
“પપ્પા મારી ગ્રામર ની બુક ભરાઇ ગઇ છે, વીસ રૂપિયા આપોને…”, એક આઠમાં ધોરણ મા અભ્યાસ કરતો છોકરો બોલે છે.
“પપ્પા કોલેજ જવા માટે બાઇક લેવુ છે..”, એક યુવાન એના પપ્પા ને કહે છે.
“પપ્પા તમારી તબીયત હવે કેમ છે…?”, પરિણીત અને પપ્પા ની લાડલી ફોન પર એના પપ્પા ને પુછે છે.
“પપ્પા તમે ચોકોલેત કેમ ના લાવ્યા…? હુ આજે નહિ જમીશ નહિ..!!!”, એક નાનુ બાળક એની તોતડી ભાષામાં બોલે છે.
“સોરી, પપ્પા આજે હુ આવતા આવતા લેઇટ થઇ ગઇ..”, સાંજે ઘરે પહોંચવામાં મોડી પડેલી એક યુવાન છોકરી બોલે છે.
“પપ્પા, તમે જમતા કેમ નથી…?”, પરિણીત છોકરાની પત્ની એના સસરાને કહે છે.
“પપ્પા, ડીપ્લોમા કરી લવ એટલે જોબ મળી જશે, પછી તમારે કામ કરવાની જરુર નહિ પડે”, એક સમજુ છોકરો એના પપ્પાની ઉંમર થયેલી જોઇને કહે છે.
“પપ્પા, તમે ઘુટણ પર વોલીની ક્રીમ કેમ નથી લગાવતા..? એનાથી સાંધાઓ નહિ દુખે..”, એક યુવાન એના પપ્પા ને કહે છે.
“પપ્પા મને તમારા ખભા પર બેસવુ છે…!!”, એક પાંચ વર્ષનુ બાળક જે હજુ ખંધો ઘોડો કરવાની આદત નથી ભુલ્યુ એ બોલે છે.
Daddy...
“પપ્પા એડમીશન માટે ઇનકમ સર્ટીફીકેટ જોઇશે એટલે તમારે કલેક્ટર કચેરીએ આવવુ પડશે..”, એક યુવાન એના પપ્પાને એક દિવસની રજા લેવા માટે કહે છે.
“પપ્પા મને નોકરી મળી ગઇ…”, એક ગ્રેજ્યુએટ અભિમાનથી કહે છે.
“પપ્પા તમે આમ ચુપ રહીને કેમ બેસો છો…. તમે કઇ બોલો…”, એક પપ્પાની પંદર વર્ષની પુત્રી બોલે છે.
“પપ્પા પ્રવાસ થવાનો છે, અને ક્લાસની બધીજ છોકરીઓ જાય છે….!!”, પપ્પાની સામે એક ચૌદ વર્ષની ચારણ કન્યા બોલે છે.
“પપ્પા, તમે ચિંતા ના કરતા હુ બવ ખુશ જ છુ”, સાસરે ગયેલી દિકરી બોલે છે.
“પપ્પા, તમારી દવા બરાબર લઇ લેજો… તમે દવા લેવાનુ બવ ભુલી જાવ છો.”, ઘરથી બહાર રહીને સ્ટડી કરતી એક છોકરી એના પપ્પાને ફોન પર કહે છે.
“પપ્પા, તમે રડો છો શાન
Posted via Blogaway
No comments:
Post a Comment