Monday, 21 September 2015

🌐વોટ્સએપ પર કોણ છે બેસ્ટ ફ્રેન્ડ?

��વોટ્સએપ પર કોણ છે બેસ્ટ ફ્રેન્ડ? ��

��હાલમાં જ વોટ્સએપે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. જેના દ્વારા યૂઝર પોતાના યૂઝ કરેલા ડેટાની તમામ માહિતી રાખી શકે છે.

'��સ્ટોરેજ યૂસેઝ' નામના આ ફંક્શનથી તમે એક ઈફેક્ટિવ લીડર બોર્ડ સાથે પોતાના કોન્ટેક્ટ્સના રેટિંગ તથા વોટ્સએપ ગ્રુપમાં રિસીવ કરેલા તથા મોકલેલા મેસેજના ડેટા અંગે માહિતી મેળવી શકો છો. આ ફંક્શનથી એ પણ જાણી શકાય છે કે તમે તમારા કયા ફ્રેન્ડ સાથે કેટલી વાત કરી છે.

��તમારા લીડર બોર્ડ પર જવા માટે એપના મેઈન ટૂલબારના સેટિંગ્સ ઓપ્શનમાં જાઓ. તેના અંતમાં આપેલા સ્ટોરેજ યુસેઝ ઓપ્શનને પસંદ કરો. અહીંથી તમે મોકલેલા તથા મેળવેલા કુલ મેસેજની સંખ્યાની જાણકારી મળશે. નીચે તરફ અપાયેલા સાઈઝ ટેબ પર ક્લિક કરીને તમે એ પણ જાણી શકો છો કે તમારા ફોનમાં કયા કૉન્વર્ઝેશને સૌથી વધુ સ્પેસ રોકી છે. હાલ આ ફંક્શન આઈઓએસ યૂઝર્સ માટે શરૂ કરાયું છે, જલ્દી તે એન્ડ્રોઈડ યૂઝર માટે પણ લોન્ચ થશે.


No comments: