Thursday, 3 July 2014

Jivan na 16 saskar thx to jagdish manilal rajpara

જન્મ્યા પહેલાં આ 3 સંસ્કાર અનિવાર્ય, મૃત્યુ પહેલાં 16 કામ જરૂરી....................!

શા માટે આપણા જીવનમાં 16 કર્મ જરૂરી? શાસ્ત્રો પ્રમાણે 16 સંસ્કારોનું શું મહત્વ છે? પ્રત્યેક વ્યક્તિએ શા માટે કરવા જોઈએ આ 16 સંસ્કાર? જાણો આ તમામ સવાલોના જવાબ અહીં-

હિન્દુ ધર્મમાં વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધી 16 કર્મ અનિવાર્ય બતાવવામાં આવ્યા છે. જેને 16 સંસ્કાર કહેવામાં આવે છે. જેમાંથી પ્રત્યેક સંસ્કાર એક નિર્ધારિત સમયે કરવાનું વિધાન છે. જેમાંથી કેટલાક સંસ્કાર તો બાળકના જન્મ પહેલાં જ કરવામાં આવે છે. સંસ્કારોના સંબંધમાં આદ્ય ગુરૂ શંકરાચાર્યએ કહ્યું છે-

संस्कारों हि नाम संस्कार्यस्य गुणाधानेन वा स्याद्योषाप नयनेन वा ॥
-ब्रह्मसूत्र भाष्य 1/1/4

અર્થાત્ વ્યક્તિમાં ગુણોનું રોપણ કરવા માટે જે કર્મ કરવામાં આવે છે તેને સંસ્કાર કહેવાય છે.

સંસ્કાર વિધિમાં લખ્યું છે-

जन्मना जायते शुद्रऽसंस्काराद्द्विज उच्यते।

અર્થાત્ જન્મથી બધાં શુદ્ર હોય છે અને સંસ્કારો દ્વારા વ્યક્તિને દ્વિજ (બ્રાહ્મણ) બનાવવામાં આવે છે.

સંસ્કાર કેટલા છે?

ગૌતમ સ્મૃતિ શાસ્ત્રમાં 40 સંસ્કારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેટલાક શાસ્ત્રોમાં 48 સંસ્કાર પણ બતાવવામાં આવ્યા છે. મહર્ષિ અંગિરાએ 25 સંસ્કારોનો ઉલ્લેખ કર્યો છે. વર્તમાનમાં મહર્ષિ વેદવ્યાસના સ્મૃતિ શાસ્ત્ર મુજબ 16 સંસ્કાર પ્રચલિત છે, જે મુજબ-

गर्भाधानं पुंसवनं सीमंतो जातकर्म च। नामक्रियानिष्क्रमणेअन्नाशनं वपनक्रिया:।।
कर्णवेधो व्रतादेशो वेदारंभक्रियाविधि:। केशांत स्नानमुद्वाहो विवाहाग्निपरिग्रह:।।
त्रेताग्निसंग्रहश्चेति संस्कारा: षोडश स्मृता:। (व्यासस्मृति 1/13-15

સંસ્કારોથી આપણું જીવન બહુ પ્રભાવિત થાય છે. સંસ્કાર માટે કરવામાં આવતા કાર્યક્રમોમાં જે પૂજા, યજ્ઞ, મંત્રોચ્ચારણ વગેરે હોય છે, જેનું વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે. જેથી આજે અમે તમને આ સંસ્કારો વિશેની ખાસ જાણકારી આપીશું-

16 સંસ્કારો વિશે જાણવા આગળ
1. ગર્ભધારણ સંસ્કાર- આ સૌથી પહેલો સંસ્કાર છે. પ્રતીકાત્મક ધાર્મિક વિધિ, વિવાહ પછી તરત કરવામાં આવે છે. માતાનીકૂખ(ગર્ભાશય) ની પવિત્રતા માટે કરવામાં આવે છે. આ સંસ્કાર પતિ દ્વારા કરવામાં આવે છે. આ એવો સંસ્કાર છે જેમાં આપણે યોગ્ય, ગુણવાન અને આદર્શ સંતાન પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો પ્રમાણે મનગમતું સંતાન પ્રાપ્ત કરવા માટે ગર્ભધારણ સંસ્કાર કરવામાં આવે છે. આ સંસ્કારથી વંશવૃદ્ધિ થાય છે. મનુષ્યનું આ એક અનિવાર્ય ઉદ્દેશ્ય છે જેની અંતર્ગત મનુષ્યએ સંતાનની ઉત્પતિ કરવી જોઈએ.

2. પુંસવન સંસ્કાર – આ સંસ્કાર સગર્ભાવસ્થાના ત્રીજા મહિને કરવામાં આવે છે. વિકસી રહેલા ગર્ભમાં સારા અને દૈવિય સંસ્કારનુ આહવાન થાય એટલા માટે કરવામાં આવે છે. સગર્ભા સ્ત્રી એક દાણો ચોખાનો અને બે દાણા કાળા અનાજના અને થોડુ દહી સાથે ખાય છે. ગર્ભસ્થ શિશુના બૌદ્ધિક અને માનસિક વિકાસ માટે આ સંસ્કાર કરવામાં આવે છે. પુંસવન સંસ્કારના મુખ્ય લાભ એ છે કે તેનાથી સ્વસ્થ, સુંદર ગુણવાન સંતાનની પ્રાપ્તિ થાય છે.

3. સીમન્તોન્નયન સંસ્કારઃ- આ સંસ્કાર ગર્ભના છઠ્ઠા અથવા આઠમા મહિનામાં કરવામાં આવે છે. આ સમયે ગર્ભમાં ઊછરી રહેલું બાળક શીખવા માટે લાયક હોય છે. તેમાં સારા ગુણ, સ્વભાવ અને કર્મ જ્ઞાન આવે, તેની માટે માતા એ પ્રકારના આચાર-વિચાર, રહન-સહન અને વ્યવહાર કરે છે. મહાભક્ત પ્રહલાદે દેવર્ષિ નારદને ઉપદેશ અને અભિમન્યુને ચક્રવ્યૂહ પ્રવેશનો ઉપદેશ આ જ સમયે મળ્યો હતો. જેથી માતા-પિતાએ આ દિવસોમાં વિશેષ સાવધાની રાખવી જોઈએ.

4. જાતકર્મ સંસ્કારઃ- બાળકના જન્મ થતા જ આ સંસ્કાર કરવાથી શિશુના અનેક પ્રકારના દોષ દૂર થઈ જાય છે. તે અંતર્ગત શિશુને સોનાની ચમચી અથવા અનામિકા આંગળીથી મધ અને ઘી ચટાડવામાં આવે છે સાથે જ વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે જેથી બાળક સ્વસ્થ અને દીર્ધાયું બને.

5. નામાંકરણ સંસ્કારઃ- શિશુના જન્મ પછી 11મા દિવસે નામાંકરણ સંસ્કાર કરવામાં આવે છે. શિશુના જન્મ પછી દસ દિવસ સુધી સૂતક માનવામાં આવે છે, આને લીધે નામાંકરણ સંસ્કાર 11મા દિવસે કરવામાં આવે છે. બ્રાહ્મણ દ્વારા જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે બાળકનું નામ નક્કી કરવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે નામના આઝધારે જ બાળકના ભવિષ્ય સંબંધિત વાતોની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. તેને લીધે જ નામકરણ સંસ્કારનું વિશેષ મહત્વ હોય છે.

6. નિષ્ક્રમણ સંસ્કારઃ- નિષ્ક્રમણનો અર્થ છે બહાર કાઢવું. શિશુના જન્મના ચોથા મહિને આ સંસ્કાર કરવામાં આવે છે. આપણુ શરીર પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ જેવા પંચભૂત કહેવામાં આવે છે તેનાથી બનેલું છે. એટલા માટે પિતા આ દેવતાઓથી બાળકના કલ્યાણની પ્રાર્થના કરે છે. સાથે જ એવી કામના કરે છે કે શિશુ દીર્ધાયુ રહે અને સ્વસ્થ રહે. શિશુને બાહ્ય વાતાવરણથી પરિચિત કરાવવાનું હોય છે.


અન્નપ્રાશન સંસ્કારઃ- આ સંસ્કાર બાળકના દાંત નિકળવાના સમયે અર્થાત્ 6-7 મહિનાની ઉંમરમાં કરવામાં આવે છે. આ સંસ્કાર પછી બાળકને અન્ન ખવડાવવાની શરૂઆત થાય છે. આ સંસ્કારનો મુખ્ય ઉદ્દેશ્ય શિશુના માનસિક અને શારીરિક વિકાસને વધારવાનું છે. તે પહેલા શિશુને ભોજન માત્ર પેય પદાર્થો જેવા કે દૂધ કે જળ આધારિત હોય છે. આ સંસ્કાર પછી શિશુને અન્ન આપવાનું પણ શરૂ કરી દેવામાં આવે છે.

8. મુંડન સંસ્કારઃ-જ્યારે શિશુની ઉંમર એક વર્ષની થઈ જાય છે ત્યારે કે ત્રણ વર્ષની ઉંમરમાં કે પાંચ કે સાત વર્ષની ઉંમરમાં બાળકોના વાળ ઊતારવામાં આવે છે જેને મુંડન સંસ્કાર કહેવામાં આવે છે. આ સંસ્કારથી બાળકોનું માથું મજબૂત થાય છે અને બુદ્ધિ તેજ થાય છે. સાથે જ શિશુના બાળમાં ચિપકેલ કિટાણુ નષ્ટ થઈ જાય છે જેમાં શિશુને સ્વાસ્થ લાભ થાય છે. જન્મના સમયથી જ ઉત્પન્ન અપવિત્ર કેશને મુંડન સંસ્કાર દ્વારા હટાવવામાં આવે છે.

9. કર્ણવેધ સંસ્કારઃ- તેનો અર્થ છે- કાન છેદન. પ્રાચીન પરંપરા પ્રમાણે શિશુના કાન અને નાક પણ છેદવામાં આવે છે. તેના બે કારણ છે, એક આભૂષણ પહેરવા માટે. બીજુ, કાન છેદવાથી એક્યુપંક્ચર થાય છે. તેનાથી મસ્તિસ્ક સુધી જતી નશોમાં રક્ત પ્રવાહ સારો થાય છે. આ સંસ્કારથી શ્રવણ શક્તિ વધે છે અને અનેક રોગોની રોકથામ થઈ જાય છે. શાસ્ત્રો પ્રમાણે જે પુરૂષના કાન છેદેલા ન હો તેને શ્રાદ્ધનું અધિકારી માનવામાં આવતો નથી.

10. ઉપનયન કે યજ્ઞોપવિત સંસ્કારઃ- ઉપ અર્થાત્ પાસ અને નયન અર્થાત્ લઈ જવું. ગુરુની પાસે લઈ જવાનો અર્થ છે ઉપનયન સંસ્કાર. આજે પણ આ પરંપરા છે. જનેઉ અર્થાત્ યજ્ઞોપવિતમાં ત્રણ સૂત્ર હોય છે. આ ત્રણ દેવતા-બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું પ્રતીક છે. આ સંસ્કારથી શિશુને બળ, ઊર્જા અને તેજ પ્રાપ્ત થાય છે. વાતાવરણની નકારાત્મક ઊર્જાથી શિશુનો બચાવ થાય છે.

11. વિદ્યા આરંભ સંસ્કારઃ- ઉપનયન સંસ્કાર બાદ બાળકને વેદોનું અધ્યયન કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આ સંસ્કાર અંતર્ગત નિશ્ચિત સમય શુભ મુહૂર્ત જોઈને બાળકની શિક્ષા પ્રારંભ કરવામાં આવે છે. જેથી આને વિદ્યારંભ સંસ્કાર કહેવાય છે. આ સંસ્કારનું મૂળ ઉદ્દેશ્ય જ્ઞાન અર્જિત કરવું છે. પ્રાચીન સમયમાં આ સંસ્કાર બાદ બાળકોને ગુરૂકુળ મોકલી દેવામાં આવતા હતા. જેથી ગુરૂના સંરક્ષણમાં બાળ વેદે અને શાસ્ત્રોની શિક્ષા પ્રાપ્ત કરે છે.

12. કેશાંત સંસ્કારઃ- વિદ્યારંભ સંસ્કારમાં બાળક ગુરૂકુળમાં રહીને વેદોનું અધ્યયન કરે છે. તે સમયે તે બ્રહ્મચર્યનું સંપૂર્ણપણે પાલન કરે છે અને તેના માટે કેશ અને દાઢી અને જનેઉ ધારણ કરવાનું વિધાન છે. ભણતર પૂર્ણ થયા બાદ ગુરૂકુળમાં જ કેશાંત સંસ્કાર કરવામાં આવે છે. ત્યાર બાદ દાઢી બનાવવાની ક્રિયા સંપન્ન કરવામાં આવે છે. જેથી આને શ્મશ્રુ સંસ્કરા પણ કહેવાય છે. આ સંસ્કાર સૂર્યના ઉત્તરાયણ થવા પર જ કરવામાં આવે છે. કેટલાક શાસ્ત્રોમાં આને ગોદાન સંસ્કાર પણ કહેવામાં આવે છે.

13. સમાવર્તન સંસ્કારઃ- સમાવર્તન સંસ્કારનો અર્થ છે કે પાછુ આપવું. આ વિદ્યા અધ્યયનનો અંતિમ સમસ્કાર છે. આશ્રામ કે ગુરુકુળથી શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી ગુરૂની આજ્ઞાથી વ્યક્તિને ફરીથી સમાજમાં લાવવા માટે આ સંસ્કાર કરવામાં આવે છે. આ સંસ્કારમાં વેદમંત્રોથી અભિમંત્રિત જળથી ભરેલાં 8 કળશમાં વિધિપૂર્વક બહ્મચારીને સ્નાન કરાવવામાં આવે છે. જેથી આને વેદ સ્નાન સંસ્કાર પણ કહેવામાં આવે છે. તેનો અર્થ છે કે બ્રહ્મચારી વ્યક્તિને મનોવૈજ્ઞાનિક રીતે જીવનના સંઘર્ષો માટે તૈયાર કરવો અને ગ્રહસ્થ આશ્રમની શરૂઆત થાય છે.

14. વિવાહ સંસ્કારઃ- આ ધર્મનું સાધન છે. વિવાહ સંસ્કાર સર્વાધિક મહત્વપૂર્ણ સંસ્કાર માનવામાં આવે છે. તેની અંતર્ગત વર અને વધુ બંને સાથે રહીને ધર્મનું પાલન કરવાનો સંકલ્પ લઈને લગ્ન કરે છે. વિવાહ દ્વારા સૃષ્ટિના વિકાસમાં યોગદાન આપવામાં આવે છે. સંતાન ઉત્પત્તિ કરવામાં આવે છે અને આ સંસ્કારથી જ વ્યક્તિ પિતૃઋણથી મુક્ત થાય છે.પુરાણો મુજબ બ્રાહ્મ વગેરે ઉત્તમ વિવાહથી ઉત્પન્ન પુત્ર પિતૃઓને તર્પણ આપનારો હોય છે વિવાહનો આ જ ફળ બતાવવામાં આવ્યો છે-

ब्राह्माद्युद्वाहसंभूत: पितृणां तारक: सूत:।
विवाहस्य फलं त्वेतद् व्याख्यातं परमर्षिभि:।। (स्मृतिसंग्रह)
15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર- વિવાહ સંસ્કારમાં આહુતિ વગેરેની ક્રિયાઓ જે અગ્નિમાં કરવામાં આવે છે, તેને આવસથ્ય નામની અગ્નિ કહેવાય છે અને તેને વિવાહ અગ્નિ પણ કહેવાય છે. વિવાહ બાદ વર-વધૂ તે અગ્નિને પોતાના ઘરમાં લાવીને પવિત્ર સ્થાન પર સ્થાપિત કરે છે અને દરરોજ પોતાના કુલની પરંપરા મુજબ સવાર-સાંજ હવન કરે છે. દરરોજ કરવામાં આવતા આ હવનને બ્રાહ્મણો માટે અનિવાર્ય બતાવવામાંઆ આવ્યું છે. આ જ અગ્નિમાં બધાં દેવતાઓ નિમિત્તે આહુતિ આપવામાં આવે છે. મહર્ષિ યાજ્ઞવલ્ક્યએ લખ્યું છે કે-

कर्म स्मार्तं विवाहाग्नौ कुर्वीत प्रत्यहं गृही।
याज्ञवल्क्य स्मृति, आचाराध्याय (2/17)

16. અંત્યેષ્ઠી સંસ્કારઃ- અંત્યેષ્ટિ સંસ્કારનો અર્થ થાય છે અંતિમ યજ્ઞ. શાસ્ત્રોમાં માણસનું મૃત્યુ અર્થાત્ દેહત્યાગ પછી મૃત શરીર અગ્નિને સમર્પિત કરવામાં આવે છે. આજે પણ શબયાત્રાની આગળ ઘરથી અગ્નિ બાળીને કાઢવામાં આવે છે. તેનાથી ચિતા બાળવામાં આવે છે. તેનો આશય એ છે કે લગ્ન પછી વ્યક્તિને જે અગ્નિ ઘરમાં પ્રગટાવી હતી તેનાથી જ તેની અંતિમ યજ્ઞની અગ્નિ પ્રગટાવવામાં આવે છે. આપણા ત્યાં અત્યેષ્ઠિ એટલે સંસ્કાર માનવામાં આવે છે કારણ કે તેના દ્વારા મૃત શરીર નષ્ટ થઈ જાય છે. અંત્યેષ્ઠિ સંસ્કાર પિતૃમેધ, અન્ત્યકર્મ અને શ્મશાનકર્મ વગેરે પણ કહેવામાં આવે છે.


Posted via Blogaway

No comments: