રેલવેમાં શૈક્ષણિક પ્રવાસ માટે હવે ૬૦ ટકા કન્સેશન
વિદ્યાર્થીઓનો કન્સેશન રેટ ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં લાગું પડયો, માત્ર સેકન્ડ કલાસ સ્લિપરમાં લાભ મળી શકશે
રેલવેમાં શૈક્ષણિક પ્રવાસ માટે હવે ૬૦ ટકા કન્સેશન
નવી દિલ્હી તા.૩૦ : વિદ્યાર્થીઓને રેલવે દ્વારા એજયુકેશન ટૂર માટે હાલ ૫૦ ટકા કન્સેશન આપવામાં આવે છે તે હવે વધારીને ૬૦ ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝન કોર્પોરેશન (ત્ય્ઘ્વ્ઘ્) દ્વારા આ રાહતનો અમલ ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં જ શરૂ થઈ ગયો છે. વિદ્યાર્થીઓને કન્સેશનનો લાભ શાળા અથવા કોલેજના લેટરના આધારે જ આપવામાં આવશે.
વિદ્યાર્થીઓએ આ લેટરને બુકિંગ કાઉન્ટર પર ફરજિયાત જમા કરાવવાનો રહેશે. વિદ્યાર્થીઓ જો ટિકિટનું ઓનલાઈન બુકિંગ કરશે તો યાત્રા શરૂ થાય તે પહેલા ટ્રેન ઉપડવાની હોય તે સ્ટેશન પર શાળા અથવા કોલેજનો સર્ટિફાઇડ લેટર જમા કરાવવાનો રહેશે. અમદાવાદ રેલવે ડિવિઝનના પબ્લિક રિલેશન ઓફિસર પ્રદિપ શર્માએ કહ્યું હતું કે, રેલવે મંત્રાલયનો આ વિદ્યાર્થીલક્ષી નિર્ણય છે. રેલવે ટૂર કન્સેશનમાં ૧૦ ટકાનો વધારો કરવાથી હવે વધુ વિદ્યાર્થીઓ તેનો લાભ ઉઠાવી શકશે. આ છૂટછાટનો લાભ સેકન્ડ ક્લાસ સ્લિપરની ટિકિટમાં જ મળશે. થ્રિ-ટાયર અથવા ટૂ-ટાયર એ.સી. માટે ટિકિટ બુકિંગ કરાવતા વિદ્યાર્થીઓને આ સ્કિમનો લાભ આપવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે, દેશનો મોટાભાગનો વર્ગ ટ્રેનમાં મુસાફરી કરે છે અને રેલવેને દેશની જીવાદોરી પણ ગણવામાં આવે છે. મુસાફરી માટે રેલવે એ સૌથી સસ્તુ સાધન ગણવામાં આવે છે. ત્યારે વિદ્યાર્થીઓ માટે ભાડાંમાં કન્સેશન વધારવાને કારણે વિદ્યાર્થીઓ તેનો મહત્તમ ઉપયોગ કરશે તેમાં કોઈ બે મત નથી
રેલવેમાં વિદ્યાર્થીઓને મળતાં કન્સેશનનો ચાર્ટ
- એજયુકેશનલ ટૂર (જનરલ) વિદ્યાર્થીઓ ૬૦ ટકા
- એજયુકેશનલ ટૂર (SC/ST) વિર્દ્યાર્થીઓ ૭૫ ટકા
- ગ્રામીણ વિસ્તારના સરકારી શાળાના વિદ્યાર્થીઓ ૭૫ ટકા
- રાષ્ટ્રીય સ્તરની મેડિકલ, એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા આપવા જતી સરકારી શાળાની વિદ્યાર્થિનીઓ ૭૫ ટકા
- UPSC અને CSSCની મુખ્ય લેખિત પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ ૫૦ ટકા
- ભારતમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ ભારત સરકાર દ્વારા આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવા જતા વિદ્યાર્થીઓ ૫૦ ટકા
- ૩૫ વર્ષ વયમર્યાદા સુધીના સંશોધક વિદ્યાર્થીઓને તેમના સંશોધન સંબંધિત મુસાફરી માટે ૫૦ ટકા
- કેડેટ્સ અને મરિન એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ ૫૦ ટકા
Posted via Blogaway

No comments:
Post a Comment