Monday, 23 June 2014

Mahabharat na patro

અભિમન્યુ : અર્જુનનો વીર પુત્ર કે જે કુરુક્ષેત્રનાં યુધ્ધમાં વીરગતી પામ્યો

અંબા : અંબાલિકા અને અંબિકાની બહેન, જેણે પોતાનાં અપહરણનાં વિરોધમાં આત્મહત્યા કરી હતી અને બીજા જન્મમાં શિખંડી તરિકે જન્મી હતી

અંબિકા : વિચિત્રવીર્યની પત્ની, અંબા અને અંબાલિકાની બહેન, ધૃતરાષ્ટ્રની માતા

અંબાલિકા: વિચિત્રવીર્યની પત્ની, અંબિકા અને અંબાની બહેન, પાંડુરાજાની માતા

અર્જુન : દેવરાજ ઇન્દ્ર દ્વારા કુંતિ અને પાંડુનો પુત્ર, એક અદ્વિતિય ધનુર્ધર, કૃષ્ણનો પરમ મિત્ર જેને ભગવાન કૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો

બભ્રુવાહન : અર્જુન અને ચિત્રાંગદાનો પુત્ર

બકાસુર : એક અસુર જેને મારીને ભીમે ગામના લોકોનું રક્ષણ કર્યું હતું

ભીષ્મ : મુળનામ દેવવ્રત, શાન્તનુ અને ગંગાનો પુત્ર, પોતાનાં પિતાનાં થતાં
પૂનર્લગ્ન ન અટકે તે આશયથી તેમણે આજીવન બ્રહ્મચારી રહેવાની (ભિષણ/ભીષ્મ) પ્રતિજ્ઞા લીધી ત્યારથી તેઓ ભીષ્મનાં નામે ઓળખાયા

દ્રૌપદી : દ્રુપદની પુત્રી જે અગ્નિમાંથી પ્રગટ થઇ હતી. દ્રૌપદી પાંચે પાંડવોની
અર્ધાંગિની હતી જે ભગવાન કૃષ્ણની સખી હતી માટે તેનું એક નામ કૃષ્ણા પણ છે

દ્રોણ : હસ્તિનાપુરના રાજકુમારોને શસ્ત્ર વિદ્યા શિખવનારા બ્રાહ્મણ ગુરુ. અશ્વત્થામાના પિતા

દ્રુપદ : પાંચાલનાં રાજા અને દ્રૌપદી તથા ધૃષ્ટદ્યુમ્નના પિતા. દ્રુપદ અને દ્રોણ બાળપણમાં મિત્રો હતાં

દુર્યોધન : કૌરવોમાં સૌથી મોટો, હસ્તિનાપુરની ગાદીનો દાવો કરનાર, ધ્રુતરાષ્ટ્ર અને ગાંધારીનાં ૧૦૦ પુત્રોમાં સૌથી મોટો

દુ:શાસન : દુર્યોધનથી નાનો ભાઈ જે હસ્તિનાપુરની રાજસભામાં દ્રૌપદીને વાળથી પકડીને લાવ્યો હતો

એકલવ્ય : ક્ષુદ્ર કુળમાં જન્મેલો દ્રોણનો એક મહાન (પરોક્ષ) શિષ્ય જેની પાસેથી ગુરૂ
દ્રોણે ગુરુદક્ષિણા રૂપે જમણો અંગૂઠો માંગી લીધો હતો

ગાંડીવ : અર્જુનનું ધનુષ્ય
ગાંધારી : ગંધાર રાજની રાજકુમારી અને ધ્રુતરાષ્ટ્રન


Posted via Blogaway

No comments: