Sunday, 16 November 2014

પૃથ્વી

પૃથ્વી ♥
→ પૃથ્વીનું કેન્દ્ર ૬૩૭૬ કિલોમીટરની ઊંડાઇએ છે.
સપાટીથી ભૂગર્ભમાં ૬૬ કિલોમીટર
સુધી ખડકો અને પથ્થરો છે ત્યારબાદ કેન્દ્ર
સુધી ધગધગતો લાવારસ ભરેલો છે.
→ પૃથ્વીની સપાટીથી ભૂગર્ભ સુધી જતાં દર
કિલોમીટરે ૨૦ ડિગ્રી સેલ્શિયસ તાપમાન વધે
છે.
કેન્દ્રની નજીક લગભગ ૩૮૭૦ ડિગ્રી સેલ્શિયસ
તાપમાન હોય છે.
→ પૃથ્વીના પેટાળમાંથી જાણીતા એવા ૪૦૦૦
જેટલા ખનીજો મળી આવે છે. લોખંડ, સોનું અને
તાંબા જેવી ઉપયોગી ધાતુઓ સહિત ૨૦૦
જેટલાં મહત્વના ખનીજો છે. દર વર્ષે ૨૦૦
જેટલાં નવા ખનિજો મળી આવે છે.
→ પૃથ્વી પર પાણીનો જથ્થો બે અબજ
વર્ષથી જળવાઇ રહ્યો છે. તેમાં વધઘટ થતી નથી.
માત્ર વરાળ, બરફ અને
પ્રવાહીની સ્થિતિ બદલાયા કરે છે.
→ પૃથ્વી દર સેકંડે ૨૯.૭૯ કિલોમીટરની ઝડપે
સૂર્યની પ્રદક્ષિણા કરે છે.


Posted via Blogaway

No comments: