Sunday, 4 October 2015

ભારતમાં શિક્ષણની નવી નીતિ - ૨૦૧૬

�� ભારતમાં શિક્ષણની નવી નીતિ - ૨૦૧૬  ��

�� કેળવણીના કિનારે : - ડો. અશોક પટેલ ��

ભારતમાં છેલ્લે ૧૯૮૬માં નવી શિક્ષણનીતિ જાહેર કરવામાં આવેલ. ત્યારબાદ ૧૯૯૨માં તેમાં કેટલાક સુધારા વધારા કરવામાં આવેલ આ રીતે જોતા ૩૦ વર્ષે શિક્ષણમાં નવી નીતિ લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. મોડું તો થયું જ છે. પણ જે થશે તે સારું થશે તેવી અપેક્ષા રાખી શકાય. જેમાં સરકાર અને સમાજ બંનેેએ પોતાની ભૂમિકા ભજવવી પડશે. શિક્ષણ ક્ષેત્રે નવી નીતિ હંમેશાં સમાજ આધારિત હોવી જોઈએ. એ રીતે જોતા સરકાર કરતા સમાજની ભૂમિકા વધુ અગત્યની થઈ પડે. આ મતે સમાજમાં પણ નક્કી થનારી નવી નીતિ માટે ચર્ચા થાય, તેના સૂચનો નીતિ ઘડનાર સુધી પહોંચે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા એક વેબસાઈટ ખોલવામાં આવેલ છે. જેના પર કોઈપણ વ્યક્તિ પોતાના વિચારો કે સૂચનો રજૂ કરી શકે છે એટલું જ નહીં વ્યક્તિ ધારે તો આ વેબસાઈટ પર ચર્ચા પણ કરી શકે છે. આ ચર્ચા ગ્રામપંચાયતોથી રાજ્ય સ્તર સુધી વિસ્તારવામાં આવેલ છે.

ભારતની ૨.૫ લાખ ગ્રામ પંચાયતોની શાળા વ્યવસ્થાપન સમિતિ તથા ગ્રામ સભા પોતાના મંતવ્યો રજૂ કરી શકે છે. આ અન્વયે માય ગવર્નમેન્ટ. કોમ પર મૂકવામાં આવશે. દેશના ૬૭૬ જિલ્લાના ધારાસભ્યો, સંસદસભ્યો, કલેક્ટર, ન્યાયાધીશ, સ્કૂલ કોલેજના આચાર્ય વગેરે પોતાના મંતવ્યો વેબસાઈટ પર મૂકી શકશે. દરેક રાજ્યે રાજ્ય કક્ષાએ ઓછામાં ઓછી ત્રણ બેઠકો કરવાની છે. આ રીતે ૩૬ રાજ્યની લગભગ ૧૦૦ બેઠકોની માહિતી વેબસાઈટ પર મૂકવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ-૨૦૧૫માં દિલ્હી ખાતે માનવ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત બેઠકમાં રાજ્યના શિક્ષણ મંત્રીઓ, શિક્ષણ સચિવો અને ટાસ્કફોર્સની હાજરીમાં નવી નીતિ ઘડવાની કાર્ય નીતિ નક્કી કરવામાં આવેલી.

નવી નીતિ માટે સરકાર દ્વારા કુલ ૩૩ વિષયો નક્કી કરવામાં આવ્યા છે. જેથી થનારી ચર્ચા કે સૂચનો જે તે ૩૩ મુદ્દા પર જ થાય. વિષયાંતર ન થાય. આમ છતાં સરકાર દ્વારા કોઈ મુદ્દો કે કોઈ બાબત છૂટી ગઈ હોય તેમ લાગે તો કોઈપણ વ્યક્તિ નવો મુદ્દો ઉમેરવાનું સૂચન કરી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા નવી નીતિ ઘડવા માટે જે મુદ્દાઓ નક્કી કરેલા તેમાં શાળા કક્ષાએ ૧૩ અને કોલેજ કે ઉચ્ચ શિક્ષણ કક્ષાએ ૨૦ એમ કુલ ૩૩ વિષયો આપવામાં આવેલા છે. જે નીચે મુજબ છે.

�� શાળાકક્ષાના વિષયો :��

૧ પ્રાથમિક શિક્ષણના અભ્યાસના નિષ્કર્ષ નક્કી કરવા

૨. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સુધી પહોંચને વધારવી.

૩. વ્યવસાયલક્ષી શિક્ષણને મજબૂત બનાવવું.

૪. પરીક્ષા પદ્ધતિની સુધારણા કરવી

૫. ગુણવત્તાવાળા શિક્ષકો માટે શિક્ષક પ્રશિક્ષણની સુધારણ

૬. પ્રૌઢ શિક્ષણ અને ઓપન સ્કૂલિંગ શિક્ષણ દ્વારા ગરમીના શિક્ષણને વેગ આપવો.

૭. શાળા અને પ્રૌઢ શિક્ષણમાં માહિતી અને પ્રત્યાયન યાંત્રિકી તંત્રમાં વૃદ્ધિ કરવી.

૮. વિદ્યાર્થીઓના પરિણામ સુધારવા વિજ્ઞાાન, ગણિત અને ટેકનોલોજીના શિક્ષણમાં નવું જ્ઞાાન અને દૃષ્ટિકોણ

૯. શાળા ગુણવત્તા, શાળા મૂલ્યાંકન અને શાળા સંચાલન તંત્ર

૧૦. સમાવેશી ક્ષમતાદાયક શિક્ષણ : છોકરીઓ, એસ.સી., એસ.ટી. લઘુમતિ અને ખાસ જરૂરિયાત ધરાવતા બાળકો માટે શિક્ષણ

૧૧. ભાષાઓને પ્રોત્સાહન આપવું,

૧૨. સમાવેશક શિક્ષણ : મૂલ્યો, શારીરિક શિક્ષણ, કલા અને કારીગરી અને જીવન કૌશલ્યો

૧૩. બળ સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રીકરણ

�� ઉચ્ચ શિક્ષણના વિષયો ��

૧ ગુણવત્તા માટે શાસકીય સુધારા

૨. સંસ્થાઓની માન્યતા અને ગુણાંકન
૩. માપદંડની ગુણવત્તામાં સુધારણા

૪. કેન્દ્રીય સંસ્થાઓને કાર્ય સ્વતંત્રતા પ્રદાન કરવી.

૫. રાજ્યની જાહેર યુનિર્વિસટીની સુધારણા.

૬. ઉચ્ચ શિક્ષણમાં કૌશલ્યવર્ધનને સાંકળવું.

૭. ખુલ્લી વિદ્યાપીઠ અને ઓનલાઈન શિક્ષણને પ્રોત્સાહન

૮. ટેકનોલોજી આધારિત અધ્યયનને અવકાશ.

૯. પ્રાદેશિક વિવિધતા તરફ લક્ષ.

૧૦ જાતિગત અને સામાજિક અંતર ઘટાડવું.

૧૧. ઉચ્ચ શિક્ષણનું સમાજ સાથે જોડાણ.

૧૨. ઉત્તમ શિક્ષકોનું નિર્માણ

૧૩. વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરતી વ્યવસ્થાને સુદૃઢ બનાવવી.

૧૪. ભાષા દ્વારા સાંસ્કૃતિક એકતાને પ્રોત્સાહન

૧૫. ખાનગી ક્ષેત્ર સાથે અર્થપૂર્ણ ભાગીદારી

૧૬. ઉચ્ચે શિક્ષણની વ્યવસ્થા

૧૭. ઉચ્ચશિક્ષણનું વૈશ્વિકરણ

૧૮. શિક્ષણ દ્વારા રોજગાર સર્જન માટે ઉદ્યોગો સાથે જોડાણ

૧૯. સંશોધન અને નાવિન્યને પ્રોત્સાહન

૨૦. નવા જ્ઞાાનનું સર્જન ઉપર જણાવેલ વિષયો કે મુદ્દાઓમાં કઈ કઈ બાબત પર વિચારણા કરવા જેવી છે તેને લગતા પેટા મુદ્દાઓ પણ આપવામાં આવેલ છે.
ઉપરોક્ત મુદ્દાઓ વાંચ્યા પછી આપને લાગશે કે નવી નીતિને કઈ દિશા તરફ લઈ જવામાં આવી રહી છે. પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણમાં ક્યાં ક્યાં સુધારા કરવા જેવા છે, કઈ કઈ બાબતો નવી ઉમેરવા જેવી છે?
વગેરે બાબતોની ખુલ્લા મને ચર્ચા થાય અને તે ચર્ચાના અંતે મળેલ સહમતી ભર્યા મુદ્દાઓ યોગ્ય સ્થળ સુધી પહોંચે તે જરૂરી છે. ગુજરાતમાં આ મુદ્દાઓની ચર્ચા કરવા માટે આજ રોજ રાજ્યકક્ષાની ૨૦૦ જેટલા સભ્યો સાથેની એક ચિંતન બેઠક શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં અમદાવાદમાં મળી રહી છે.
ઉપરોક્ત મુદ્દાઓ પર આપના કોઈ સૂચન કે આપનું કોઈ ચિંતન હોય તો એક નાગરિક તરીકે તમારી ફરજ થાય છે કે તે વાત નીતિના ઘડવૈયા સુધી પહોંચાડવી. આ માટે આપે વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવીને તમારા વિચારો અપલોડ કરવાના છે. આપ આ કામમાં સહભાગી બનીને સરકાર અને સમાજને નવી દિશા આપશો તેવી અભ્યર્થના સાથે...


No comments: