Tuesday, 1 July 2014

Gujarat- bajet 2014

સૌરભ પટેલે રજૂ કર્યું ગુજરાત સરકારનું 2014-15નુ બજે ટ

● વિદેશ અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓને અપાતી લોન 10 લાખ રૂપિયાથી વધારી 15 લાખ કરાઈ

● પાદરા જસદણ ગામે જીએસએફસી યુનિ. સ્થપાશે

● નિરાધાર વિધવા મહિલાઓ માટે 168 કરોડની જોગવાઈ

● નવા ચેકડેમ, તળાવ ઉંડા કરવા માટે 44 કરોડની જોગવાઈ

● પાટણથી ડિંડરોલ પાઈપલાઈન માટે 15 કરોડની જોગવાઈ

● ગર્ભવતી મહિલાઓને 6000ની સહાયની જોગવાઈ

● ગરીબ ખેડૂતો માટે કૃષિ કીટ માટે 49 કરોડ માટે

● જળસંપત્તિ અને કલ્પસર માટે 3570 કરોડની જોગવાઈ

● ઉદ્યોગ અને ખનીજ માટે 2223 રૂપિયા ફાળવાયા

● ખેડૂતોને 39 કરોડ રૂપિયાના ખર્ચે કૃષિ કિટ

● રાજ્ય સરકારનો મહેસૂલી ખર્ચ રૂ. 96,216

● આઈટીઆઈ મહિલા તાલીમાર્થીઓને સાઈકલ આપવાની જોગવાઈ

● 100 નવી એમ્બ્યૂલન્સ માટે 15 કરોડની જોગવાઈ

● नर्मदा ના બાકી કામો માટે સૌરાષ્ટમાં 1406 કરોડની જોગવાઈ

● ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણના વિકાસ માટે 2675 કરોડ રૂપિયાની જોગાવાઈ

● પશુપાલન અને ડેરી ઉદ્યોગના વિકાસ માટે 365 કરોડની જોગવાઈ

● જિલ્લા કક્ષાએ ધો.10 અને 12માં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનારને ઈનામની જોગવાઈ

● 6થી 7 ધોરણની વિદ્યાર્થીઓ માટે 750 કરોડની શિષ્યવૃત્તિની જોગવાઈ

● સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 500 કરોડ રૂપિયા ફાળવાયા

● સરકારને રૂ. 1,03,053 મહેસૂલી આવક થઈ

● નાના શહેરોમાં હવાઈ સેવા માટે 20 કરોડ રૂપિયા ફાળવાયા

● આંગણવાડી કાર્યકરોના માનદવેતનમાં દર મહિને રૂ. 500નો વધારો કરવાનો નિર્ણય, 33
કરોડની ફાળવણી

● સુજલામ સુફલામ યોજના માટે 70 કરોડ ફાળવાયા

● દ. ગુજરાત, સૌરાષ્ટ્રમાં દરિયાઈ ધોવાણ અટકાવવા 107 કરોડની જોગવાઈ

● ગ્રામિણ વિકાસ માટે 2311 કરોડ

● સંદેશા વ્યવહાર માટે 761 કરોડની જોગવાઈ

● હોસ્પિટલના સુદ્રઢિકરણ માટે 194 કરોડ

● ટ્રેક્ટરની ખરીદી માટે 46 કરોડની જોગાવાઈ

● આદિવાસી વિસ્તારમાં સિંચાઈ માટે 391 કરોડની જોગવાઈ

● નર્મદા યોજના માટે 9,000 કરોડ ફાળવાયા

● 2014-15ને રાજ્ય સરકાર કૃષિ વર્ષ તરીકે ઉજવશે.


Posted via Blogaway

No comments: