ધીરા ભગત #
#નામ ધીરા પ્રતાપ બારોટ
#જન્મ- સંવત ૧૮૦૯-૧૦ (ઇ.સ. ૧૭૫૩)માં વડોદરા જિલ્લાના ગોઠડા ખાતે
#અવસાન - સંવત ૧૮૮૧ના આસો સુદ પૂનમ (ઇ.સ. ૧૮૨૫)
#પિતા – પ્રતાપ બારોટ
#માતા – દેવબા બારોટ
#ભાઇ – કરસનદાસ અને બાપુજી
# પત્ની – જતનબા
- ગામ ગોઠડામાં ગરાસ અને આર્થિક રીતે સંપન્ન
- કુળધર્મ વૈષ્ણવ, પાછળથી રામાનંદી સંપ્રદાય સ્વીકાર્યો
- ગુરૂનું નામ જીભાઇ વિશ્વનાથ શાસ્ત્રી. ધીરાને સંસ્કૃત ન આવડતું. આથિ શાસ્ત્રીજી પાસે સાંભળીને પદો લખતાં.
- વેદાંત તેમનો પ્રિય વિષય. આત્મજ્ઞાનની કવિતાની બાબતમાં તે બધા કવિઓમાં શિરમોર છે.
- તેમના પદો ‘કાફી‘ નામના રાગમાં ગવાતા હોવાથી કાફી તરીકે જાણીતા છે.
- પોતાની કવિતા રચીને તુંબડા કે વાંસની નલીકામાં ભરીને નદીમાં પ્રવાહીત કરી દેતા. આથી તેમની રચનાઓ નદીકાંઠાના વિસ્તારોમાં પ્રસિદ્ધ છે.
- તેમનું શિષ્યમંડળ ઘણું મોટું હતું. પ્રમુખ શિષ્ય : બાપુસાહેબ ગાયકવાડ
- ૨૫૦૦૦થી ૩૦૦૦૦ પદના ગ્રંથ ‘રણયજ્ઞ’ ની રચના કરી.
- કેટલીક રચનાઓ હિન્દીમાં પણ કરી છે.
**રચનાઓ
- રણયજ્ઞ,
-જ્ઞાનકક્કો,
-મતવાદી આત્મબોધ,
-યોગમાર્ગ,
-પ્રશ્નોત્તરમાર્ગ,
-ગરબીઓ,
-ઢાળ,
-અશ્વમેઘ,
-જ્ઞાનબત્રીસી,
-દ્રૌપદીવસ્ત્રાહરણ,
-સુરતીબાઇનો વિવાહ,
-ગુરુપ્રશંસા,
-શિષ્યધર્મ,
-ધર્મવિચાર,
-માયાનો મહિમા,
-ઇશ્વરસ્તુતિ સ્વરૂપ,
-મતવાદી,
-ગુરૂધર્મ,
-શિષ્યધર્મ,
-કુંડળીયા,
- અવળવાણી.
#સંદર્ભ
- પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ (સં. રમણિક દેસાઇ)
Posted via Blogaway
No comments:
Post a Comment