Monday, 23 June 2014

Mrutu na lekha joka

By- jagdish manilal rajpara

ગરુડપુરાણના લેખાજોખાઃ નક્કી જ છે તમારું મોત ક્યારે થઈ શકે..................!

વ્યક્તિના શરીર ઉપર એવા ચિન્હો દેખાવા લાગે છે જેનાથી નક્કી થઈ જાય છે કે તે છ મહિના જીવી શકે

-વ્યક્તિની આસપાસ વાદળી માખીઓ, ગીધ, કાગડા ફરવા લાગે તો તેનું મૃત્યુ એક મહિનામાં થઈ શકે

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં માત્ર જીવનમાં ચલતા સારા કે ખરાબ કર્મોને સુખ અને દુઃખનું કારણ બતાવ્યું છે, એટલુ જ નહીં સદકર્મો અને દુષ્કર્મોને સુખદ અને દુઃખદ મૃત્યુ નક્કી કરનારા પણ બતાવ્યા છે. તેને બીજા શબ્દોમાં કહીએ તો સદગતિ અને દુર્ગતિ કહી શકાય. કારણ કે મૃત્યુ અટલ સત્ય છે, એટલા માટે દરેક ગ્રંથમાં હંમેશા સારા ગુણ, વિચાર અને આચરણને અપનાવવાની શીખ આપવામાં આવી છે.

ખાસ કરીને મોટાભાગના લોકોની એવી પ્રવૃત્તિ જાહેર થતી હોય છે કે તેઓ જિંદગીના સારા કામો કરવાથી બચતા રહે છે પરંતુ મૃત્યુને સુધારવાની ગાઢ ઈચ્છા ધરાવે છે. મૃત્યુ સાથે જોડાયેલ અનેક રહસ્ય હિન્દુ ધર્મશાસ્ત્ર ગરુડ પુરાણમાં ઉજાગર કરવામાં આવ્યા છે. આ કડીમાં જ જાણો મૃત્યુ સાથે જોડાયેલ એ ખાસ વાતો જે બતાવે છે મૃત્યુ કેવી રીતે થશે....

આગળ કેવી રીતે થાય છે કોઈ વ્યક્તિનું મૃત્યુ.....

શાસ્ત્રોમાં મૃત્યુથી જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ વાતોનો ઉલ્લેખ છે. વૈદિક કાળથી જ માનવ અન દૈત્યો દ્વારા મૃત્યુને જીતવા માટે ઘોર તપસ્યા કરી ભગવાન પાસેથી અમરતા પામવાના પ્રયત્નો થયા છે. જેમણે જન્મ લીધો છે તેમણે મૃત્યુને પ્રાપ્ત થવાનું જ છે. બસ ફર્ક એટલો છે કે કોઈ દીર્ઘાયુ છે અને કોઈ અલ્પાયુ. આ કારણે દરેક વ્યક્તિનું મન ઘણીવાર મૃત્યુને લઈને ઘણાં પ્રશ્નો ઉઠાવે છે.
-જે લોકો સાચું બોલે છે, ઈશ્વરમાં આસ્થા અને વિશ્વાસ રાખે છે, વિશ્વાસઘાતી નથી હોતા, કોઈનું દિલ નથી દુભાવતા, કોઈને દગો નથી આપતા- અર્થાત્ સારા લોકો જે જિંદગીને સારી રીતે વિતાવે છે, તેમનું મૃત્યુ સુખદ હોય છે.

-જે લોકો બીજાને આસક્તિ, મોહનો ઉપદેશ આપે છ, અવિ


Posted via Blogaway

No comments: