Tuesday, 4 November 2014

ગુજરાતી સાહિત્ય પરિષદ

ગુજરાતી સાહિત્ય પરિષદ**

ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા ગુજરાતના સંસ્કાર પુરુષ રણજિતરામ વાવાભાઈના નિષ્ઠાભર્યા પ્રયત્નોથી ઈ.સ.૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદ અસ્તિત્વમાં આવી અને પરિષદના પ્રથમ સંમેલનના પ્રમુખ તરીકે મહાન નવલકથાકાર ગોવર્ધનરામ મા. ત્રિપાઠીની સેવા સાંપડી. ઈ.સ.૧૯૨૦ સુધી રણજિતરામ પરિષદના ચાલકબળ હતા.ઈ.સ.૧૯૨૦થી રમણભાઈ નીલકંઠ અને આનંદશંકર ધ્રુવની પ્રેરણા અને ઉષ્મા પરિષદને છેક ઈ.સ.૧૯૨૮ સુધી પ્રાપ્ત થયાં. આ સમય દરમ્યાન, ઈ.સ.૧૯૨૦માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરનું અતિથિવિશેષપદ નોંધપાત્ર હતું. ઈ.સ.૧૯૨૮થી ૧૯૫૫ સુધી પરિષદનું સુકાન કનૈયાલાલ મુનશીએ સંભાળ્યું હતું. અમદાવાદમાં ઈ.સ.૧૯૩૬માં યોજાયેલું બારમું પરિષદ-સંમેલન મહાત્મા ગાંધીજીના પ્રમુખપદથી અવિસ્મરણીય બની રહ્યું.

ઈ.સ.૧૯૫૫માં ગોવર્ધનરામની જન્મભૂમિમાં અને એમની જન્મશતાબ્દીના વર્ષમાં પરિષદ પુનર્જન્મ પામી. એ પછી સાહિત્ય પરિષદના સભ્યો દ્વારા ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા તેનું સંચાલન થાય છે. ઉમાશંકર જોશી અને યશવંત શુક્લએ સાહિત્ય પરિષદના લોકશાહી સ્વરૂપની માવજતમાં ઊંડો રસ લીધો અને સંસ્થાને આજીવન સેવા આપીને પરિષદનું નૂતન લોકાભિમુખ સ્વરૂપ વિકસાવ્યું. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતી શિક્ષણ અને સંસ્કારની વિશિષ્ટ સંસ્થાઓમાં પરિષદનાં યોજાયેલાં ૨૩ જ્ઞાનસત્રો તેની ફલશ્રુતિ છે.

મનુભાઈ પંચોળી-દર્શકે પરિષદ-પ્રમુખ તરીકે સહૃદય દાતાઓના સંપર્કની મોટા પાયે પહેલ કરી અને સાહિત્ય પરિષદના હાલના ‘ગોવર્ધનભવન’ના પાયા નંખાયા. 'દર્શક'ની જીવનદ્રષ્ટિ સાથે સંકળાયેલા રઘુવીર ચૌધરીએ ઈ.સ. ૧૯૭૫થી પરિષદના મંત્રી તરીકે અને પછી ક્રમશ: ટ્રસ્ટી તથા પ્રમુખ રૂપે સક્રિય રહીને પરિષદ સાથે સતત નિસબત દાખવી છે.

આ અરસામાં પરિષદના ગોવર્ધનભવનમાં પૂર્વે કોશકાર્યાલય દ્વારા અને પછીથી પરિષદના ‘કસ્તુરભાઈ લાલભાઈ સ્વાધ્યાયમંદિર (ક.લા.સ્વાધ્યાયમંદિર)’ દ્વારા ગુજરાતી ભાષાસાહિત્યના સંશોધન -સંપાદન - વિવેચનના મહત્ત્વના ગ્રંથો પ્રકાશિત થયા. આ ઉપરાંત પરિષદનું ‘ચીમનલાલ મંગળદાસ જાહેર ગ્રંથાલય’ પ્રશિષ્ટ ગ્રંથો, ગ્રંથ સંગ્રહો અને સામયિકો સંદર્ભે સમૃધ્ધ થયું. પરિષદના મુખપત્ર ‘પરબ’નું સ્વરૂપ બદલાયું અને તે સાહિત્ય સર્જન-વિવેચન અને સંશોધનના ધ્યાનપાત્ર માસિક તરીકે સ્થિર થઈને પ્રતિષ્ઠા પામ્યું. ‘પરબ’ના તંત્રી-સપાદક તરીકે ભોળાભાઈ પટેલની દીર્ઘકાળ સેવા મળી.

