The Great Indian Bustard (ભારતીય ઘોરાડ)
પક્ષી જગત નું સૌથી પ્રભાવશાળી અને વજનદાર પક્ષી આટલે ઘોરાડ,
નરી સુંદરતા થી ભરપૂર પક્ષી એટ્લે ઘોરાડ.
શરમાળ અને ગભરુ સ્વભાવનું સ્વામી એટ્લે ઘોરાડ.
નાજુકતા ની પરાકાષ્ઠા એટ્લે ઘોરાડ.
તૃણભૂમિ ની શાન-ઓ-શૌકત એટ્લે ઘોરાડ.
આવી અનેક ખૂબીઓ ધરાવતું ઘોરાડ આજે લુપ્ત થવા ના ઉંબરે ઊભું છે. માનવીએ પોતાની અર્થ ઉપાર્જન ની લાલચ માં તમામ હદ પસાર કરી અને જૈવ વિવિધતા થી ભરપૂર ઘાસભૂમિ ( તૃણભૂમિ) ને પણ તેણે તારાજ કરી નાખી છે.
ભારત ની એક માત્ર જગ્યા કે જ્યાં ઘોરાડ પક્ષી જોવા મળે છે. અને તે છે નલિયા ઘાસભૂમિ . કહેવાય છે કે એક સમય માં કચ્છ ના રણ સુધી ઘોરાડ જોવા મળતા. પણ જેમ જેમ ઘાસભૂમિ નો નાશ થતો ગયો, તેમ તેમ ઘોરાડ પણ ઓછા થતાં ગયા. અને કેટલાય ઘોરાડ પક્ષી પોતાની રાક્ષસી જીભની સ્વાદ સંતોષનાર લોકો ની જઠરાગ્નિ માં હોમાઈ ગયા..
આજે આંગળી ના વેઢે ગણી શકાય તેટલા જ ઘોરાડ કચ્છ ની નલિયા ઘાસભૂમિ માં રહી ગયા છે. અને છતાં પણ અમે તે વિસ્તાર માં કહેવાતા મોટા અને લેભાગુ તત્વો દ્વારા બિન ઉપજાઉ જમીન ને ખેડી ને તેનો નાશ કરતાં જોયા.સરકાર પણ આંખ આડા કાન કરી ને બેઠી છે. લુપ્ત થતી આ પ્રજાતિ માટે કોઈ આશા નું કિરણ દેખાતું નથી.
એક અંદાજ એવો છે કે આ પ્રજાતિ ના ઘોરાડ વિશ્વ માં માત્ર ૩૦૦ જેટલા જ રહયા છે. કદાચ આપણી હવે પછી ની પેઢી કુદરત ના આ સુદર સર્જન ને ફક્ત તસવીર માં જ જોઈ શકશે તેનું દુખ છે..
Monday, 2 February 2015
The Great Indian Bustard (ભારતીય ઘોરાડ)
Location:
Bodana, Karjan, India
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment