સેટેલાઇટ ભ્રમણકક્ષામાં કેવી રીતે ગોઠવાય છે?
પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ દરેક વસ્તુને પોતાની તરફ ખેંચતું હોય છે. આકાશ તરફ ધકેલાયેલી કે ઊડેલી દરેક ચીજ તેની શક્તિ ખલાસ થાય એટલે પૃથ્વી પર પાછી આવીને પડે છે. પરંતુ સેટેલાઇટની વાત જુદી તેને રોકેટ દ્વારા અવકાશમાં મોકલ્યા પછી તે પૃથ્વી પર પાછા પડવાને બદલે ભ્રમણકક્ષામાં ગોઠવાઇને પ્રદક્ષિણા કર્યા કરે છે.
સેટેલાઇટને અવકાશમાં મોકલવા માટે પ્રચંડ બળથી ધક્કો આપવો પડે છે. રોકેટ પ્રચંડ ગતિથી અવકાશમાં ગતિ કરે ત્યારે તેને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ ખેંચતું હોય છે. તેને લાગેલા ધક્કાનું બળ અને ગુરુત્વાકર્ષણ બળ સરખા થાય ત્યારે તે અવકાશમાં સ્થિર થાય છે.
એક દોરી સાથે પથ્થર બાંધી દોરીનો બીજો હાથમાં પકડી ઘુમાવો તો પથ્થર હાથની આસપાસ ગોળ ગોળ ઘૂમશે. ઘૂમવાની ગતિ તેને દૂર ધકેલે છે. પરંતુ દોરી તેને તમારા હાથ તરફ ખેંચી રાખે છે. સેટેલાઇટની બાબતમાં પૃથ્વી જ ગુરુત્વાકર્ષણ બળ આ દોરી જેવું કામ કરે છે.
Posted via Blogaway
No comments:
Post a Comment