Sunday, 22 June 2014

Jivan ma kadi na karva jeva kam

શિવપુરાણ પ્રમાણે શરીર અને સ્વાસ્થ માટે સારા નથી આ 4 કામ...........!

હિન્દુ ધર્મગ્રંથ ગીતાનું સૂત્ર છે- 'योगः कर्मसु कौशलम्' અર્થાત્ જે પણ કામ કરો તેને પૂરી દક્ષતા, કુશળતા અને સુંદરતા સાથે કરો. પરંતુ આજના દોરમાં અનેક લોકો આ વાતને યોગ્ય રીતે સમજી શકતા નથી. તેથી જ શિવપુરાણની આજે એવી ચાર વાતો અમે બતાવી રહ્યા છે જેને આજના સફળ થવા માગતા યુવાનો માટે ખૂબ જ જરૂરી છે.

પહેલુ સુખ નિરોગી કાયા કે જાન છે તો જહાન છે, આ જીવન સૂત્ર બધા જાણે, સાંભળે અને સમજે પણ છે. પરંતુ તેની સાથે જોડાયેલ સંદેશને અપનાવીને ઓછા જ લોકો સ્વસ્થ અને સુખી જીવન ગુજારી શકે છે. ખાસ કરીને આજના ભાગદોડવાળા જીવનમાં તો સ્વાસ્થ્ય નજરઅંદાજ થાય છે, જે પ્રાણ અર્થાત્ જાન માટે ખૂબ જ મહત્વનું છે.

વાસ્તવમાં, જીવન માત્ર ખાન-પાન ઉપર જ નિર્ભર નહીં, પણ ધ્યાન, યોગ, વિચાર, અધ્યયન, ચિંતન પણ તેને ઊર્જા આપે છે. પરંતુ બાહ્ય રીતે શરીર જ તે સાધન છે, જે બધી ક્રિયાઓને અંજામ આપે છે. એટલા માટે શાસ્ત્રોમાં સાંસારિક દ્રષ્ટિએ સુખની પ્રાપ્તિ માટે શારીરિક પરિશ્રમ અને પુરુષાર્થને જ વધુ મહત્વ બતાવવામાં આવ્યું છે. જેની માટે માત્ર આળસથી જ દૂર રહેવું, પણ એવા શારીરિક કામોથી પણ દૂર રહેવાની નસીહત આપવામાં આવી છે, જે જીવનની સાથે જ માન-પ્રતિષ્ઠા માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે.

હિન્દુ ધર્મગ્રંથ શિવ પુરાણમાં ખાસ કરીને એવા ચાર કામથી શરીરને દૂર રાખવાની શીખ આપવામાં આવી છે. આ શારીરિક પાપ કર્મ પણ માનવામાં આવે છે. જેને અપનાવીને જ ભક્તિ કરવામાં આવે તો શુભ અને સાર્થક સાબિત થશે.

આગળ જાણો કયા છે આ ચાર ખરાબ કામ.....

ન ખાવા યોગ્ય આહારઃ-

-એવું માનવામાં આવે છે કે શુદ્ધ આહારથી વિચાર અને વ્યવહાર પણ પવિત્ર બને છે. એટલા માટે સંકેત છે કે યથાસંભવ સાદુ, શાકાહારી અને તાજુ ભોજન ગ્રહણ કરવાથી સારા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ રહે છે. તેનાથી વિપરિત દૂષિત કે અપવિત્ર ભોજન ગ્રહણ કરવાથી સ્વાસ્થ


Posted via Blogaway

No comments: