Sunday, 22 June 2014

Sixan no kramik badlav

By ganpat dabhani
Facebook

એક ઝલક પ્રાથમિક શિક્ષણના ક્રમિક બદલાવ વિશે...

* તા. ૧-૧૨-૮૬થી પ્રાથમિક અને પ્રૌઢ શિક્ષણ નિયામકશ્રીની કચેરીનું વિભાજન થતાં પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી અસ્તિત્વમાં આવી
* તા-15-4-2010 થી બારત સરકારના મફત અને ફરજિયાત શિક્ષણના અધિનિયમ મુજબ તેમજ ગુજરાત શૈક્ષણિક કાયદા સુધારા અધિનિયમ મુજબ પ્રાથમિક શિક્ષણ 1 થી 7 ના બદલે 1 થી 5 નિમ્ન પ્રાથમિક તેમજ 6 થી 8 ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ તરીકે ઓળખાય છે.
* તા-25-5-2010 ના રોજ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ભરતી કરવા માટે કેન્દ્રીયકૃત પસંદગી સમિતિની રચના કરવામાં આવી.તેના અધ્યક્ષ તરીકે માનનીય નિયામક સાહેબ ફરજ બજાવે છે.
* ગુજરાત પ્રાથમિક શિક્ષણમાં મફત અને ફરજિયાત શિક્ષણના અધિનિયમના અમલ સંદર્ભે કાયદાની કલમ-16 મુજબ શાળામાં દાખલ થયેલ કોઇપણ બાળકને પ્રારંભિક શિક્ષણ પુરુ થતા સુધીમાં કોઇપણ ધોરણમાં રોકી નથી શકાતુ તેમજ શાળામાંથી કાઢી શકાતુ નથી.
* તા-28-7-2010 ના ઠરાવ ક્રમાક પરચ.122010/1854/વ.ર મુજબ દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો શાળામાં મોબાઇલ ફોન લઇ ના જઇ શકે તેમજ વાપરી પણ ના શકે.
* પ્રાથમિક શિક્ષણમાં તા-27/4/2011 થી વિદ્યાસહાયકોની નિમણુક કરવા ટેટ પરીક્ષા લેવાનુ શરૂ કરેલ છે.
* રાઇટ ટુ એજ્યુકેશન મુજબ કોઇપણ શિક્ષક ખાનગી ટ્યુશન અથવા ખાનગી શિક્ષણની પ્રવૃતિ કરી શકે નહિ.
* તા-22-3-2011 થી ગુજરાતની દરેક પ્રાથમિક શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિની રચના કરવામાં આવેલ છે.
* પ્રાથમિક શાળઆઓમાં તા-18/01/2012 થી મુખ્ય શિક્ષકની નવી કેડટ અમલમાં આવેલ છે.
* પ્રાથમિક શિક્ષકોની સમગ્ર બદલી પ્રક્રિયા તા-23/5/2012 ના પરિપત્ર મુજબ જ કરવામાં આવે છે.આમાં પાછળથી થોડાઘણા સુધારા કરવામાં આવેલ છે.


Posted via Blogaway

No comments: