Saturday, 21 June 2014

Kevi tai che graho ni manav jivan par asar

બધા 9 ગ્રહોની, કેવી અસર થઈ રહી છે તમારા જીવન ઉપર.....................?

આપણા જીવનમાં સુખ અને દુઃખનું આવવા-જવાનું ચાલતું જ રહે છે. શું તમે જાણો છોકે આપણે પ્રાપ્ત થતા સુખ અને દુઃખનો આધાર નવ ગ્રહોની સ્થિતિ ઉપર રહેલો છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે નવ ગ્રહોની સ્થિતિના આધારે જ આપણે સુખ અને સફળતા કે દુઃખ પ્રાપ્ત થાય છે. આ નવ ગ્રહ છે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ.
કોઈ વ્યક્તિની જન્મ તારીખ, જન્મ સમયે અને જન્મ સ્થાન પ્રમાણે બનાવવામાં આવેલ કુંડળી બાર ભાગોમાં વિભાજિત રહે છે. આ 12 ભાગોમાં નવ ગ્રહોની અલગ-અલગ સ્થિતિઓ રહે છે. બધા નવ ગ્રહોના શુભ-અશુભ ફળ હોય છે. અહીં જાણો બધા નવ ગ્રહોનો આપણા જીવન ઉપર કેવી અસર રહે છે....

સૂર્ય- સૂર્ય આપણને તેજસ્વી બનાવે છે. યશ,માન-સન્માન પ્રદાન કરેછે. સૂર્ય શુભ હોય તો આપણને સમાજનમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત થાયછે, જ્યારે સૂર્ય અશુભ હોય તો સમાજમાં અપમાનનો સામનો કરવો પડી શકે છે.

સૂર્ય પાસેથી શુભ ફળ પ્રાપ્ત કરવાના ઉપાય- રોજ સવાર-સવારમાં સૂર્યને જળ અર્પિત કરો.

ચંદ્રઃ- ચંદ્રનો સંબંધ આપણા મન સાથે બતાવવામાં આવ્યો છે. ચંદ્ર સારી સ્થિતિમાં હોય તો વ્યક્તિ શાંત હોય છે અને ચંચળ સ્વભાવવાળો હોય છે. જ્યારે અશુભ ચંદ્ર માનસિક તણાવ વધારે છે અને મનને અસ્થિર બનાવે છે.

ચંદ્ર પાસેથી શુભ ફળ પ્રાપ્ત કરવાનો ઉપાયઃ- દરરોજ શિવલિંગ ઉપર કાચુ દૂધ અર્પિત કરો.

આગળ જાણો બાકીના સાત ગ્રહો આપણા જીવન ઉપર કેવી અસર કરે છે....

મંગળઃ- મંગળ આપણા ધૈર્ય અને પરાક્રમને નિયંત્રિત કરે છે. શુભ મંગળ હોય તો વ્યક્તિ કુશળ પ્રબંધક હોય છે. જમીન-મકાનથી લાભ પ્રાપ્ત કરે છે. જ્યારે અશુભ મંગળ હોય તો વ્યક્તિને જમીન-મકાનનું સુખ નથી મળતું અને વૈવાહિક જીવનમાં પણ પરેશાનીઓ આવી શકે છે.

મંગળથી શુભ ફળ પ્રાપ્ત કરવાનો ઉપાયઃ- દર મંગળવારે શિવલિંગ ઉપર લાલ પુષ્પ અર્પિત કરો.

બુધઃ-બુધ ગ્રહ આપણી બુદ્ધિ અને વાણીને પ્રભાવિત


Posted via Blogaway

No comments: