ઉત્તર
ગુજરાત,
પાટણમાં આવેલી રાણકી વાવને
આજે
વર્લ્ડ
હેરીટેજ
સાઈટ
તરીકે
જાહેર
કરવામાં આવી છે. આજે
યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય
લેવામાં આવ્યો છે. રાણકી વાવ
(અથવા રાણી કી વાવ) ગુજરાત
રાજ્યનાં પાટણ જીલ્લાનાં પાટણ
શહેરમાં આવેલી છે. આ વાવ પાટણ શહેરનું
એક જોવાલાયક ઐતહાસિક સ્થળ છે. જેને
દેશ-વિદેશથી હજારો પર્યટકો વડે મુલાકાત
લેવામાં આવે છે અને હવે જ્યારે
રાણકી વાવનો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ
કરવામાં આવ્યો છે ત્યારે આ
સ્થળના ટુરિઝમમાં વધારો જોવા મળશે.
અણહિલવાડ
પાટણના સોલંકી વંશના સ્થાપક
મૂળરાજના પુત્ર ભીમદેવ-૧
ની રાણી ઉદયમતીએ ૧૧ મી સદીના અંતિમ
ચતુર્થાસમાં પ્રજા માટે
પાણીની વ્યવસ્થા ઉભી કરવા ૬૮ મી.
લાંબી સાત માળની ર૭ મી. ઉંડી વાવનું
નિર્માણ કરાવ્યું હતું. સદીઓ અગાઉ
સરસ્વતી નદીમાં આવેલા પુર અને અન્ય
ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દફન થઈ
ગઈ હતી. જેથી ધરતી તળે દબાયેલી આ
વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી.
પરંતુ, ર૦ મી સદી સુધી લોકોથી અલિપ્ત
રહેલી આ વાવને મૂળ
સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ
વિભાગે ઇ.સ. ૧૯૬૮માં વાવમાં ભરાયેલ
માટીને બહાર લાવવા માટે
ઉત્ખનની કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ
વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી
Posted via Blogaway

No comments:
Post a Comment