Monday, 23 June 2014

Mahan rushi-muni

વૈદિકકાળના 10 મહાન ઋષિઓની મહાનતા કંઈક આવી હતી...................!

આ ઋષિમુનીઓએ આપણા આધુનિક વિજ્ઞાનને પાછળ રાખી દે તેવી શોધો કરી હતી જેમાં ચિકિત્સાશાસ્ત્ર અને વિમાન સંચાલન પણ મુખ્ય હતા

આપણે ઋષિમુનીઓની મહાતનાની વાતો તો સાંભળીએ છીએ પરંતુ તેમને શું-શું કર્યું, શા માટે તેઓ મહાન કહેવાયા તેના વિશે લોકો ઓછું જાણે છે. ઊંડું ધાર્મિક જ્ઞાન ન ધરાવતા લોકો ઋષિઓની મહાનતા જાણી નથી શકતા કારણ કે ઋષિઓ વિશેની સંપૂર્ણ માહિતી સંસ્કૃત ભાષામાં જ કહેવામાં આવી છે. આજે અમે તમને ઋષિ-મુનીઓ કેમ આટલા મહાન બન્યા તે વિશે ટુંકમાં માહિતી આપવા પ્રયાસ કરીશું.

ભાગવતગીતામાં કહેવામાં આવ્યું છે કે જેનું મન દુઃખથી ઘબરાતું નથી, જે સુખની ઈચ્છા નથી કરતા અને જે રાગ, ભય અને ક્રોધ રહિત છે, એવા નિશ્ચલ બુદ્ધિવાળા લોકો ઋષિ કહેવાય છે. રાગ, દ્વેષ-રહિત સંતો, સાધુઓ અને ઋષિઓને મુની કહેવાય છે. મુનીઓને યતિ, તપસ્વી, ભિક્ષુ અને શ્રમણ પણ કહેવાય છે. વૈદિકકાળમાં કેટલાક એવા ઋષિ થયા છે જે કોઈને કોઈ પ્રકારે પ્રસિદ્ધ રહ્યા છે તેમાંથી જ કેટલાક ઋષિઓ વિશે મહત્વપૂર્ણ જાણકારી કંઈક આ પ્રકારે છે.

આગળ વાંચો ઋષિઓની મહાનતા વિશે....

અંગિરાઃ- ઋગ્વેદના પ્રસિદ્ધ ઋષિ અંગિરા બ્રાહ્માના પુત્ર હતા. તેમના પુત્ર બૃહસ્પતિ દેવતાઓના ગુરુ હતા. ઋગ્વેદ પ્રમાણે ઋષિ અંગિરાએ સર્વપ્રથમ અગ્નિ ઉત્પન્ન કરી હતી.

વિશ્વામિત્રઃ- ગાયત્રી મંત્રનું જ્ઞાન આપનાર વિશ્વામિત્ર વેદમંત્રોના સર્વપ્રથમ દ્રષ્ટા માનવામાં આવે છે. આયુર્વેદાચાર્ય સુશ્રુત તેમના પુત્ર હતા. વિશ્વામિત્રની પરંપરા ઉપર ચાલતા ઋષિઓએ તેમના નામને ધારણ કર્યું. આ પરંપરા અન્ય ઋષિઓની સાથે પણ ચાલતી રહી.

વશિષ્ટઃ- ઋગ્વેદના મંત્રદ્રષ્ટા અને ગાયત્રીના મહાન સાધક વશિષ્ટ સપ્તઋષિઓમાંથી એક છે. તેમની પત્ની અરુંધતી વૈદિક કર્મોમાં તેમની સહભાગી હતી.

કશ્યપઃ- મારીચ ઋષિના પુત્ર અને આર્ય નરેશ દક્ષની 13 કન્યાઓના


Posted via Blogaway

No comments: