ગાંધીજીનું વોટરમાર્ક ક્યારથી કરન્સી નોટમાં ચલણમાં આવ્યુ અને તે પહેલા શેનું ચિત્ર હતુ.
વર્તમાન સમયમાં ભારતીય નોટો પર ગાંધીજીનું ચિત્ર હોય છે. તે પહેલા અશોક સ્તંભનો ફોટો રહેતો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 1996 બાદ આ નિર્ણય લઇને અશોક સ્તંભની જગ્યાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો મુકવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ અશોક સ્તંભની તસવીર નોટના ખુણામાં નીચે મુકી દેવામાં આવી હતી. અત્યારે રૂ. 5 થી લઇને 1000 સુધીની નોટમાં ગાંધીજીનો ફોટો જોવા મળે છે. તે પહેલા ઓક્ટોબર 1987માં જ્યારે પહેલી 500ની નોટ ચલણમાં આવી ત્યારે તેમાં ગાંધીજીનું વોટરમાર્ક મુકવામાં આવ્યુ હતુ. 1996 બાદ દરેક નોટમાં ગાધીજીનું વોટરમાર્ક પ્રવર્તમાન છે.
અત્યારે 1 રૂપિયાની નોટ સર્ક્યુલરમાં નથી. તેને 1994 થી બંધ કરી દેવામાં આવી છે. તે સિવાય બે રૂપિયાની નોટ પણ સર્ક્યુલરમાં નથી. કારણ કે આ બન્ને ડીનોમીનેશનના સિક્કા ચલણમાં છે. જો કે જ્યારે એક રૂપિયાની નોટ બહાર પાડવામાં આવતી ત્યારે તેના પર રિઝર્વ બેન્કના ગવર્નરની સહીની જગ્યાએ ફાઇનાન્સ સેક્રેટરી (નાણા સચિવ)ની સહી રહેતી હતી. કરન્સી ઓફ ઓર્ડીનન્સના નિયમ પ્રમાણે એક રૂપિયાની નોટ ભારત સરકાર બહાર પાડતી હતી, જ્યારે તે સિવાયની રૂ.2 થી લઇને વધુની કરન્સી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે. અત્યારે એક રૂપિયાની નોટનું ઉત્પાદન બંધ થઇ ગયુ છે, પરંતુ જુની નોટ હજુ પણ ચલણ તરીકે સ્વીકૃત છે.
ભારતની ચલણી નોટ પર જ્યોર્જ પંચમનો ફોટો રહેતો। જ્યોર્જ પંચમ વાળી નોટ અને ત્યારબાદ અશોકસ્તંભનો વોટરમાર્ક ઉપયોગમાં લેવામાં આવ્યો.
Posted via Blogaway
No comments:
Post a Comment