સાહિત્ય પરિષદના સદગત ટ્રસ્ટીઓમાં એચ.એમ.પટેલની સક્રિયતાનું સાદર સ્મરણ થાય છે. મહાન સર્જકોના નામે ગુપ્તદાન આપવાની પ્રણાલી શ્રી બળવંતભાઈ પારેખે આરંભી અને જાળવી. પરિષદ-પ્રમુખો વિનોદ ભટ્ટ અને ધીરુભાઈ ઠાકરે પરિષદનો આર્થિક ભાર હળવો કર્યો છે તો નિરંજન ભગતે સાહિત્યનાં વૈશ્વિક ધોરણોની યાદ તાજી રખાવી છે. પરિષદના શતાબ્દી-સંમેલનના પ્રમુખ તરીકે સુશ્રી.ધીરુબેન પટેલ જેવા સર્જક અને સાંસ્કૃતિક દાયિત્વ ધરાવતાં મહિલાની વરણી થઈ - એ સમગ્ર ગુજરાતીભાષી પ્રજા માટે આનંદ અને ગૌરવદાયી ઘટના છે.

અમદાવાદમાં એનું પહેલું સંમેલન ૧૯૦૫માં યોજાયું હતું. ત્યારથી આજ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક અને ગુજરાતની બહાર કરાંચી, દિલ્હી, કોલકતા, ચેન્નાઈ, હૈદરાબાદ, પૂના અને કોઈમ્બતુર જેવાં સ્થળોએ પરિષદે પોતાનાં સંમેલનો યોજીને ગુજરાતને ખૂણે ખૂણે અને ભારતની દિશા-દિશાએ પોતાની ભાવના વિસ્તારી છે. પરિષદના સંમેલન પ્રસંગે મળેલાં વિદ્વાન પ્રમુખોનાં મનનીય વ્યાખ્યાનો અને સંશોધનાત્મક નિબંધોએ ગુજરાતી ભાષા-સાહિત્યને સમૃધ્ધ કર્યું છે.

અમદાવાદ પછી મુંબઈ, રાજકોટ, વડોદરા અને સુરતની યાત્રા પછી પરિષદનું ફરીવાર ઈ.સ.૧૯૨૦માં અમદાવાદમાં છઠ્ઠું અધિવેશન મળ્યું ત્યારે, એક પ્રયોગ તરીકે એમાં સાહિત્ય, ઈતિહાસ અને વિજ્ઞાન, એમ ત્રણ વિભાગો રાખવામાં આવ્યા હતા અને તેમાં વિભાગીય પ્રમુખ તરીકે શ્રી રમણભાઈ નીલકંઠ, બળવંતરાય ઠાકોર અને સાંકળચંદ શાહની વરણી થઈ હતી. પરિષદના ઈતિહાસનો આ પહેલો વળાંક હતો.

૧૯૨૦ સુધી સ્વ.રણજિતરામ પરિષદના પ્રેરક ચાલકબળ હતા. ૧૯૨૦થી રમણભાઈ નીલકંઠ અને શ્રી આનંદશંકર ધ્રુવની પ્રેરણા અને ઉષ્મા એને છેક ઈ.સ.૧૯૨૮ સુધી પ્રાપ્ત થયાં. ઈ.સ.૧૯૨૦માં રવીન્દ્રનાથનું અતિથિવિશેષપદ નોંધપાત્ર રહ્યું હતું અને ઈ.સ.૧૯૨૮ પછી પરિષદનું સુકાન કનૈયાલાલ મુનશીએ છેક ૧૯૫૫ સુધી સંભાળ્યું. સંમેલનો વખતે નિબંધવાચન ઉપરાંત પુસ્તકો અને સામયિકોનાં પ્રદર્શનો, પાદપૂર્તિ, મુશાયરાઓ જેવાં અન્ય સંસ્કાર અંગો પણ વિકસતાં જતાં હતાં અને એની પુસ્તક-પ્રકાશન પ્રવૃત્તિ ધ્યાન ખેંચી રહી હતી. અમદાવાદ પછી ભાવનગર, મુંબઈ, નડિયાદ (બે વાર) અને લાઠીની યાત્રા કરીને ફરી વાર ઈ.સ.૧૯૩૧માં પરિષદનું ૧૨મું સંમેલન અમદાવાદમાં યોજાયું. ભાવનગરમાં સાહિત્ય, ઈતિહાસ અને વિજ્ઞાનના વિભાગોને પણ સ્થાન આપવામાં આવ્યું હતું.

નવમા અધિવેશન(નડિયાદ)માં ધર્મતત્ત્વજ્ઞાન, સમાજ અને અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, લલિતકલા અને પત્રકારત્વ એમ સાત વિભાગોને સ્થાન apel che


Posted via Blogaway

No comments: