દલપતરામ
-જન્મ: ૨૧ જાન્યુઆરી - ૧૮૨૦ , વઢવાણ
-અવસાન: ૨૫ માર્ચ - ૧૮૯૮ , અમદાવાદ
-પિતા - ડાહ્યાભાઈ
-પુત્ર - નાનાલાલ કવિ
-સુધારા યુગના મહત્વના કવિ
-વૈદિક કર્મકાંડ છોડી સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકાર્યો
-સ્વામી દેવાનંદ પાસે છંદ, અલંકાર અને ભાષાનો અભ્યાસ
-સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ
-મુખ્યત્વે કવિતા, હાસ્ય કવિતા, નિબંધ, પિંગળ શાસ્ત્ર, નાટક માં પ્રદાન
-બાળપણથી પ્રાસતત્વવાળી હડૂલા જેવી કવિતા કરવાનો શોખ. શામળની પદ્યવાર્તાઓ સાંભળી એ પ્રકારની ‘હીરાદન્તી’ અને ‘કમળલોચની’ જેવી વાર્તાઓ પદ્યમાં લખી, પરંતુ ચૌદ વર્ષની ઉંમરે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત બની સ્વામીનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો એટલે એ વાર્તાઓ બાળી નાખી.
- ૧૮૪૮માં ભોળાનાથની ભલામણથી અમદાવાદના આસિસ્ટન્ટ જજ ઍલેકઝાંડર કિન્લૉક ફૉર્બસનું નિમંત્રણ મળ્યું એટલે વઢવાણથી અમદાવાદ આવ્યા અને ગુજરાતી ભાષા અને સાહિત્ય શીખવવા માટે ફૉર્બસના શિક્ષક બન્યા. ફૉર્બસ સાથેનો આ મેળાપ ઘનિષ્ઠ મૈત્રીમાં પરિણમ્યો.
-તેઓએ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને ‘બુદ્ધિપ્રકાશ’ માસિકની જવાબદારી પણ સંભાળી હતી.
-૧૮૫૮માં ‘હોપ વાચનમાળા’ ની પુસ્તિકાઓ તૈયાર કરવામાં સરકારને મદદ કરી.
-બ્રિટિશ સરકાર તરફથી સી.આઇ.ઇ.ઇલ્કાબ મળ્યો હતો.
-૧૮૭૯માં આંખની વ્યાધિને લીધે વર્નાક્યુલર સોસાયટીમાંથી નિવૃત્તિ લીધી. અમદાવાદમાં અવસાન.
-બ્રિટિશ સરકાર તરફથી સી.આઇ.ઇ.ઇલ્કાબ મળ્યો હતો.
*મૂખ્ય કૃતિઓ*
- કવિતા – ફાર્બસ વિરહ, વેન ચરિત્ર, હુન્નર ખાનની ચઢાઇ,માના ગુન્ન્
-નિબંધ – ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ
-નાટક – મિથ્યાભિમાન, લક્ષ્મી
-વ્રજભાષામાં - વ્રજ ચાતુરી
-વ્યાકરણ – દલપત પિંગળ
Posted via Blogaway
No comments:
Post a Comment